હળવેથી હૈયાને હળવું કરો-૧૪

આજે તમે હૃદય ખોલીને વાત કરવા કહો છો ત્યારે કોણ જાણે કેમ મમ્મી પપ્પા ખુબ યાદ આવે છે..હયાત નથી. પણ ધરબેલી વાત કહેવી છે.
હું અમદાવાદમાં જન્મી ઉછરી, રહી, મોટી થઇ અને ભણવા અમેરિકા આવી, મમ્મીને ખુબ ચિંતા રહેતી એકલી શું કરશે એટલે અમે એક ભાડાનો ફ્લેટ રાખી ત્રણ મિત્ર સાથે રહેતા જયારે જયારે મમ્મી આવતી ત્યારે અમારી સાથે રહેતી.
એક દિવસની વાત છે. મમ્મી અચાનક અમેરિકા કારણવગર આવી, તે અરસામાં હું મારા કામમાં વ્યસ્ત રહેતી . કોલેજ પૂરી થવા આવી હતી અને હું જોબ ગોતતી હતી. મમ્મી આવી અને એક ફોટો મુકીને ગઈ.. આને તારે માટે માગું મુકવાનું છે, તું ફેસબુક પર વાંચી લે હું માત્ર જોઇને હસી ફરી વાત કરવાના બહાને આવી અને કહે આ કપડા કોણ કરશે મેં કહ્યું મશીન છે. હમણાં થઇ જશે અને કપડા ધોવાઇ ગયા મમ્મી કહે લાવ ઘડી કરી આપું.
કપડાની ઘડીમાં એક છોકરાનો ટી શર્ટ અને બોક્સર મળ્યા મને કહે આ કોના કપડા છે ?હવે ખોટું બોલવાનો સવાલ જ ન હતો મેં કહ્યું એ મારો મિત્ર છે એના કપડા છે! અને એના પ્રતિભાવ મારે નહોતા જોતા તેવા જ મળ્યા.
એટલે તું અહી છોકરાવને રહેવા બોલાવે છે ?
અરર.. મેં તને અહિયાં રહેવાની રજા જ શુ કામ આપી?
તારા પપ્પાને ખબર પડશે તો શું થશે ખબર છે ?
હું તારા લગ્નની વાત કરવા આવી છું અહિયાં એક છોકરો છે મેં એને અમદાવાદમાં જોયો છે. સરસ છે એટલે તારા પપ્પા કહે તું જ જઈને વાતચીત આગળ વધાર.
હવે શું જવાબ આપું તારા પપ્પાને કે તમારી દીકરી નો એક બોયફ્રેન્ડ છે જે અહિયાં સાથે રહે છે ?
મમ્મીએ વાત ને ખુબ મોટું સ્વરૂપ આપ્યું થોડી રડી, મેં એને શાંત કરતા કહ્યું કે મારી વાત સાંભળ
હું વર્જિન નથી.
એટલે ?મમ્મીનો અવાજ વધુ મોટો થયો! અને રડવાનું વધુ જોરથી .. મેં એને રડવા દીધી. શાંત થઇ પાછી આવી મને કહે તને એ છોકરો ગમે છે ?તારે એની સાથે લગ્ન કરવા છે? તો તારા પપ્પાને વાત કરું.
મેં કહ્યું મેં હજી નિર્ણય લીધો નથી અમે સારા મિત્રો છીએ.મેં આટલા વર્ષ પછી એની સાથે સેક્સ કર્યો છે.એ અજાણ્યો નથી
હે! આ તું શું બોલે છે? આપણા સંસ્કારોને તો નેવે મુકીને આવી છે ?દુનિયા શું કહશે ?
પણ દુનિયાને કોણ કહેશે મમ્મી ? તું કહેવા નહિ જતી ..સેક્સ કરવો ગુનો નથી મમ્મી ..આ એક ખાવા જેટલીજ સહજ શરીરની ભૂખ છે.મારા મિત્ર સારો છે હું એને ત્રણ વર્ષથી ઓળખું છું,
તો લગ્ન કેમ નથી કરી લેતી ?
કદાચ લગ્ન પણ કરીશ.
શું કહ્યું કદાચ?
મમ્મી પણ હમણાં નહિ. મારે હજી ઘણું કરવાનું છે.મને મારી લાઈફ તારી રીતે નથી જીવવી
એટલે ?
તું જ કહે ને તું પપ્પા સાથે રોજ રાત્રે આનંદ માણે છે?
બેશરમ શું બોલવું એનું ભાન છે એ તારા પપ્પા છે?હું કાલે જ અહીંથી ચાલી જઈશ.
તારા પપ્પા તારી ફી ભરે છે.બધા તારા નખરા અને ખર્ચા ઉપાડે છે, તું નફફટ થઇ ગઈ છો.
તને ભણાવી… આ બધું જોવાનું જ બાકી હતું?
મમ્મી તમે જેનું માગું લઈને આવ્યા છો ને એ કેટલી છોકરીને ફેરવે છે જરા કોઈને પૂછી આવો.મને જે વ્યક્તિ ગમે છે તેની સાથે જ લગ્ન કરીશ અને તેની પાસે સાચું બોલીશ.સેક્સ પ્રત્યે દરેકના મનમાં એક વ્યાકુળતા હોય છે. એ માણી લેવાની ઉતાવળ હોય છે.તમે વર્જિનિટિને રોકી શકતા નથી. તેનાથી મગજ અને શરીર ખરાબ થાય આ વિજ્ઞાનને પુરવાર કર્યું છે.મારા વિચારો કદાચ અજુગતા સમાજ વિરોધી, સંસ્કાર વગરના લાગશે.
મારી મમ્મી હાથ ઉગામી નહોતી શકતી એટલે ઘાંટા પાડીને પોતાનો ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કરતી હતા.”તને આવું કરતા શરમ ન આવી? એક વખત વિચાર કર્યો હોત કે સમાજમાં મારી માં લોકોને મોઢું કેવી રીતે બતાવશે?”એ રડી રહી હતી.ચરિત્રહીન !
મારા હૃદયમાં કોઈએ તીર ભોંક્યું હોય એવી અનુભૂતિ આ સાંભળીને મને થઈ હતી.મેં કમકમાટી અનુભવી હતી અને આંસુને રોકી રાખ્યાં હતાં.જોરદાર ગુસ્સો આવતો હતો. મારા સગાના વિચાર આવા જૂનવાણી કઈ રીતે હોઈ શકે?એ પરિસ્થિતિમાં મૌન રહેવું યોગ્ય હતું અને મેં એવું જ કર્યું હતું.લગ્ન નહીં કરવાનો નિર્ણય મારાં મમ્મી-પપ્પાની ખુશી છીનવી લેવા જેવો હતો અને એ નિર્ણયને કારણે અમારા વચ્ચે એમની આખી જિંદગી ટેન્શન રહેતું હતું.
મારી આ સ્વતંત્રતા મારા પપ્પાને ખૂંચી હતી.કારણ લગ્ન પહેલા શરીરક સંબંધ યોગ્ય નથી એવું તેમનું માનવું હતું. વાત આભિપ્રાયની છે તેઓ આખી જિંદગી સમાજને દેખાડવા માટે જીવ્યા બીજા ને સારું લાગે તેમ કર્યું અને પોતે પોતાની સાથે પોતાના મન સાથે લડતા રહ્યા.ન ગમતું કરતા રહ્યા
કેટલાક પ્રતિભાવ અપેક્ષિત હતા પણ કેટલાક પ્રતિભાવથી મને આશ્ચર્ય થયું હતું.આજે એક વાત મને વારંવાર ખુચે છે કે હું મારા માબાપને મૃત્યુ સુધી કન્વિન્સ ના કરાવી શકે કે મેં કોઈ ગુનો કર્યો નથી. તેમની જિંદગીની અંતિમ ક્ષણ સુધી તેઓ મનમાં સંસ્કારો સાથે લડતા રહ્યા અને મન અને ઈચ્છાઓ સામે સંસ્કાર હમેશા જીત્યા. .લગ્ન કર્યા વિના સ્ત્રી-પુરુષ શરીર-સંબંધ બાંધ્યો માટે મેં વ્યભિચાર કર્યો ગણાય.હું તમને માટે એક ગુનેગાર જ રહી..
હું મારા પપ્પાને એ પૂછી ના શકી કે તમે અને તમારી સ્ક્રેટરી ના સંબધોનું શું ?
મમ્મીના એ ડુસકા અને મોડી રાત સુધી તમારી રાહ જોઈ રડી રડીને સૂજેલી આંખોનો જવાબ કોણ આપશે?
મને તો આજ સુધી અમુક સવાલોના જવાબ નથી મળ્યા.
પ્રામાણિકતા, માણસાઈ અને તે પ્રકારની બાબતો વર્જિનિટિ કરતા વધુ મહત્વના નથી ?
વર્જિન અંગેની આપણે પરિભાષા કઈ રીતે કરીએ છીએ?
પુરુષો માટે ગર્લની વર્જિનિટિ જેટલી મહત્વની છે તેટલી સ્ત્રી માટે પુરુષની પણ છે ખરી ?
આજે મારું હૃદય ખોલીને વાત કરું છું…હું ગુનેગાર નથી.
જીવનની અમુક વાસ્તવિકતા સમય સાથે બદલાય છે. અને સ્વીકારીએ છીએ ત્યારે શરીર મન અને સંસ્કારો સાથેનું યુદ્ધ ખતમ થાય છે.સેક્સ એ પ્રેમની પારાશીશી નથી,પ્રામાણિકતા, માણસાઈ અને તે પ્રકારની બાબતો વર્જિનિટિ કરતા વધુ મહત્વની હોય છે. પ્રિ-મેરિટ્લ સેક્સ હવે બહુ મોટો મુદ્દો નથી રહ્યો,એ આજની પેઢીએ સ્વીકારેલું સત્ય છે ..
મિત્રો વાત હૃદયને ખોલીને કરવાની છે..તમારા મનમાં પણ કોઈ એવી વાત ધરબાઈને પડી હોય તો જરૂરથી મોકલજો હૃદય ખોલીને કરેલી વાતમાં વિચારોની શક્યતા છે.

પ્રજ્ઞા દાદભાવાળા

2 thoughts on “હળવેથી હૈયાને હળવું કરો-૧૪

  1. આજની પેઢી એકદમ નિર્ભિક છે. એ શું વિચારે છે, એમને શું જોઈએ છે એ અંગે એકદમ સ્પષ્ટ છે અને અને પોતાના વિચારોને એ એકદમ તાર્કિક રીતે રજૂ કરી શકે છે.
    પ્રિ-મેરિટ્લ સેક્સ હવે બહુ મોટો મુદ્દો નથી રહ્યો,એ આજની પેઢીએ સ્વીકારેલું સત્ય છે એ વાતને સમર્થન આપે એવી વાત અહીં ક્યાંય સુરૂચીભંગ ન થાય એ રીતે મુકવા માટે લેખિકાને અભિનંદન.

    Like

  2. વાસ્તવિક વાતની ખૂબ સરળ,સહજ,સાચી અનેહિંમતભેર રજૂઆત….
    પીઠ ધાબડીને અભિનંદન…..
    આવી વાત વર્ષોથી થતી આવી છે ,પહેલા લોકો છુપાઈને કરતા હતા
    કોઈની સત્ય ઉચ્ચારવાની હિંમત ન હતી. નવી પેઢી સમાજની પરવા નથી કરતી.પોતાને જે ગમે તે પોતાની રીતે કરેછે.
    ઇતિહાસ જોઈએ તો દુષ્યંત-શકુંતલા નાે પ્રેમ અને સર્વદમન તેમના ગાંધર્વવિવાહમાં આજ વાત છેને!!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.