હળવે થી હૈયાને હલકું કરો.-9 રેણુબેન વખારિયા

બકુલા ઓ બકુલા ચા રેડી થઇ ગઇ​?​ રોજ સાવરે મોર્નીગ વૉક માંથી આવું એટલે મસ્ત માસાલા આદુવાળી મારી ચા તૈયાર જ હોય.આજે રસોડામાં કંઈ સળવળાટ ન દેખાણો​,​ મેં ફરી બુમ પાડી બકુલા​…ક્યાં ગઈ?​ પરંતુ એ હજી પથારીમાંથી ઉઠી જ નહોતી​,​ માંડ માંડ પથારીમાંથી બેઠી થઇ​,​ સીધી બાથરૂમ માં જ​ઈને ઊબકા કરવા માડી​,​ મને થયું કે કંઈક ખાવા ફેર થયો હસે​.​ એવું ત્રણ ચાર દિવસ ચાલ્યું​.
આમ જોવો તો એ મારી દીકરી જેવી,​બકુલા બાર વર્ષની હતી ત્યાંરથી મારા ઘરે રહેતી સમજો ને મારો હાથ વાડકો જે કામ શીખવાડો એ હોંશથી શીખી જાય​,​ મારે બે નાના બાળકો મહેમાન વાળું ઘર​,​ મુંબઈ ગામ એટલે કોઈ ને કોઈ તો હોયજ​,​ મારે બે જ દીકરા એટલે બકુલા મારી દીકરી જેવી જ. મારા બને દીકરા સાથે ખૂબ જ હળીમળી ગયેલી​,​ મા​રા​ એ ​(​પતિદેવ​)​ ને પણ ચા તો બકુલાના હાથની જ ભાવે​,​બકુલા માં વગર ની દીકરી અને બાપ ને પેરેલીસ!​ ​બેડ રીડીન​,​ બે નાની બહેન. સ્કૂલમાં કયારેય ગઈ જ નહોતી પરંતુ મારી પાસે ગુજરાતી લખતાં વાંચતા શીખી ગઈ હતી​,​ મારા છોકરાવ સાથે એ બી સી ડી પણ શીખે.
મેં મારા પતિને કહ્યું ​હમણાં હમણાં એ વધારે ફિકી લાગે​ છે​,જમવા બેસે એટલે ઉબકા કરે આમ ચાર પાંચ દિવસ ચાલ્યું એટલે મને મનમાં કંઈક શંકા ગઈ એટલે મેં પુછ્યું તારો પિરિઅડ​ ​બરાબર આવે છે​ ને ​? મને બરાબર જવાબ ન મળ્યો​.​ચહેરો ​કહેતો હતો કે ​કંઈક છુપાવી ર​હી છે.​ પરંતુ એ બોલી ન શકી​,​ મને પેટ માં ફાળ પડી.તુરંત મેં મારી ખાસ બેનપણી કલ્પના પેથીઓલોજીસ્ટ ને ફૉન કરી ને વાત કરી,આ કહે ક્લિનિક ચાલુ છે એનું યુરિન ટેસ્ટ કરવા આપી​ જાવ ​.સાંજે રિપૉર્ટ પોઝિટીવ આવ્યો​ ​અને મારા પર તો જાણે વીજળી પડી…..હું તો સ્તબધ બની ગઈ! how is થઈ possiable એવું બની જ કેમ શકે?. મારુ મન સ્વીકારવા તૈયાર જ નહીં !​ ​મારુ મન ભ્રમિત થઇ ગયું.અંતે મનને સમજાવ્યુ કે હવે ગુસ્સો કે અપસેટ થવાનો મતલબ નથી હવે એમાંથી રસ્તો કેમ કાઢવો ​એ વિચારવું પડશે,સાચી હકીકત જાણવા શાંત મને બકુલા ને સમજાવી ​પટાવી વાત કઢાવી પડશે.
વિગતથી વાત સાંભળ્યા પછી ​અનેક વિચારો આવી ગયા પરિણામ શું અવશે અને શું કરવું ?​.​મને મારો જ વાંક દેખાયો, નવરાત્રીમાં રોજ ગરબામાં જવાની છુટ આપી, મને થતું કે રમવા જેવડી છે ભલે રમવા​ ​જતી અને આવું ધાર્યુ ન હતું કે એવું પણ બની શકે! મેં બકુલા ને સમજાવી કે તુ છોકરાને અહીં બોલાવ, વાત કરીએ, છોકરો રિક્ષા ચલાવતો​ હતો, ​એ આવવા તૈયાર ન હતો.એણે બકુલાને કહું કે મારી ​માં ના પડે છે અને કહે છે કે એ છોકરી સાથે લગ્ન કરીશ તો ​એ બળી મરસે. મારા તો રાત દિવસ એક થઇ ગયા ચિંતા,ત​ણાવ શું કરવું સમજાતું ન હતું કુંવારી છોકરી માં બનશે તો સમાજ તેને પીંખી નાખશે​.​છોકરી નું ભવિષ્ય શું?​ ​શું કરવું​?​ મેં ફરી મારી બેનપણી કલ્પના ને ફોન ​કર્યો તે કહે તું દાદરમાં એક ક્લીનિક છે જ્યાં ઈલિગલ એબોર્શન કરે છે.એડ્રેસ શોધ્યું પણ મારુ માતૃત્વ તરફડી રહયું હતું કે કોઈ બાળક નો જીવ લેવાનો મને અધિકાર નથી,મારો માંહ્યલો રડી રહો હતો તો સામે આ છોકરી ની જીંદગી અને ભવિષ્ય નો વિચાર ! આ પાંત્રીસ વર્ષ પહેલા સમાજ ને બિલકુલ માન્ય ન હતું। હું પોતે પણ સ્વીકારી શકતી ન હતી. હું બકુલા ને લઇ ને ધડકતાં હૈયે હોસ્પિટલે પહોંચી,પહોંચતા જ મને ગભરામણ, ગૂંગળામણ થવાં લાગી. કેટકેલીએ છોકરીઓ અને સ્ત્રીઓ ને જોઇઃ અનોખી વેદના અનુભવી, ત્રણ ચાર કલાકના અંતે કહેવામાં આવ્યું કે એબૉરશન નહીં થઇ શકે,time વધારે થઇ ગયો છે અને સર્જરી કરવી રિસ્કય છે.બકુલા ને લઇ ને તુરંત ડામાડોળ હૃદય સાથે ઘરે પાછાં આવી.સોસાયટી માં ખબર પડશે તો? .કુંવારી છોકરી માં બનવાની છે તો જમીન અસમાન એક થઇ જશે આ બધું ક્યાં સુધી છૂપું છૂપું રહશે। પછી તો બકુલા ને સમજાવી કે ગમેતેમ કરી ને છોકરાં ને અહીઁ ઘરે બોલાવ, મારે મળવું છે. ઘણા પ્રયત્ન પછી આવ્યો અને એજ વાત કે એની માં બળી મરશે,આપઘાત કરશે. મેં કહ્યુ કે આ તારે પહેલા વિચાર કરવાનો હતો. હવે આ છોકરી શું કરશે? ક્યાં જશે ?તારું બાળક છે અને તારી જ જવાબદારી છે. ઘણી સમજાવટ પછી કોર્ટ લગ્ન કરવા તૈયાર થયો. અમે થાણા કોર્ટમાં ગયા ફોર્મ ભર્યુ પરંતુ ત્યાં પણ એ લોકો એ સમય તારીખ આપી,અમેં ફૉર્મ ભર્યુઁ પાંછા આવ્યાં પરંતુ મારુ મન શંકા કુશંકા,ચિંતા થી ઘેરાઈ ગયું કે છોકરો પાછો ફરી જશે તો?પરંતુ વિથ ગોડ બ્લેસ્સ કોર્ટે તારીખ આપ્યા મુજબ લગ્ન કરી લગ્ન સર્ટિફીકેટ લઈ લીધું. મને ખૂબજ હાંશકારો થયો ખુબ સારું લાગ્યું કે હવે આ કુંવારી માં નહીં કહેવાય. બકુલા ને લઇ ને મારા ઘરે જ આવ્યાં,છોકરો પણ આવતો જતો થયો.આ રિક્ષા ચલાવાતો, ફરી સમજાવ્યો અને કહયું કે તું ખોલી / ઘર લઇ લે હું તને મદદ કરીશ. ત્યાબાદ મેં મારા પતિ ને મદદ કરવા વાત કરી કરી તેને ખોલી લઇ આપી. રિક્ષાની આજીવિકા હતી પણ મૂડી તેની પાસે ન હતી, દીકરી જેમ અશ્રું ભીની આંખે વિદાય કરી અને હૈયે હાશકારો અનુભવ્યો.એક છોકરી અંધકારમાં ધકેલાઇ જતા બચી ગઈ ને તેનો ગ્રહસંસારઃ શરૂ થઈ ગયો. મને એ બે ત્રણ મહિના નો પ્રવાસે જિંદગી એ ઘણુ શીખવ્યું જાણે મારામાં ઘણું પરિવર્તન અનુભવ્યું.
મિત્રો ઘણીવાર માંહ્યલામાં ચાલતી કાયમી ચળવળ ને હૈયું ખોલી કહેવાથી માણસ હળવો થઇ જતો હોય છે.વાત તમારી હોય કે મારી પણ હળવેકથી હૈયાને હલકી કરજો કદાચ તમારી કોઈ વાત તમારી સાથે બીજાને માર્ગ સુજાડી હળવાશ અનુભવશ

રેણુબેન વખારિયા

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in ચિન્તન લેખ, નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા, માહિતી લેખ, હળવે થી હૈયાને હલકું કરો... Bookmark the permalink.

12 Responses to હળવે થી હૈયાને હલકું કરો.-9 રેણુબેન વખારિયા

 1. Subodh Trivedi says:

  બહુ સરસ વાત. આપણામાં એક વાત છે કે દુઃખ જો share કરવામાં આવે તો એમાં થી રસ્તો નીકળી જાય અને તેની તીવ્રતા ઘટી જાય. સરસ નિરૂપણ કર્યું છે. ધન્યવાદસુબોધ ત્રિવેદો વષાઁ ત્રિવેદો 

  Sent from Yahoo Mail on Android

  Like

  • Pragnaji says:

   ભાઈ અહીં બધા પોતાનું હૈયું હળવું કરે છે આ આપણી બેઠકના રેણુબેન વખારિયા એ લખી મોકલાવેલ છે એટલે શુભેચ્છાના હકદાર રેણુકાબેન છે એમણે પહેલીવાર જ કલમ ઉપાડી છે પણ સંવેદના ને સરસ ઉપસાવી છે. આપણી પાસે જો કોઈ આવી વાત હોય તો લખી મોકલશો Thanks for comments.

   Like

 2. Jayvanti Patel says:

  Saras vaat Lakhi Che! This happens to many people and they don’t know what to do!!

  Like

 3. રેણુબહેન ખૂબ સરસ રજૂઆત કરી છે.હંમેશા લખતા રહો તેવી શુભેચ્છા….

  Like

 4. geetabhatt says:

  રેણુબેન ! સરસ શરૂઆત કરી ! વાર્તાની અને લખવાની ! પ્રસંગ પણ ઘણો નાજુક લીધો .. બધાંજ યુવાનોને તમારાં જેવા માર્ગદર્શક મળે તો દુનિયાથી અડધાં પ્રશ્નો હલ થઇ જાય ! As they say :good beginning never ends ! Keep writing .. waiting for the next one!

  Liked by 1 person

 5. Tarulata Dipak Mehta says:

  અભિનન્દન રેણુકાબેન , ખૂબ લખો। દિલની વાતો સોને ગમશે.

  Like

 6. Kalpana Raghu says:

  રેણુબેન, તમારો article માનવતાની મિસાલ પૂરવાર કરે છે.સમાજને સારી અને સાચી સીખ મળશે.આમાં હૈયું હળવું કરતાં તમારું કરેલું ઉમદા કાર્ય દાખલો બનીને અન્યની જિંદગી બનાવે અને ઉજાળે તે મહત્ત્વનું કહી શકાય.આવી વાતો share કરવી સારી.અભિનંદન તમને અને પ્રજ્ઞાબેનને! તમે કલ્પનાને યાદ કરી, ગમ્યું.

  Like

 7. sapana53 says:

  રેણુબેન સરસ લેખ લખ્યો અને તમારા જીવનનો યાદગાર પ્રસંગ ખરેખર એક છોકરીને સમાજમાં મા નું સ્થાન અપાવ્યું અને એ પણ માનભેર। એ એક ઉમદા કાર્ય કર્યું। બકુલાએ દિલ હળવું કર્યું એટલે માનભરી જિંદગી મેળવી। લખતા રહેશો

  Like

 8. જીવનમાં ક્યારેકે એવો સમય આવતો હોય છે ત્યારે હૈયા ઉલકત અને હામ રાખવી જ પડે . બકુલાના સંજોગો એવા હતા કે જેમાં હામ-હૈયા ઉલકતની સાથે પુરેપુરી સમજદારી અને ધીરજ રાખવી જ પડે.
  બકુલાના જીવનમાં આનંદભર્યો ઉજાસ રેલાવવા અને એ નાજુક વાતને આમ મુકી એક નવી દિશા દર્શાવી છે. અભિનંદન રેણુકાબેન.
  લખવાની શરૂઆત કરી એ પણ સરસ વાત …
  લખતા રહેજો.

  Like

 9. નિરંજન મહેતા says:

  રેણુબેન, અભિનંદન. સરળ ભાષામાં વાત કહેવી એ એક આવડત છે. આપનો આ પ્રયાસ જોઇને થોડુક સૂચન કરવા ઈચ્છું છું. આશા છે કે તે યોગ્ય અર્થમાં લેશો.
  લેખમાં જોડણીદોષ દેખાય છે. આ સુધારવા જોડણીકોશનો ઉપયોગ કરશો તો વાચકોને વાંચવામાં સરળતા રહેશે. આ માટે તમે gujaratilexicon.comનો પણ સહારો લઇ શકો છો. અમુક શબ્દો પણ યોગ્ય ન લાગ્યા કારણ બોલવામાં અને લખવામાં ફરક હોય છે. દા.ત. છોકરાવ નહીં પણ છોકરાઓ લખાય. જોવો નહીં પણ જુઓ લખાય.
  ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દોના યોગ્ય પર્યાય છે એટલે બને ત્યાં સુધી લખાણમાં અંગ્રેજીને બદલે ગુજરાતી શબ્દો વાપરશો કારણ આપણા આ બ્લોગનો ઉદ્દેશ્ય ગુજરાતી ભાષાને સમૃદ્ધ રાખવાનો છે. આવા પર્યાય gujaratilexicon.com પરથી પણ મળી શકશે.
  એક અન્ય વાત. એક સરખું ન લખતા નાના ફકરામાં વાત મુકશો તો તે સુવાચ્ય બની રહેશે.
  આપ લખતા રહેશો.

  Like

 10. Pragnaji says:

  thank you she is first time typing and writer…so computer typing problem

  Like

 11. Renu Vakharia says:

  Thanks 🙏 every one for guidance and encouragement.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s