નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા -૨૫ ઓક્ટોબર ૨૦૧૯

‘શબ્દોના સર્જન ‘ પર october 2019ના  વર્ષે નંદનભાઈ શાસ્ત્રી  તરફથી નિબંધ સ્પર્ધા યોજવામાં આવી છે.

આપ સૌ કલમપ્રેમીઓને આ નિબંધ સ્પર્ધમાં ભાગ લેવા માટે આમંત્રણ છે.

(1)  નિબંધ સ્પર્ધાનો વિષય છે: ‘લેખન’ એક શોધ 

‘લેખન’એક શોધ  વિષે પ્રમાણિકતાથી ,નિખાલસપણે રસપ્રદ ભાષામાં નિબંધ લખાય તેવી આશા છે.સોનુ જીવન અલગ હોય તેથી લેખન દરેકના જીવનમાં અલગ રીતે શોધ બનીને આવે છે .સંશોધન; અનુસંધાન; ‘રિસર્ચ’..એમ કહું કે તમારૂ લેખન તમારી શોધ છે.દાખલા તરીકે એક પત્રકાર  માટે લેખન  સત્ય પ્રગટ કરતો અહેવાલ એક શોધ છે  તો સ્ત્રી માટે લેખન ભલે અભિવ્યક્તિ હોય પણ અંતે એ શોધ બને છે. લેખન કળા છે તો લેખન શક્તિ છે.લેખક સતત શોધતો ફરે છે.જીવનની જેમ લેખન પણ શોધ નો પ્રવાસ છે અનુભવ ,અનુભૂતિ દ્વારા વ્યક્તિ શોધ માપે છે જે શબ્દ્સ્વરૂપે પ્રગટે છે ત્યારે લેખન થાય છે.  દરેકે પોતાનો સ્વયં અનુભવ સાથે નિબંધ લખવો જેથી મૌલિકતા જળવાઈ રહે.

(2)  શબ્દોની મર્યાદા –લઘુત્તમ ૫00 અને મહત્તમ ૧૦૦૦

                              ૫00 થી ઓછા કે ૧૦૦૦થી વધુ શબ્દોવાળા  નિબંધ સ્પર્ધાને યોગ્ય નહિ ગણાય.

(3) આ સ્પર્ધાના ત્રણ વિજેતાને ઇનામ મળશે 

     પ્રથમ  ઇનામ : $ ૨૫ (પચ્ચીસ  ડોલર )

     દ્રિતીય  ઇનામ :$ ૧૫ (પંદર  ડોલર)

      તૃતીય ઇનામ ; $ ૧૧ (અગ્યાર  ડોલર )

     (3) નિબંધ  ૨૧મી ઓક્ટોબર ૨૦૧૯ તારીખ પહેલાં મોકલી દેવો ત્યારપછી સ્વીકારવામાં આવશે નહીં.

4 thoughts on “નંદન શાસ્ત્રી નિબંધ સ્પર્ધા -૨૫ ઓક્ટોબર ૨૦૧૯

 1. આશા રાખુ છું કે આપ સર્વે ઉત્સાહપૂર્વક આ રસપ્રદ વિષય પરની નિબંધ સ્પર્ધામાં ભાગ લેશો………….નંદન શાસ્ત્રી

  Like

  • મિત્રો, આ ઉક્તિ પર: “લેખન એ એક શોધ છે,” તમને google પર ઘણી માહિતી મળશે . પરંતુ આ નિબંધ સ્પર્ધા નું મૂલ્યાંકન તમારા મૌલિક વિચારો ની અભિવ્યક્તિ પર અવલંબશે. નંદન શાસ્ત્રી

   Like

 2. નિબંધ સ્પર્ધા માટે tips : લેખન એ અંતરની અભિવ્યક્તિ છે, ભીતરનો અવાજ છે,જીવનના સારા-ખરાબ અનુભવોની અનૂભુતિનો આસ્વાદ કરાવતું અમીઝરણું છે.લેખન એટલે દિલો-દિમાગમાં ઉઠતા આનંદ અને આક્રોશને શબ્દ દેહ આપીને તેનું કાગળ પર અવતરણ કરાવવાની કળા.અંતરનો એકીએક તાર જયારે ઝણઝણી ઉઠે ત્યારે શબ્દોનું વાવાઝોડું ઉઠે છે અને કુદરતી રીતે જ લખાણ થઈ જાય છે.સંગીત, નૃત્ય, ચિત્રકામ વગેરેની જેમ લેખનકળા પણ આંતરિક વિચાર વલોણું વ્યક્ત કરવાનું એક સશક્ત માધ્યમ છે.લેખન દ્વારા એક વિચારને અનેક લોકો સુધી અસરકારક રીતે પ્રવાહિત કરી શકાય છે.લેખન કળાના લીધે જ આપણો સાંસ્કૃતિક વારસો,ધર્મ ગ્રથો,શાસ્ત્રો અને ઇતિહાસ હજારો વર્ષ પછી પણ સચવાયો છે અને જીવંત રહ્યો છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.