વાત્સલ્યની વેલી ૪૩) ફ્રેન્કીનું ફ્ર્સ્ટ્રેશન ! એટલે કે અધીરાપણું!

ફ્રેન્કીનું ફ્ર્સ્ટ્રેશન ! એટલે કે અધીરાપણું!
અમારે ત્યાં ડે કેરમાં વર્ષમાં બે – ત્રણ વાર ઉત્સવોની ઉજવણીમાં બાળકોનાં મા બાપ અને કુટુંબને પણ આમંત્રણ આપીએ. ક્રિશ્ચમસ દરમ્યાન તહેવારોનું સેલિબ્રેશન કરીએ ત્યારે અને ઉનાળામાં સ્કૂલ વર્ષ પૂરું થાય એટલે તમામ બાળકોને એમની કોઈક સુંદર લાક્ષણિકતા માટે સર્ટિફિકેટ આપીને નવાજીએ કરીએ ત્યારે !
એ બન્ને પ્રસંગોએ બાળકોનાં કુટુંબને પણ એ ઉજવણીમાં આમંત્રીએ! ( અને એ સિવાય , હેલોવીન ઉપર કોશ્ચ્યુમ પહેરીને બાળકોનાં કુટુંબમાંથી કોઈક આવે; જો કે એ તદ્દન જુદા પ્રકારની પાર્ટી હોય) ઉનાળામાં ગ્રેજ્યુએશન અને એવોર્ડ સેરિમનિમાં બાળકોને તેમની અમુક બાબતમાં સિદ્ધિ માટે સર્ટિફિકેટ અને કોઈ રમકડું પણ મળે!
‘સુંદર અવાજે ગીત ગાનાર ; કે સરસ રીતે વાર્તા કહેનાર ; કે નાનકડું વાંદરું બનીને ફાઈવ લિટલ મંકીનું નાટક કરવા બદલ ફલાણા ફલાણાને આ એવોર્ડ આપીએ છીએ ! ‘એમ દરેક બાળકને કાંઈક વખાણી ને પ્રોત્સાહન આપીએ! જેટલો આનંદ બાળકોને થાય તેનાથી બમણો આનંદ એ બાળકોનાં માતા પિતાને થાય તે સ્વાભાવિક છે.
પણ પાંચ વર્ષના ફ્રેન્કીને કઈ બાબતમાં એવોર્ડ આપવો એ અમારાથી નક્કી થઇ શકતું નહોતું ! તોફાની અને બેધ્યાન ફ્રેન્કી કોઈની સાથે મૈત્રી કરી શકતો નહીં. એ કોઈ વાર્તા શાંતિથી સાંભળી શકે નહીં, કે સર્કલ ટાઈમ ગીતો વખતે કોઈ બાળગીત પૂરું સાંભળી શકે નહીં! એનામાં ધીરજનો જ અભાવ હતો! વળી ભણવામાં પણ જરાયે રસ નહીં. કોઈ પઝલ આપી હોય તો, પચ્ચીસ ટુકડાની સાદી પઝલ પણ એ પુરી કરતાં પહેલાં જ અધૂરી મૂકી દે ! અને જાહેર પ્રોગ્રામોમાં તો એનાં જેવાં બાળકોને સાંભળવા અમારે માટે સૌથી મુશ્કેલ કામ હોય! અને આવાં બાળકો મા બાપનું પણ માને નહીં! ફ્રસ્ટ્રેશન જેટલું મા બાપને હોય તેટલું જ અમને ટીચર્સને પણ હોય; પણ અમે તો આવી પરિસ્થિતિઓ માટે પ્રતિબદ્ધ હોઈએ !
બાળકો આવી રીતે અધીરા થઇ જાય તે શું તેમનાં જીન્સમાં હશે ?
આ સ્વભાવ અનુવાંશિક છે કે વાતાવરણમાંથી કેળવાય છે? મને ઘણી વાર પ્રશ્ન થાય! પણ આટલાં વર્ષો બાળકો સાથે કામ કરીને , અને બાળકોનાં માતા પિતાને જે રીતે ઓળખવાની મને તક મળી તે ઉપરથી મને લાગે છે કે બાળકોનાં સ્વભાવમાં ઘડાતું ફ્રસ્ટ્રેશન એના ઉપર વાતાવરણની અસર વધારે હોઈ શકે !
આમ જુઓ તો આજનાં પેરેન્ટ્સ ગઈકાલનાં બાળકો જ હતાં ને? કેવી રીતે તેઓનો ઉછેર થયો ? ક્યાં મૂલ્યો સાથે ,કેવી પરિસ્થિતિમાં તેઓ ઉછર્યાં એ પરિબળો પણ મહત્વના છે.
આજે જયારે કોઈ યુવાન બંદૂક લઈને નિર્દોષની હત્યા કરે છે ત્યારે કે પોતે આત્મહત્યા કરે છે ત્યારે તેનું બેકગ્રાઉન્ડ તપાસતાં ભાંગેલું કુટુંબ ,ડ્રગ્સ અને દારૂ , પ્રેમ હૂંફનો અભાવ ,એકલતા કે કોઈ પરિસ્થિતિ સામેનો એનો ઉહાપો કે બળવો અને તેમાંથી ઉત્પન્ન થતું ફ્રસ્ટ્રેશન બહાર આવે છે!
પણ, મેં જે જોયું આટલાં વર્ષોમાં , તેમાં એક વાત સ્પષ્ટ નજરે પડી !આપણાં દેશ કરતાં અહીં અમેરિકામાં સુખ સગવડો અને અન્ય મદદવધારે મળે છે ; પણ બાળકોને સગવડ આપવામાં સમજણ આપવાનું વિસરાઈ જાય છે( જો કે હવે તો આપણા દેશમાં ઉચ્ચ મધ્યમ વર્ગમાં પણ આવું જ થઇ રહ્યું છે) બધું જ છે, પણ સમજણ કેળવવા જેટલો સમય જ નથી!
ફ્રેન્કીને એની મમ્મી સવારે મુકવા આવે ત્યારે પોતાને માટે કોફી ખરીદે સાથે મેક ડોનાલ્ડની કોઈ સ્વીટ ( એપલ પાઇ )એને માટે પણ લીધી હોય!
ભૂખ લાગે તો ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ, તરસ લાગે તો ડ્રાંઈવ થ્રુ રેસ્ટોરન્ટ, કંટાળો આવે તો રમવા માટે મમ્મીનો સ્માર્ટ ફોન !
કોઈ જ વસ્તુની કમી નહીં!
કોઈ વસ્તુ મેળવવા રાહ જોવાની જ નહીં!
જે વસ્તુ જયારે માંગી તે વસ્તુ તરત જ હાજર થઇ જાય! એ માટે સહેજ પણ મહેનત કરવાની નહીં!
આપણે ત્યાં કોઈએ લખ્યું છે:
લાડયેત પંચ વર્ષાણિ, દશ વર્ષાણિ તાડયેત ;
પ્રાપ્તે તુ ષોડશે વર્ષે પુત્રમ મિત્રમ સમ આચરેત!
( પાંચ વર્ષ સુધી લાડ લડાવો , દશ વર્ષનો થાય ત્યાં સુધી મારી શકાય , પણ સોળ વર્ષના પુત્ર ( પુત્રી ) સાથે મિત્રની જેમ વર્તવું !
પણ અહીં ઘણું નાનું બાળક પણ માતા પિતાના ઝગડાઓમાં દરમ્યાનગીરી કરીને બાળપણ વહેલું પૂરું કરી દે છે! અને કદાચ એને સરભર કરવા મા બાપ બાળકોની બધી ઈચ્છાઓ પુરી કરે છે? લાડ લડાવવાનાં , પણ એમાં પોતાનો સ્વાર્થ ભળે! ફ્રેન્કી જેવાં ઘણાં બાળકોને નજીકથી જોવાની, જાણવાની અને ઉછેરવાની મને તક મળી છે; કે જે બાળકો જ ઘરના નિયમ ઘડતાં હોય! હા , “આજે પીઝા ખાવા છે કે ખીચડી ? “એમાં બાળકનો અભિપ્રાય માનીએ , પણ વેજિટેબલ્સ ખાવાં કે નહીં એ બાળકોને શીખવાડવું પડે ; એમાં બાળકનો અભિપ્રાય ના લેવાય ! પણ માતા પિતાને એવી સારી તેવો પાડવામાં રસ નથી , અને સમય પણ નથી! (અને એમને એમ ખરાબ બનવું પાલવે એમ નથી!)
અને એવી ( કુ )ટેવો લઈને બાળક સ્કૂલે આવે!
આ સમૃદ્ધ દેશમાં બે ટંક ખાવાનું સૌને મળી જ રહે છે. એટલે જીવન ઉતકર્ષના નિયમો ‘ આવું કરવું જોઈએ !’ એવું શીખવાડવાની પ્રથા જ નાબૂદ થઇ ગઈ !
એને બદલે ફ્રીસમાજમાં બધું નિયમ વિનાનું થઇ ગયું ! જેને જે કરવું હોય તે કરે!
અમારું ફ્રસ્ટ્રેશન હતું કે ફ્રેન્કીને કઈ બાબત માટે એવોર્ડ આપવો?
અમારું આ પ્રાઇવેટ ડે કેર સેન્ટર હતું, અને બાળકોને ઉછેરવા – સંભાળવા માટેની જવાબદારી એ શોખનો વિષય છતાં મુખ્યત્વે અર્થોપાર્જન જ કારણ હતું. અને એટલે જ ફ્રેન્કી મુશ્કેલ બાળક હોવા છતાં ડે કેરમાં ચાલું રહ્યો હતો !! એને ગણિત , વિજ્ઞાન , સંગીત ,રમત ગમત કશામાં રસ નહોતો ; એ કોઈ જગ્યાએ સ્થિર બે મિનિટથી વધારે( ઑકે, દશ મિનિટથી વધુ ) શાંત બેસતો નહોતો!
કઈ આવડત ઉપર એની પ્રસંશા કરીએ ? અમે સ્ટાફ વિચારતાં હતાં છેવટે બધાં બાળકોનું લિસ્ટ તૈયાર થઇ ગયું, અમે પ્રોગ્રામના દિવસ પહેલાં પ્રેક્ટિસ પણ શરૂ કરી.. ને વિચાર ઝબક્યો : દોડાદોડી અને અડપલાં કરતા ફ્રેન્કીને હાથમાં માઈક આપીને મેં કહ્યું ; “ તારે બધાં છોકરાઓનું નામ એનાઉન્સ કરવાનું છે!!”
ફ્રેન્કીને અમે એનાઉન્સર બનાવ્યો ! અને બેસ્ટ એનાઉન્સરનો એવોર્ડ પણ આપ્યો ! હા, એ પ્રોગ્રામ નિર્વિઘ્ને સરસ રીતે પત્યો !
અને ત્યાર પછી ઘણાંચેલેન્જિંગ ફ્રેંકીઓને અમે મહત્વની જવાબદારીનું કામ સોંપતા ! એવાં બાળકોનાં જીવનમાં થોડી સાચી દિશા ચિંધવમાં નિમિત્ત બનવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે.
પણ હમણાં તાજેતરમાં એક નજીકના મિત્રના ટીન એજર સંતાનના ફ્યુનરલમાંથી આવતાં એવાં અનેક ફ્રેંકીઓ યાદ આવ્યાં જે અધીરા બનીને ઉતાવળમાં અજુગતું કરી લેતાં હોય છે.. ગાડીમાં મા બાપ સાથે દલીલબાજી થતાં ગુસ્સામાં એણે અવિચારી પગલું લીધું હતું!
વાત્સલ્ય સાથે વ્હાલથી વઢવું, સમજાવવું , ટપારવું પણ જરૂરી નથી, શું? અને એ બાળકને નાની ઉંમરથી જ સમજાવવું પડે; પાણી વહી ગયાં પછી પાળ બાંધવામાં કદાચ ઘણું મોડું થઇ જાય.. અને આજે આપણે રોજ રોજ આવાં સમાચારો વધારે પ્રમાણમાં સાંભળીએ છીએ!
હજુ નવું સ્કૂલ વર્ષ તો શરૂ થયું નથી, પણ અસહીષ્ણુતાથી ઉદભવતા તોફાનો અને હિંસાના સમાચાર શરૂ થઇ ગયાં..!
This entry was posted in Uncategorized by Geeta & Subhash Bhatt. Bookmark the permalink.

About Geeta & Subhash Bhatt

Geeta started her carrier as a lecturer in Gujrati , in India , and when migrated to Chicago with family of two toddlers she changed her carrier to Early Childhood Educator ; started her Childcare center and running it for 30 years , she retired and moved to sunny state of California . Subhash started as an engineer back at homeland and after coming to Chicago with family created his apartment rental business while contributing his share in Day care center management . Now , Retired couple is involved in many social activities.

5 thoughts on “વાત્સલ્યની વેલી ૪૩) ફ્રેન્કીનું ફ્ર્સ્ટ્રેશન ! એટલે કે અધીરાપણું!

 1. Very good article the challenged you have been thru is amazing you have talent to take care of hyperactive and mentally challenged kids. You were handling all kind of kids must have taken lot of your precious time. We enjoy your experiences. Keep the good work up.

  Liked by 1 person

 2. Thanks Meenaben for your encouraging words . બાળકો સાથે કામ કરવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું ; અને એમને સાંભળતાં સાંભળતાં મને પણ ઘણું જાણવાનું શીખવાનું અને સમજવાનું મળ્યું ! Yes, it is a challenging field , but also it’s fulfilling job!

  Like

 3. ગીતાબેન ,ખૂબ જ સરસ વાત લઈને આવ્યા છો! “બધું જ છે, પણ સમજણ કેળવવા જેટલો સમય જ નથી!”…આ તમારી વાત દરેક માતા પિતાએ ધ્યાન રાખવી જરૂરી છે.

  Liked by 1 person

  • Thank Kalpnaben !આપણે હવે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં સુખ મળે પણ કોઈને ભોગવવાનો સમય ના હોય ! અને ભોગવે તો એ સમજણ ના હોય; હોય માત્ર દેખાદેખી !

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.