હળવે થી હૈયાને હલકું કરો.-૭

       એક માં અને સ્ત્રીમાં ઘણો ફર્ક હોય છે. હું જયારે ગર્ભવતી હતી ત્યારે અમારે ત્યાં કામ કરતી કામવાળી બાઈ પણ ગર્ભવતી હતી. તમને થશે આમાં શું નવાઈ જેવું કહેવાય ? પણ આ વાત મારે ખાસ કહેવી છે હું ગર્ભવતી છું એની ખબર મને ખુબ વિચિત્ર સંજોગોમાં થઇ માટે આ એક વિસ્ફોટ જેવા સમાચાર હતા ત્યારે મારી ઉંમર ૫૫ વર્ષની હતી.ત્યારે માત્ર મારી કામવાળી નહિ મારી દીકરી પણ મારી સાથે ગર્ભવતી હતી.
          તે દિવસે હું મારી દીકરીને પ્રેગ્નેન્સીના રૂટીન ચેકપ માટે લઇ ગઈ હતી. મારે ગાઇનેક ડૉ. પાસે હતી એટલે મેં મારા પ્રોબ્લેમ માટે મારું પણ ચેકઅપ કરાવ્યું મેં કહ્યું હું હવે મોનાપોઝ ના સ્ટેજમાં છું માટે દર મહિને માસિક આવતું નથી.બીજે દિવસે ડો. મને બોલાવી અને કહ્યું રીપોર્ટે તમને ગર્ભવતી જાહેર કરે છે!. શું?…. અને મને પાંચ મહિના ચડી ગયા છે….ના હોય ..આ ઉંમરે જયારે મારી દીકરી માં બનવાની હતી ત્યારે હું પણ બાળકને જન્મ આપીશ, આ વાત મારું મન સ્વીકારતું તૈયાર નહોતું. મને ખુબ શરમ આવી.હું ખુબ જોર જોરથી રડી પડી ડો. પાણી આપી શાંત પાડી પણ મન જાણે અસ્થવ્યસ્થ થઇ ગયું. 
            મારી દીકરી મારે ત્યાં ડીલીવરી કરવા મારે ત્યાં આવવાની હતી, અમારા બંને નો ડીલીવરી સમય પણ સરખો જ હતો. હવે શું ? રોજ હું રડતી, ગર્ભપાત પણ કરાવો શક્ય નહોતો.હું અંદરને અંદર ખુબ સોસવાતી, ડૉ. કહ્યું કે બાળક કદાચ નોર્મલ નહિ હોય.તો અમે એને કઈ રીતે મોટો કરશું એ વિચાર માત્ર મને ધ્રુજાવી જતો હતો.બહાર જતા મને સંકોચ થતો, અને જતી તો પણ નીચી મૂંડીએ બેસું,કોઈ સાથે આંખો ન મિલાવું, ડરલાગતો કે કોઈક એવો ઉલ્લેખ કરશે તો મારાથી ધ્રુસ્કો મુકાઇ જાશે.
            ડો.પાસે જતી ત્યારે ખાસ મારી કામવાળીને લઇ જતી એ પણ ગર્ભવતી હતી એનો પતિ એને ખુબ મારતો માટે હું કાળજી લેતી પણ બીજું કારણ એ પણ હતું કે ડો. પાસે એની સાથે જતી જેથી મને કોઈ શંકાની નજરે ન જોવે. હું ખુબ રડતી, મારી કામવાળીને હજી તો શરૂઆતના દિવસો હતા પણ ડો.કહ્યું તારે બાળક ન જોઈતું હોય તો ગર્ભ પડાવી લે,આ બાળક નબળું આવશે તો તેનો ઉછેર કેવી રીતે કરીશ કદાચ માનસિક રીતે પણ નબળું હશે પણ તેણે ડૉ.ને ના પાડી,તકદીર પણ જોવો? મારે ગર્ભ પડાવો હતો તો ડૉ. ના પાડતા હતા અને ડૉ.એને ગર્ભ પડવાનું કહેતા હતા તો એ ના પાડતી હતી.મેં મારી કામવાળીને પુછ્યું કે તું કેમ ના પાડે છે.તારો પતિ દારૂડિયો છે આ બાળક તારા માટે બોજો બનશે અને ડો.નું કહેવું છે કે તારા બાળકનો સ્વસ્થ વિકાસ થયો નથી. આવી પરિસ્થિતીમાં એ વિચારવું જરૂરી છે.
       હું જાણતી હતી એબોર્શન દરેકનો એક અંગત મામલો છે. એબોર્શનનો નિર્ણય લેવો એક સ્ત્રી માટે આસાન હોતો નથી. તેનાથી સ્ત્રીના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. અને આમ જોવા જઈએ તો હું પણ બાળકને જન્મ આપવા માનસિક રીતે તૈયાર ક્યાં હતી? સમાજના ડરે અને શરમે મને કોરી ખાતી હતી.
મારી બાઈ બોલી શું તમે વિચારી શકો છો કે  બાળક અજાણતા જ તેની માતાની કોખમાં જ દુઃખદ મૃત્યુ પામે? તો તે માતા પર શું વિતતી હશે ? શું તમે વિચારી શકો છો કે જે માસૂમ બાળકની ધડકન હજી શરૂ જ થઈ છે અને જેનો જન્મ પણ નથી થયો એ જ બાળકને જ્યારે તમે મોતને ઘાટ ઉતારી દો છો તો એ બાળક પર શું વિતતી હશે ? ગર્ભપાત કોઈ સામાન્ય વસ્તુ નથી, પણ ખૂબ જ વધુ દુઃખદાયક પ્રક્રિયા છે બોન, જેમાં માતા વલોવાઈ જાય છે,  બાળકની જેનો ધબકાર હજી ચાલી રહ્યો છે, જેની સંભાવના ચાલી રહી છે, તે બાળક જે હવે માતાની કોખમાં મોટું થઈ રહ્યું છે, આ દુનિયામાં પણ આવ્યું નથી, તે માસૂમથી બાળકની કોખમાં જ હત્યા ? એ હત્યાની ગુનેગાર હું નહિ બનું બોન. મારી કામવાળી બાઈએ કરેલી વાત મને કંપાવી ગઈ.આખી રાત  હું સુઈ ન શકી મારી આંખો સ્તબ્ધ અને વાચા નિશબ્દ બની,હું  માત્ર વિચારતી રહી.
    મારી દીકરીને બાળક આવવાનું હતું,નાનીબનવાનો,ઉત્સાહ,આનંદ,તરવરાટ,ઉમળકો જાણે બધું ઓસરી ગયું, હું માત્ર મારા આવનાર બાળક માટે વિચારવા માંડી.મારો એ પાંચ મહિનાનો ગર્ભ કોઇ માંસનો ટુકડો કે નિર્જીવ વસ્તુ નથી,એ વિચાર માત્રથી આંસુ ટપકવા માંડ્યા,મારા જ અવાજો મને સંભળાયા એને હું મારી જાતને જાણે હત્યારી માની બેઠી.બસ ..બસ ..મેં જોરથી કાન બંધ કરી દીધા..એબોર્શન આટલું ભયાનક અને આટલું કંપાવનારૂ હોય શકે એનો અહેસાસ એ રાત્રે મને થયો .
              બીજે દિવસે મેં કામવાળીને પૂછ્યું તે શું વિચાર્યું એણે એક વાત તો એવી કરી કે મારા હૃદયમાં સોસરવી ઉતરી ગઈ.મને કહે બોન બધા જીવ આ દુનિયામાં પ્રમુની મરજીથી આવે છે અને જાય છે. એના કામમાં ડખલ કરનારા આપણે કોણ ?મારા બાળકને પોષવાની જવાબદારી પણ આ ઉપરવાળાની છે.હું આ એક અભણ સ્ત્રીની હિમંત ને દાદ આપવા માંડી કે આ સ્ત્રી મારા કરતા વધુ બહાદુર છે. જયારે હું ભાગવાની કોશિશ કરું છું.ત્યારે આ જિંદગીને કેટલી સહજતાથી સ્વીકારે છે. વાસ્તવિકતાનો સ્વીકાર મારે પણ કરવો જોઈએ,હાર માની લેવી બહુ જ સહેલી છે પણ અહી તો હારમાં પણ મને સજા દેખાતી હતી હું મારી જાતને જ સજા આપતી હતી એક માં પોતાના બાળકની હત્યા કઈ રીતે કરી શકે?મા એટલે મમતાની,સમતાની,ત્યાગની અને પવિત્રતાની મૂર્તિ!મેં વસ્તવિકતાને સહજતાથી સ્વીકારી ફરી એક વાર જીવંતતાથી જીવવાની ઈચ્છા સાથે મેં નિર્ણય લઇ લીધો હું મારા બાળકને જન્મ આપીશ.
               વાતનો સ્વીકાર જિંદગીના કેટલા મોટા કોયડા ઉકેલી દે છે એની મને ત્યારે ખબર પડી
(મિત્રો હ્રદય ને હળવું કરવાથી આપણે તો હળવા થઈએ છીએ પરંતુ આપણી સંવેદનાઓ જયારે કોઈકને ક્યાંક સ્પર્શી જાય ત્યારે એમાંથી જે પ્રગટે છે તે માનવીના જીવનને વસંત જેવો આનંદ આપે છે.વિષાદ માનવીને અવાક કરી નાખે વાચા આપવી જરૂરી છે, એવી વાત હોય કે એવી ક્ષણ હોય જો તમારી જીંદગીમાં આવી હોય  તો જરૂર થી જણાવશો અમે નામ વગર જરૂરથી મુકશું.)  
પ્રજ્ઞા દાદ્ભાવાળા

1 thought on “હળવે થી હૈયાને હલકું કરો.-૭

  1. Pingback: હળવે થી હૈયાને હલકું કરો.-૭ પ્રજ્ઞા દાદ્ભાવાળા | વિજયનું ચિંતન જગત-

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.