વાત્સલ્યની વેલી ૩૮) ઉચ્ચ ગુણવત્તાનું પ્રમાણ પત્ર NAEYC

ઉચ્ચ ગુણવત્તાનું પ્રમાણ પત્ર NAEYC

અમે જયારે નાના હતાં ત્યારે અમારાં પિતા – નાનાકકાકા – કહેતા કે પ્રશ્નો તો જીવનમાં આવશે જ ; તમે એનો કેવી રીતે સામનો કરો છો તે મહત્વનું છે! એમણે ગાંધીજીનો દાખલો આપેલો : શરમાળ પ્રકૃતિના ગાંધીજીહોવા છતાં , આફ્રિકામાં , એમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી પણ જયારે એમને ગાડીમાંથી ઉતારી પાડ્યા એટલે એમણે એનો વિરોધ કર્યો અને એ પ્રશ્નનું નિરાકરણ એ કેવી રીતે લાવ્યા તે આપણને ખબર છે!

“નાના માણસો ( ગરીબ લોકો ) ને નાના રસ્તા ના બતાવો ,પણ એમને સાચી દિશા બતાવો જેથી તેઓ કાયમ માટે પ્રશ્નનો ઉકેલી શકે” સ્વામી સચ્ચિદાનંદજી જેઓ આધુનિક ક્રાંતિકારી વિચારો ધરાવે છે તેઓ પણ એવું જ કહે છે; ‘ગરીબોને ભીખ આપવાને બદલે કામ આપો ! એટલે એ કાયમ માટે ગરીબાઈમાંથી મુક્ત થઇ જાય .એમને સાચો રસ્તો બતાવો!’

અને આ વિષય ઉપર ઘણું ઘણું લખી શકાય. પણ વાત્સલ્યની વેલીની કોલમમાં બાળકો સાથેના સાડા ત્રણ દાયકાના મારા અનુભવોમાં આ પ્રકારના નાના મોટા પ્રશ્નો ઉભા થતા ઉકેલ વેળાએ ઉર્ધ્વ જીવન માટેની મારી હોંશની વાત આજે લખવી છે!

એ વર્ષોમાં – એટલે કે બે દાયકા પૂર્વે – જીવન મઝદારે પિસ્તાલીસ – પચાસની ઉંમરે અનેક દિશાઓમાં એટલે કે હેલ્થ ,વેલ્થ , સોશ્યલ ,ઈમોશનલ એમ અનેક મુશ્કેલીઓનો સામનો કરવામાં એક વધુ સમસ્યા ઉભી થઇ:

લકિશા નામની એક ( અશ્વેત) ટીચરે અચાનક જ બે અઠવાડિયાની નોટિસ આપી!

મેં પણ એને રોકવાની કોશિશ ના કરી કારણકે એ મન મૂકીને ( કે મન દઈને ) બરાબર કામ કરતી નહોતી ! એ નાની નાની વાતમાં કાંઈક એવા નિયમો મને સમજાવે કે જે કદાચ સાચા નિયમ હોવા છતાં મને અવાસ્તવિક લાગતા હોય!! દા.ત . ડે કેર સેન્ટરના નિયમ પ્રમાણે અમે લંચ વેળાએ બાળકોને બધું જ એક સાથે પિરસી દઈએ ,પછી એમને જે ના ભાવતું હોય( સેલડ, બોઈલ વેજિટેબલ્સ ) એ બધું હું જયારે બાળકોને પટાવી ફોસલાવી ખવડાવવાનું કહું તો એ એનો વિરોધ કરે; ‘ બાળકોને જે ખાવું હોય તે ખાય , આપણા વિચારો એમના ઉપર લાદી શકાય નહીં!’ એ કહે. You can’t ask children what to eat; they will eat what their body tells them to eat !

હા, અમારા ડે કેર સેન્ટરમાં બાળકોને અમે ફ્રી ટાઈમમાં રમવા માટે યોગ્ય વિકલ્પો આપીએ, પણ જમતી વખતે ચમચી આ રીતે જમણા હાથે પકડવી કે લખતી વખતે પેન્સિલ બે આંગળી અને અંગુઠા વચ્ચે રાખવી (જમણા હાથે) એવું શીખવાડવાનું નહીં? શું બાળકે બધું એની મરજી પ્રમાણે કરવાનું ? એને યોગ્ય દિશા બતાવવાની શું અમારી શિક્ષક તરીકેની ફરજ નથી?

“આપણું આ બાલ સંભાળ કેન્દ્ર છે,આપણે બાળકોને સાચવવાનાં છે. એ લોકો જમોડી બને કે ડાબોડી ; વેજિટેબલ ખાય કે માત્ર મુખ્ય ડીશ ( નોન વેજ ) ખાય તે શીખવાડવાનું આપણું કામ નથી!!” એ દલીલ કરે .

મને ત્યારે સમજાતું નહીં, પણ આજે સમજાય છે કે એ બે સંસ્કૃતિ સાથેની ભાંજગડ હતી ! આપણે આપણાં સંતાનોને પટાવી,ફોસલાવીને સારી ટેવો પાડવા પ્રયત્ન કરીએ. એક્ચ્યુઅલી ,આપણે જૂની આદતો મુજબ બાળકને એક ઢાંચામાં ઉછેરવા પ્રયત્ન કરીએ . એમાં મહેનત હોય, એમાં ધીરજ રાખવી પડે! એ માટે સમય પણ આપવો પડે! પણ અહીં કોઈની પાસે ટાઈમ નથી ! ( જો કે આપણે ત્યાં હવે એવું જ થવા માંડ્યું છે!) પણ આવી ઝીણી ઝીણી વાતોથી એ નોકરી છોડી રહી હતી.

મેં એની અરજી મંજુર કરી, પણ એની પાસેથી એક્ઝીટ ઇન્ટરવ્યૂ પણ માંગ્યો:

‘ જતાં જતાંપ્રામાણિકતાથી મને તારા અભિપ્રાય આપ! ‘મેં જણાવ્યું .

પણ એના એ પ્રામાણિક અભિપ્રાયો પચાવવાની મારામાં શક્તિ હતી ખરી ? એ મુદ્દાઓએ મારી ઊંઘ ઉડાડી દીધી !!

આજે પણ મને એ દિવસો , એ છેલ્લી મુલાકાત ,એ ઇન્ટરવ્યૂ બરાબર યાદ છે. એની બધી કૉમેન્ટ્સ ,એક એક શબ્દે મને અંદરથી કોરી ખાધી . ‘આપણે ભારતીય છીએ , આ દેશમાં આવીને મહેનત કર્યે રાખીએ છીએ કારણ કે આપણાં દેશમાં વસ્તી વધારો , વસ્તુની અછત અને અંધ શ્રદ્ધા ,ગામડાં અને શહેર બધ્ધે છે! જે નદીમાં ગાય ન્હાય ત્યાં તમે સ્નાન કરો ,કપડાં ધુઓ છો .. એ મારા દેશ અને દેશવાસીઓ વિષે સાચું ખોટું કહી રહી હતી… ( વાસ્તવમાં હવે ઘણું બધું બદલાઈ રહ્યું છે.) પણ હવે એને મારી પાસેથી ચેક લેવાનો નહોતો ; અને મેં પોતે જ સામે ચાલીને એનો પ્રામાણિક અભિપ્રાય માંગ્યો હતો, પરાણે એને કાંઈક અભિપ્રાય આપવા સમજાવી હતી! “ હું તમારી સાથે કામ કરી શકીશ નહીં કારણકે તમે મહેનત કરો છો ને બધાં પાસે મહેનત કરાવો છો ! “

એણે મને જે કહ્યું એ કાળજે વાગ્યું!

એ જ અરસામાં ટપાલના ઢગલામાંથી એક ટપાલ હાથમાં આવી:

પાર્ટનરશીપ ફોર ક્વાલિટી ચાઈલ્ડ કેર , શિકાગો ; Partnership for Quality Child care Chicago chapter નામની કોઈ ઓફિસમાંથી આમંત્રણ હતું કે નેશનલ લેવલે તમારા સેન્ટરને ઉત્તમ ગુણવત્તાનું ડે કેર સેન્ટર બનાવવું હોય તો અમે તમને માર્ગ દર્શન આપવા તૈયાર છીએ. જો કે એમાં અનેક નિયમો, અનેક કાયદા ,ફરજીયાત ટ્રેનિંગ ,ડિસ્ક્લોઝર ( અંદરની વાત) વગેરે વગેરે ઘણું બધું હતું.

પણ , મને લાકિશાની વાતે જાણેકે પાનો ચઢાવ્યો હતો!

‘હું લાયસન્સ પ્રમાણે તો બધું કરું છું જ, ગાઈડ લાઇન્સ મુજબ બધું અનુસરું છું; પણ હું સારું કરું છું કે ઉતરતી કક્ષાનું એ મારે જાણવું હતું .

ઘેર આવી તો કોલેજમાં ભણી રહેલ અમારાં સંતાનોએ પણ આખી વાત સાંભળીને એજ વાત કરી! “This is a free country! Mom!જેને જે કરવું હોય તે કરે.!”

ફરી મેં મારાં જીવનપથ પર નજર કરી….હું આ બધાં બે સંસ્કૃતિ વચ્ચેનાં મૂલ્યો, શારીરિક અને માનસિક પરિશ્રમનો થાક વચ્ચે મુંઝાઈ ગઈ હતી! શું હું આ બધું સાચું કરી રહી છું? એ તો જ ખબર પડે જો હું આ ચેલેન્જ સ્વીકારું !

મારે હવે તાજી હવાની જરૂર હતી.. કદાચ આ ચેલેન્જ મને કોઈ નવી દિશા સુઝાડે!

જો કે આ પેટ ચોળીને શૂળ ઉભું કરવા જેવું હતું! શી જરૂર છે?

ગાંધીજીએ પણ કદાચ આવું જ કર્યું હોત? તેનસિંગને એવરેસ્ટ શિખર પર ચઢવાની શી જરૂર હતી? એ બિચારો જો બે ત્રણ નાના નાના ડુંગરા ચઢ્યો હોત ને આનંદ મઝા કરતો હોત તો શું ખાટું – મોળું થઇ જવાનું હતું? મારું મન દ્વિધા અનુભવતું હતું! મારી લાગણીઓ સ્થિર રહેતી નહોતી , કદાચ મારી બાયોલોજીકલ ક્લોક પ્રિ મેનોપોઝ સ્ટેજમાં હતી? જે હોય તે! પંદર વર્ષથી ધમધમતા ડે કેરને ,સિસ્ટમને , સ્ટાફને અને સૌથી વધુ તો મારી જાતને ચેલેન્જ આપવા દે! મેં નક્કી કર્યું !

હું એ મિટિંગમાં ગઈ ! અને , આવી ને અમારાં સ્ટાફ સાથે વાત કરી . એક્રેડિટેશનના લાભ દર્શાવ્યા. એમાં પાસ થઈએ તો ઉત્તમ ગુણવત્તાનું પ્રમાણપત્ર (પાંચ વર્ષ) અને ફાઇનાન્સિયલી લાભ બધી જગ્યાએ મળે તેમ સમજાવ્યું.

અમે એ બીડું ઝડપ્યું !

પાર્ટનરશીપ ફોર ક્વાલિટી ચાઈલ્ડ કેર -PFQCC -નેશનલ ઓફિસ વોશિંગટન ડી સી સાથે કામ કરે. ઇલિયટ નામની બેને અમારાં સેન્ટરમાં આવીને સેન્ટરની ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યું. બીજે મહિને એમણે રિપોર્ટ તૈયાર કરી અમારાં સેન્ટરની સારી ખોટી બાબતો ઉપર વિશ્લેષણ કરીને ટ્રેનિંગ માટે જે તે નિષ્ણાતોનો સંપર્ક કર્યો. સ્ટાફના ચાર ટીચર્સમાંથી ત્રણને ટ્રેનિંગ ફરજીયાત હતી.દર મહિને ઇલિયટ અમારાં સેન્ટરમાં કલાકો સુધી બેસે. બે ચાર વિઝીટ બાદ એણે નોંધ્યું કે જે આનંદ – હેપીનેશ – એ બાળકોમાં અને તેમનાં પેરેન્ટ્સમાં જુએ છે તે અદ્વિતીય છે. એક પ્રોગ્રામ વેળાએ ઇલિયટ હાજર હતી, અમે માઇક્રોવેવ ઓવનના ખાલી બોક્સમાંથી બાળકોએ ‘ લાઈવ ટી વી’ બનાવીને પ્રોગ્રામ કરેલો ત્યારે તે આનંદથી કૂદી ઉઠી, “ આવું તો મેં જિંદગીમાંયે નથી જોયું!” એ કહે.

વરસને અંતે સટાફ ,પેરેન્ટ્સ અને આજુબાજુની કમ્યુનિટી પાસેથી બંધ કવરમાં સર્વે લીધો(એટલે કે આપણે એ સૌને પ્રશ્નોત્તરી આપવાની , એ લોકો પોતાના જવાબ એમાં લખી ને કવર સીલ કરીને આપે ) અને એનું મૂલ્યાંકન થયું. ત્યાર પછી એને આધારે ઘણી ક્મ્પ્નીઓની અસંખ્ય સ્કૂલ પ્રોડક્ટ્સથી સેન્ટરનું નવસર્જન થયું. ( એટલે કે હજ્જારો ડોલરની ગ્રાન્ટ મળી ) લકીશા ના એ એક્ઝીટ ઇન્ટરવ્યૂ પછી દોઢ વર્ષે અમે સોનાની ચકાસણીમાંથી પાર ઊતર્યા… સો ટચ ના સોનાની જેમ ! અને પાંચ વર્ષ માટે ઉચ્ચ ગુણવત્તાનું પ્રમાણપત્ર – ખાનગી સેન્ટરોમાં માત્ર ત્રણ ટકાને પ્રાપ્ત થયેલ – તે અમને એનાયત થયું. સેલિબ્રેશનો યોજાયાં! છાપામાં સમાચાર ઝળક્યાં! ને એવોર્ડ પ્રાપ્ત થયો !વાત્સલ્યની વેલીની આ કોલમમાં બાળઉછેર ક્ષેત્રમાં આવેલાં કેટલાયે ચઢાવ ઉતરાવ વિષે લખું છું; એને સમજણ અને સંજોગો પ્રમાણે ન્યાય આપવા પ્રયાસ કર્યા છે!

આ એક સીમા ચિન્હ હતું !

એવા જ યાદગાર પ્રસંગોની વાત આવતે અંકે !

 

This entry was posted in Uncategorized by geetabhatt. Bookmark the permalink.

About geetabhatt

I started as a lecturer in Gujarati ( in India ) and running a Child care center in Chicago ( owner /director ) I love writing ( published a couple of books, a CD on lullaby ( gujrati halarda for little girls)free lance writer . Living between California and Chicag)

4 thoughts on “વાત્સલ્યની વેલી ૩૮) ઉચ્ચ ગુણવત્તાનું પ્રમાણ પત્ર NAEYC

    • Thanks Jayvantiben! Yes, it was hard.. so much work too! But the end result was encouraging ! I wanted to see : am I doing right or not?

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s