સંવેદનાના પડઘા- ૪૦ -સુમન- જિગિષા પટેલ

સુમનના લગ્નની આજે પહેલી જ રાત હતી.તેને રુમમાં બેસાડીને તેની દૂરની નણંદો ઠઠ્ઠા મશ્કરી કરતી “ભાભી મારા ભાઈ પાસેથી બહુ મોંઘી ભેટ ન માંગતા,જલ્દી માની જજો” કહી હસતી હસતી
જતી રહી.સુમન હારતોરા અને દાગીનાનો ભાર શરીર પરથી હળવો કરવાની સાથે રુમની અસ્તવ્યસ્ત ગોઠવણી પર પણ નજર ફેરવી રહી હતી.ત્યાંજ તેના પતિ રમણભાઈ પહેલવાનનો અંદર આવવાનો અવાજ સંભળાયો.તે શરમાઈને લાજ કાઢી કેટલીએ આશાઓ સાથે પલંગ પર એકબાજુ બેસી ગઈ.રમણભાઈએ આવીને તેમના ભારેખમ અને રૂઆબદાર  અવાજમાં કીધું, “તમે થાકેલા છો !સૂઈ જાઓ ,બાકીની વાત કાલે કરીશું”

સુમનને તો કંઈ જ સમજાયું નહી પણ તે ખૂબ અચંબામાં પડી ગઈ! તેના લગ્ન ગોઠવાયા હતા ત્યારે બધા કહેતા હતા કે રમણભાઈથી તો બધા ગભરાય.પહેલવાની કરીને કસાયેલું શરીર અને શહેરની
સૌથી સારી ચાર સ્કૂલ અને કોલેજના પી.ટી.સર,તેમની એક બૂમથી બધા છોકરાં ગભરાય.સ્કૂલનાં
પ્રિન્સિપાલ સરોજિની સાથે રમણભાઈનાં સુંવાળા સંબંધ,તે આખું  શહેર જાણે.રમણભાઈનાં ઘરમાં તેમની ઘરડી મા અને તે પણ સાવ ભલા,તે સિવાય કોઈ નહી.

સુમન તો ખૂબ દેખાવડી અને ઘરનાં કામકાજ ,ચીવટ અને હોશિયારીમાં તો કોઈ તેને ન પહોંચે. અઠવાડિયામાં તો તેણે ઘરને ચોખ્ખું ચણાક કરી સુપેરે ગોઠવી જાણે ઘરની સિકલ જ ફેરવી નાંખી.તેમના લગ્નને અઠવાડિયું થઈ ગયું પણ રમણભાઈ તો સુમનના રુમમાં આવ્યા જ નહી.તેતો રાત્રે મોડા ઘેર આવી બીજા રુમમાં જ સુવે.

એક દિવસ સાંજે જમવાની થાળી પીરસતાં સુમને પૂછ્યું”મારી શું ભૂલ થઈ છે?મને કંઈ કહેશો?”
ત્યારે રમણભાઈએ કીધું” મારે સરોજિની મારી સ્કૂલની પ્રિન્સિપાલ સાથે સંબંધ છે. તમારી સાથે તો મેં કુંટુંબીજનો અને માના આગ્રહને કારણે જ લગ્ન કર્યા છે. તમને મેં ઘર અને માને સરસ રીતે સાચવતા જોયાં .તમે તમારું ઘર સમજી અહીં રહી શકો છો.મારી પાસે બીજી કોઈ અપેક્ષા રાખશો નહી.

સુમનના બધાં અરમાનો પર પાણી ફરી વળ્યું હતું.તે સાવ ભાંગી પડી હતી.તેના મા-બાપ તેને ચાર વર્ષની મુકીને ટી.બી.માં ગુજરી ગયા હતા. ફોઈ-ફૂઆએ તેને ઉછેરીને મોટી કરી હતી.તેની પાછળ ફોઈને ચાર દીકરી અને એક દીકરો હતો.એક આવકમાં પરાણે બધા બે ટંક ખાવા ભેગા થતા.તેને પંદર વર્ષની થતાં તો કંકું અને કન્યાના વાયદે પરણાવી દીધી હતી.રમણભાઈની અને સરોજિનીની વાત સમાજમાં બધાં જાણતાં એટલે તેમને પણ કન્યા મળતી નહી.તેથી સુમનના ફોઈએ જેવી હા પાડી તે રમણભાઈએ સમાજને બતાડવા કે પોતે ચોખ્ખા છે , સુમન સાથે લગ્ન કરી લીધા.

સુમને વિચાર્યું કે ફોઈના ઘેર પાછી જઈને સભીડા ઘરમાં ઓશિયાળી થઈ જીવું એના કરતાં અહીં રહું તો મારી રીતે સ્વતંત્ર અને સમાજમાં મારું ઘર છે તેમ તો કહેવાય.અહીં કોઈની ખટપટ પણ નથી અને ખાધેપીધે પણ સુખ છે.અને એણે તેની જિંદગી અહીં વિતાવવાનું નક્કી કરી લીધું.

રમણભાઈ સવારની ચા જ ઘેર પીતા. સવારનો નાસ્તો અને બપોરનું જમવાનું તો સ્કૂલે જતાં અને પાછા આવતાં સરોજિની સાથે જ કરતા.રમણભાઈ તેમનું બાઈક લઈને સવારમાં જતાં ત્યારે સુમન ઝાંપો ખોલવા બહાર આવતી.રમણભાઈ જઉં છું એવું પણ તેને કહેતા નહી. ત્યારે ફોઈના ઘરની બાજુમાં રહેતો રાજુ તેને યાદ આવી જતો.

ઘરની બહાર કામે જતા પહેલા તે સાઇકલની ઘંટડી વગાડતો.જેવી તેની ઘંટડી વાગતી કે સુમન દોડતી બહાર આવી જતી.એની નજર સાથે નજર મેળવતા જ જાણે મીઠા પ્રેમનું એક લખલખું સુમનના શરીરમાંથી પસાર થઈ જતું. સુમનનાં હાથના બનાવેલ દૂધીના મુઠિયા અને ખાટાં ઢોકળાં રાજુને બહુ ભાવતા.અઠવાડિયામાં એક વાર બનાવી વાટકીમાં તે તેને આપવા જતી .એકવાર તેના ઘરમાં રાજુ સાવ એકલો હતો.સુમન તેના ઘેર ઢોકળાં આપવા ગઈ ત્યારે તેનો હાથ પકડી લઈ રાજુએ તેની આંખમાં આંખ પરોવી કહ્યું “ એય !સુમી,તું હંમેશને માટે મારી થઈ જા,હું તને કેવી રીતે સમજાઉં કે હું તને કેટલો પ્રેમ કરું છું” પણ સુમીની પાછળ ફોઈની ચાર દીકરીઓ હતી તેના માટે આવું વિચારવું જ શક્ય નહોતુ.તેને પણ રાજુ ખૂબ ગમતો.નવરંગપુરા ગામમાં તેમનું અડીઅડીને જ ઘર હતું.ઉનાળામાં રાત્રે ઘરની બહાર ખાટલા પાથરી બધા લાઈનસર સૂઈ જતા.ચાંદની રાતમાં ચાંદનીના અજવાળામાં ક્યાંય સુધી દૂરથી જ બંને એકબીજાને પાસુ ફેરવી જોતા રહેતા અને પોતાના પ્રેમની ચાંદની એકબીજા પર વરસાવતા રહેતા.સુમનને બરફનો ગોળો બહુ ભાવતો.રાજુ સુમનને ગોળો ખવડાવવા ફોઈની ચાર છોકરીઓને પણ ગોળો ખવડાવતો.

લગ્નનાં આગલે અઠવાડિયે કંકોતરી કાઢી તે દિવસે લાપસી આપવા સુમી રાજુના ત્યાં ગઈ ત્યારે જ તેણે રાજુને કહી દીધું”આ જનમની છેલ્લી વારની મારા હાથની લાપસી ખાઈ લે. હવે આ જન્મનો આપણો સંબંધ પૂરો હવે આવતે જન્મે મળીશું.

લગ્ન પછી પણ સાવ એકલી પડી ગએલ સુમી રાજુનેા વિચાર કરતી અને તેની આંખો અવિરત વહેવા લાગતી…..

તે વિચારતી ભગવાન આતો કેવો ભેદ!! પુરુષ માણસ આમ છતી પત્નીએ ખુલ્લેઆમ બીજી સ્ત્રી સાથે સંબધ રાખી શકે! અને સ્ત્રીના પ્રેમ અંગે જો જરાક હવા પણ પ્રસરે તો તે બદનામ થઈ જાય અને ભૂલમાં પણ તેના સાસરાવાળા કે તેના પતિને ખબર પડે તો તરત જ તેને પિયર ભેગી કરી દે!!

એનો અર્થ જ એ કે સ્ત્રી સમાનતાની વાતો માત્ર કહેવા પુરતી જ ને? સમાજમાં આજે પણ સ્ત્રી અને પુરુષ માટે નિતિમત્તાના ત્રાજવા અલગ કેમ? જે રીતે પુરુષ બેવડું જીવન જીવી શકે એ જ શક્યતા, એ જ સગવડ સ્ત્રી માટે કેમ નહીં?

કોને ખબર સુમન જેવી આ વેદના અનેક સ્ત્રીઓએ જીરવવી જ પડતી હશે ને? વાહ રે સંસાર તારી ગતિ કેટલી નિરાલી?

About Rajul Kaushik

“Languages create relation and understanding” Rajul Kaushik Mother Tongue: Gujarati. Free Lance Column Writer: Gujarati Newspaper and Magazines. Reviews on Film, Drama and Cultural function, Articles on women empowerment. Contact: rajul54@yahoo.com Mobile:508 581 0342 Related Websites: https://rajul54.wordpress.com/ https://www.facebook.com/rajulshah1954
This entry was posted in જીગીષા પટેલ, સંવેદનાના પડઘા. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s