પ્રેમ પરમ તત્વ : 32 વિશ્વાસ : સપના વિજાપુરા

વિશ્વાસ અને પ્રેમ બંને એક સિક્કાની બે બાજુ છે. જયાં વિશ્વાસ છે ત્યાં પ્રેમ છે અને જયાં વિશ્વાસ નથી ત્યાં શક્ય છે કે પ્રેમહોય કે ના પણ હોય.પછી એ વિશ્વાસ ભલે પતિપત્ની વચ્ચેનો હોય કે મિત્રો વચ્ચે હોય. હા ઘણીવાર આ વિશ્વાસ ભાઈ બહેનની વચ્ચે પણ સમસ્યા ઊભી  કરે છે.

જ્યારે પ્રેમનો દાવો થતો હોય ત્યારે વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. પ્રેમ હોય કે ના હોય પણ વિશ્વાસ તો હોવો જોઈએ. ઘણાં સંબંધ ફક્ત વિશ્વાસથી  જોડાયેલા હોય છે. જ્યારે મા બાપ તમારા લગ્ન એક અજાણ્યા પુરુષ સાથે કરી દેતા હોય છે ત્યારે પ્રેમ તો દૂર દૂર સુધી હોતો નથી પણ એ વિશ્વાસથી આપણે એ અજાણી વ્યકિત સાથે ચાલી નીકળીએ છીએ કે એ મારી સંભાળ લેશે અને મને દુનિયાનાં ઝંઝાવાત સામે ઢાલ બનીને ઊભો  રહેશે. હા પછી ધીરે ધીરે આ વિશ્વાસ પ્રેમમાં પરિમણે  છે. અને એક સુખી સંસાર રચાય છે.

પણ એ વિશ્વાસ જેનામાં થી પ્રેમ ઉત્પન્ન થયો એ વિશ્વાસ તૂટે તો! ફરી એ પ્રેમને હૃદયમાં સ્થાન મળશે ખરું? ફરી એ સુખી સંસાર  સુખી રહેશે ખરો?  વિશ્વાસ તો કાચનું વાસણ છે, એક વાર તૂટ્યું તો તૂટ્યું. એને ફરી જોડી ના શકાય.

“ગાંઠ અગર લગ જાયે તો રિશ્તે હો યા ડોરી, લાખ કરે કોશિશ ખૂલનેમે વકત તો લગતા હૈ“સંબંધમાં ગાંઠ પડે તો પ્રેમ હ્રદયમાંથી સુકાતો જાય છે. સંબંધ નીભાવવા માટે પ્રેમ કરતા વિશ્વાસની વધારે જરૂર પડે છે. પ્રેમ પરમ તત્વ હશે. પણ વિશ્વાસ એનાથી પણ પરમ છે.

પતિપત્નીના સંબંધમા પ્રેમ વધતા ઓછો ચાલશે પણ વિશ્વાસ ૧૦૦% હોવો જોઇએ. અહી વિશ્વાસ પરમ તત્વ બની જાય છે. વિશ્વાસે વહાણ ચાલે એમ વિશ્વાસે સંસાર ચાલતો હોય છે.પતિપત્ની વચ્ચે જ્યારે ત્રીજું પાત્ર આવી જાય ત્યારે વિશ્વાસમાં તિરાડપડે છે અને આ તિરાડ દિવસે દિવસે એટલી મોટી અને ગહેરી થતી જાય છે કે એક બીજાની વાત પણ સમજાતી નથી. પછીદિવાલો પર માથું પટકવા જેવું થાય છે.દિવાલ પર માથું પટકો તો માથું ફાટી જશે પણ વિશ્વાસ પાછો નહીં આવે! કારણકે..

આપણી વચ્ચે

આ અવિશ્વાસની

કાચની દીવાલ છે,

આપણે એકબીજાને જોઈએ,

એકબીજાના ફફડતાં

હોઠ દેખાય.

પણ એકબીજાને

સાંભળી ના શકીએ,

કાચની દીવાલ પર

હાથ રાખીએ પણ

સ્પર્શી ના શકીએ.

આ દીવાલ એટલી

મોટી અને લપસણી

કે ચડી ના શકીએ,

અને જો ઈચ્છીએ કે

તોડીએ આ દીવાલ

તો તોડીએ કેવી રીતે?

કે મારી પાસે

એવી ધારદાર

લાગણીઓ નથી

અને તારી પાસે

વિશ્વાસ કરું એવી

વફાદારી નથી.

સપના વિજાપુરા 

 વાત મિત્રો વચ્ચે પણ બને છે. તમે જેને મિત્ર હોવાનો દાવો કરતા હો અને તમને ખબર પડે કે એ મિત્ર તમારી પાછળ ચાલ ચાલી રહી છે. તો તમને કેટલું દુઃખ થશે કે એ તમારો પગ ખેંચી રહી છે. તો કેટલું દુઃખ થશે. અહીં વિશ્વાસનો ઘાત થયો છે. તમે જેને પ્રિય મિત્ર ગણતાં  હો એ હકીકત માં તમારો  દુશ્મન હોય તો? તો પ્રેમ તો ક્યાંથી રહે? બલ્કે પ્રેમને પરમ તત્વ બનાવવા માટે વિશ્વાસને પરમ બનાવવો પડે છે.કોઇનો પ્રેમ પામવો હોય તો એના વિશ્વાસને ઠેસ ના પહોચાડશો!! તો  પ્રેમની મજા રહેશે

સપના વિજાપુરા

This entry was posted in ચિન્તન લેખ, સપના વિજાપુરા, Uncategorized by sapana53. Bookmark the permalink.

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.