૪૩ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

 
ર્મો રક્ષતિ રક્ષિતઃ
મનુસ્મૃતિમાં કહ્યું છે, “ધર્મ એવ હતો હન્તિ, ર્મો રક્ષતિ રક્ષિતઃ।“ જેણે ધર્મનો પરિત્યાગ કર્યો છે, તેનો ધર્મ નાશ કરે છે. પણ જે ધર્મનું આચરણ કરે છે અને ધર્મની રક્ષા કરે છે, તેનું રક્ષણ ધર્મ કરે છે. એટલે કે રક્ષાયેલો ધર્મ માનવનું રક્ષણ કરે છે. હવે પ્રશ્ન એ છે કે ધર્મ એટલે શું? સમગ્ર પશુ-પક્ષી, સૃષ્ટિથી માનવને જૂદું પાડનારું તત્વ છે ધર્મ. નાનપણથી આપણે જે ઘરમાં જન્મ લઇએ ત્યારથી શીખીએ છીએ કે આપણે પૂજા પાઠ કરવાં.પણા માનસમાં જે બેસાડવામાં આવ્યું હોય અને જે રીતનો ઉછેર હોય તેનું આપણે સ્મરણ કરતાં કરતાં અનુસરણ કરીએ છીએ, જે સંસ્કારમાં પરિવર્તિત થઈને આપણા લોહીમાં વહે છે. જેને માનવ, તેના જીવનનો આધારસ્તંભ બનાવીને ઈશ્વરપ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. આમ પારંપારિક સંસ્કૃતિ અને ધાર્મિક વિધિઓ તેનો ધર્મ બની જાય છે.
બીજો ધર્મ છે, વ્યક્તિ, બાળક, પુરુષ, સ્ત્રી, પુત્ર, પુત્રી, પિતા, માતા, પડોશી કે મિત્ર તરીકેનો ધર્મ. ત્રીજો ધર્મ છે, માનવતાનો ધર્મ. એ જીવન જીવવાની કળા છે. માત્ર ટીલા ટપકા કરવાથી ધાર્મિક નથી થવાતું. જે પોતે પણ સુખી અને ખુશ રહીને બીજાને ખુશી આપીને સુખી રાખી શકે તે વ્યક્તિ ધર્મનું આચરણ કરે છે તેમ કહેવાય. ધર્મો ઈશ્વરે નથી બનાવ્યાં. માણસે પોતાની સગવડ અને માન્યતા માટે બનાવ્યાં છે. હિન્દુ, પારસી, ખ્રિસ્તી, ઈસ્લામ કે કોઈપણ ધર્મ હોય પણ તેના પાયામાં સનાતન ધર્મ હોવો જોઈએ, જે શાશ્વત ધર્મ છે. તેનું અસ્તિત્વ સૃષ્ટિના ઉદ્ભવથી અંત સુધી રહેશે. અનાદિકાળથી ચાલી આવતા સનાતન ધર્મમાં માત્ર પરબ્રહ્મ, દિવ્યપ્રકાશ, આત્માના પ્રકાશની વાત છે. હું કોણ છું? એ જ્યારે વ્યક્તિ સમજશે ત્યારે તે બીજાના અસ્તિત્વનું પણ રક્ષણ કરશે. આમ આત્મધર્મથી ઊંચો કોઈ ધર્મ નથી.
કોઈ ચોક્કસ હેતુ માટે આપણો જન્મ થયો છે ત્યારે તે ઉદ્દેશની પૂર્તિ માટે ચોક્કસ ફરજોનું પાલન કરવું તે મનુષ્યનો ધર્મ બને છે. નાના હતાં ત્યારે એમ કહેવામાં આવતું કે ધર્મ તારી રક્ષા કરશે એટલે ધર્મને તું જાણ. અને મોટા થયા તો એમ કહેવામાં આવે છે કે તારે ધર્મની રક્ષા કરવાની છે એટલે તું ધર્મને જાણ. વ્યક્તિની ખુદ માટેની, કુટુંબ, સમાજ અને દેશ માટેની ફરજો, એ તેનો ધર્મ છે. તે માટેની ક્રિયાઓનું નિયમન કરીને પાલન કરીશું તો જ આપણાં ધર્મની રક્ષા કરી શકીશું. ધર્મનું આચરણ કરવું એ ધર્મની મોટી રક્ષા છે. હિન્દુઓ વેદ, ગીતા તેમ જ અન્ય ગ્રંથોને તેમના આધ્યાત્મિક જીવનની દિવાદાંડી સમજે છે. ઉપનિષદમાં કહ્યું છે કે ધર્મ એ છે જે વિશ્વને ધારણ કરે છે. આજે અંદરોઅંદર અનેક પંથો, સંપ્રદાયો, ધર્મના નામે અંધાધૂંધી ફેલાવશે અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે મતભેદો ઊભા કરશે તો માનવધર્મ હણાશે. હણાયેલો ધર્મ માનવનું રક્ષણ કેવી રીતે કરશે? કળિયુગમાં સામાજીક વિષમતા જેવાં અધર્મી કૃત્યોનો નાશ કરીને માનવમાત્રમાં માણસાઇ પ્રગટાવવાનું કાર્ય ધર્મ કરે છે. માણસાઇ હમેશા ત્યાગ-બલિદાન તેમજ પ્રેમની અપેક્ષા રાખે છે. આત્મધર્મનું રક્ષણ કરવું માનવની ફરજ બની જાય છે.
હિન્દુ ધર્મની વાત કરીએ તો પૂજા, પાઠ, ભક્તિ, નિસ્વાર્થ સેવા, આધ્યાત્મિક અભ્યાસ અને ધ્યાન માણસનાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જીવન માટે જરૂરી બની રહે છે. જે યોગ્ય અભ્યાસ દ્વારા શક્ય બને છે. મંત્ર જાપ દ્વારા વ્યક્તિ તેની પ્રકૃતિ પર લગામ મૂકી શકે છે. અંગત સમયનો ભોગ આપી સમાજમાં ઉપયોગી બનવાનું ધર્મ શીખવે છે. તેમાં સેવા અને નિસ્વાર્થ ભાવના વિકસે છે. ભક્તિથી તત્વજ્ઞાનનું ચિંતન, મનન અને ધ્યાન કરીને જીવ અને શિવનું મિલન શક્ય બને છે. આમ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગથી વ્યક્તિ કલ્યાણ માર્ગે જઇને આત્માની સમીપ જઇ શકે છે. અદ્વૈત માર્ગમાં આગળ વધે છે ત્યારે આપોઆપ ધર્મ તેનું રક્ષણ કરે છે.
કેટલી સુંદર વાત છે? આત્માની કેડી કંડારી, દ્‍ગુણોની સીડીને ધર્મ બનાવી, વ્યક્તિ પરમાત્મા સુધી પહોંચી શકે છે, એ જ મોક્ષ છે. ધર્મને શરણે જવું એટલે પરમતત્વને શરણે જવું. અંતે એકોહમ્‍ની સ્થિતિ પ્રાપ્ત કરવી. ના કોઈ ચિંતા, ના ડર. માત્ર શરણાગતિ. આ ધર્મ તમારૂં રક્ષણ કરશે.

3 thoughts on “૪૩ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

 1. રીયલ ધર્મ : રીલેટિવ ધર્મ
  ધર્મ બે પ્રકારના છે : એક રીલેટિવ ધર્મ અને બીજો રીયલ ધર્મ.
  રીલેટિવ ધર્મ એટલે મનો ધર્મ, દેહધર્મ, વાણીધર્મ અને એ બધા પરધર્મ છે. જપ કરતા હોય એ વાણીના ધર્મ, ધ્યાન કરવું એ બધા મનના ધર્મ અને દેહને નવડાવવું, ધોવડાવવું, પૂજાપાઠ કરવો, એ બધા દેહના ધર્મ છે.
  દરેક વસ્તુ તેના ધર્મમાં જ રહે છે. મન મનના ધર્મમાં જ રહે છે, બુદ્ધિ બુદ્ધિના ધર્મમાં, ચિત્ત ચિત્તના ધર્મમાં અને અહંકાર અહંકારના ધર્મમાં જ રહે છે, કાન કાનના ધર્મમાં રહે છે. કાન છે તે સાંભળવાનું કામ કરે છે, એ ઓછું જોવાનું કામ કરે છે ! આંખ જોવાનું કામ કરે, સાંભળવાનું નહીં. નાક સૂંઘવાનો ધર્મ બજાવે, જીભ સ્વાદનો ધર્મ બજાવે અને સ્પર્શેન્દ્રિય સ્પર્શના ધર્મમાં જ રહે છે. દરેક ઇન્દ્રિય પોતપોતાના વિષયોના ધર્મમાં જ હોય છે.

  મન મનના ધર્મમાં હોય ત્યારે અવળા વિચારઆવે અને સવળા વિચાર પણ આવે, પણ એ એના ધર્મમાં છે. પણ ‘પોતે’ સવળો વિચાર આવે ત્યારે કહે કે, મારા સારા વિચાર છે, એટલે ‘પોતે’ તેમાં ભ્રાંતિથી તન્મયાકાર થઇ જાય છે. અને અવળા વિચાર આવે એટલે ‘પોતે’ તેનાથી છૂટો રહે અને ત્યારે કહે કે મારી ઇચ્છા નથી છતાં એ આવા અવળા વિચાર આવે છે ! અંતઃકરણમાં બધાના ધર્મ જુદા છે. મનના ધર્મ જુદા, ચિત્તના ધર્મ જુદા, બુદ્ધિના ધર્મ જુદા અને અહંકારના ધર્મ જુદા. આમ, બધાના ધર્મ જુદા જુદા છે. પણ ‘પોતે’ મહીં ડખલ કરીને ડખો ઊભો કરે છે ને ! મહીં તન્મયાકાર થઇ જાય છે, એ જ ભ્રાંતિ છે. તન્મયાકાર કયારે ના થાય? કે જયારે ‘જ્ઞાની પુરુષ’ સ્વરૂપનું જ્ઞાન આપે ત્યારે તન્મયાકાર ના થાય. પોતે આત્મા થયા પછી નિષ્પક્ષપાતી થાય. પછી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનો, વાણીનો કે દેહનો પક્ષપાત ના રહે. આ તો આરોપિત ભાવથી અહંકારે કરીને તન્મયાકાર થાય છે. આત્મા થયા પછી એ બધાને ‘પોતે’ છૂટો રહીને જુએ અને જાણે.

  જગત આખું રીલેટિવ ધર્મ પાળે છે. દેહના ધર્મ, વાણીના ધર્મ, મનના ધર્મ જ પાળે છે. દેહના ધર્મોને જ ‘પોતાનો ધર્મ છે’ એમ માને છે. એ રીલેટિવ ધર્મ છે અને ‘આત્મા એ જ ધર્મ’ માને છે, તે આત્મધર્મ કહેવાય છે. આત્મધર્મ એ જ રીયલ ધર્મ છે, એ જ સ્વધર્મ છે, એ જ મોક્ષ છે. પોતાનું સ્વરૂપ જાણી લેવાનું છે. આત્માનો ધર્મ એ જ સ્વધર્મ છે, બીજા બધા પરધર્મ છે.
  ધર્મ ક્રિયા વગેરેમાં નથી, ધર્મ તો પરિણામ પામે તેમાં છે. ધર્મ તો કષાય ભાવોનું નિવારણ કરે તે. કષાય ભાવો તો દાબ્યા દબાવાય નહીં, કે એમને છોલ છોલ કરે, રંધો માર માર કરે તો ય કશું વળે નહીં.. ક્રોધ, માન, માયા, લોભનું-કષાયોનું નિવારણ કરે એનું નામ ધર્મ

  ધર્મ પૂરેપૂરો પરિણામ પામે ત્યારે ‘પોતે’ જ ધર્મસ્વરૂપ થઇ જા

  -દાદા ભગવાન

  Like

 2. ધર્મો રક્ષતિ રક્ષિતઃ આને કહેવત કહેવાય (ધર્મ એવ હતો હન્તિ, ધર્મો રક્ષતિ રક્ષિતઃ ।) કે મંત્ર છે ? માત્ર જાણ ખાતર પુછુ છું

  Like

 3. પ્રજ્ઞાબેન, આ વિષય ખૂબ જ ગહન છે.સમજવો સહેલો, સમજાવવો અઘરો.ધર્મો રક્ષતિ રક્ષિત; કહેવત તરીકે બોલાય છે. પરંતુ( ધર્મ એવ હતો હન્તિ, ધર્મો રક્ષતિ રક્ષિતઃ )આ આખી પંક્તિ મનુસ્મૃતિમાં લખેલી છે.તે કોઈ મંત્ર નથી.ધર્મથી જીવનાર વ્યક્તિ તેના જીવનમાં ખૂબ જ નિશ્ચિંત હોય છે…તે તેના ધાર્મિક હોવાનો પુરાવો કહેવાય.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.