હળવેથી હૈયાને હળવું કરો-૧૩-

એમની માંદગી જાણે મારા જીવનમાં એક રૂટિન કામ બની ગયું,હું સવારથી સાંજ સુધી જાણે એમની એક નર્સ એમની દવા અને ખોરાકનું ધ્યાન રાખવું અને એમની પાસે બેસી મારુ વાંચન કરવું મેં મારી દિનચર્યા એમની આસપાસ ગોઠવી દીધી.મારા દીકરા મને મળવા અને એમની ખબર કાઢવા આવતા, અને અચાનક જરૂર પડે ત્યારે મારી પડખે ઉભા રહેતા,
       તે દિવસે મારે 911 બોલાવી જ પડી, એમની તબિયત હતી તેનાથી વધુ બગડી,હવે એમને રીહેબમાં મુક્યા સિવાય છૂટકો જ ન હતો.યાદશક્તિ ઓછી થઇ ગઈ હતી,એમને વધુ કાળજીની જરૂર હતી અમે આટલા વર્ષમાં ક્યારેય છુટા પડ્યા ન હતા, મારા માટે આ અસહ્ય હતું,છતાં આ નિર્ણય લીધો, હું રોજ એમને મળવા જતી એમની પાસે બેસતી એ બોલી પણ શકતા નહિ અડધું શરીર પેરેલાઇસ હતું મારુ નાનું શરીર એમને મદદ ન કરી શકતું તેનો મને સતત અફસોસ રહેતો, પણ મારુ ધ્યાન એમને કેન્દ્રિત હતું, બધું જેમ હતું તેમ રૂટીનમાં ચાલતું  કોઈ વસ્તુ સારી ન હતી પણ જીવન ચાલતું હતું. હું એમની માંદગી સાથે માત્ર લડતી હતી એમણે આ જીવનને માંદગીને અપનાવી લીધી હતી.
ભગવાનને આ મજુર નહોતું ફરી એકવાર એમની તબિયત બગડી હોસ્પિટલમાં લઇ ગયા પણ તેઓ કોમામાં ચાલ્યા ગયા, ઘણા પ્રયત્નો પછી ડૉ.રે અમને બોલાવ્યા  હવે આમાંથી એ પાછા ઉઠશે એમ લાગતું નથી.એમણે કોઈ અંતિમ ક્ષણની લેખિત ઈચ્છા દર્શાવી છે ? ન હોય તો તમે ઈચ્છો તો સારવાર બંધ કરી શકાય,મારા દીકરાએ મારી સામે જોયું મમ્મી તમે કહેશો એમ કરશું,નિર્ણય ઘણો અઘરો લેવાનો હતો હવે શું ?મેં કહ્યું મને વિચારવાનો સમય જોશે,
       અને તે દિવસે આખો દિવસ અને રાત હું એમનો હાથ પકડી બેસી રહી એમની સાથે વાતો કરતી રહી,એમને કહેતી તમે ધારો તો બેઠા થઇ શકો છો,આપણે ડૉ ને પડકારવાના છે,એમના શરીરમાં કોઈ હલચલ ન દેખાતી,ડૉ એ કહ્યું હતું કે કદાચ જાગશે તો પણ કદાચ યાદશક્તિ કે શરીર નહિ ચાલે,આમ પણ અલ્ઝાઈમાં તો હતો જ,શરીર પણ સુકાઈ ગયું હતું કદાચ શરીરમાં હવે લડવાની શક્તિ પણ નહિવત જ હશે,પણ મન માનતું ન હતું આપણી વ્યક્તિને એમ કેમ જવા દેવાય ?દરેક શરીર ને પોતાનું આયુષ્ય ભગવાનો પૂર્ણ અધિકાર છે એ લખીને પણ નથી ગયા તો હું એમના જીવન માટે કઈ રીતે નિર્ણય લઇ શકું,મારા દીકરાએ કહ્યું તમે આ ઉંમરે કેટલું કરશો ?હવે એમની આ ઉંમરે આ સ્થતિમાં દેખભાળ કરવી અઘરી છે,અમે પણ તમને કેટલો સાથ આપી શકશું ?     
          ડૉ  મારા દીકરાને કહ્યું કે સંભાળ લેનારાઓ ઘણીવાર અન્યની સંભાળ રાખવામાં એટલા વ્યસ્ત રહે છે કે તેઓ તેમના પોતાના ભાવનાત્મક, શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યની અવગણના કરે છે. પછી તમારી પાસે બે વ્યક્તિને સંભાળવાની જવાબદારી આવશે …મારે પણ જાણે એમ જ થયું, મારે માટે મારી પત્ની તરીકેની ભૂમિકાથી તેની દેખરેખકની ભૂમિકાને અલગ કરવી મુશ્કેલ હતી,હવે મને માત્ર તેમના ધબકારા સંભળાતા હતા.હું એમને કહેતી કે આપણી સંસ્કૃતિ જણાવે છે કે આપણે વય, માંદગી અને મૃત્યુ સામે સખત લડવું જોઈએ.હું તમને આમ કઈ રીતે જવા દઉં? તમારું જીવન સંકેલી લેવાનો નિર્ણય હું કઈ રીતે લઇ શકું.ઈશ્વરની યોજનામાં કોઈક અકળ નિયમ છે.દરેક શરીર ને પોતાનું આયુષ્ય ભગવાનો પૂર્ણ અધિકાર છે એ લખીને પણ નથી ગયા તો હું એમના જીવન માટે કઈ રીતે નિર્ણય લઇ શકું,મારા દીકરાએ કહ્યું તમે આ ઉંમરે કેટલું કરશો ?હવે એમની આ ઉંમરે આ સ્થતિમાં દેખભાળ કરવી અઘરી છે,અમે પણ તમને કેટલો સાથ આપી શકશું ?     
બીજે દિવસે ફરી એજ પ્રશ્ન લઈને મારા બન્ને દીકરાઓ આવ્યા. મમ્મી શું વિચાર કર્યો ?.મારા મૌનનો અર્થ એ સમજી ગયા. એટલે મને સમજવાની કોશિશ કરી, હવે પપ્પા ક્યારેય સાજા નહિ થાય, કોણ જાણે મારું દિલ માનવા તૈયાર ન હતું.આ વિષમતાનું નામ જ સંસાર છે. અણધાર્યું, અચાનક અને અકાળે આવતું મૃત્યુ સહજભાવે સ્વીકારવું સહેલું તો નથી જ. અકાળે, અણધાર્યાં, આકસ્મિક અને અકુદરતી રીતે આવતાં મૃત્યુ  કેમ આવવા દેવાય  ? આપણે વાસ્તવિકતાને સ્વીકારી આપણે સંવેદનશીલતાની સાથે જડ બનતા પણ શીખવું પડશે.અને મેં મક્કમતા પૂર્વક કહ્યું તમારા પપ્પાનું હું દયાન રાખીશ. પણ આપણે એમનું જીવન આમ સંકેલી નથી લેવું..આટલી હિમત મારામાં કેવી રીતે આવી એની મને ખબર નથી, પણ મેં એમની જવાબદારી ઉપાડી.દુઃખનો પરિઘ ગમે તેટલો મોટો હોય તો પણ દરેક માણસપોતા પૂરતું સુખનું કેન્દ્ર શોધી કાઢે છે.
દુઃખને અથવા પરિસ્થતિ સ્વીકારવાથી એને સાથેની લડત પૂરી થઇ જાય છે. મેં પણ ધીમે ધીમે વાસ્તવિકતાને સ્વીકારી અને નવી પરિસ્થિતિના પડકારોને પણ !મારા પતિ ત્યાર પછી છ વર્ષ જીવ્યા, વાત અહી વાસ્તવિકતાને સ્વીકારી આગળ વધવાની છે. એ મ્રત્યુ પામત તો પણ હવે હું તૈયાર હતી માત્ર આત્મ સંતોષ હતો કે મેં તેમને કુદરતી મૃત્યુ આપ્યું છે.

વેથી હૈયાને હલકું કરીએ છીએ ત્યારે ચપટીક સુખ મળે છે પરંતુ બીજાને એમાંથી માર્ગ મળે તો એ અઢળક સુખનો માર્ગ મેળવે છે માટે મિત્રો તમારા જીવનમાં બનતા પ્રસંગો અહી જરૂરથી મુકો. 

પ્રજ્ઞા દાદભાવાળા

6 thoughts on “હળવેથી હૈયાને હળવું કરો-૧૩-

 1. Very critical moments ! What to do ? Should I try ? Or should I give up? Only the lobed one has the right to decide .. Nice thought ; nice theam !

  Like

 2. અત્યંત કપરા સંજોગોમાં નિર્ણય લેવાની મનોસ્થિતિ ન હોય ત્યારે ધૈર્ય, પ્રાર્થના અને દેવાશિષ જ કદાચ એમાંથી પાર ઉતારે.. પરિવારના કોઈપણ સદસ્યની જીવાદોરી લંબાવવી કે ટુંકાવવી એનો નિર્ણય લેવાનો આવે એવા સંજોગોની સામે ટકી રહેવું કેટલું વસમુ છે એ સમજી શકાય એમ છે.

  Like

 3. જે આ અતિ મુશ્કેલ પરિસ્થિતિ માંથી પાર ઉતાર્યા હોય તેમને મારા વંદન. પરંતુ કોઈની જિંદગી ટૂંકાવવી કે લંબાવવી માં હજી એક બીજા દ્રષ્ટિકોણ ને આવરી લેવાનું યોગ્ય લાગે છે. એ વિષે આ નિર્ણય લેનારાઓએ વિચાર્યુંજ હશે પરંતુ આ લેખ માં તેનું યોગ્ય રીતે વર્ણન નથી માટે હું આ કોમેન્ટ લખું છે. મારી કોમેન્ટ આ નીચેના ફકરાના સંબંધ માં છે.

  “ડૉ મારા દીકરાને કહ્યું કે સંભાળ લેનારાઓ ઘણીવાર અન્યની સંભાળ રાખવામાં એટલા વ્યસ્ત રહે છે કે તેઓ તેમના પોતાના ભાવનાત્મક, શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યની અવગણના કરે છે. પછી તમારી પાસે બે વ્યક્તિને સંભાળવાની જવાબદારી આવશે …મારે પણ જાણે એમ જ થયું, મારે માટે મારી પત્ની તરીકેની ભૂમિકાથી તેની દેખરેખકની ભૂમિકાને અલગ કરવી મુશ્કેલ હતી,હવે મને માત્ર તેમના ધબકારા સંભળાતા હતા.હું એમને કહેતી કે આપણી સંસ્કૃતિ જણાવે છે કે આપણે વય, માંદગી અને મૃત્યુ સામે સખત લડવું જોઈએ.હું તમને આમ કઈ રીતે જવા દઉં? તમારું જીવન સંકેલી લેવાનો નિર્ણય હું કઈ રીતે લઇ શકું.ઈશ્વરની યોજનામાં કોઈક અકળ નિયમ છે.દરેક શરીર ને પોતાનું આયુષ્ય ભગવાનો પૂર્ણ અધિકાર છે એ લખીને પણ નથી ગયા તો હું એમના જીવન માટે કઈ રીતે નિર્ણય લઇ શકું,મારા દીકરાએ કહ્યું તમે આ ઉંમરે કેટલું કરશો ?હવે એમની આ ઉંમરે આ સ્થતિમાં દેખભાળ કરવી અઘરી છે,અમે પણ તમને કેટલો સાથ આપી શકશું ?”

  આ ફકરામાં આટલો જટિલ નિર્ણય લેવામાં માત્ર સંભાળ રાખનારાઓ એ પોતાની સગવડ અને અસગવડ નો વિચાર માત્ર કરેલ છે. પરંતુ આવા જટિલ નિર્ણય લેવામાં પ્રમુખ વિચાર તો એ કરવાનો રહે છે કે શું એ માનવી કપરી સ્થિતિ માંથી બહાર આવી શકશે અને પીડા વગર થોડું વધુ જીવી શકશે? ભલે કદાચ તેની યાદદાસ્ત તેણે ગુમાવી હોય પણ છતાં પણ તેને પીડા વગરની જિંદગી મળી શક્તિ હોય તો તે એક વાસ્તવિકતા છે. અને જો તેને અત્યંત પીડા માંજ આગળ ની થોડી જિંદગી ગુજારવી પડે તો તે એક બીજી વાસ્તવિકતા છે. અને આટલા જટિલ નિર્ણય લેવામાં જેની જિંદગી માટે નો નિર્ણય લેવાનો છે તેની દ્રષ્ટિ થી વિચારવાની વાત જ સૌથી મોટી અને મુખ્ય વાત છે કે નહિ?

  Like

  • દર્શના તમારી વાત સાચી છે હું સમંત થાવ છું,આ સ્થિતિમાં પીડા કેટલી આવશે તેની જાણ નથી, બીજું જેણે આ નિર્ણય લીધો હતો તે સ્ત્રી એ તે વખતની તેની મનોદશા અને વિચારો શું આવ્યા હતા તે લખ્યા છે ? કદાચ તમારી દ્રષ્ટિથી નહિ વિચાર્યું હોય ! ઘણીવાર આપણે ભાવાત્મક નિર્ણય લેતા હોઈએ છે.મારા એક મિત્રે આવો નિર્ણય લીધો હતો પણ પછી આખી જિંદગી એક guilt feeeling સાથે પોતે રહ્યા હતા કે મેં મારા પતિને મૃત્યુ તરફ ધકેલી દીધા …ટુકમાં દરેક જણની નિર્ણય લેવાની રીત અને દર્ષ્ટિ શક્તિ અલગ હોય છે પણ તમે કહ્યું તેમ આપેલો દર્ષ્ટિકોણ માણસ વિચારવા જેવો ખરો !

   Liked by 1 person

 4. મેં મારા બાળકોને કહ્યું છે તેમજ મારા ટ્રસ્ટ માં લખ્યું છે કે જો મારી આવી પરિસ્થિતિ આવે તો મને વેન્ટિલેશન પાર ના મૂકવી અને મને ખુદા પાસે જવા દેવી। એજ પીડાનો અંત છે બધા માટે જીવતા માટે અને બીમાર માટે પણ.

  Like

 5. સ્ત્રી શક્તિની આ વાત છે. કપરાં સંજોગોમાં તે માનસિક રીતે કેટલી સ્વસ્થ છે અને કેવો નિર્ણય કરી શકે છે તેની વાત અહીં રજુ થઇ છે. રજૂઆત હજી સારી બની શકી હોત પણ એક સમસ્યાને રજૂ કરાઈ છે તે મહત્વનું છે. અન્યોની ટિપ્પણી પણ સાચો રાહ દર્શાવે છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.