૩૭ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

તમે જ તમારા ખુદા બનો

મરીઝે સુંદર કહ્યું છે, રસ્તો બનો તમારો તમારી દિશા બનો, દુનિયાના બંધનોથી જો હો છૂટવું મરી બસ આજથી તમે જ તમારા ખુદા બનો!” બીજા દ્વારા કોઈનું પણ ધ્યેય કે કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. આ વાત સાબિત કરતી એક સરસ વાર્તા છે.

શિયાળાની કાતિલ ઠંડી હતી. એક સાંજે રાજા તેના મહેલમાં દાખલ થયો. મુખ્ય દરવાજા પર એક દરવાન જૂની જર્જરિત વર્દીમાં ઉભો હતો. બાદશાહે તેને જોઈને તેની સવારી રોકી અને વૃદ્ધ દરવાનને પૂછ્યું કે તને ઠંડી નથી લાગતી? દરવાને કહ્યું, શું કરું? ઠંડી તો લાગે છે, પણ મારી પાસે ગરમ વસ્ત્ર નથી. એ વૃદ્ધ ખૂબ ધ્રુજી રહ્યો હતો. રાજાએ કહ્યું, હું હમણાં મહેલમાં જઈને ગરમ કપડાં મોકલું છું. દરવાને વળીવળીને રાજાને સલામ કરી. બાદશાહ મહેલમાં દાખલ થતાં જ વૃદ્ધને કરેલો વાયદો ભૂલી ગયો. સવારે દરવાજા પર વૃદ્ધની ઠંડીમાં કડાઈ ગયેલી લાશ જમીન પર પડેલી જોવા મળી. ત્યાં માટી પર તેણે આંગળીથી લખેલું, બાદશાહ સલામત! હું ઘણાં વર્ષોથી ઠંડીમાં મારી આ જ વર્દીમાં પહેરો ભરતો આવ્યો છું. પરંતુ કાલે રાત્રે તમે કરેલા ગરમ વર્દીનાં વાયદાએ મારી જાન લીધી.”

કોઈએ કરેલો મદદ માટેનો વાયદો, સહારો માણસને ખોખલો, કમજોર કરી દે છે. પોતાની તાકાત પર, પોતાની શક્તિ પર ભરોસો કરતાં શીખવું જોઈએ. પોતાનાથી સારો દોસ્ત, સાથી, ગુરુ બીજું કોઈ હોઈ જ ના શકે. આત્મા અને પરમાત્માની વચ્ચે ગાઢ સંબંધ હોય છે. મનુષ્ય જ્યારે પોતાના આત્મા અને પરમાત્માના સંબંધને શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક સ્વીકારી લે છે ત્યારે તે પોતે સર્વશક્તિમાન હોવાનો અનુભવ કરે છે. આત્મબળવાળો મનુષ્ય યશસ્વી હોય છે. તે ક્યારેય બિચારો કે પરાધીન બનીને જીવનમાં હારતો નથી. પોતાનાં જ મન, શરીર, આત્મા થકી દરેક કાર્ય પાર પાડવાં પડે છે. મજબૂત આત્મબળ જ જિંદગીની તમામ મુશ્કેલીઓનો ઈલાજ છે. પરાધીનતાને બદલે સ્વાશ્રયી બનવાનું ધ્યેય રાખી જીવન જીવીએ તો સુખનો સૂરજ સદાય તપતો જ રહેશે. માણસે પોતાની કાર્યસિદ્ધિ અને સફળતાનો રીમોટ પોતાની પાસે જ રાખવો જોઈએ.

જગતભરનાં પક્ષીઓ સૂર્યોદય થતાં જ ખોરાકની શોધમાં નીકળી પડે છે. કરોળીયો અનેક વાર ભોંય પર પછડાય તો ય જાળું કરવા પ્રયત્નશીલ રહે છે. માછલી સતત તરતી રહે છે. પક્ષી માળામાંથી સળીયો કાઢે છે અને બચ્ચાં જાતે ઉડતાં થઈ જાય છે. માણસને ભગવાને બે પગ પ્યાં છે પણ તે પગભર નથી બનતો. તેને ખુદાએ ડ્યો પણ તેની અંદરની ખુદીને બુલંદ કરતાં ના શીખ્યો. પોતાના જીવનનું નિર્માણ પારકા પર અવલંબન રાખ્યા વગર કરવામાં આવશે તો જ તમે તમારા તારણહાર બની શકશો.

વૃદ્ધ લોકોએ ખાસ શીખવાની જરૂર છે. શારીરિક અને માનસિક શક્તિઓ ક્ષીણ થતી જાય છે ત્યારે બીજા પર જેટલું અવલંબન વધારશો તેટલાંશક્ત બનાશે. જેટલું આત્મનિર્ભર રહેશો તેટલાં જ સ્વનિર્ભર રહીને આત્મસમ્માનથી શેષ જિંદગી નીજ મસ્તીમાં વ્યતિત કરી શકશો. પોતે જ પોતાની લાકડી બનીને જીવવું જેથી ખુદાને પણ સાથ આપવાનું મન થાય.

માણસ અને પશુમાં આ જ તફાવત છે. માણસ પસંદગી કરી શકે છે કે શું સારું છે અને શું ખોટું. જાગૃત મન જે ધારે છે અને પસંદ કરે છે તેને અર્ધજાગૃત મન સાચું માનીને સ્વીકારીને સાકાર કરે છે, ઘાટ આપે છે. માટે માણસને તેના ભાગ્યનો વિધાતા કહ્યો છે. જિંદગી ત્યારે સફળ ગણાય જ્યારે તમારો પરિચય તમારે ના આપવો પડે. ભીખમાં મળેલાં રોટલામાં લાચારી હોય છે અને મહેનતનાં રોટલાની મીઠાશમાં આબાદી!

2 thoughts on “૩૭ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

 1. વાહ ! કલ્પનાબેન, એકદમ સચોટ દ્રષ્ટાંત સાથે ખુબ સરસ વાત…
  માણસજાત જેટલી અન્ય પર આધારિત છે એટલો તો કોઈ પામર જીવ પણ નહીં હોય.
  આત્મનિર્ભરતા, આત્મવિશ્વાસ અને આત્મસન્માન સાથે જીવે એને કોઈ ડગાવી ન શકે માટે જ કહ્યું છે ને કે…

  “ख़ुदी को कर बुलंद इतना कि हर तक़दीर से पहले

  ख़ुदा बंदे से ख़ुद पूछे बता तेरी रज़ा क्या है …”

  Like

 2. કલ્પનાબેન મઝા પડી ગઈ.આજની તમારી વાત આપણી ઉંમરના બધા સમજી લેતો બેડોપાર જ સમજો…..
  “પોતે જ પોતાની લાકડી બનીને જીવવું જેથી ખુદાને પણ સાથ આપવાનું મન થાય” ખૂબ સાચી ને સરસ વાત

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.