પ્રેમ પરમ તત્વ :38:દરિયો : સપના વિજાપુરા

12523171_1023828207688293_5054138681297782794_n

આમ તો પહેલા પ્રકૃતિ વિષે મારો પ્રેમ દર્શાવી ચૂકી છુંપણ આ મારે પ્રકૃતિની ભવ્યતા વિષે કૈક કહેવું છે. દરિયાને હું ખૂબ ચાહું. દરિયો મારી આસપાસ વીંટાયેલો હતો જ્યારે મારો જન્મ થયો હતો. જી હા મારો જન્મ મહુવામાં થયો, અને મહુવાનીઆસપાસ દરિયો વીંટળાયેલો છે. એક બાજુ ભવાની એકે બાજુ બંદર અને એક બાજુ પિંગ્લેશ્વર અને એક બાજુ કતપર. આમ ચારે બાજુ દરિયો. એટલે મહુવાને ગુજરાતનું કાશ્મીર ગણવામાં આવે છે. વાતાવરણ ત્યાં ખૂબ સરસ રહે.એટલે દરિયા પ્રત્યે મને ખૂબ પ્રેમ. અમારી લગ્નની એનિવર્સરી માટે મારા પતિ મને ક્રુઝ માં લઇ ગયા. 
આ ક્રુઝમાં મને દરિયાની ભવ્યતાની ખાત્રી  થઇ.હું હંમેશા ગણગણતી કે મને દરિયો બોલાવે. અને હું જઈ ચડી દરિયાના ખોળામાં.  પ્રિન્સેસ ક્રુઝનું શીપ  અમને દરિયાના ખોળામાં લઇ ગયું.  આસમાની રંગનું પાણી અમારા દિલને  મોહી લેતું હતું. દસ દિવસની મુસાફરી દરિયામાં.  હું તો ખૂબ  ખુશ હતી. બાલ્કની માં બેસી હું ઊછળતા મોજાને નિહાળ્યા કરતી. કુદરતનું આટલું સુંદર રૂપ જોવા મળ્યું તે માટે સદભાગી સમજતી  હતી.
સાન ફ્રાન્સિસ્કો થી જતી વખતે તો દરિયો શાંત હતો ત્રણ દિવસે કેચીકમ  પહોંચ્યા પણ આવતી વખતે  એક દિવસે દરિયાએ પોતાની ભવ્યતા બતાવી અને દરિયામાં મોટા મોટા મોજા આવવા લાગ્યાં. અમારું શીપ  હાલકડોલક  થવા લાગ્યું. બધા લોકો ડરી ગયા. કે ટાઇટેનિક ની સ્ટોરી રિપીટ થશે કે શું?  હું તો દરિયાને પ્રેમ કરું અને દરિયો મને ડરાવે! આ તો કેવું?પણકુદરતનું આ સ્વરૂપ જોઈ મને મારી ન્યૂનતા સમજાઈ ગઈ. મારો ખુદા મારી કલ્પના કરતા પણ ઘણો ઊંચો અને રહેમ કરવાવાળોછે. 
દરિયો ધીમે ધીમે શાંત પડ્યો. ત્યારે મેં દરિયાને કહ્યું,” જો તું ગમે તેટલો ભવ્ય હોય, વિશાળ હોય પણ મારા ઈશ્વર કરતા તુંમોટો નથી. પછી સૂર  તરફ ફરીને કહ્યું કે,સૂર  તું ગમે તેટલો તાપમાન હોય તું દુનિયાને સુતા ઉઠાડી શકે પણ તું મારા ઈશ્વર કરતા મોટો નથી. જે જાગતાને સુવાડી શકે છે.હું તો એ ઈશ્વરને પ્રેમ કરું છું જેને હાથમાં આ દરિયો, આ સૂર અને મારી જાન પણ છે. મારો પરમ પ્રેમ એના માટે  છે. જે મને અનંત સુધી લઇ જશે. આ પ્રકૃતિને બિછાવવાવાળો  વાળો કેટલો સુંદર હશે. 
આવની પુષ્પોથી ભરી એ કેટલો સુંદર હશે !!
વ્યોમની એ તો પરી એ કેટલો સુંદર હશે!!
પણ દરિયો મને હજુ પણ એટલો  વહાલો છે.કારણકે હે ઇશ્વર તે  એને  બનાવ્યો છે.
આ ગીત દરિયાને અર્પણ 
રહી રહીને મને દરિયો બોલાવે
હાથ ફેલાવી મને દરિયો આવકારે
ચાંદ રૂપેરી જાળ બીછાવે
પ્રેમાન્ધ દરિયો મોજા ઉછાળે
બુંદ બુંદ પ્રેમથી ચરણો પખાળુ
આંખો મારી પ્રેમ વરસાવે
રહી રહીને મને દરિયો સંભારે
ચાલું હું વ્હાલા દરિયા ઉપર
ના ડુબું ના તરું દરિયા ઉપર
ગળે વ્હાલા દરિયાને લગાડું
વ્હાલનો હાથ ફેરું દરિયા ઉપર
રહી રહીને મને દરિયો પંપાળે
છે મારાં પાલવમાં શંખલા
કે છે નાના નાના ‘સપનાં’
આંખોનાં આ સપનાં સમેટું
છે આ અવસર કે ઘટના
રહી રહીને મને દરિયો મમળાવે
સપના વિજાપુરા
This entry was posted in ચિન્તન લેખ, સપના વિજાપુરા, Uncategorized by sapana53. Bookmark the permalink.

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.

3 thoughts on “પ્રેમ પરમ તત્વ :38:દરિયો : સપના વિજાપુરા

  1. લાગણીનો દરિયો પ્રેમ ને … પ્રેમ ની યાદ આવે જયારે જોઈએ દરિયો …. તમારા દિલને દરિયો મળ્યો પછી …દરિયો તું પૂછે કે પ્રેમ એટલે ? અને હું કહ્યું જો તું ગમે તેટલો ભવ્ય હોય, વિશાળ હોય પણ પ્રેમ એટલે પરમ તત્વ …

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.