હળવેથી હૈયાને હલકું કરો-૫

મમ્મી પાપા હજી કેમ નથી આવ્યા ?
આવી જશે હમણાં,બા બોલ્યા,આજે જરા વધારે મોડું થઇ ગયું ને ?અને ફોન પણ નથી આવ્યો.
બા સવારે ગયા ત્યારે કઈ કહીને ગયા હતા તમને ?
હા, ઉતાવળમાં હતો..ડબ્બો પણ ભૂલી ગયો હતો તમે બાળકોને સ્કુલે મુકવા ગયા હતા એટલે બાજુવાળાના છોકરાને બસસ્ટોપે દોડાવ્યો. આવશે તમે આજે નવરાત્રી છે તો જાવ ગરબીના દર્શન કરી આવો.છોકરાવ પણ અધીરા થયા છે.
અમે દર્શન કરીને માતાજીના બે ગરબા ગાઈને ઘરે આવ્યા પણ હજી એ આવ્યા ન્હોતા,
બા આજે ઘણું મોડું થયું ને ?તેના પેલા ઓફીસના મિત્રને ફોન કરોને!
મેં બે વાર ફોન કર્યો પણ એ પણ ફોન ઉપાડતો નથી.કદાચ બધા ગરબી જોવા ગયા હશે.
ચાલો બાળકો તમે સુઈ જાવ સવારે સ્કુલે વહેલું જવાનું છે,પછી ઉઠશો નહિ.બા હું આ બાળકોને સુવડાવી દઉં,તમે ફોન બાજુમાં રાખજો નહીતો આટલા અવાજમાં તમને સંભાળશે પણ નહિ.બાળકોને સુવડાવતા હું પણ સુઈ ગઈ.અચાનક આંખ ઉઘડી ત્યાં તો રાતના બે વાગ્યા હતા,ગરબીની લાઈટ અને અને સંગીત બધું શાંત થઇ ગયું હતું.પણ મન કોણ જાણે અજાણ્યા ડરથી ઘબરાવા માંડ્યું.બા પણ ખટલામાં બેઠા એમની રાહ જોતા જોકે ચડી ગયા,હું હેબતાયેલી એમની પસી ગઈ બા, બા, બે વાગ્યા આ હજી આવ્યા નથી હવે મારા ધબકારા વધી ગયા છે.કોને ફોન કરું ?.
આવશે આવશે ,ચિંતા ન કરો,.. દોસ્તો સાથે ગરબી રમવા ગયો હશે.
પણ ફોન તો કરવો જોઈએ ને ?
આ બે છોકરાનો બાપ થયો પણ હજી છોકરમત ગઈ નથી.
હું એના મિત્રને ત્યાં ફોન કરી પૂછા કરું છું.અને પછી અમે એક પછી એક એના સૌ કોઈ મિત્રો અને ઓળખીતાને ફોન લગાડ્યા.કોઈ ને ખબર નહોતી કે એ ક્યાં છે અને ક્યાં ગયા ?,સવાર પડી અને અલાર્મ વાગતા ભયની કંપારી છુટી ગઈ બાળકો પણ ઊઠી ગયા..
મમ્મી પપ્પા આવ્યા?
ના બેટા..અને હું બાળકોને સ્કુલે મોકલવાની તૈયારીમાં પડી.નાસ્તાનો ડબ્બો ભરતા જાણે મન અનેક સવાલો કરવા માંડ્યું ?મન બસ ગભરાતું હતું બાળકોને સ્કુલે મૂકી ઘરે ઝટ આવી,સગાસંબંધી, મિત્રવર્ગને ફોનથી પૂછા કરી.અંતે પૉલિસને ફોન કર્યો,પૉલિસે આવીને પૂછપરછ સાથે તપાસ હાથ ધરી. ફોટો માંગ્યો,એમની ઓફીસના સર્વે કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવ્યા.બધાએ એક જ વાત કરી ગઈ કાલે આવ્યા જ નહોતા. તો ક્યાં ગયા?,બાળકોનો આવવાનો સમય થયો બા કહે જાવ તમે જાતે બાળકોને લઇ આવો..અને હું શાળા એ ગઈ.
ફરી બાળકોના એજ સવાલ પપ્પા આવ્યા ?
મારી પાસે કોઈ જવાબ નહોતો ..અમે હારી ચુક્યા હતા ત્યારે અમારી હિંમત બનનાર…મારા બાળકોના પપ્પા ત્યાં નહોતા..ફરી એજ સવાલ શું થયું હશે ક્યાં હશે ?ફોન કેમ ન આવ્યો.? અમંગળ આશંકાઓ મારી આંખોમાંથી આશુ બની ટપકી પડ્યા,હું અસ્વસ્થ બની ગઈ.કશું બોલ્યા વગર ઘરે ગયા.ઘરમાં સવારથી ઘણા માણસો આવતા હતા પણ અત્યારે માણસોનું ટોળું દેખાણું,હું ઘબરાણી હું દાખલ થઇ અને દોડતી બા પાસે ગઈ બા એ મારો હાથ પકડી દીવાલમાં પછાડી મારી બંગડી ભાંગી નાખી અને મારો ચાંદલો ભૂસી નાખ્યો. હું જોરથી ચિલાઈ શું થયું છે કોઈ તો કહો ?બાળકો પણ પપ્પા પપ્પા કરી બુમો પાડી રડવા માંડ્યા,મારું રડવાનું અને સવાલો ચાલુ રહ્યા,
મમ્મી મારાં પપ્પાને શું થયું?
તમારા પતિ અવસાન પામ્યા છે! એમની લાશ વરલીના દરિયા કિનારે મળી છે….મારા પર વીજળી ત્રાટકી!મન માનવા જ તૈયાર નહોતું,મને જોવા દયો….સફેદ ચાદર ઉઘડી ત્યારે ચીસ નીકળી ગઈ…
તમને ખબર છે એમણે આમ કેમ કર્યું ?પોલીશ ઇન્સ્પેક્ટર બોલ્યા
ના સાહેબ ના… તમે તપાસ કરો ?કોઈ કારણ નથી સાહેબ,બસ પછીતો ફેમિલીમાં,મિત્રોમાં આડોશી પાડોશી બધાનો પોલીસે સંપર્ક કર્યો અને તેમને પૂછતાછ માટે બોલાવ્યા અને પૂછતાછ શરૂ થઈ. અંતે આ મૃત્યુને માત્ર અકસ્માત જાહેર કર્યો.
એમના મૃત્યુનો કોયડો તો અકબંધ જ રહ્યો !
પણ મન સતત યુદ્ધ લડતું રહ્યું.
જન્મ એ ભગવાને આપેલુ વરદાન છે. તેનો અંત પણ તેમના જ હાથમાં છે.તો એમાં દખલ કરનારા આપણે કોણ ?નિરાશા, વિષાદ,જાત પ્રત્યેની નકારત્મક લાગણી,અને તેમાંથી ઉપજતું ન ધારેલું વલણ.જીવનના રંગોને ભુસાડી નાખે છે.વાત નેગેટિવ વિચારો,કે ભયથી દુર થવાની છે.જીવનને ચમકાવવાની સત્તા આપણા હાથમાં છે.વાત જીવનને ખોબો ભરીને માણવાની છે.જે મળ્યું છે તે જ સત્ય છે માટે સ્વીકારી જીવનમાં રંગો પૂરવાના છે.આપણે જ આપણા હોવા પણાની પ્રતીતિ આપણને કરવાની છે.સંવેદનની ક્ષણને ઝડપવાની હોય છે.જીવન એતો શાશ્વતીનું તિલક છે.બસ હું સંપૂર્ણ જીવીશ એવી એક જીજીવિષા સાથે મારા બાળકોને ઉછેરીશ.
મિત્રો જીવનની એવી અનેક ક્ષણો હોય છે જેને આપણને હૈયામાં ધરબીને જીવતા હોઈએ છીએ.તમે પણ કોઈ વાત હૃદયમાં છુપાવી બેઠા હો તો હળવેથી હૈયાને હળવું કરજો..

પ્રજ્ઞા દાદભાવાળા

3 thoughts on “હળવેથી હૈયાને હલકું કરો-૫

  1. પ્રજ્ઞાબેન,જ્યારે કોઈ અંગત વ્યક્તિનું આમ અચાનક અણધાર્યું મોત થાય છે તો ઘરનાં કુટુંબીજનો હલી જાય છે.પરતું આવે સમયે દરેક નજીકની વ્યક્તિએ હૂંફ આપી તેમાથી તેમને બહાર કાઢવા મદદરુપ થવું જોઈએ.જીવનનાં મુશ્કેલ સમયમાં હકારાત્મક અભિગમ કેળવી જીવવા અંગેનો સરસ વિષય લઈ આપ આવ્યા છો.

    Like

  2. Ha, Hu sahmat thav chu!! People should help sincerely to those who have lost their dear ones so suddenly! Khub sunder pratavna! Pragnaben

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.