દ્રષ્ટિકોણ 36: સમજદાર બંદૂક કાયદા – દર્શના

શનિવાર પ્રકાશિત થતી મારી (દર્શના વારિયા નાડકર્ણી ની) દ્રષ્ટિકોણ કોલમ ઉપર ગયા અઠવાડિયે આપણે બંદૂક વિષે વાત કરેલી। 
આજે ટેક્સાસ માં થયેલ ગોળીબાર માં 20 નિર્દોષ માણસો માર્યા ગયા. આજે નવો વિષય નથી પણ ફરીને ને વાચક મિત્રોને એ ભલામણ કરવા માંગુ છું કે મિત્રો પ્લીઝ બંધુક ના સમજદાર નવા કાયદા લાવવાની વાત ને આવતી ચૂંટણી માં આ ધ્યાન માં રાખીને મત આપવાનું વિચારશો। દરેક ગોળીબાર માં નિર્દોષ લોકો મારી જાય છે તે કોઈના ભાઈ, બહેન, માતા, પિતા, કે પુત્ર પુત્રીઓ હોય છે. ફક્ત 6 મિનિટ ની અંદર પોલીસે આ માણસને ઝડપી લીધો। અને છતાં પણ 6 મિનિટ ની અંદર આ ધૃણાથી ભરેલ માનવીએ 20 નિર્દોષ લોકોને મોત ને ઘાટ ઉતાર્યા। એનું કારણ એક જ છે કે અત્યંત કાતિલ ઓટોમેટિક રાઇફલ વપરાશમાં છે અને તે ટૂંક સમય માં એટલી ગોળીના રાઉન્ડ મારી શકે છે કે મોટી સંખ્યામાં લોકો મરી જાય છે. આ બંદૂક નો મુદ્દો મારા હૃદય ની નજીક નો મુદ્દો છે. હંમેશા મારા મનમાં ભય હોય છે કે મારા છોકરાઓ, મારા પ્રેમીજનો કે મારા મિત્રો તેવી ગોળીબાર માં ઝડપાય તો નહિ જાયને। ગીલરોય માં ગયા અઠવાડિયે શૂટિંગ થયું ત્યારે મારી બહેન અને બનેવી ગીલરોય તે ફેસ્ટિવલ માં જવા માટે ગીલરોય ગયા હતા. અમારા નસીબ અને મારી મમ્મીના પુણ્યને લીધે બચી ગયા. ફરીફરીને ખાસ વિનંતી કે આ ચૂંટણી સમયે આ મુદ્દો ધ્યાન માં રાખશો. તમે ટીવી ઉપર કદાચ જોયું હશે કે એક બહેન ના મોટી ઉમર ના મમ્મી અંદર હતા જયારે ગોળીબાર શરુ થયો. અને ઘણા કલાકો ગયા છતાં તેને તેની મમ્મી મળ્યા નથી અને તેનું હૈયાફાટ રુદન જોઈને આપણા દરેક ની આંખમાં પાણી ભરાઈ આવે. એક નાનું છોકરું ગુજરી ગયું।.. તો ચૂંટણી સમયે આ વાત ને કેમ ન યાદ રાખવી? આજના સમયને અનુકૂળ સમજદાર બંદૂક કાયદા લાવવાની જરૂર છે.
અને બીજી એ વાત ધ્યાન માં રાખવા જેવી છે કે ધર્મ ને નામે જયારે લોકો બીજાઓ ને મારે છે કે અત્યાચાર કરે છે તે માટે કોઈ પણ એક ધર્મ ને આપણે બદનામ કરી શકીએ નહિ. હિન્દૂ ધર્મ માં આખું મહાભારત નું યુદ્ધ ધર્મને નામે થઇ ગયું હતું અને પોતાના નિકટજનોની હત્યા બંને પક્ષ તરફથી થઇ, તેટલુંજ નહિ પણ અસત્ય અને કેટલાય ષડયંત્ર રચાયેલા। તેમજ ઇસ્લામ ધર્મને નામે આતંકવાદીઓએ ભય ફેલાવી રાખ્યો છે. તેમજ ક્રિશ્ચિઆનિટી ના નામે ક્રુસેડસ માં દુનિભરમાં કેટલાય યુદ્ધ રચાઈ ગયા હતા અને લોકોને બેરહેમીથી રહેંસી નાખવામાં આવેલા। એટલે એ વિચારવા જેવું છે કે આપણે આપણા ધર્મ ગૌરવ લેતા બીજા ને નીચા પાડીએ ત્યારે બાળકો ને શું શીખવા મળે છે. આપણે જાણીએ છીએ કે સાહિત્યમાં રસ લેતા લોકો માં તેવા પૂર્વગ્રહ ભાગ્યેજ જોવા મળે કેમકે વિવિધ વાંચન અને વિવિધ દ્રષ્ટિકોણ ના લીધે તેમના માં દરેક વિષયને જુદા એંગલ થી જોવાની આદત કેળવાયેલી હોય છે. પરંતુ કેટલીયેવાર આપણે વિચાર્યા વગર ધર્મ ની ખિલાફ પૂર્વગ્રહ ફેલાય તેવા ફોરવર્ડ આગળ મોકલીએ છીએ. તો તેને ત્યાંજ રોકવાની આપણી સાહિત્યપ્રેમીઓની ફરજ ખરી કે નહિ?
અને આ વાત અહીં ઉખેડવાનું કારણ એજ કે આજની ગોળીબાર કરનાર માણસ અને ગીલરોય માં ગોળીબાર કરનાર ઇમિગ્રેશન ની ખિલાફ છે અને પોતાની જાત નું વર્ચસ્વ અને બીજાની ખિલાફ પૂર્વગ્રહ ધરાવે છે અને બીજાને નીચા ગણે છે. પોલીસ તેને આંતરિક આતંકવાદીને નામે તપાસ કરવાના છે. આશા છે કે આપણે વિવિધ વાંચન, જુદા જુદા દ્રષ્ટિકોણ થી કેળવાયેલા સાહિત્યપ્રેમીઓ ક્યારેય કોઈ ધર્મને નીચા દેખાડતા ફોર્વર્ડસ ને આગળ ફેલાવશું નહિ અને આપણા વશમાં હોય ત્યારે વિવિધતા અને સમાવેશ (diversity & inclusion) ની સુવાસ આપણે ફેલાવતા રહીશું।
ઘણા કલાકો બાદ પણ કેટલાયને તેમના પ્રેમીજનો ના હજી ખબર મળ્યા નથી. આજની હત્યાના ભોગ બનેલાઓ ને આપણી પ્રાર્થના માં રાખીએ। ઈશ્વર તેમના આત્માને શાંતિ બક્ષે અને તેમના પ્રેમીજનોને શાંતિ મળે. ૐ શાંતિ।
 
  

4 thoughts on “દ્રષ્ટિકોણ 36: સમજદાર બંદૂક કાયદા – દર્શના

  1. ઓમ શાંતિ. દર્શના ,તું બહુ સરસ વાત લઈને આવી છું.સૌએ વિચારવાની જરૂર છે.દરેક ધર્મના મૂળમાં માનવ ધર્મ રહેલો છે આ વાત જો દરેક ધર્મ શીખવાડે તો હિંસાનું પ્રમાણ ઘટી શકે.બાકી આવનાર ચૂટણીમાં બંદૂકના સમજદાર કાયદાને ધ્યાનમાં રાખવું જરૂરી છે.આ વાત ગમી.

    Like

  2. મજહબ નહિ સિખાતા આપસમેં બૈર રખના કોઈ પણ ધર્મ નિર્દોષ માણસને મારવાનું શીખવાડતો નથી. કુરાનમાં એક આયાત છે કે જો તે એક નિર્દોષને બચાવ્યો તો તે આખી દુનિયા ને બચાવી અને તે એક નિર્દોષને માર્યો તો તે આખી દુનિયાની કતલ કરી. ખરેખર આતંકવાદીનો કોઈ ધર્મ નથી તેથી એના ઉપર ધર્મનું લેબલ ના મારવું જોઈએ નફરત દિલમાં ના નાખવી જોઈએ ગન કંટ્રોલ વગર આ નફરત ને કંટ્રોલ કરવી અઘરી છે દર્શના કરંટ અફેર પાર વાત લાવી તો સારું થયું

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s