સંવેદનાના પડઘા- ૪૩ ધર્મ અને સાહિત્ય

ચોપાટીનાં દરિયા કિનારે વહેલી સવારનાં ઊગતાં સૂરજનાં કિરણોની લાલિમાને દરિયામાં પ્રતિબિંબિત થયેલ જોઈને ,કુદરતની કરામતને બેઘડી માણી લેવા હું ઊભી રહી ગઈ. દૂર દૂર ક્ષિતિજને પેલે પાર દરિયો અને આકાશ એક થઈ ગયા હતા. મને પણ આવી જ રીતે મારા અસ્તિત્વને શિવત્વમાં એકરૂપ કરી દેવું હતું.
આદિ શંકરાચાર્યના નિર્વાણ શતકને વાગોળતી ,હું આંખ બંધ કરીને દરિયાના ઉછળતાં મોજાનાં અવાજમાં અદ્વૈતને અનુભવતી દરિયા કિનારાના એક પત્થર પર બેસી ગઈ.
મનોબુધ્ધયહંકાર ચિત્તાનિ નાહં, ન ચ ક્ષોત્રજિહ્વે ન ચ ઘ્રાણનેત્રે ।
ન ચ વ્યોમભૂમિર્ન તેજો ન વાયુ: ,ચિદાનંદરુપઃ શિવોહમ્ શિવોહમ્ ।।
મન,બુધ્ધિ,ચિત્ત,અહંકાર હું નથી,હું પાંચ ઈન્દ્રીય નથી, હું આકાશ,ભૂમિ,વાયુ કે તેજ નથી હું તો આ બધાથી ઉપર ઊઠેલ ચિદાનંદ રુપ શિવત્વમાં સમાઈ ગયેલ શિવસ્વરુપ છું.
આ નિર્વિકલ્પ સમાધિ એટલે શું? નિર્વિચાર અવસ્થામાં પહોંચવું કેવીરીતે??
શિવત્વમાં અસ્તિત્વને ઓગાળવા માટે આપણને ઓશોએ સમજાવ્યું કે
“આંખ અને કાન બંધ કરી ભીતર હોશ નો દીપ પ્રગટાવો પછી વિચારને ક્યાંથી અવકાશ?? આંખો થી જોઈને અને કાનોથી સાંભળીને વિચારોનાં ઢગલા આપણી અંદરથઈ જાય છે.ચેતનાની ભાષા જ ભૂલાઈ જાય છે.આંખો થી જોયેલું અને કાનથી સાંભળેલું બહાર જ છોડી દો ,એ કચરાને આપણી ભીતર ઘૂસવા જ ન દો,તો જ ક્યારેય નહી  સાંભળેલો એ અનોખો અવાજ સંભળાશે.તોજ એક નવી જ્યોતિ અંતરમાં જાગૃત થશે.અને એવી ઘડી આવશે ત્યારે આકાશ અંતરમાં ઊતરી આવશે.આપણા જીવ રુપી બૂંદ ,શિવસાગરમાં સમાઈ જશે.”
આપણા વેદ,ઉપનિષદો,ગીતા બધાંજ ધર્મગ્રંથ સાહિત્ય જ છે.જે શિવોહમ્ ની વાત વર્ષો પહેલાં આદિ શંકરાચાર્યજીએ કરી તેને ખૂબ જ સરળ શબ્દોમાં આદ્ય કવિ નરસિંહ મહેતાએ કહી
“જાગીને જોઉંતો જગત દિસે નહિ,ઊંઘમાં અટપટા ભોગ ભાસે…..
ચિત્ત- ચૈતન્ય- વિલાસ તદ્રુપ છે,બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે.”
ખરા અર્થમાં તમે જાગી જાઓ ત્યારે પરબ્રહ્મ સાથે બ્રહ્મને એટલે જીવ સાથેના શિવની એકાત્મતાને અનુભવી
શકશો.વેદ અને શ્રુતિ-સ્મૃતિ તો પુરાવા આપે છેકે એક જ સોનામાંથી બનેલ કંકણ અને કુંડળમાં ફરક નથી. ઘાટ ઘડ્યા પછી નામ અને રુપ જુદા છે.અને નરસિંહ ગાઈ ઊઠેછે ,
“અંતે તો હેમનું હેમ હોયે”
આપણે સૌ પરમાત્મામાંથી જ છૂટા પડેલા તેના એક અંશ જ છીએ.બધાં નાત-જાત ધર્મના ભેદભાવ,રાગ-દ્વેષ,તારું-મારું,ભૂલીને સમત્વ ભાવથી દરેક પ્રાણીમાત્રને પ્રેમ કરો …..નરસિંહ તો ખરા અર્થમાં જ્ઞાન,વૈરાગ્ય અને ભક્તિનો સમન્વય છે.કોઈ શાસ્ત્ર ન વાંચો અને ખાલી નરસિંહની કવિતાઓ અને ભજન વાંચો અને જીવનમાં ઉતારો તો પણ બેડો પાર….તેમજ બધાં શાસ્ત્રોનો સાર સમાએલો છે.
તો વળી “તમસો મા જ્યોતિ્ર્ગમય “ ની વાત સરળતાથી પ્રાર્થના રુપે આપતા કવિ નાન્હાલાલ કહે છે
“અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈજા,ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા….
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા; હીણો હું છું તો તુજ દરશના દાન દઈજા”
આમ શબ્દ થકી સાહિત્યનું સર્જન થાય છે .સાહિત્યકારો અને કવિઓ આપણને ઘર્મ ,સાહિત્ય અને કવિતા થકી સમજાવે છે.
અરે સાહિત્ય અને ધર્મ એક જ સિક્કાની બે બાજુ છે. કોઈ પણ આજના સાહિત્યકાર કે કવિની વાત કરો તો -આપણા હરિન્દ્ર દવે કે કાજલ ઓઝા વૈદ્ય ના “કૃષ્ણ મારી નજરે” કે “કૃષ્ણાયન” વાંચી તમે સાહિત્ય દ્વારા ધર્મ
કેટલો સરળતાથી સમજી શકો છો ,ખરુંને? અને ગોપીભાવની ભક્તિને હ્રદયમાં સાંગોપાંગ ઉતારવા
રમેશ પારેખનું એક ભજન જ કાફી છે
“મારા સપનામાં આવ્યા હરિ,મને બોલાવી,ઝુલાવી વહાલી કરી”
જેને સપનામાં પણ હરિ સામે ઊભા રહી વહાલ કરી પોતાના આંસુ લૂંછતાં દેખાય તેને દુન્યવી વાતોથી શું લેવા દેવા?અને એટલેજ તે તેના કંસાર માટે મૂકેલા પાણીના આંધણમાં સંસાર ઓરી દે છે અને પ્રભુને તેના હ્રદયરુપી દ્વારકાના સૂબા બનાવી પરમાત્માને પોતાની અંદર જ નિહાળે છે.
આમ આપણી અંદર જ જે બિરાજેલો છે તેને શોધવા બહાર ક્યાંય ફાંફાં ન મારો એવી સુંદર અને શાસ્ત્રોક્ત રીતે પુરવાર થયેલ ,દરેક ધર્મોએ કરેલ વાત આપણા દરેક યુગના સાહિત્યકારો આપણને સરળતાથી અદ્ભૂત રીતે સમજાવે છે.
Sent from my iPad

5 thoughts on “સંવેદનાના પડઘા- ૪૩ ધર્મ અને સાહિત્ય

 1. ગહન વિષયને સમજાય તે રીતે સરળ અને સુંદર રીતે આપે વર્ણવ્યો છે તે માટે
  જિગીશાબેનને અભિનંદન અને આભાર.
  ભરત ઠક્કર

  Like

 2. જિગિષા,
  આજ સુધીનું તારુ વાંચેલું તું જે સાચી રીતે સમજી છુ એ આજે એકદમ સરળતાથી કહી શકી.
  આ કહેવા માટે પણ શબ્દો તો જોઇએ જ છે અને શબ્દો જ સાહિત્ય સર્જે છે. એ પદ્ય સ્વરૂપે પણ હોઈ શકે અને ગદ્ય સ્વરૂપે પણ…
  મહાભારત, રામાયણ કે ગીતા મુકાયા છે તો આપણી સમક્ષ શબ્દ સ્વરૂપે જ ને? એની ગહનતાએ એમને ધર્મગ્રંથની કક્ષાએ મુક્યા અને એ જ ધર્મગ્રંથોને સાહિત્યકારોએ આપણને સરળતાથી સમજાવ્યા.
  આજે તે પણ આદિ શંકરાચાર્ય, નરસિંહ મહેતા, ન્હાનાલાલથી માંડીને આજના કવિ-સાહિત્યકારોના કથનને તારી વાતમાં સરસ રીતે વણી લીધા……
  સંવેદનાના પડઘામાં સંસારથી માંડીને શિવતત્વની વાતોનો વિસ્તાર આવરી લીધો….વાહ ! ક્યા બાત !

  Liked by 1 person

 3. જીગીષા ,વિષય સરસ, ક્ર્મબદ્ધ રૂપથી વણી વાત લખી છે.સફળ વિચાર-વિમર્શ. વિચારોની પુનરાવૃતિ નથી છતાં વિચારો સારા દર્શાવ્યા છે કે ધર્મને સાહિત્યકારો સુંદર રીતે રજુ કરે છે.ભજન સાહિત્યનો પ્રકાર છે તો સાહિત્યમાં અર્થ અને ભાવ ધર્મ છે. આમ શબ્દ થકી સાહિત્યનું સર્જન થાય છે .સાહિત્યકારો અને કવિઓ આપણને ઘર્મ ,સાહિત્ય અને કવિતા થકી સમજાવે છે.

  Like

 4. જીગીષા,ધર્મ અને સાહિત્ય અંગેનો સરસ જ્ઞ્યાન સભર લેખ!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.