દ્રષ્ટિકોણ 38: વૈશ્વિક ગરમાવો (ગ્લોબલ વૉર્મિંગ) અને વ્યક્તિગત જવાબદારી – દર્શના

મિત્રો શનિવારે પ્રકાશિત થતી દ્રષ્ટિકોણ કોલમ ઉપર હું દર્શના વારિયા નાડકર્ણી તમોને આવકારું છું. આપણે આ પહેલા વેશ્વિક ગરમાવો દુનિયામાં વધી રહ્યો છે તે વિષે વાત કરેલી।  તો આજે આપણે પોતે તેને રોકવા અને તેની ગતિ ધીમી પાડવા માટે શું પગલાં લઇ શૈકે તે વિષે થોડી વાત કરીએ. 
વીજળી બલ્બ બદલો
એક નિયમિત લાઇટ બલ્બને જગ્યાએ કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લાઇટ લગાવવાથી વર્ષમાં 150 પાઉન્ડ કાર્બન ડાયોક્સાઇડની બચત થઇ શકે છે અને વીજળી ના બિલ માં પણ ઘટાડો થશે.
વાહન નો ઉપયોગ ઓછો કરો
વધુ ચાલવાથી આપણી તંદુરસ્તી માત્ર નથી વધતી પરંતુ એક માઈલ વાહન માં જવાની બદલે ચાલવાથી અથવા કારપૂલ કરવાથી દરેક માઇલ માટે એક પાઉન્ડ કાર્બન ડાયોક્સાઇડ ની બચત થાય છે.
વધુ રિસાયકલ કરો
આપણા ઘરના માત્ર અડધા કચરાને રિસાયક્લિંગ કરવાથી દર વર્ષે 2,400 પાઉન્ડ કાર્બન ડાયોક્સાઇડ બચાવી શકાય છે.
તમારા ટાયર તપાસો
આપણા ટાયરને યોગ્ય રીતે ફુલેલા રાખવાથી આપણા ગેસ માઇલેજને 3 ટકાથી વધુ વધારી શકાય છે. દર એક ગેલન ગેસોલીન ઓછું વાપરવાથી માત્ર પૈસાની બચત જ નથી થતી પણ તેનાથી 20 પાઉન્ડ કાર્બન ડાયોક્સાઇડ પર્યાવરણ ની બહાર રહે છે અને તે વૈશ્વિક ગરમાવાની ગતિને રોકે છે. 
નહાવામાં થોડું ઓછું ગરમ ​​પાણી વાપરો
ખાસ કરીને શિયાળાની ઠંડી માં તમને મારી જેમ ગરમ ગરમ પાણી થી નહાવું ગમતું હોય તો વિચારવા જેવું છે. થોડા ઓછા ગરમ ​​પાણી ના અને થોડા ટૂંકા સમય નહાવાથી અને કપડાને ગરમ ની બદલે ઠંડા પાણીમાં ધોવાથી દર વર્ષે એક માણસ 500 પાઉન્ડ થી વધુ કાર્બન ડાયોક્સાઇડ પર્યાવરણ માં જવાથી બચાવી શકે છે. 
ઘણા બધા પેકેજિંગવાળા ઉત્પાદનોને ટાળો
જો આપણે આપનો કચરો 10 ટકા ઘટાડી શકીએ તો 1,200 1,200 પાઉન્ડ કાર્બન ડાયોક્સાઇડ ને પર્યાવરણમાં જવાથી રોકી શકીએ. 
થર્મોસ્ટેટને સમયોજિત કરો
આપણા થર્મોસ્ટેટને શિયાળામાં માત્ર 2 ડિગ્રી ઉપર અને ઉનાળામાં માત્ર 2 ડિગ્રી નીચે ખસેડવાથી, દરેક ઘરમાં એક વર્ષમાં લગભગ 2000 પાઉન્ડ કાર્બન ડાયોક્સાઇડ બચાવી શકાય છે.
ઘરમાં ઇન્સુલેશન વધારો
આપણી દિવાલો અને એટિકમાં ઇન્સ્યુલેશન ઉમેરવાથી અને હવામાન પટ્ટાઓ (વેધર સ્ટ્રિપિંગ) લગાવવાથી ઘરને ગરમ અને ઠંડુ રાખવામાં વપરાતી ઉર્જા બચે છે અને વીજળીના ખર્ચ માં બચત ઉપરાંત પર્યાવરણ માં સારી અસર થાય છે.
એક વૃક્ષ વાવો
એક જ વૃક્ષ તેના જીવનકાળ દરમિયાન એક ટન કાર્બન ડાયોક્સાઇડ શોષણ કરી શકે છે.
ઇલેક્ટ્રોનિક ઉપકરણોને બંધ કરો
આપણા ટેલિવિઝન, ડીવીડી પ્લેયર, સ્ટીરિયો અને કમ્પ્યુટર નો જ્યારે આપણે ઉપયોગ ન કરતા હોઈએ ત્યારે તેને બંધ રાખવાથી વર્ષમાં હજારો પાઉન્ડ કાર્બન ડાયોક્સાઇડ બચી શકે છે.
શેક્સપીઅરે કહેલું કે પૃથ્વી પાસે સંગીત છે જો સાંભળનારા હોય તો. અને અત્યારે પૃથ્વી અને તેની નદીઓ, પર્વતમાળાઓ, હિમ શિખરો અને વૃક્ષો કરગરી રહ્યા છે, ઉદાસ સાદ છોડી રહ્યા છે અને હવે તે આપણા ઉપર છે કે આપણે બધા કૈક નાની જવાબદારી લઈને પૃથ્વીમાતાને મોટી ભેટ આપીએ. મિત્રો વધારે વાતો મળશે તમને શબ્દોનુંસર્જન બ્લોગ ઉપર અને મારા darshanavnadkarni.wordpress.com બ્લોગ ઉપર .

4 thoughts on “દ્રષ્ટિકોણ 38: વૈશ્વિક ગરમાવો (ગ્લોબલ વૉર્મિંગ) અને વ્યક્તિગત જવાબદારી – દર્શના

  1. Khub j Saras drastikon! I agree wholeheartedly with you Darshna. We should all try our best to reduce carbon dioxide from our daily routine consciously.

    Like

  2. સરસ દર્શનાબેન ખૂબ સરસ માહિતી આપી આપણે આપણી વહાલસોયી ધરાને બચાવવી રહી

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.