પ્રેમ પરમ તત્વ : 35: કરુણા એટલે પ્રેમ : સપના વિજાપુરા

પ્રેમ એટલે શું ફક્ત રોમાન્સ  છે? પ્રેમ એટલે શું ફક્ત શારીરિક સંબંધ  છે કે ફક્ત અપેક્ષાઓને  પ્રેમ કહેતા હશે.કેપછી જરૂરિયાતનું નામ પ્રેમ આપેલું હશે. એક બીજા વગર ચાલે નહિ એકબીજાનું ધ્યાન રાખવું એકબીજાને સહારો આપવો અથવા એકબીજાની કેર કરવી એનું નામ પ્રેમ હશે! પ્રેમનો ગુઢાર્થ જાણવા કેટલાય પંડિત થઇ ગયા પણ પ્રેમ  શું છે એની સાચી વ્યાખ્યા હજુ સુધી સો ટકા સાચી આપી શક્યા નથી.
 એક એવા  પ્રેમની વાત કરીએ। જી હા એનું નામ છે લુક મિકલસન. જે  સી. એન. એન. ના હીરો બની ગયા છે. દુનિયામાં નેક કામ કરવા માટે ઘણાં  રસ્તાઓ છે. કોઈ ભુખ્યાને ખોરાક પહોંચાડે છે, કોઈ રહેવા માટે ઘર બાંધી દે છે, કોઈ મેડિકલ સેવાઓ આપે છે. કોઈ લેપ્રસી માટે કામ કરે છે. આ દુનિયા આવા અનેક હીરો થી ભરેલી છે. અને તેથી  કદાચ ઈશ્વર આરામથી સૂતો હશે કે બધા બંદા ને કામ પર લગાડી દીધા છે. બધા પોતાના ભાગનું કામ ખૂબ   પ્રમાણિકતાથી નિભાવે છે.

લુક પણ એમાંનો એક ફરિશ્તો છે જે ના દિલમાં એક સુંદર વિચાર આવ્યો. એ ખૂબ  મોટી પોસ્ટ પર  હતો. અને ખૂબ પૈસાબનાવતો હતો. પણ એક નાની વાતે એની જિંદગી બદલી નાખી. જી હા લુકને ખબર પડી કે કોઈ પોતાની નજીક રહેતા કુટુંબ પાસે માંડ માંડ એટલા પૈસા છે કે એ ટેબલ પર ખાવાનું લાવી શકે અને પહેરવા માટે થોડા કપડા આપી શકે પણ પથારીમાં સૂવું એ એમના માટે વૈભવ હતો જેને પૂરો પાડવા  એ લોકો પાસે પૈસા ના હતા.
એક સાંજે એ વિચારમાં પડી ગયો અને શું એક સુવા માટે પથારી હોવી એ આટલી બધી અઘરી છે. એણે  એક બંક બેડ બનાવી અને બાજુમાં રહેતી દીકરીને આપી જેની પાસે થોડા પક્ષીના માળા જેટલા કપડાં હતા જે બિછાવીને એ સૂતી હતી. જ્યારે લુકેએને બંક  બેડ પહોંચાડી તો એ બેડને એટલી જોરથી ભેટી પડી કે છોડવા જ માગતી નહોતી.
બસ હવે એના દિલમાં વાત બેસી ગઈ કે ઊંઘવા માટે પથારીની કેટલી આવશ્યકતા છે.એમની આસપાસના લોકોમાં આ જરૂરિયાત ખુબ વ્યાપક પ્રમાણમાં હતી. એમના માટે આ પ્રસંગે  આંખો ખોલી દીધી. અને એમને ” સ્લીપ ઈન હેવનલી પીસ ” સંસ્થાની સ્થાપના કરી. જે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. આ સંસ્થા બાળકો માટે બંક બેડ બનાવે છે અને બાળકો સુધી પહોંચાડે છે.
લૂક  મિકલસન આઇડોહો યુ. એસ. એ. માં જન્મેલા છે અને એકતાળીસ વરસનાં છે. એક કૌટુંબિક  માણસ છે.ચર્ચમાં પણ જાય છે. અને લુક બાળકોને સ્પોર્ટસની ટ્રેનિંગ આપતા અને નદીએ બાળકોને ફિશિંગ માટે પણ લઇ જતા પણ જ્યારે એમને જોયું કેઆ બાળકો જમીન પર સૂઈ જાય છે ત્યારે એમણે નક્કી કર્યું કે એમની વેલપેઈડ જોબ છોડી એ બંક  બેડ બનાવશે અને બાળકોને પથારી પહોંચાડશે.
પોતાની દીકરીની બંક બેડ ને મોડેલ રાખી  લુકે લાકડા ખરીદવાનું ચાલુ કર્યું અને પોતાના પૈસા ખર્ચી આ પથારી બનાવવાનું ચાલુ કર્યું. એમને મિત્રો અને કુટુંબીજનોની મદદ લીધી. અને વાત વાયુ વેગે ફેલાઈ ગઈ અને બીજી મદદ પણ મળવા લાગી.
સૌ પ્રથમ  2012 માં એમને પોતાના ગરાજમાં અગિયાર પથારી બનાવી. બીજા વરસે 15 અને પછીના વરસે  ડબલ બનાવી અને પછી તો હર વર્ષે વધતી  ગઈ.2017 માં  612 પથારી બનાવી. પછી એમણે તાલીમ અને અભ્યાસક્રમ અને નિર્માણ અને માર્ગદર્શિકા પણ બનાવી જેનાથી આખા દેશના લોકો આ કાર્યમાં ભાગ લઇ શકે. આના 65 પ્રકરણ  છે.આ ચળવળમાં લોકો જોડાયા અને ” અમારા નગરમાં કોઈ પણ બાળક જમીન પાર નહિ સુવે” આ મોટો બનાવ્યો.
લુક મિકલસને આખા અમેરિકામાં વેબસાઈટ દ્વારા આ ચેપી ભલાઈનું કામ ફેલાવી દીધું છે. અને હજારોની સંખ્યામાં સ્વયંસેવક આ કામ વગર પગારે કરી રહ્યા છે અને મોટા પ્રમાણમાં બંક  બેડ ડોનેટ કરી રહ્યાં છે.
સલામ છે લુક મિકલસન ને જેણે  પ્રથમ  બીડું ઝડપ્યું કે કોઈ બાળક જમીન પાર નહિ સુવે. પ્રેમની વ્યાખ્યા અહીં શું આપવી એ અહીં સમજાતું નથી. શું કોઈ માટે પોતાની ઊંચા  પગાર વળી જોબ છોડી દેવી એ શું પ્રેમ નથી? જે પ્રેમ સ્વાર્થ રહિત છે અને જેમાં ફક્ત આપવાની ભાવના છે. એમને આ નેક કામ માટે કોઈ જન્નતની આશા નથી, કે કોઈ મોટા ઈનામની આશા નથી એમનું મહેનતાણું બાળકના ચહેરા પરનું સ્મિત છે. એના દિલમાં કરુણા છે, દયા છે.આ એક પ્રેમનો શ્રેષ્ઠ પ્રકાર છે.ક્યારેક છીછરા પ્રેમની વાતો કરતા કૈક કરી બતાવવાની ભાવના તમને પરમ સુધી લઇ જાય છે. ત્યારે મુખમાંથી નીકળી પડે છે કે પ્રેમ આનું નામ છે !!
સપના વિજાપુરા

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.
This entry was posted in ચિન્તન લેખ, સપના વિજાપુરા, Uncategorized. Bookmark the permalink.

5 Responses to પ્રેમ પરમ તત્વ : 35: કરુણા એટલે પ્રેમ : સપના વિજાપુરા

 1. geetabhatt says:

  Interesting!Very nice topic! Very noble thought ! It looks like you are expanding yr horizon on Love ! Congratulations !

  Like

 2. Pragnaji says:

  very nice thought itself

  Like

 3. Kalpana Raghu says:

  સપના બેન, તમારા આ પરમ સુધી લઇ જનારા પ્રેમની વાત ગમી!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s