સંવેદનાના પડઘા-૪૫ સમાજમાં જાગરુતતા લાવવી જરુરી છે.

રાત્રિના લગભગ બે વાગ્યા હતા.અનિતા જોર જોરથી તેના માતા-પિતાના રુમનું બારણું ખટખટાવી રહી હતી.તે રુમની બહાર જોરથી ચીસો પાડીને ગુસ્સાથી લાલચોળ બની રડી રહી હતી.
“ ડેડી બહાર નિકળો,મને મારો પાસપોર્ટ આપી દો ,મારે ઈન્ડીયા જવું છે.તમે બહાર નહીં આવો તો હું તમારું ખૂન કરી નાંખીશ”
અનિતાના માતાપિતા રુમની અંદર પાંદડાંની જેમ ધ્રૂજી રહ્યા હતા.તે એટલા ગભરાઈ ગયા હતા કે
તેમની બારણું ખોલવાની હિંમત ન હતી. હજુ તેઓ અંદરથી અનિતાને કંઈ સમજાવી શાંત પાડવા જાય એટલામાં તો એમને ઘરની બહાર પોલીસની ગાડીનો ટેં……ટુ ……..ટેં……..ટુ અવાજ સંભળાયો.હવે શું કરવું તેની વિમાસણમાં બન્ને માતા-પિતા હતા. ધીમે રહીને ધ્રૂજતા હાથે અને જોરથી ધબકતાં હૈયે અનિતાના પિતાએ બારણું ખોલ્યું.તે બહાર આવીને જોવા લાગ્યા તો અનિતા દેખાઈ નહી. પોલીસવાનની સાઈરન પોતાના ઘર પાસે બંધ થઈ અને ધડા ધડ ગાડીના બારણા બંધ થવાનો અવાજ આવ્યો.અનિતાનાં પિતા મૂળથી સાવ ઢીલા અને નરમ સ્વભાવના તેમને આવી પરિસ્થિતિમાં શું કરવું તેજ સમજાતું નહતું.
ત્યાં તો તેમની પત્ની પણ ગભરાતી ગભરાતી “ અનુ બેટા કયાં છું ?તું કેમ આટલી ગુસ્સે થઈ છું? તું ઈન્ડીયા એકલી જઈને શું કરીશ? આપણું ઘર કે કોઈ પોતાનું કહેવાય તેવું ઈન્ડીયામાં………” આટલું બોલતી હતી એટલામાંતો તેની છાતીને વીંધતી બે ગોળી રિવોલ્વરમાંથી છૂટી અને અનિતાની મા ત્યાંજ લોહીલુહાણ હાલતમાં ઢગલો થઈ ઢળી પડી.અનિતાએ બે ગોળી તેના રુમની નીચે તરફ આવતી સીડીમાંથી છોડી હતી.નીચે ઉતરીને એટલા જ ગુસ્સામાં તેના પિતાનાં માથાના પાછળનાં ભાગમાં ગોળીઓનો વરસાદ વરસાવી પિતાને પણ હતા નહતા કરી દીધા.છેલ્લે પોલીસનો બારણા જોરથી ખટખટાવવાનો અને બારણું તોડવાનો અવાજ સાંભળી ,પોતે પણ પોતાના લમણાંમાં ગોળી મારી પોતાની જાતને પતાવી દીધી. પોલીસ ઘરની અંદર બારણું તોડીને આવી ત્યારે તે ત્રણે જણની લોહી નીતરતી બેજાન લાશ પડી હતી.
બે કલાક પછી તેમના ઘરથી દોઢેક કલાક દૂર રહેતી અનિતાની સગી મોટી બહેન સમતાને પોલીસે બોલાવી.એક સાથે પોતાના વહાલસોયા માતા-પિતા અને નાની બહેનના આવીરીતે થયેલા મોતથી તે સાવ ભાંગી પડી હતી.તેનું હૈયાફાટ રુદન બધાને હચમચાવી મૂકે તેવું હતું.પોલીસ ઉપરા ઉપરી પ્રશ્નોની ઝડી વરસાવી રહી હતી.સવાર થતા બાજુમાંથી પડોશીઓને પણ પોલીસે બયાન લેવા બોલાવ્યા.
થોડો સમય પછી થોડી સ્વસ્થતા કેળવી અનિતાની મોટીબહેન સમતાએ વાતની શરુઆત કરી. “મારી નાની બહેન અનિતા ખૂબ સારા દિલની છોકરી હતી પરંતુ છેલ્લા દસ વર્ષથી તેની તબિયત જરાપણ સારી રહેતી નહતી.પંદર સોળ વર્ષની હતી ત્યાં સુધી તેના મુડમાં ફેરફાર થતા ક્યારેક અચાનક ગુસ્સે થઈ જતી .પરંતુ જેવી યૌવનાવસ્થામાં પ્રવેશી અને તેના હોરમોન્સમાં ફેરફાર થતાં તો તેના વર્તને ભયાનક સ્વરુપ પકડ્યું હતું.તે રાત્રે સૂઈ શકે નહી .દિવસે ઊંઘ્યા કરે.ગુસ્સે ભરાય ત્યારે ગાળાગાળી કરી ઘરમાંથી કહ્યા વગર ભાગી જાય.મારા માતા-પિતાનું બૌધ્ધિક સ્તર ઘણું નીચું, પપ્પા સાવ ભલા અને મમ્મીમાં સમજ શક્તિનો અભાવ અને મારી કોઈ વાત આ લોકો સાંભળે નહી. સમાજની બીકે સાચીવાત નજીકના કુટુંબીજનોને પણ જણાવે નહી કે અનિતા માનસિક રીતે અસ્વસ્થ છે તેને ડીપ્રેશન છે.તેને ડોકટર પાસે લઈ જાય નહી.કેટલીયે વાર અનિતાએ આપઘાતના પ્રયત્ન કરેલા અને ડોકટરે તેને રેગ્યુલર થેરેપીસ્ટ પાસે લઈ જવાનું અને દવા લેવાનું કીધેલ તે પણ કરે નહી.”
આગળ વાત કરતા તેણે કીધું” અનિતાને પરણાવવી ન જોઈએ છતાં પરણાવી.તેના ડીવોર્સ થયા એટલે તેની માનસિક પરિસ્થિતિ ખૂબ બગડી.તેણે જોબ છોડી દીધી. હવે તે ૨૮ વર્ષની હતી. તેણે અહીં ઓનલાઈન વેબસાઈટ પર બીજો છોકરો શોધી લીધો. હવે તે છોકરો અનિતાની નબળાઈ સમજી ગયો હતો.તેને અમેરિકામાં સ્ટેટસ મેળવવા અનિતા સાથે લગ્ન કરવા હતા.તેણે અનિતાનાં બધા પૈસા તેના ખાતામાંથી ઉઠાવી લેવડાવ્યા.અનિતાને પટાવી તેની સાથે તે શારીરિક સંબધ પણ બાંધતો.અનિતા માનસિક રોગી હોવાનો કારણે કંઈ સમજતી નહી. તેને પેલા છોકરા સાથે ભારત જવું હતું. પેલા તેના મિત્રએ તેને કીધુંકે ચાલ તને ભારત ફરવા લઈ જાઉં ,ત્યાં આપણે લગ્ન કરી લઈશું અને તારા મમ્મી -પપ્પા તને હેરાન કરે છે તેનાથી તારો છુટકારો અપાવી દઉં…….
પપ્પાએ તેનો પાસપોર્ટ લઈ લીધો હતો અને પોતાની પાસે રાખ્યો હતો એટલે તેણે જ પોલીસ બોલાવી હતી કે મને મારા પિતા મારો પાસપોર્ટ આપતા નથી.પણ પોલીસ આવે તે પહેલા તો ગુસ્સામાં આવી તેણે મમ્મી- પપ્પાને ગોળીથી વીંધી નાંખ્યા અને પોતેજ પોતાના આપામાં ન રહેતાં પોતાની જાતને પણ ગોળી મારી દીધી.તેને પિસ્તોલ પણ તેના મિત્રએ જ લઈ આપી હશે. કાલે જ તેનો મારા પર ગુસ્સા સાથે ફોન આવ્યો હતો કે હું પ્રેગનેંટ છું ને મારે હવે ઈન્ડીયા મારા મિત્ર સાથે જતા રહેવું છે અને પપ્પા મને પાસપોર્ટ આપતા નથી.” આમ કહી ઊંડો નિસાસો નાંખી સમતા ફરી ખૂબ રડવા લાગી.
આ biopolar diorder ના રોગીની દશા ખૂબ દયાજનક હોય છે. શારિરીક રોગોની દવા હોય છે.અને તેનું જલ્દી નિદાન પણ થાય છે.માનસિક રોગની ઘરનાને પણ જલ્દી ખબર નથી પડતી.ખબર પડે તો નાસમજ લોકો ડોકટર એટલેકે સાઈકિ્યાટ્રીસ્ટ પાસે થેરેપી કે દવા લેવા જતા નથી.તેમના કુંટુંબીજનોને તેમના વર્તનને સહન કરતા અને તેમને સમજાવતા ખૂબ મુશ્કેલી પડે છે.આ દર્દી ઘરમાં સાથે રહેતાં કુટુંબીજનોનું જીવવું હરામ કરી દેછે.તેમાં અમેરિકામાં પિસ્તોલનું સરેઆમ વેચાણ અને કોઈપણ વ્યક્તિ ઘરમાં પિસ્તોલ રાખી શકે તે કાયદો અનિતા અને તેના નિર્દોષ માતા-પિતા જેવા કેટલાય લોકોની જાન હાની કરવામાં કારણરૂપ છે.સજાગ લોકોએ આની સામે લડત આપવી જ રહી.સમાજને માનસિક રોગ માટે અને પિસ્તોલના કાયદા અંગે પગલા લઈ લોકોમાં જાગરુકતા કેળવવાની ખૂબ જરુર છે….

-જીગીષા પટેલ 

 

1 thought on “સંવેદનાના પડઘા-૪૫ સમાજમાં જાગરુતતા લાવવી જરુરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.