વાત્સલ્યની વેલી ૪૪) દારુડિયાં પેરેંટ્સનું સંતાન હેધર!

દારુડિયાં પેરેંટ્સનું સંતાન હેધર!
બાળકોને જો આપણી પાસેથી માત્ર એક જ ચીજ માંગવાની હોય તો એ લોકો શું માંગે ?
આમ તો બાળકો મા બાપ પાસેથી કોઈ રમકડું કે આઈસ્ક્રીમ કે ગમતાં પુસ્તકની માંગણી કરે! પણ જે ઘડીએ એ મા બાપથી છૂટું પડી જાય એજ ઘડીએ એ રમકડાં કે આઈસ્ક્રીમની એને કોઈ જ જરૂરિયાત રહેતી નથી ! એને જોઈએ છે પોતાની મા! પોતાનો બાપ!
કારણકે એને ખબર છે કે મા- બાપ બાજુમાં છે તો દુનિયા એની હથેળીમાં છે!
માબાપની હૂંફ છે તો બાળક સલામત છે! એ નિશ્ચિન્ત છે!
“ અમને અમારું બાળપણ આનંદમય બને એવી પરિસ્થિતિ આપો !” બાળકો એ માંગે છે!
એ લોકોને મોંઘા રમકડાં કે બ્રાન્ડેડ નામવાળાં કપડાં કે રેસ્ટોરન્ટના ભોજનની નહીં , માતા પિતાના સહવાસની જરૂર હોય છે !
હા , પણ આજના જમાનામાં એજ પરિસ્થિતિ દુર્લભ છે!
હેધર અમારે ત્યાં ટીચર તરીકે કામ કરતી ડેબીની દીકરી હતી. ટીચર તરીકે ડેબી ઘણી પ્રેમાળ અને ઉદાર દિલની એક અમેરિકન ચાલીસે વર્ષની યુવતી હતી . પણ સોમવારે અને ક્યારેક આડા દિવસોએ પણ ડેબી વહેલી સવારે ફોન કરીને જોબ પર રજા પાડતી! ( અને એનાં આવા વર્તનથી મને પણ એંક્ઝાયટી એટેક આવવા શરૂ થઇ ગયા હતા !)
“ સોરી , મને ઠીક નથી, માથું દુઃખે છે કે પેટમાં ગડબડ છે” એમ કહીને એ ડે ઓફ લઇ લેતી ! અમારું આ નવું નવું જ શરૂ કરેલું સેન્ટર હતું એટલે બીજો કોઈ વિકલ્પ ન હોવાને કારણે મારે એ અનિયમિતતા ચલાવી લેવી પડતી !
શરૂઆતમાં અહીંની સોસાયટીથી અજાણ અમે ડેબીનો ફોન આવે કે તરત જ બીજી વ્યવસ્થામાં લાગી જઈએ , પણ પછી સમજાયું એમ અચાનક એ ટીચરનું ગેરહાજર રહેવાનું કારણ!
એક વખત હેલોવીનની પાર્ટીમાં એની ટીનેજર દીકરી હેધરને મળવાનું થયું !
ત્યાર પછી ઘણી વારફોનમાં હેધર સાથે વાત કરું ! અને થોડા સમય બાદ હાઈસ્કૂલમાં ભણતી
હેધરે વોલેન્ટિયર તરીકે ડે કેરમાં અમુક કલાકો આવવાનું શરૂ કર્યું ! હવે ધીમે ધીમે ડેબીનાં દારૂડિયાપણાની વાત હેધરે મને કહી !
આમ તો ડેબી સ્વભાવની સરળ અને વફાદાર હતી , પણ જિંદગીનાં દુઃખને ભૂલવા એ દારૂ તરફ વળી હતી ! કદાચ એનાં માં બાપને પણ એણે એવું કરતા જોયાં હશે ?
એ વર્ષોમાં મારાં એ વિષયનાં અજ્ઞાનને લીધે અને કામના અતિશય બોજ હેઠળ મારાંથી એને કાંઈ જ મદદ થઇ શકી નહોતી !
( જેનો મને અફસોસ છે.) પણ પાછળથી સમજાયું હતું કે હેધર એની મા ડેબીની કેટલી બધી સંભાળ રાખતી હતી!
દારૂડિયા મા બાપ એઅમેરિકામાં નવાઈની વાત નથી! જેને આપણે Dysfunctional
ડિસફ્ન્કશનલ ફેમિલી કહીએ છીએ તે કુટુંબોમાં મોટાભાગે આ દારૂની લત દેખાય છે! દુઃખ ભુલાવવા દારૂનો નશો કરવો !
અને પછી એની ટેવ પડી જવી !
બસ ! હવે એ ઘર એક ઘર ના રહેતાં નરકાગાર બની ગયું ! બાળકો મા ( અને બાપને ) નશામાં ચકચૂર જુએ એટલે એ બિચારાં બાળકો પણ દિશા વિહોણાં જ ઉછરે !
હેધરે એની મમ્મીને અનેક વખત અયોગ્ય પરિસ્થિતિમાં (વેરવિખેર કપડાં, જેમતેમ લવરી કરે,જેવીતેવી વેશભૂષા અને માનસિક- શારીરિક અસ્વસ્થપણું )જોઈ હતી. એ પોતે પણ પ્રેમાળ હતી પણ બન્ને – મા દીકરીમાં આત્મવિશ્વાશનો અભાવ હતો.
ડેબીની પર્સનલ લાઈફ માટે મને દુઃખ થતું હતું પણ વધારે દુઃખ બિચારી હેધર માટે થતું! કેવું વિચિત્ર જીવન હશે એવાં બાળકોનું !
એવી પરિસ્થિતિમાં ઉછરતાં બાળકોને એમાં પોતાનો જકોઈ દોષ દેખાય!
વળી , આવી વાત કોઈને કહી શકે નહીં એટલે પોતે મનોમન ગભરાય ! ક્યારેક તો દારૂડિયા મા બાપની આદતને સંતોષવા પોતે જ ક્યાંક સંતાડેલો દારૂ આપવો પડે ! વળી આવી વાતની કોઈને ખબર પડે તો બીજાં ‘ નોર્મલ’ છોકરાંઓ તેમની મૈત્રી તોડી નાખે! આવાં કલુષિત વાતાવરણમાંથી બહાર આવવું કેટલું મુશ્કેલ છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે!
એ વરસોમાં એનાં સપોર્ટગ્રુપ હતાં કે નહીં તે ખબર નથી, કારણકે એ લોકો થોડા જ સમય માટે અમારી સંસ્થામાં જોડાયાં હતાં. સાલસ સ્વભાવની ,સિંગલ મધર તરીકે એકલે હાથે જીવનનો મોરચો સાંભળતી ડેબી અમારાં કુટુંબમાં પણ સૌની વ્હાલી હતી, પણ રોજની અનિશ્ચિતતા ને લીધે, અને ડે કેરમાં આવતી અનેક ચેલેન્જીસને લીધે ,હું પોતે પણ શારીરિક – માનસિક શ્રમને લીધે એંક્ઝાયટીનો ભોગ બની હતી.. એવા સંજોગોમાં ડેબીને પૂરો ન્યાય ન આપી શક્યાનો અફસોસ મને છે!
પણ બાળઉછેર અને બાલ શિક્ષણ વિશેના મારાં ઘણા ખ્યાલો આવાં પ્રસંગોથી બદલાયાં છે અને કાંઈક વાસ્તવિક બન્યા છે.ક્યારેક એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેની જે તે વ્યક્તિની સ્ટ્રગલ પણ જોઈ છે; અને ક્યારેક બસ એજ સ્થિતિમાં ગરકાવ થઈને પડ્યાં પડ્યાં નસીબને દોષ દઈને ડિપ્રેશનમાં ઘસડાતી વ્યક્તિઓને પણ જોઈ છે!
હવે તો દારૂની લત છોડાવનાર અનેક સંસ્થાઓ છે. પણ દુઃખને હળવું કરવા તો વ્યક્તિએ પોતે જ ઉભા થવું પડે ને ? એટલે એ દુઃખ કે ડીપ્રેશનમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવનાર થેરાપિસ્ટ પણ છે; વ્યક્તિએ ઉભા થવું જ પડશે : પોતાને માટે નહીં તો પોતાનાં સંતાનોને માટે!
જેટલી આ વાત દારૂડિયાઓ માટે સાચી છે એટલી જ ગેરકાનૂની નશાકારક ડ્રગ લેતાં અન્ય લોકો માટે પણ સાચી છે! વળી બાળકનાં જન્મ પહેલાં, બાળક માંના ગર્ભમાં હોય ત્યારે દારૂ કે ડ્રગ્સનું સેવન કર્યું હોય તો બિચારાં નવજાત શિશુ ઉપર તેની જે ખરાબ અસર થાય છે તે વિચારીને એ સૌ પેરેન્ટ્સને શિક્ષા કરવાનું જ મન થાય!
પણ ફરી પાછું મન ત્યાં જ અટકે : કે એ લોકોની આવી પરિસ્થિતિ કરી કોણે?
હેધર અને ડેબી બન્ને સાવ એકલાં જ હતાં! ડેબિનાયે માં બાપ ડિવોર્સ લઈને જુદી જુદી જગ્યાએ રહેતાં હતાં અને બિચારી હેધરે ક્યારેય દાદા દાદી કે બાપનો પ્રેમ માણ્યો નહોતો ! જયારે ખુદ પોતે જ ડુબતું હોય તો એ બીજાનો સહારો કેવી રીતે બને?
આપણે કહીએ છીએ કે બધી બાહ્ય મુસીબતોનો સામનો કરવા અંદરનો માંહ્યલો મજબૂત જોઈએ ! પણ આલ્કોહોલિક માં બાપનાં બાળકોને નસીબે અંદરનો માંહ્યલો જ લથડતો આથડતો હોય છે! કોણ એમને સાંભળે ? કોણ એમને જણાવે કે દુનિયામાં એવાં કુટુંબો પણ છે જ્યાં બાળકો માત્ર બાળક બનીને આનંદ મસ્તી કરતાં હોય છે, સાંજે એક જ ડાઇનિંગ ટેબલ પર બેસીને હસી મજાક કરતાં ભોજન કરે છે અને રાતે માં બાપ પ્રેમાળ હાથના સ્પર્શ સાથે ,વાર્તાઓ કહીને બાળકોને સુવડાવે છે! આલ્કોહોલિક મા બાપના ઘરમાં બુમાબુમ અને તોફાનો સિવાયની શાંત ક્ષણો કેટલી ?
જો કે બાળકો સાથે વર્ષો સુધી કામ કર્યા પછી મેં ‘હેપી બાળક ઉછેરવાની રીત’ એમ ઉપાય શોધવા પ્રયત્ન જરૂર કર્યો છે..
One wise parent and an adult who care;
Add a little luck and a happy child you get!
Happiness is feeling; happiness means care;
She feels much secure when she knows she’s cared!
હા, હેધર અને ડેબી અને ત્યાર પછી પણ કોઈ આલ્કોહોલિક વ્યક્તિઓને નજીકથી જોવાનું સાંપડ્યું … હવે તો આપણે,આપણાં સંતાનો અને અન્ય દેશવાસીઓ અહીંની રીતભાત અપનાવી અહીં સ્થાઈ થઇ રહ્યાં છે ત્યારે અહીંની અમુક રીત રસમથી વેગળાં રહીને પ્રગતિ કરે તેમ અંગુલી નિર્દેશન કરવાનું મન થાય તે સ્વાભાવિક છે!
એટલે આનાથી યે કાંઈક અનેક ગણી મુશ્કેલીઓ અને વિટમ્બણાઓમાંથી બહાર આવ્યા હોય તેવાં વીર બાળકોની વાત આવતા અંકે કરવી છે!
ગીતા ભટ્ટ

About geetabhatt

I started as a lecturer in Gujarati ( in India ) and running a Child care center in Chicago ( owner /director ) I love writing ( published a couple of books, a CD on lullaby ( gujrati halarda for little girls)free lance writer . Living between California and Chicag)
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

2 Responses to વાત્સલ્યની વેલી ૪૪) દારુડિયાં પેરેંટ્સનું સંતાન હેધર!

 1. મા- બાપ બાજુમાં છે તો દુનિયા એની હથેળીમાં છે!
  માબાપની હૂંફ છે તો બાળક સલામત છે! એ નિશ્ચિન્ત છે ….
  આ વાતની ડેબી જેવાના મા-બાપને ખબર નથી હોતી એમાંજ તો ડેબી જેવી વ્યક્તિઓ વ્યસનના રવાડે ચઢે છે ને?

  ગીતાબેન તમારા દરેક લેખ બાળકોના મનની-લાગણીની દુનિયાનો નવેસરથી પરિચય આપે એવા હોય છે. મોટાભાગે આપણે સૌ ભૂતકાળના ઊંડાણમાં ઉતર્યા વગર જ બાળકના વર્તમાન વલણને સાચા–ખોટાના ત્રાજવે તોલતા રહીએ છીએ.
  ખુબ રસપ્રદ વાત લઈને આવો છો.

  Liked by 1 person

  • geetabhatt says:

   Thanks Rajulben !ડેબી ભણેલી હતી અને પ્રેમાળ પણ હતી! અમને એ પહેલી મુલાકાતમાં જ ગમી ગયેલી .. પણ દારૂની આદતથી બિચારી હેધર ઘણું સહન કરતી હશે એમ માનું છું ! દારૂડિયાઓના ઘરમાં દરિદ્રતા પેસી જાય છે અને ઘર નર્ક બની જાય છે એ સિમ્પલ વાત પણ એ લોકોને સમજાતી નહીં હોય !! On the side note : એ જ અરસામાં મારાં પેરેન્ટ્સ આવેલાં : કહે આવા નશાને કારણે તો આપણાં દેશમાં રજપૂતો નબળાં પડ્યાં અને અંગ્રેજો અને બીજી પ્રજાઓ દેશમાં ફાવી ગઈ ! Alcohol can ruin a home and it can ruin a country , too!!

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s