પ્રેમ પરમ તત્વ : 36: કરુણા એટલે પ્રેમ :2 સપના વિજાપુરા

 પ્રેમ પરમ તત્વ ના ગયા એપિસોટ  માં કરુણા એટલે પ્રેમમાં મેં લુક મિકલસન નો ઉલ્લેખ કરેલો. આ અઠવાડિયે હું સુપર 30 મુવી જોઈ આવી. અને આનંદ કુમાર  ની વાત સીધી દિલ ઉપર લાગી. 

શું શિક્ષણ એ દરેક બાળકનો જ્ન્મસિધ્ધ હક નથી? શું બાળકના માબાપનું  પૈસાવાળું હોવું એ  બાળકને આગળ અભ્યાસ  માટે લાયકાત  ગણાવાય?  પણ આનંદ કુમારે આ વાત ને ખોટી પાડી અને શિક્ષણ પર ગરીબ અને પૈસાવાળા બધાનો સરખો હક છે એવું સાબિત કરી બતાવ્યું.

કુમારનો જન્મ ભારતના બિહારના પટના ગામ માં થયો હતો. તેમના પિતા ભારતના પોસ્ટલ વિભાગમાં કારકુન  હતા. તેમના પિતામાટે તેમના બાળકો  ખાનગી શાળામાં જાય તે  પરવડી શકે એમ ન હતું, આનંદે હિન્દી માધ્યમની સરકારી શાળામાં અભ્યાસ કર્યો હતો, પણ  તેમને  ગણિત પ્રત્યે ખૂબ  રસ હતો.  બાળપણમાં  તેમણે બિહારના પટના હાઇ સ્કૂલ પટનામાં અભ્યાસ કર્યો હતો. વિધ્યાર્થીકાળ  દરમિયાન, કુમારે નંબર થિયરી પર કાગળો રજૂ કર્યા, જે મેથેમેટિકલ સ્પેક્ટ્રમ અને ધ મેથેમેટિકલ ગેઝેટમાંપ્રકાશિત થયા હતા. કુમારે કેમ્બ્રીજ  યુનિવર્સિટીમાં આગળ અભ્યાસ માટે ફોર્મ ભરેલું અને એમને એડમિશન પણ મળી ગયેલું પણ દિલ્હી અને પટના માં આગળ ભણવાની લોન માટે વાત કરી તો ત્યાંથી નકારત્મક જવાબ મળ્યો અને પોતાના પિતાનાઅચાનક મૃત્યુથી પ્રવેશ મેળવવા છતાં હાજરી આપી શકયા નહિ. કુમાર સવારના ગણિત ઉપર કામ કરતા અને સાંજે પોતાનીમાતાના બનાવેલા પાપડનો ધંધો કરતા અને એમાંથી ગુજરાન ચલાવતાં હતા.

પટના યુનિવર્સિટી ની લાઈબ્રેરી વિદેશી જર્નલ ના હોવાથી આનંદ કુમાર   કલાકની મુસાફરી કરી વારાણસી જતા જ્યાં એમનોભાઈ વાયોલિન શીખી રહ્યો હતો અને વિદેશી જર્નલનો અભ્યાસ કરતા પણ ગ્રંથપાલે એક દિવસ એમને પકડી પાડ્યા અને લાઇબ્રેરી માં આવવા મનાઈ કરી દીધી પણ લાઇબ્રેરી પટાવાળાએ ટીપ આપી કે  કે તમારો લેખ વિદેશી જર્નલ માં સ્વીકાર્ય થાય  તો જિંદગીભર જર્નલ મફતમાં મળે. અને આનંદ કુમારે એમ  કર્યું અને એમનો લેખ સ્વીકાર્ય પણ થયો.

1992 માં કુમારે ગણિત શીખવવાનું ચાલુ કર્યું.  તે મહિનાના ફક્ત 500 રૂપિયા લેતા હતા. આ સ્કૂલ રામાનુજન સંસ્થા તરીકેજાણીતી થઇ. ફક્ત બે વિદ્યાર્થીથી ચાલુ થયેલી આ સંસ્થા 500 વિદ્યાર્થી સુધી પહોંચી. 2000 ની શરૂઆતમાં, જ્યારે ગરીબ વિદ્યાર્થી ગરીબી ને કારણે વાર્ષિક પ્રવેશ ફી ન પોસાય તેવા IITJEE માટે કોચિંગની માંગણી માટે તેની પાસે પહોંચ્યા, ત્યારે કુમાર 2002 માં સુપર 30 પ્રોગ્રામ શરૂ કરવા માટે પ્રેરિત થયા. જે વર્ગ હવે સરસ રીતે ચાલી રહ્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટઓફ ટેક્નોલૉજી માં પ્રવેશ મેળવવો એ વિદ્યાર્થી માટે બહુ મોટી વાત છે. કુમારે ગરીબ વિદ્યાર્થીઓ માટે આ બીડું ઝડપ્યું. અને એમાં સફળ પણ રહ્યાં જ્યારે બીજા કોચિંગ કલાસ પૈસા બનાવવા માટે  બેઠેલા હતા એવામાં આનંદ કુમારે  ગરીબ વિદ્યાર્થીઓ ને એમના શિક્ષણનાં હક માટે લડત કરી. સુપર 30 કલાસ માટે એક સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે છે. જે બુદ્ધિશાળી વિદ્યાર્થી આ પરીક્ષા પાસ કરે એને આખું વર્ષ મફતમાં ભણાવવામાં આવે છે અને આનંદ કુમારની મા એમના માટે રસોઈ કરે છે અને ભાઈ સ્કૂલ નું મેનેજમેન્ટ કરે છે.

નવેમ્બર 8. 2018 માં આનંદ કુમારને ગ્લોબલ એજ્યુકેશન એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને આનંદ કુમાર ઉપરવિકાસભાઈએ સુપર 30 મુવી બનાવ્યું જેમાં રિતિક રોશન આનંદ કુમારનું પાત્ર ભજવે છે. આ મુવી પછી આનંદ કુમારના ઘણા ટી વી ઇન્ટર્વ્યૂ થયા અને પેપર માં  પણ એમનું નામ વહેતુ થયું.

જ્યારે કોઈ બીજા માટે જીવે છે ત્યારે હૃદયથી આભારની લાગણી ઊભરાય  આવે છે. ” અપને  લિયે જીયે તો ક્યાં જીયે” ગરીબ બાળકોના શિક્ષણ માટે જે લડત લડી એની સામે આદરથી શીશ ઝૂકી જાય છે.જ્યારે બીજા માટે કરી છૂટવાની ભાવના જન્મે છે ત્યારે ઈશ્વર એમને સાથ આપે છે. આનંદ કુમારને જ્યારે પોતાની ગરીબી નડી  શિક્ષણ માટે તો એમને દરેક ગરીબ વિદ્યાર્થી માટે સહાનુભૂતિ જન્મી  જેમાંથી પ્રેમનો જન્મ થયો. અને આ પ્રેમ એમણે  પરમ સુધી પહોંચાડ્યો. આનંદ કુમાર જેવા વિચારો જો આપણા પૈસા  ખાનાર કોચિંગ કલાસ ધરાવે તો અત્યારે ભારતમાં જે શિક્ષણ માટે મોટા મોટા  ડોનેશન અને  ફી ની ફરિયાદ દૂર થઇ જાય. અમેરિકામાં ભલે ભણતર મોંઘુ છે પણ લાંચ અને ડોનેશન ની પ્રથા નથી. અને ગરીબ વિધાર્થીને સ્કોલરશીપ પણ મળે છે.પ્રેમનું પરમ તત્વ પામવા માટે ફક્ત વાતો ના ચાલે અમલ પણ જરૂરી છે. આનંદ કુમાર અમને આપના  માટે ગર્વ  છે. તમે ઘણા લોકોના પ્રેરણાદાતા બન્યા છો.

સપના વિજાપુરા 

This entry was posted in ચિન્તન લેખ, સપના વિજાપુરા, Uncategorized by sapana53. Bookmark the permalink.

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.

2 thoughts on “પ્રેમ પરમ તત્વ : 36: કરુણા એટલે પ્રેમ :2 સપના વિજાપુરા

  1. સપના બેન,આ મુવી મેં પણ જોયું.મને ખૂબ ગમ્યું.પણ તમે જે એક વાત નથી લખી, જે તમારા લેખ પ્રેમ પરમ તત્ત્વ માટે ચાવી રૂપ છે!આનંદની પ્રેમિકા આનંદને તેના ઉમદા કાર્યમાં સાથ આપતી નથી અને બીજાને પરણે છે….. પરંતુ જો તેણેઆનંદનું sign કરેલું paperકાઢી ના લીધું હોત તો pictureની script બદલાઈ ગઈ હોત! આ તેના પ્રેમનુ પરમ તત્ત્વ કહી શકાય.પરણ્યા વગર તેણે પ્રેમ બતાવ્યો .મને આ storyma આ keypoint લાગ્યો .તમારું શું કહેવું છે?

    Liked by 1 person

    • આભાર કલ્પનાબેન તમારી વાત સાચી છે પણ મેં અહીં જુદા પ્રકારના પ્રેમ વિષે વાત કરી છે. એને સાઈન કરેલું પેપર કાઢી લીધું એ વાસ્તવિક આનંદ કુમારના જીવનમાં બતાવતા નથી તેથી એ વાતનો ઉલ્લેખ કર્યો નથી આપના પ્રતિભાવની હંમેશા આશા હોય છે આભાર

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.