પ્રેમ પરમ તત્વ : 34- અપેક્ષારહિત પ્રેમ : સપના વિજાપુરા

 એ દિવસ બરાબર યાદ છે જ્યારે હું અમારા એક સગાને મળવા વૃદ્ધાશ્રમ ગઈ હતી. હું  માં દાખલ વૃદ્ધાશ્રમ અને મને એક ના સમજાઈ એવી ગૂંગળામણ થઇ હતી. મોઢા પાર રૂમાલ રાખી હું મારા એ દૂરના કાકાના રૂમ માં દાખલ થઇ. કાકા એકદમ નબળા લાગતા હતા. ફરી એકવાર છાતીમાં ભીંસ આવી. પણ મન મક્કમ કરી હું કાકાની પાસે પડેલી ખુરશી માં બેસી ગઈ. કાકાનો હાથ હાથમાં લીધો તો જાણે  કોઈ નિર્જીવ વસ્તુ હોય એવું લાગ્યું. ફરી શરીરમાંથી એક કંપારી નીકળી ગઈ.
“કેમ છો કાકા તબિયત કેમ છે ?” એક ઔપચારિક સવાલ મુખમાંથી નીકળ્યો.
કાકાએ માથું ધુણાવ્યું હકારમાં !
હજુ મારું મન જિંદગીની આ કડવી હકીકત ને સ્વીકારવા તૈયાર ના હતું, ત્યાં એક ખૂબ  સાધારણ દેખાતી એક નર્સ રૂમ માંપ્રવેશી. પહેલા તો આવીને  મારા સામે એક સ્મિત કર્યું. મારા ચહેરા પાર મેં પણ એક અકુદરતી સ્મિત ટાંકી દીધું. એને ધીરેથી કાકાને કોઈપણ જાતની તકલીફ ના પડે એ રીતે ચેર પર બેસાડયા. કાકાની પથારી પરથી મેલી ચાદર કાઢી સરસ ધોયેલી ચાદર પાથરી. કાકાને માટે ગરમ પાણી લાવી સ્પંજ બાથ આપવા જતી હતી. મને બહાર જવા કહ્યું પણ કાકાએ ઇશારાથી ના કહી. હું ત્યાં એક પથ્થરની મૂર્તિની જેમ બેસી રહી. ખૂબ  પ્રેમથી અને ધીરજથી એ કાકાને સ્પંજ બાથ આપી રહી હતી. કાકાના બટકી પડે એવા હાડકાને જરાપણ દુખાવો ના થાય તે રીતે.  સ્પંજ બાથ આપી કાકાને સ્વચ્છ કપડા પહેરાવ્યા. કાકાના વાળ ઓળી આપ્યા અને ધીરેથી પથારીમાં સુવડાવી પથારી ઊંચી કરી જ્યુસ પીવા માટે આપ્યો.  આ સમય દરમ્યાન એના ચહેરા પર એક સ્મિત અને અજબ જેવી શાંતિ દેખાતી હતી.
રૂમનાં લગભગ બધા કામ કરી એ જેવી રૂમ માંથી બહાર જવા જતી હતી તો મેં એને રોકી લીધી અને પૂછ્યું ,”તમે આ કામ ખૂબ  પ્રેમ અને શાંતિથી કર્યું. શું તમને આ કામ કરવાના સારા પૈસા મળે છે?” એ ફરી હસી.. એ મીઠું સ્મિત!! અને ચહેરા પર  શાંતિ. એમણે  કહ્યું ,” ના બહેન હું આ કામ વોલન્ટરી કરું છું. આ મારી જોબ નથી. ફરી મને એક આંચકો લાગ્યો. એ શાંતિથી સામેની ખુરશી  પર  બેસી ગઈ. અને મને કહ્યું,” જો હું કામનું  વળતર લેત તો આ કામમાં જે મજા મને આવે છે તે કદાચ ના આવત! વળી એ કહો શું ફ્લોરેન્સ નાઇટિંગેલ આ કામના પૈસા લેતી હોત? જેની છાતીમાં દર્દ છે એને આ કામ કરવાની ચીથરી ક્યારેય નહિ ચડે! આ દર્દ પ્રેમનું ઉદ્દભવ સ્થાન છે અને જેના હૃદયમાં પ્રેમ છે એ તો કોઈના માટે કાંઈપણ કરી શકે. મારા કામની કિંમત કોઈ ચૂકવી શકે એમાં નથી એને થોડા રૂપિયા માટે શા માટે હું વહેંચી દઉં? મારા પેટ પૂરતો ખોરાક, જરૂરિયાતપૂરતાં કપડાં અને વ્યવસ્થિત જીવન જીવાઈ એટલા પૈસા છે. પછી શા માટે આવા પવિત્ર કામને વહેંચું?
હું અવાક બનીને એમની વાત સાંભળી રહી. એની અપેક્ષા રહિત સેવા અને દર્દી પ્રત્યેનો પ્રેમ ખરેખર મને ફ્લોરેન્સ નાઇટીંગેલનીયાદ અપાવી ગઈ.ફ્લોરેન્સના હ્રદયમાં કરુણા, પ્રેમ અને જીવન પ્રત્યેની દયા હતી. જ્યારે માણસ બીજાનો વિચાર કરે ત્યારે પ્રેમએની પરમ સીમા સુધી પહોંચે છે. જીવન તો બધા જીવી જાય છે, પણ કોઈ માટે જીવન જીવવું  એ મોટી પ્રાપ્તિ છે.મહાન માણસો ત્યારેજ બને છે જ્યારે એ બીજાનું સુખ જોતા હોય છે. પોતાને ભલે તકલીફ પડે પણ બીજાને આરામ મળે. ફ્લોરેન્સપણ એમ  કરતી હતી અને આ નર્સ પણ એ કરી રહી હતી. મારું મસ્તક એને નમ્રતાથી નમી ગયું. ક્યારેક આપણે માણસોને હોય એના કરતા નીચા આંકતા હોઈએ છીએ. પણ પ્રેમ જ્યારે પરમ સુધી પહોંચે છે ત્યારે એની કિંમત પૈસા નહિ પણ ફક્ત પ્રેમ હોય શકે.
સપના વિજાપુરા

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.
This entry was posted in ચિન્તન લેખ, સપના વિજાપુરા, Uncategorized. Bookmark the permalink.

7 Responses to પ્રેમ પરમ તત્વ : 34- અપેક્ષારહિત પ્રેમ : સપના વિજાપુરા

 1. Pragnaji says:

  હાં પરમ તત્વ પ્રેમ છે. અનેક ગ્રંથ ઉથલાવીએ તો પણ આ વસ્તુ કદાચ નહિ મળે,પ્રેમની અંદર કૈક તો રહસ્ય છે.આવા નિસ્વાર્થ પ્રેમ અને તે પણ આ જમાના જોવા મળે ત્યારે થાય પ્રેમ જ એક પરમ તત્વ છે એ વાત પાકી થાય .

  Liked by 1 person

  • sapana says:

   જયારે દિલમાં પ્રેમ નથી તો પછી પ્રેમના ગ્રન્થ ઉથલાવવાથી શું વળશે ઘણા લોકો મૂંગા મૂંગા પોતાનું કાર્ય કરે રાખે છે એમને લોકોની વાહ વાહ ની જરૂર નથી આભાર પ્રજ્ઞાબેન

   Like

 2. kishorvyas says:

  Sapana Vijapura e sahaj ta thi prerana aapti vaat lakhi chhe. Ahi premna tag medavva karta sidhha param tatv nna darshan thay chhe. Wah !

  Like

 3. geetabhatt says:

  સરસ વાત કહી સપનાબેન ! નર્સીંગ હોમમાં આપણાં દેશનાં વૃદ્ધો અને અસહાય વડીલોની સાથે વાતો કરવા દર અઠવાડિયે એક વાર , એમ આંઠ એક વર્ષ હું પણ જતી. બસ ! વાતો જ કરવાની ! પણ એનો જે આનંદ એ સૌને હતો તેનાથી મારો ઉત્સાહ બમણો થઇ જતો ! પછી તો દર ગુરુવારની રાહ બન્ને પક્ષે જોવાય ! એની વાતોથી એક પુસ્તક લખાય !

  Like

  • sapana says:

   ગીતાબેન મને ગર્વ છે કે તમે મારા ખૂબ સંવેદનશીલ મિત્ર છો આવું સેવાનું કામ તમે આઠ વર્ષ સુધી કર્યું અને પુણ્ય મેળવ્યું ખરેખર આ લોકોને પ્રેમની ભૂખ હોય છે બીજું કાંઈ એમને જોઈતું નથી

   Like

 4. સ્વ અને સ્વજનોને પ્રેમ કરવો એ મનની સાહજિક ભાવના છે.
  પણ પરાયા પ્રત્યે અનુકંપા અને નિસ્વાર્થ પ્રેમ ઉપજે એ બાબત જ મનની ઉમદા ભાવના દર્શાવે છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s