વાત્સલ્યની વેલીમાં એવાં અનેક દ્રષ્ટાંત મેં મુક્યાં છે જ્યાં મા – બાપના ઝગડા કંકાસથી બાળક આડે રસ્તે ચઢી જાય ! દિશા વિહીન બની જાય! તૂટેલ ઘરમાં ઉછરેલા લગભગ બધાં જ બાળકો દારૂ ડ્રગ્સ અને હિંસા તરફ વળે ! પણ આજે વાત કરવી છે એ વ્યક્તિની જે મહાન થયા તે પહેલાં એમને નજીકથી મળવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું !
વર્ષ હતું ૨૦૦૪નું ! અમારે ત્યાં કોઈ મિત્રનો ફોન આવ્યો; “ એક આફ્રિકન અમેરિકન યુવાન રાજ્ય કક્ષાના (સામાન્ય )સેનેટર તરીકે ઉભો રહે છે અને એને આપણાં ભારતીય લોકોનો સપોર્ટ જોઈએ છે…”
સ્વાભાવિક રીતે જ આપણે બધાં ‘ દેશી’ એને જ સપોર્ટ કરીએ જેનામાં આપણને વિશ્વાશ હોય કે એ જીતશે ! “ એ પહેલી વાર જ સેનેટરની ચૂંટણી લડે છે ,પણ જીતી જાય તેમ લાગે છે!” એમણે કહ્યું.
એમના વિષે ગુગલમાંથી થોડી માહિતી એકઠી કરી .. શિકાગોમાં સાઉથ સાઈડમાં – હાઇડ પાર્ક વિસ્તારનો એ અશ્વેત ઉમેદવાર હતો ! અમારાં ડે કેર સેન્ટરથી થોડાં જ (અડધો માઈલ) દક્ષિણમાં જાઓ અને આખું નેબરહૂડ બદલાઈ જાય! અને ત્યાર પછી જેમ વધારે સાઉથમાં જાઓ તેમ તેમ હિંસા ,મારામારી ,ઝગડા કંકાસના બનાવો વધુ પ્રમાણમાં થતાં સંભળાય ! એવા વિસ્તારમાંથી આ યુવાન આવે છે!
અમે બાલમંદિર શરૂ કરવાના ઈરાદાથી ૧૯૮૮માં બિલ્ડીંગ ખરીદ્યું ત્યારે જ આખું નેબરહૂડ બદલાઈ રહ્યું હતું. મેં આગળ શરૂઆતનાં ચેપટરમાં લખ્યું છે કે અમે અમેરિકામાં લગભગ નવાં હતાં અને બાળ ઉછેરનું ભણવા માટે મેં એક વખત ,એક સેમેસ્ટર , કોઈ અજાણી જગ્યાએ અજાણ કોલેજમાં એડમિશન લઇ લીધેલું ..અને પછી એક એક શનિવાર મારે માટે ભયજનક બની ગયેલ !મેં છેલ્લા ચાર પાંચ શનિવાર ગેરહાજર રહીને જ પરીક્ષા આપેલી !
બસ ! બરાક ઓબામા (લગભગ )એ જ નેબરહૂડના !
સ્વાભાવિક રીતે એમની આજુબાજુના વિસ્તારમાં રહેતાં લોકો ગરીબ ,અભણ અને માર્ગ ભૂલેલાં! અમેરિકામાં જયારે સિવિલ વોર થઇ ત્યારે અશ્વેત પ્રજા ગુલામીમાંથી મુક્ત થઈને ઉત્તરના રાજ્યોમાં આવીને વસી . એમને શિકાગો અને ડેટ્રોઇટ જેવા મોટા શહેરોમાંથી મોટી ક્મ્પ્નીઓએ એ લોકોને રેલવે, બ્રિજ, હાઈ વે વગેરેના કન્સ્ટ્રક્શન માટે બોલાવ્યાં! .એમને નોકરી વગેરે મળી; પણ સદીઓથી ચાલ્યું આવતું અજ્ઞાન ,એમનાં ઉપર થયેલાં અત્યાચાર અને તેમાંથી ઉદ્દભવતું ફ્રસ્ટ્રેશન દૂર થયા નહીં ! એટલે એ વસ્તીમાં લૂંટફાટ , મારામારી , ખૂનામરકી અને ઘરફોડ ચોરી વગેરે જાણે કે સાવ સામાન્ય થઇ ગયાં! પણ કહ્યું છે ને , નાનકડો એક દીવડો પણ ગમે તેટલો સદીઓ જૂનો અંધકાર દૂર કરી શકે છે- જો એ ધારે તો ! એકઅંધારી ગુફામાં સદીઓ જૂનો ગુલામી ,અજ્ઞાન , આળસ રૂપી અંધકાર હતો! બરાકનાં આવ્યા પછી , મિશાલના જીવનમા પણ સામાજિક ક્રાંતિની જ્યોતનો પ્રકાશ પથરાયો હતો! હવે એ બન્નેએ હળી મળીને એ કાર્ય કરવાની હામ ભીડી હતી!મિશાલ તો એ જ નેબરહૂડમાં ઉછરી હતી!બન્ને જણ વકીલ હોવાથી કાયદાને સમજીને ,કાયદેસર બદલાવ લાવવા પ્રયત્ન કરી રહ્યાં હતાં! અને એ વર્ષોમાં ૨૦૦૪માં એ સેનેટર તરીકે પ્રથમ વાર ચૂંટણી લડવાના હતા: બરાક ઓબામાને આપણી ઇન્ડિયન કમ્યુનિટીનો સાથ જોઈતો હતો !
હા , એ નાનકડા સમારંભમાં અમે પણ ગયાં હતાં.
વાત્સલ્યની વેલીમાં એજ વાત કરવી છે કે કેવાં કપરાં સંજોગોમાં બરાકનું બાળપણ પસાર થયું હતું! અશ્વેત બાપ અને શ્વેત ટીનેજર માનો એ દીકરો હતો! અમેરિકાના છેક નોર્થ વેસ્ટ રાજ્ય વૉશિન્ગટનના સિયાટલ ગામમાંથી ફર્નિચરના સ્ટોરવાળાએ સ્ટેન્લી દુનહમને -બરાકનાં નાનાને – હવાઈ હાનાલુલુ મોકલેલ! ત્યાં બરાક ઓબામાની મમ્મી એન દુનહમ જે ત્યારે માત્ર સત્તર વર્ષની હતી, એને કોલેજમાં સિનિયર બરાક સાથે મૈત્રી થઇ- જે પોતે કેન્યાનો હતો !
ક્યાં હવાઈ! ક્યાં કેન્યા ! ક્યાં અમેરિકાનું સિયાટલ!!
અઢાર જ વર્ષની ધોળી એનને સિનિયર બરાકથી બાળક જન્મે છે જે અશ્વેત છે! અને સમાજના અનેક વાંધા વચકાનો એ લોકો પણ ભોગ બને છે! બરાક માત્ર ચાર જ વર્ષનો છે અને એની મા આ હબસી પતિને છોડીને બીજા ઈન્ડોનેશિયન સ્ટુડન્ટ લોલો સાથે પરણે છે!
છ સાત વર્ષની ઉંમરે બરાક એની માં અને એના સ્ટેપફાધર લોલો સાથે ઇન્ડોનેશિયા ગયો ! જુદા દેશ , જુદાં લોકો અને ભારત કરતાંયે ગરીબ એ દેશની રહેણીકરણી ! પણ એ બધી મુશ્કેલીઓ છતાં એ આગળ વધવા પ્રયત્ન કરે છે !
Dreams from my Fatherમાં બરાક ઓબામાએ પોતાનાં બાળપણ વિષે લખ્યું છે. પોતાનો દીકરો ઇન્ડોનેશિયાના સમાજથી ઉપર આવે એ માટે એની મમ્મી એને રોજ સવારે ચાર વાગે ઉઠાડીને ભણવા બેસાડતી ! “ મારે માટે આ અઘરું હતું , પણ મમ્મી કહેતી કે, મારેય આ કાંઈ સરળ નથી !તારી જેમ હુંયે સવારે તારી સાથે ચાર વાગે ઉઠું છું, અને તને ભણાવીને સાત વાગે નોકરીએ જાઉં છું ને?
વળી પાછો , દશ વર્ષની ઉંમરે આ બાળક નાના – નાની સાથે રહીને ભણવા પાછો આવે છે! પણ, લો ! અહીંયા ય કાંઈ લાઈફ સરળ નથી! બધ્ધાંજ ધોળીયાઓ વચ્ચે રડ્યા ખડ્યાં કાળિયાઓ વચ્ચે એ પોતાનું અસ્તિત્વ શોધે છે! હું કોણ છું?
ક્યારેક આ દેશમાં કોઈ આપણી સાથે વહેરો આંતરો કરે તો આપણને ડિસ્ક્રિમેશન કર્યાનું દુઃખ થઇ જાય ! પણ બરાકનું જીવન કેવું હશે તેની કલ્પના કરો !એક પ્રસન્ગ વાંચીને આંખમાં ઝળઝળિયાં આવી ગયેલ !નાના નાની વચ્ચે ઝગડો ચાલતો હતો.
નાનીએ કહેલું કે હવે હું બસમાં નહીં જાઉં!
પંદરેક વર્ષના બરાકે નાનાને કહ્યું કે, કાંઈ વાંધો નહીં; હું નાનીમાને ગાડીમાં મૂકી આવું!
ને ગુસ્સામાં નાનાથી બોલાઈ જવાય છે; “ એને બસમાં નથી જવું કારણકે ત્યાં એક કાળીયો ઉભો હોય છે!”
પોતાનાં જ ઘરમાં એ બાળકને કેટલું એકલવાયું લાગ્યું હશે , તમને એની કલ્પના થાય છે? અને એ વખતે એની સગી મા તો જોજનો દૂર હતી! બરાકે ધ્યાન ના રાખ્યું હોત તો પોતે પણ નશામાં ચકચૂર બનીને , દારૂ ડ્રગ્સ ના બન્ધાણી બની ગયા હોત, સોબતની અસરોથી ! પણ કદાચ એ ટીનેજર છોકરાએ મનમાં નક્કી કર્યું હશે, પોતાનાં જેવાં અનેક યુવાનુંની ભાવિ બદલવાનું !
“ તું તારા દિલનો દીવો થાને! ઓરે,ઓરે, ઓ ભાયા!” ( સ્નેહરશ્મિ)
બરાક ઓબામાને એ દિવસે ,2004 શિકાગોના ગાંધીમાર્ગની એ રેસ્ટોરન્ટમાં મળવાની તક મળી હતી. બહુ થોડા માણસો હતાં. અમે સૌએ એમની સાથે ભારતીય ઇમિગ્રેશન અને બિઝનેસ વિષે પ્રશ્નોત્તરી કરેલી ;પણ નોકરી કરતી એકલી બહેનોને બાળઉછેર સંસ્થાઓ કેવી રીતે મદદરૂપ થઇ શકે તે બાબત એમની સાથે ચર્ચા કર્યાનું યાદ છે.. ત્યારે પણ નજીકનાં મિત્રોનું કહેવું હતું કે એ કોફી & ક્રીમ ( કાળો બાપ અને ધોળી મા નું સંતાન ઓબામાએ પોતે જ લખ્યું છે ,કે જે રીતે લોકો એને ઓળખતાં) ભવિષ્યમાં અમેરિકાના પ્રમુખ બનવાની ક્ષમતા ધરાવે છે!અને માત્ર ચાર જ વર્ષમાં ૨૦૦૮ નવેમ્બરમાં ઇતિહાસ સર્જાયો ! પ્રથમ અશ્વેત વ્યક્તિ અમેરિકાનો પ્રેસિડન્ટ બની !
આ કેવી રીતે બન્યું ?
બરાકે એ દુઃખો અને દર્દને પચાવીને અન્યને સહાય કરવા કમર કસી !
મુશ્કેલીઓ છે તો એને હલ કરવા પ્રયત્ન કરો ! એને સહન કરવાને બદલે એને નાબૂદ કરવા ઉપાય શોધો !
અમેરિકામાં હેલ્થ ઇન્સ્યોરન્સ મહત્વનો પ્રશ્ન હતો! ઓબામા કેર એનો ઉકેલ હતો!
પોતાને માટે તો સૌ જીવે છે; પણ જયારે આપણે અન્યની મુશ્કેલીઓને હલ કરવા પ્રયત્ન કરીએ છીએ તો આપણું દુઃખ હળવું થાય છે અને કાંઈક કરી છુટયાંનો સંતોષ થાય છે! અને ૨૦૦૯ માં એમને વિશ્વશાંતિ પ્રયત્નો માટે નોબલ પ્રાઈઝ પણ મળ્યું ! પ્રેસિડન્ટ તરીકે આઠ વર્ષ વ્હાઇટ હાઉસમાં રહ્યાં ત્યારે કૌટિમ્બક ઐક્યની સુગંધ એ પરિવારમાંથી સતત લહેરાયાં કરતી હતી, અને પત્રકારો અવારનવાર એનો ઉલ્લેખ પણ કરતાં હતાં! બાળકોને કેવી રીતે ઉછેરવાં એ બાબત મા તરીકે મિશાલ પાસે એક સ્પષ્ટ ફિલોસોફી હતી, પ્રેમ અનેહૂંફ સાથે નીતિ નિયમ સહ માર્ગદર્શન એ એની વાત્સલ્ય વેલીનાં ખાતર રહ્યાં છે!
ગીતા ભટ્ટ
આજે પણ એ ક્ષણો યાદ કરીને ગૌરવ અનુભવતા હશો ખરું ને ગીતાબેન ?
૨૦૦૮ના ઈલેક્શન સમયે જ્યોર્જીયામાં બરાક ઓબામા માટેનો જે જુવાળ જોયો છે એ આજે પણ મને યાદ છે તો તમે પસાર કરેલો સમય તો જીવનભરનું સંભારણું બનીને રહે એ સ્વભાવિક છે.
મારા મતે ઓબામા અનોખુ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છે.
દરેક વિષમ પરિસ્થિતિ અને કપરા સમય-સંજોગ વચ્ચે પણ એમણે પોતાની પ્રતિભા ખીલવી એ સૌ માટે પ્રેરણાદાયી છે.
LikeLiked by 1 person
સાચી વાત છે , રાજુલબેન ! ઓબામાએ પોતાના એ પુસ્તકમાં લખ્યું છે(૧૯૯૫) કે અશ્વેત હોવાને લીધે એમને લિફ્ટમાં ચઢતાં જોઈને ધોળી બાઈએ ફરિયાદ કરી કે એક કાળીયો મારો પીછો કરે છે! જયારે ખબર પડી કે એ તો ત્યાંનો રહેવાસી છે, તો પણ એ બાઈએ દિલગીરી વ્યક્ત ના જ કરી! આવા રોજના અનુભવોમાંથી બહાર આવીને રસ્તો ચીંધવો , કેટલું કઠિન કામ ! And we all remember his race for election in 2008! It was unbelievable !
LikeLiked by 1 person
વાસ્તવિકતા પ્રરણા પૂરી પાડે છે……..પોતાને માટે તો સૌ જીવે છે; પણ જયારે આપણે અન્યની મુશ્કેલીઓને હલ કરવા પ્રયત્ન કરીએ છીએ તો આપણું દુઃખ હળવું થાય છે અને કાંઈક કરી છુટયાંનો સંતોષ થાય છે! ખુબ સરસ
LikeLike
khub saras vaat kahi che tame! Barak Obama is an ideal example of a person who like Gandhiji,
was insulted many times and yet he stood strong, smiling on his path to help others. Well said Geetaben !Congratulations!
LikeLiked by 1 person
વાત્સલ્યની વેલીની વાત સાથે શ્વેત -અશ્વેત ની વાત સમજાવતા સૌના માનીતા નેતા ઓબામાનું જીવનવૃતાંત સુંદર રીતે
આલેખ્યું છે.ઓબામા જેવી વ્યક્તિને આપને મળવાનો લાભ મળ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે.ઓબામાના જીવનના દરેક ઉમદા પાસાને સરસ રીતે દર્શાવ્યા..
LikeLiked by 1 person
જે બદલાવ લાવવાની વાત પ્રેસિડેન્ટ ઓબામાએ કરી હતી , એ જ વાત એ હાઈસ્કૂલ અને કોલેજ કાળ દરમ્યાન મિત્રોને કરતા .. આપણે બધાંએ પણ ક્યારેક એવા ભેદભાવ અનુભવ્યાં હશે , પણ બદલાવ લાવવાનો વિચાર કરતાં નથી .. We accept the things; because it’s easy! But when we decide to do something then it takes hard work.. Thanks Jayvantiben , Jigishaben and all!
LikeLike