તરૂલતા મહેતા નિબંધસ્પર્ધા 2019નું પરિણામ

મિત્રો,
ગયા શુક્રવારની ‘બેઠક’ ખુબ સરસ રહી ,પણ હા મેં તક ગુમાવી.મારી ગેરહાજરીમાં રાજેશભાઈ અને કલ્પનાબેને ખુબ સુંદર સંચાલન કર્યું ,તરુલતાબેનની  હાજરીએ ‘બેઠક’ને પાઠશાળા નો માહોલ આપ્યો. વિજેતાઓને ઇનામ  અને વાચકોને વિષયનું જ્ઞાન આપી તરુલાતાબેને પ્રોત્સાહન આપતા  ‘બેઠક’ ની પાઠશાળા નું સુંદર સંચાલન કર્યું .કલ્પનાબેનની રસોઈએ સ્વાદનો ચટાકો આપ્યો તો પ્રક્ષ્કોની હાજરીએ ઉત્સાહ દેખાડ્યો.નવા આવેલા પ્લેઝન્ટનના ત્રણ લેખકોએ પહેલીવાર ગુજરાતીમાં લેખ લખ્યો.તેમની કલમને  અને રજુઆતને  ‘બેઠકે’ નવાજી.એક પછી એક બધાની રજૂઆત સુંદર રહી,તો  સપનાબેને  વાંચીકમ દ્વારા પોતાની જિંદગીનો વળાંક (ટર્નીંગ પોઈન્ટ) દર્શાવ્યો. આમ બેઠક સુંદર રહી ગૌરવ અને આનંદ બંને વર્તાયા.

તરૂલતા મહેતા  નિબંધસ્પર્ધા 2019નો વિષય હતો ‘મારા જીવનનું વળાંકબિદું ‘(ટર્નીંગ પોઈન્ટ ઓફ માય લાઈફ ‘) જેનું પરિણામ જાહેર કરતા મને સ્પર્ધકો માટે  ગૌરવ અને આનંદ છે.

પ્રિય સાહિત્યરસિક મિત્રો ,
‘મારા જીવનનું વળાંકબિંદુ ‘ વિષે કુલ ઓગણીસ સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સૌને મારા તરફથી હાર્દિક અભિનન્દન છે. પરદેશમાં માતૃભાષા ગુજરાતીમાં લખવવાના પડકારને પહેલી વાર કલમ ચલાવનાર લેખકોએ ઝીલ્યો છે.કારણ કે બધું જ શિક્ષણ અંગ્રેજીમાં ,કેરિયર અને બહારના લોકો સાથેની વાત અંગ્રેજીમાં ,ગુજરાતી ઘરમાં બોલાય તો નસીબ બાકી સ્કૂલની ચોપડીઓમાં ગુજરાતી કેદ .હવે લખવાની શરૂઆત થઈ છે તો ખૂબ લખો તેવી શુભેચ્છા. ‘બેઠકના ‘ વિષયો પર લખી પુસ્તક પ્રકાશન કર્યા હોય તેવી લેખિકાઓ અમારા માટે ગૌરવ છે.’બેઠક’ માતબર સર્જકોની છે.કોને ઇનામ આપવું ?
સ્પર્ધાના નિયમો, ભાષાની શુદ્ધિ,લેખની સચોટતા ,રસદર્શન અને ધુંટાયેલા  જીવનમંથનને લક્ષમાં લઈ મેં નિર્ણય લીધો છે.સ્પર્ધા નિમિત્તે લખવાનો સળવળાટ થાય ,તમારામાં ધૂમરાતું ,ધૂંટાતું  માતૃભાષા ગુજરાતીમાં અભિવ્યક્ત થાય એ રીતે આપણી ભાષાને જીવંત રાખી તેના વિકાસમાં યથાયોગ્ય પ્રદાન કરીએ તો મારો તમારો માંહ્યલો રાજી થાય.
પરિણામ:
પ્રથમ ઈનામની  બે લિખિકાઓને ભાગીદાર છે.
(1)   વૈશાલી રાડિયા $ 20
(2)   અમિતા ધારિયા  $20
 દ્વિતીય  ઇનામ બે લેખિકાઓને અપાય છે. 
(1) સપના વિજાપુરા  $15
(2) જિગીષા પટેલ  $15
તૃતીય ઇનામ બે લેખિકાઓને મળે છે.
(1) પ્રજ્ઞા દાદભાવાલા  $10
(2) ડો.દર્શના નાડકર્ણી $10
  પ્રોત્સાહક ઇનામો   
(1) કલ્પના રધુ શાહ $15
(2) જયવંતિ પટેલ   $15
સૌ વિજેતાઓને મારા તરફથી અભિનન્દન। ભવિષ્યમાં આ રીતે સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતીભાષામાં લખતા રહેજો અને માનું ઋણ ચૂકવતા રહેશો. ટીપે ટીપે સરોવર ભરાય તેમ આપણા 
ગુજરાતીમાં લખાવાના પ્રયત્નોથી ભાષાને જીવંત રાખી શકીશું તેવી આશા સેવીએ. ‘શબ્દોનું સર્જન ‘ નવા લેખકોને તક આપે છે.’બેઠક’ના વિષયો પર લખવાની મથામણ કરતા કેટલાય લેખકોની કલમ 
ઘડાઈ છે.પ્રજ્ઞાબેન સંચાલિત ‘શબ્દોનું સર્જન ‘ અને ‘બેઠક ‘ પહેલી વાર કલમ ઉપાડનારને પ્રોત્સાહન આપી તેમને લખવાનું બળ આપે છે.તેમની આ સેવાને બિરદાવીએ અને તન-મન-ધનથી સહકાર આપી કૃતાર્થ થઈએ.
માતૃભાષા ગુજરાતીના મીઠાં ટહુકાને સાંભળવા આપણે ઉત્સાહથી  પ્રજ્ઞાબેન ,કલ્પનાબેન ,રાજેશભાઈ સંચાલિત આ ‘બેઠક ‘માં હાજર રહીએ છીએ. ‘માંહી પડ્યા તે મહાસુખ માણે ‘
તેમ કંઈક નવા વિષયો ,પ્રયોગો ,અભિવ્યક્તિને માણીએ છીએ. વિચારવિમર્શ ,મૈત્રી અને સ્નેહની લ્હાણી સાથે મઝેદાર વાનગીને માણી નવું લખવાના વિચાર સાથે ફરી મળવાનો વાયદો  કરીએ છીએ.
સૌને શુભેચ્છા 
જય ગૂર્જર ગિરા 
તરૂલતા મહેતા 30મી સપ્ટે. 2019

મિત્રો બધાને અભિનંદન ,બધી વાર્તા આપ અહી વાંચી શકશો.

tarulata metha – ટર્નીંગ પોઇન્ટ બૂક

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in અહેવાલ, તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, પ્રજ્ઞા દાદભાવાળા. Bookmark the permalink.

3 Responses to તરૂલતા મહેતા નિબંધસ્પર્ધા 2019નું પરિણામ

 1. vaishaliradia says:

  ખૂબ આભાર સાથે તમામ સાથી વિજેતાઓને હૃદયપૂર્વક અભિનંદન. મા, માતૃભૂમિ અને માતૃભાષાનું ઋણ સંપૂર્ણપણે ક્યારેય ના ચૂકવી શકીએ બસ, પ્રયત્નશીલ દિલથી રહીએ એટલી આપણા સૌ પર મા સરસ્વતીની કૃપા બની રહે એ આશા સાથે શબ્દનો જય હો!

  Like

 2. Geeta Bhatt says:

  આજે છેલ્લા બે દિવસથી ‘બેઠક’ માં મુકેલ : મારાં જીવનનો ટર્નીંગ પોઇન્ટ ઉપર વાચક મિત્રોએ લખેલ અનુભવ દાસ્તાન વાંચું છું .. ફરી ફરીને વાંચવી ગમે તેવી પોતાના જીવનની વાત ખરેખર સૌને વિચારતાં કરી મૂકે તેવી છે ! મુશ્કેલીનો સામનો કરવાનો , પોતાની સમજ અને સંજોગો પ્રમાણે આગળ વધવાનું ! સૌનું જીવન વૃત્તાન્ત એક એક સાહસકથા છે ! જે મિત્રોએ વાંચી ના હોય તે સૌને વાંચવા ભલામણ કરીશ … હા , પહેલી વાત : લક્ષમણ રેખા – એ મારાં જીવનની હકીકત હતી .. વૈશાલી રાડિયાની વાત કે અમિત ધારિયાની વાત સાચે જ જુદી તરી આવે છે .. તરૂલતા બેનને અભિનંદન ..Pragnaben , you inspire all of us to write..👏
  Geeta Bhatt

  Like

 3. vaishaliradia says:

  આભાર દીદી…આવા વિષયો પર લેવાથી આપણા જીવનની સચ્ચાઈ જાહેરમાં સ્વીકારવાની હિંમત આવે છે એ મોટું પ્રેરણાદાયી ફળ છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s