એક સ્મિત દુઃખીને આપી તો જુઓ
આ મફતનું કામ કરવું જોઈએ!!
મારી ગઝલનો આ શેર છે. જ્યારે સવારની વોક લેવા નીકળ્યાં હો અને એક બેન્ચ પર એક વ્યકિત નિરાશ થઈને બેઠી હોય એને તમે જઈને સ્મિત આપી ને શુભ સવાર કહો જોઈએ!! એ વ્યક્તિનો દિવસ સુધરી જશે. કોઈ ગરીબ બાળકને સ્મિત સાથે પાંચ રૂપિયાની નોટ આપો. એ બાળક આખો દિવસ તમને યાદ કરશે. સ્મિતનું જાદુ એવું છે. એ બધાને પોતાના મોહપાશ માં રાખે છે. વળી સ્મિતની એક બીજી આદત છે કે ચેપી છે, સુખ વહેંચવા માટે તો સ્મિત કરતા રહો અને સુખ વહેંચતા રહો. કોઈ તમારી સામે સ્મિત કરે તમે રહી જ નહિ શકવાના તમે સામું સ્મિત આપવાના!!
સ્મિત ભલે બધી પીડાનો ઈલાજ નહિ હોય પણ એ બધી પીડાનો મલમ જરૂર છે. સ્મિત તમને જીવવાનું બળ આપે છે, તેમજદરેક દુઃખની સામે ઢાલ બને છે. અને ગમે તેવા દુઃખને પડકારે પણ છે. ઘણા શાયરોએ સ્મિત માટે ઘણી શાયરી કરેલી છે. સ્મિતમાં ઈશ્વરનો વાસ છે. નિદા ફાઝલી નો એક શેર છે કે
ઘર સે મસ્જીદ હૈ બહુત દૂર
ચલો યૂં કર લે,
કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે !
કોઈ રડતા બાળકને હસાવાથી જો ઈશ્વર ખુશ થતો હોય તો એ હાસ્ય અને એ સ્મિતની કિંમત કોઈ આંકી શકતું નથી એ અણમોલબની જાય છે. એક બાળકને કે એક વ્યકિતને હસાવવી એટલે કદાચ એની દુનિયા બદલી જાય. કદાચ એનામાં નવો જોશ નવો ઉમંગ આવે જીવવા માટે. આખી દુનિયાને બદલવી અઘરી છે પણ એક વ્યકિતના ચહેરા પાર સ્મિત લાવવું અઘરું નથી. અને એ વ્યકિત બીજાના ચહેરા પર સ્મિત લાવે એમ આ કડીને જોડતાં રહીએ તો આખું વિશ્વ મધુર સ્મિત કરતુ થઇ જાય. આજકાલ તો લાફ્ટર કલાસીસ ચાલે છે. હસો અને હસાવો. એક મીઠું સ્મિત એ આખી દુનિયા માટે પ્રેમની ભાષા છે। ઘણીવાર સંબંધ ટકાવી રાખવા માટે ચૂપ રહીને સ્મિત આપી દેવું એ પણ બસ છે. જ્યારે તમે કોઈને સ્મિત આપો છો તો તમે એક પ્રેમની ભેટ આપો છો. સૌથી સસ્તી અને મીઠી ભેટ.
સ્મિત એ તમારા શરીરનો સદકો(દાન) છે. ઘણીવાર આપણે પૈસાથી સદકો કાઢીએ છીએ પણ પૈસા સિવાય ફક્ત એક સ્મિત પણ તમારી બલાઓ દૂર કરી શકે છે. સવારની શુભ શરૂઆત સ્મિતથી કરો, સવાર પડતા પતિ કે પત્નીની સામે સ્મિત કરો ,બાળકો સામે સ્મિત કરો, ઘરના નોકર ચાકર, દૂધવાળો, પેપરવાળો , પોસ્ટમેન,ધોબી, તેમજ લિફ્ટ માં ચડતા ઉતરતાં દરેક વ્યક્તિ સામે સ્મિત આપો, આ સ્મિત એમનો જ નહિ પણ તમારો દિવસ સુધારી દેશે. સ્મિત માં છુપાયેલો પ્રેમ પણ છે. જે પ્રેમતમે મફતમાં જગત ને વહેંચી શકો છો. વિચારો કે જે વ્યક્તિને તમે જાણતા પણ નથી એ વ્યક્તિનો દિવસ કદાચ ખરાબ જઈ રહયો હોય, બની શકે કે કોઈ મોટી મુશ્કેલીમાં હોય, પણ જુઓ તમારુ એક સ્મિત કેવું ચમત્કાર બતાવે છે. તમે કોઈ પણ ના જીવનને નવી રોશની આપી શકો છો.
એક સ્મિત પાછળ હજારો ગમ પણ છુપાયેલા હોય છે તેમ છતાં હસતા રહેવું એ ઈશ્વરનો આભાર માનવા બરાબર છે. ઇસ્લામમાં કહેવાય છે કે એક સ્મિત થી 70 નેકી લખાય છે તો નેકી ભેગી કરતા રહો તો જ્યારે તમે ખુદા પાસે જાઓ તો તમારી ઝોળી માં કરોડો નેકીઓ હશે. અને હસતા હસતા ઈશ્વરને મળશો. આજ કોઈના ચહેરા પાર સ્મિત લાવો, આજ કોઈના સ્મિતનું કારણ બનો. ઈશ્વરને પામવા માટે, પરમને પામવા માટે અઘરા રસ્તા અપનાવવાની જરૂર નથી, બસ એક સ્મિત કાફી છે.
મને કોઈ એ એકવાર કહ્યું હતું કે
હસતી હુઈ તુમ બહોત ખૂબસૂરત લગતી હો
બસ ઉસી દિનસે મુસ્કરાયે જાતી હું મૈં
સપના વિજાપુરા
ફૂલ સહજ સુવાસથી સુવાસિત હોય છે તેમ તદ્દન સ્વાભાવિક હોય છે સ્મિત…… ચહેરા પર સ્મિત આંકવું એ પણ પ્રેમ નો પડઘો હોય છે.
સ્મિત રડતા રડતાયે હસાવી જાય છે મને કાયમ તારું સ્મિત,
એટલે જ તો મારા સ્મિતમાંયે હોય છે સદા તારું સ્મિત,
(ઊર્મિસાગર)
નીલમ દોશીની આ પંક્તતિ પણ જોવો
તમારા એક સ્મિત પર ઓળઘોળ થયા અમ
જરા હસ્યા તમે અને આખેઆખા ઉઘડ્યા અમ……
સ્મિત એટલે પરમ તત્વની નિશબ્દ ભાષા. જેમાં આપ્યાનો આનંદ અને લીધાનો પણ આનંદ …વાહ સપનાબેન ખુબ સરસ વાત કરી સરળ ભાષામાં ..
LikeLike
સ્મિત એ પ્રેમની ભાષા છે
LikeLike
Smit aee swathi sasti ane mithi bhet Che. So true! So many times it has changed my day and mood! And I thank them a lot . Sapnaben tadan sachi vaat kahi Che. Khub Saras!
LikeLike
vah,srs sapnaben
LikeLike
આભાર ગુરુજી તમે વાંચો એટલે આનંદ આનંદ !
LikeLike
ખૂબ સરસ વાત સપનાબેન,ખરેખર સ્મિત એ પ્રેમની ભાષા જ છે.
LikeLike