મારી મમ્મીનો ફોન આવ્યો અને મેં સંભળાતું નથી કહી મૂકી દીધો.ફરી ઘંટડી વાગી અને મેં ટેક્સ કરી લખ્યું ઓફિસમાં છું પછી ફોન કરીશ.
પણ શું કરું એ વાત મુકતી જ નથી, અને મારા સાસુ પણ આમ જ…. આ જ .વાત, હવે તો હદ થઇ ગઈ છે.તે દિવસે ઘરે ગઈ તો મારા પતિએ પણ આજ વાત કરી આજે મમ્મીનો ફોન હતો. મેં કહ્યું શાંતિથી જમી લે અને મને પણ જમવા દે.ઓફિસમાં આજે શું કર્યું કહે?
મને આપણા સમાજની અમુક વાત ગમતી જ નથી.,પહેલા તો લગ્ન કરવા પાછળ પડી જાય.અરે હજી તો ભણતર પૂરું કર્યું હવે નોકરી કરી મારે કેરિયર બનાવું છે.પણ ના તું પહેલા લગ્ન કરી લે પછી તારે સાસરે જઈ કેરિયર બનાવજે,અને હવે ..ત્રણ વર્ષ થઇ ગયા બાળક કેમ નથી ?બધું બરાબર છે ને?
હું વિચારું કે ન વિચારું એ લોકો મારા માટે વિચારવા માંડે.
ભાઈ મારો તો કોઈ વિચાર કરો અમે માબાપ બનવા તૈયાર છીએ કે નહિ ?આટલું પ્રેશર હમણાં તો પછી બાળક આવ્યા પછી શું ? અંતે અમારા કાઉન્સેલર પાસે ગયા,મેં મારી અને મારા ડરની વાત કરી કે મને ડર છે કે બાળક મારી કારકિર્દીનો નાશ કરશે,મને ભય છે કે બાળકને લીધે મારા પતિ અથવા મિત્રો સાથે મારો સંબંધ બદલાશે.,મારી પ્રાઇઑરિટી બદલાઈ જશે અને એથી પણ વિશેષ મને ડર છે કે મારા બાળકને શ્રેષ્ઠ જીવન આપવા માટે મારી પાસે પૈસા નથી ટુંકમાં અમે તૈયાર નથી,હા ઘણીવાર થાય કે ઘરમાં કોઈ ત્રીજું હોવું જોઈએ પણ કોઈ કૂતરો પાળી લઈએ તો કદાચ કામ થઇ જાય.
અને અમારા કાઉન્સેલરે હાસ્ય સાથે કહ્યું તમારી વાત સાચી છે.કુદરતી પવન છોડીને પંખા સાથે કેમ સમાધાન કરો છો ?તમાર્રે કાર્પેટ ખરાબ કરવી છે કે જિંદગી એ તમે નક્કી કરો,બાળકથી જીવનમાં વસંત આવશે.
દ્રષ્ટિકોણને બદલવા માટે આ એક ખરેખર સરસ રીત છે – ભય કરતાં પોઝીટીવ પર ધ્યાન કેન્દ્રિત કરવું. હું પ્રામાણિકપણે કહી શકું છું કે હું બાળકો માટે ખરેખર દરેક રીતે તૈયાર નહોતી.હવે મારા બાળકે મારી જીંદગીને ઘણી રીતે બદલી નાખી છે.હા હવે અમે અપેક્ષા રાખતા નથી માટે ઘણા રસ્તાઓ મળતા ગયા છે બધું જ એક balances સંતુલન છે. અમે હજી પણ એકબીજા માટે સમય કાઢીએ છીએ અને હજી પણ મજા માણીએ છીએ -વાત ભયને દુર કરી આગળ વધવાની છે. આપણા પ્રત્યેક ડર માટે, હકારાત્મક માનસિકતા હોઈ શકે છે! અમે જે વાત સહજ હતી તેને પ્રોસેસમાં મૂકી દીધી હતી બાળકનો જન્મ જે કુદરતી અને સ્વભાવિક છે અને અમે પ્રક્રિયામાં મૂકી દીધી.. અને ભૂલી ગયા કે બાળક સ્ત્રી પુરુષના પ્રેમનો આવિષ્કાર છે.
મારી જેમ વિચારનારા આજના જમાનામાં ઘણા મળશે પણ મને જે અહેસાસ થયો છે જે વર્ણવી શકાય તેમ નથી કે અમે આ દુનિયામાં બીજા માનવને લાવી શકીએ છીએ તેજ મહાન વસ્તુ છે. હું એક સ્ત્રી ભગવાનની સર્જકતાની ભાગીદાર છું અને મારે તેમને શ્રેષ્ઠ જીવન આપવું જ જોઈએ.માતૃત્વ ભગવાનનો પ્રસાદ છે. માના હાથમાં બાળક આવે છે ત્યારે વસંત એની મેળે ખીલે છે.
મારા હૃદયને તમારી સાથે શેર કરવા મોકો આપ્યો આભાર…
મિત્રો વાત તમારી,મારી,આપણી છે. આપણે જે સત્યને અનુભવથી પામ્યા છીએ તે બીજા માત્ર આપણા હૈયાને હળવું કરવાથી પામી શકે છે.જે વાત હૃદયના કોઈ ખૂણામાં પડી હોય પણ બીજા સાથે શેર કરીએ ત્યારે તેના પ્રતિભાવ કેડી બની જાય છે.
પ્રજ્ઞા દાદભાવાળા
પ્રજ્ઞાબેન,
આજનો તમારો વિષય વર્તમાન સંજોગો માટે સાચે જ ખુબ મહત્વનો છે. એક સમય હતો જ્યારે મહિલાઓને માથે માત્ર ઘર પરિવાર જ સંભાળવાની જવાબદારી રહેતી. અત્યારે મોટાભાગની યુવતિઓ બહારના કાર્યક્ષેત્ર સુધી પહોંચી છે ત્યારે બાળકને જન્મ આપવા અને ઉછેરવા માટે કેટલી તૈયાર છે એ તો એનો તો એનો જ નિર્ણય હોઈ શકે એમાં પરિવારની મરજી કે આગ્રહ ગૌણ બની જાય છે. વર્તમાન સમયમાં જ્યારે અત્યંત મોંઘવારી વધી હોય ત્યારે બાળકને શ્રેષ્ઠ જીવન આપવા પુરતી જો આર્થિક તૈયારી ન હોય તો દંપતિ એના માટે સમય માંગી લે તો એ સ્વીકાર્ય હોવું જોઈએ. બાળકને જન્મ આપી દેવા માત્રથી જવાબદારી પુરી નથી થઈ જતી એ તો લાંબા સમય સુધીની અમર્યાદિત જવાબદારી છે. સંતાન પર પ્રેમની સાથે સંપૂર્ણ નિષ્ઠા પણ માંગી લે એવી વાત છે.
દરેક બાળક એનું નસીબ લઈને જ આવતું હોય છે પણ વિધાતા છઠ્ઠીના લેખ લખે એ પહેલાં માતા-પિતાએ પણ એના માટે સલામત અને નક્કર ભાવિ નિશ્ચિત કરવાનું ય વિચારવું તો પડે જ છે ને?
Like
જવાબ આપો
LikeLike
રાજુલબેન, સહજતા એટલે જ્યાં ભાર ન હોય,દરેક બાળક એનું નસીબ લઈને જ આવતું હોય છે. તો બીજી તરફ સંતાન પર પ્રેમની સાથે સંપૂર્ણ નિષ્ઠા પણ માંગી લે એવી વાત છે.જેના માટે આજની પ્રજા સજાગ છે, ત્યારે આવા વિચારો એક સમાન્ય વાત કહેવાય.એક સ્ત્રી માટે માતૃત્વ વિકસાવતા સ્ત્રીપણું સાચવવું ઘણું અઘરું છે પણ સ્ત્રીએ ભય ઉભો કરવાની જરૂર નથી.માતૃત્વ એ ખૂબ સુંદર અહેસાસ છે.
LikeLike
પ્રજ્ઞાબેન જો દરેક વ્યક્તિ બાળકની ખેવના ના કરે તો શું થશે? ખૂબ સરસ લેખ
LikeLike
આભાર સપના બેન, વાત એક તો ભયને દુર કરી સહજ સ્વીકારવાની છે. જે વાત સહજ હતી તેને પ્રોસેસમાં મૂકી દીધી હતી, બાળકનો જન્મ જે કુદરતી અને સ્વભાવિક છે અને અમે પ્રક્રિયામાં મૂકી દીધી.. અને ભૂલી ગયા કે બાળક સ્ત્રી પુરુષના પ્રેમનો આવિષ્કાર છે.,
LikeLike