પ્રેમ પરમ તત્વ : 35- વરસાદ -સપના વિજાપુરા

ટીપ ટીપ બરસા  પાની વરસાદની ઋતુ એટલે પ્રેમની ઋતુ. વરસાદ વરસે  એટલે પ્રેમીની યાદ હ્દયમાં અંગડાઈ લે. જે યાદનેજે સ્મરણ ને અભરાઈએ ચડાવ્યા હોય તે ખબર નહીં ક્યાંથી ટપકી પડે. અને જો એ પ્રેમી તમારી પાસે હોય અને જો તમે પ્રેમીનીબાહોમાં હો.મીઠી મીઠી માદક ધરતીની સોડમ અને પ્રિયાનો હાથ તમારા હાથમાં હોય તો પછી જોઈએ શું? જન્નત અહીં  છે અહીં  છે એમાં કહેવાનું મન થઇ જાય. હિન્દી મુવી એ આ વરસાદ ઋતુને એટલી માથે ચડાવી દીધી છે કે જયાં  સુધી હિન્દી મુવીમાં એક ગીત વરસાદમાં ના હોય તો મુવી હિટ ના જાય અને મુવીમાં કાંઈ દમ નથી ત્યાં સુધી વાત પહોંચી જાય.

પણ મારે ઈશ્વરની કૃપા, ખુદાની રહેમતની વાત કરવી છે. હા, પ્યાસી ધરતી પર પાણીની બુંદ પડે અને અને છમ કરીને અવાથાય અને સૂકી ધરતી હરિયાળી બની જાય એ ખુદાની રહેમત  છેનેઘણીવાર આપણે કુદરતની મહેરબાનીને ખૂબ  સહભાવે સ્વીકારી લેતા હોઈએ છીએ. પણ આ રહેમત કેટલી મોટી છે એ ત્યારે ખબર પડે છે જ્યારે દુકાળ પડે છે. ખેડૂત ઝીણી આંખો કરી આસમાન તરફ તાકી રહે છે. અને વાદળાં ટોળે  મળીને પછી વિખેરાઈ જાય ત્યારે ખેડૂતના દિલની ઉદાસી એ ખેડૂત  જાણે  છે. આધુનિક ટેક્નોલૉજી  માં હવે પાણીનો સંગ્રહ થઇ જાય છે. પણ એ સંગ્રહ કરવા માટે પણ વરસાદની જરૂર પડેછે.

જો વરસાદ ના હોત તો? જો ઈશ્વરે આ વ્યવસ્થા આપણા માટે ના કરી હોત  તો?  આવા સવાલ થી રૂહ કંપી જાય છે.પણઈશ્વર એવો દયાળુ છે જેની દયાની સીમા નથી. ધરતી પર ચાહે કેટલા પાપ થતા રહે પણ ઈશ્વર પોતાનો સ્વભાવ છોડતો  નથી. વરસાદ વરસે  છે અને ધરતી લીલુડી સાડી પહેરીને મટકતી રહે છે. બાગમાં બહાર આવી જાય છે. ફૂલો ખીલી ઉઠે છે. રસ્તાઓ વૃક્ષ ધોવાઈ ને સાફ થઇ જાય છે. ખેતરોમાં પાક લચી પડે છે અને ખેડૂત મીઠાં ગીતડાં ગાઈને બળદને વહાલ કરે છે. ધરતી સુનેહરી , અંબર નીલા, હર મૌસમ રંગીલા  ઐસા દેશ હૈ મેરા, બોલે પપીહા કોયલ ગાયે  સાવન ઘીર આયે ઐસા દેશ હૈ મેરા.

આકાશ જ્યારે વાદળથી ઘેરાઈ જાય અને ધરતી તરબોળ થઇ જાય પ્રેમી એકબીજાની સોડમાં ભરાઈ જાય અને કેટલાક ફક્ત ચડ્ડી પહેરેલા બાળકો વરસાદની મો માણે ટપ ટપ  પાણીની બુંદના અવા કાનોમાં અમૃત ઘોળી  જાય અને બા ના હાથના ભજીયા ખાવા મળે. ઉફ આવું  સરસ દ્રશ્ય જોવા મળી જાય!

ઈશ્વરે આપેલી આ અસીમ ભેટને આપણે કાળજી રાખી સાચવવાની છે. પાણી  કે વરસાદ ફક્ત જોવાથી ખૂબસુરત લાગે છે એટલું  નહીં  પણ આ પાણી જીવનની જરૂરિયાત છે. એવું કહેવામાં આવે છે કે બે હજાર ત્રીશ સુધીમાં ધરતી પર પાણીનીખૂબ સમસ્યા ઊભી થવાની છે. વરસાદના પાણીનો સંગ્રહ કરી એને ભવિષ્યમાં ઉપયોગમાં લઇ શકાય.પાણી જે જીવનનું અમૃત છે જેના વગર જીવન શક્ય નથી. એ પાણીનો બગાડ કરવો વેસ્ટ કરવો એ ભયંકર અપરાધ છે. પાણીને જીવની જેમ સાચવોઅને પાણીને પ્રેમ કરો. એ માનવ જાતી  ઉપકાર કરવા બરાબર છે. જળ હૈ તો જહાં હૈ. આમ તો પ્રકૃતિના દરેક સર્જન પર પ્રેમછે. પણ વરસાદ અને પાણી પ્રત્યે વિશેષ પ્રેમ આવે છે. કારણકે  કવિ માટે વરસાદની ઋતુ પ્રત્યે ખાસ પ્રેમ હોય છે.આ વરસાદની ઋતુ પર ઘણાં ગીત અને  ઘણી ગઝલ લખાય છે.  પ્રેમના અનેક રૂપ છું. વરસાદ એમાનું એક રૂપ છે. જેનાથી મને પરમ પ્રેમ છે. કવિ રમેશ પારેખનિ બે પંક્તિ યાદ આવી ગઈ.

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

સપના વિજાપુરા

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.
This entry was posted in ચિન્તન લેખ, સપના વિજાપુરા, Uncategorized. Bookmark the permalink.

2 Responses to પ્રેમ પરમ તત્વ : 35- વરસાદ -સપના વિજાપુરા

  1. Bharat S. Thakkar says:

    તમે વરસાદની વાત કરી એના અનુસંધાન લખાયેલી એક કવિતા નીચે પ્રમાણે. વાંચો અને આનંદો એ આશા સાથે ભરત ઠક્કરના વંદન.

    વરસાદી સંવનન

    મધરાતે શરુ થયો વરસાદ જરી જરી.
    મુશળધાર રોક્યો ના રોકાય કેમે ય પછી.
    દારૂ પીધેલ હાથી જેવો વરસાદ ઘડી ઘડી
    ઝાડ, પાન, નદી-નાળાં, ટેકરીઓ ઓળંગી,
    છાપરાં પર કૂદકા ભૂસકા મારે વળી વળી.
    મધરાતે શરુ થયો વરસાદ જરી જરી.

    મધરાતે શરુ થયો સંવનન સ્નેહ-સંવાદ,
    જેમ વરસાદ વર્તે એમ સંવનન ધપતો જાય.
    આક્રમણ નહીં પણ ઋજુ વિવેકી વિનિમય,
    ના કશી ઉતાવળ, સમય, સમય ને સમય,
    આંખોનો વ્યવહાર, ના કોઈ વાદવિવાદ.
    મધરાતે શરુ થયો સંવનન સ્નેહ-સંવાદ.

    મધરાતે કરી ઉતાવળ પ્રભાતના ભણકારે,
    સૂરજના ઘોડા હણહણ્યા સૂરજના ઈશારે.
    વરસાદ ઝરમર, સંવનન પણ શમી ગયો.
    જગત જાગે ત્યાં સમયનો હવે અભાવ થયો.
    વરસાદ સંવનન ભેગા મળે વહેલી સવારે,
    મધરાતે કરી ઉતાવળ પ્રભાતના ભણકારે.

    ભરત ઠક્કર.

    Like

  2. Kalpana Raghu says:

    પ્રેમ માપસરનો સારો.વરસાદ પણ માપનો જ સારો! અત્યારે અતિ વરસાદથી ભારતમાં શી હાલત છે!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s