પ્રેમ પરમ તત્વ : 30 શું પ્રેમ પરમ તત્વ છે ?સપના વિજાપુરા

 પ્રેમ પરમ કેવી રીતે બને છે. શું  સ્ત્રી પુરુષ પ્રત્યેનું આકર્ષણ પ્રેમ હોય શકેકે એ ફક્ત શારીરિક આકર્ષણ છે. વિજાતીય પ્રેમથી સૃષ્ટિ ચાલી રહી છે. જો નર  અને માદા  વચ્ચે આકર્ષણ ના હોત  તો આ સૃષ્ટિનો  ક્યારનો અંત આવી ગયો હોત. તો શું આ આકર્ષણ એ પ્રેમ છે? હા આનો  જવાબ મારે તમારી પાસેથી  માંગવો છે.
તો વરસો પહેલાની વાત છે. એક કૉલેજની યુવતી એક કૉલેજના ખૂબ  દેખાવડા એવા યુવાન ના પ્રેમમાં કે આકર્ષણ માં પડી. યુવાન નું નામ રવિ અને અને યુવતી નું નામ નજમા. બંનેની જાતિ જુદી સંસ્કાર જુદા. નજમા  મુસ્લિમ અને રવિ જૈન વાણિયા. બંનેની દોસ્તી દિવસે દિવસે પ્રેમમાં ફેરવાતી ગઈ. નજમા દિલોજાન થી રવિને ચાહવા લાગી. રવિ એની સાથે ખેલ ખેલી રહ્યો હતો એ માસૂમ નજમા ને ખબર ના પડી. જ્યારે નજમાના લગ્નની વાત ચાલી નજમા એ એના પપ્પાને જણાવ્યું કે એ રવિ સાથે લગ્ન કરવા માગે છે. ઘણી માથાકૂટ અને રોકકળ પછી પપ્પા માની ગયા. પણ રવિ ને ક્યાં એની સાથે લગ્ન કરવા હતા. એના માટે  તો આ એક રમત હતી.
એટલે એ રમત નો અંત લાવવા એ દિવસે એ નજમાને ઘરે આવ્યો અને એ બન્ને વચ્ચે શું વાત થઇ એ ખુદા જાણે પણ નજમા એ પોતાના પર કેરોસીન છાંટી  પોતાને આગ લગાવી દીધી. ત્રણ દિવસ સખત પેઈન માં રહી ચોથા દિવસે એ આ દુનિયા છોડી ચાલી ગઈ. આ ૪૫ વર્ષ પછી પણ આ વાત થી એટલું  દુઃખ થાય છે જેટલું ત્યારે થયું હતું. આ જખમ પર ક્યારેય રૂઝ આવી નથી. એ એવો  તાજા છે જેવો ત્યારે હતો.
આને કેવો પ્રેમ કહેવો? શું આ પરમ પ્રેમ હતો રવિ પ્રત્યે? રવિ ને તો પ્રેમ હતો નહિ. તો શા માટે એકપક્ષીય પ્રેમ આટલો બધો મજબૂત કે ઇન્સાન ઈશ્વરે આપેલી આ અણમોલ ભેટ જે આપણું શરીર છે એને કબરમાં દફનાવી દે!! તો પછી ઈશ્વરના પ્રત્યેના પ્રેમનું શું?  શું ઈશ્વર કરતા પણ રવિ ને વધારે ચાહ્યો? મા બાપ કરતા પણ રવિને  વધારે ચાહ્યો.?મા બાપ ની હાલત શું થશે એ એને શા માટે ના વિચાર્યું? નજમા રવિને એ ઓળખી કેમ ના શકીકે પછી એ એક શારીરિક આકર્ષણ  હતું, જેને નજમા પ્રેમ સમજી બેઠી હતી. પ્રેમ અરસપરસ ના હોવો જોઈએ? તો અત્યારે રવિ કેમ જીવિત છે? અને સંસારને બરાબર માણી રહ્યો છે? એને બે સંતાન પણ થયા છે! જો પ્રેમમાં દેહની કુરબાની આપવી પડી તો એ પ્રેમ પરમ શી રીતે કહેવાય? લયલા મજનૂ  ની જેમ જો સાથે આ દુનિયાથી ગયા હોત તો કદાચ દુનિયા યાદ રાખત પણ આ તો નજમા એ અગ્નિદાહ લીધો અને રવિ એ દુનિયામાં મો કરી. કોઈ દિવસ એવા પુરુષ માટે જીવ ના અપાય જેને તમારા જીવની જરા પણ કદર નથી. નજમાએ ભૂલ કરી પોતાના માબાપ અને કુટુંબીજનો ને દુઃખી કર્યા  અને રવિને  પોતાના પ્રેમથી મુક્તિ આપી.
કોલેજકાળ ના દિવસો અલ્લડ હોય છે. ત્યારે યુવાન અને યુવતી ઓ શારીરિક આકર્ષણને પરમ પ્રેમ માનવાની ભૂલ કરી બેસે છે. અને પછી જિંદગીભર પસ્તાઈ છે.વિજાતીય આકર્ષણ ઈશ્વરે બધા પ્રાણીઓમાં મૂકેલું છે. અને એ સમજાય એવી વાત છે. પણપ્રાણીઓ કદાચ આ વાત ને ગંભીરતાથી નથી લેતા પણ ઇન્સાન ને ઈશ્વરે દિલ અને દિમાગ બંને આપેલા છે. તેથી એ પ્રેમ કરતો થઇ જાય છે. અને એટલે લગ્ન વ્યવસ્થા કરવામાં આવી છે.  જો પ્રેમ લગ્નમાં ના પરિણમે તો ” વોહ અફસાના જિસે અંજામ તક લાના ના હો મુમકિન ઉસે એક ખૂબસુરત મોડ દેકે છોડના અચ્છા. ” એ વાક્યને બ્રહ્મવાક્ય બનાવી જિંદગીમાં આગળ વધી જવું જરૂરી છે. કોઈની પાછળ મરવાથી તમે તમારા પ્રેમને પરમ સાબિત નથી કરતા પણ એ તમારી ભીરુતા બતાવે છે. આ સાથે નજમાના એક શેર સાથે અને એક સવાલ સાથે હું વિરમીશ !! 

देकर हीज़्र मुझे खुद खुदा भी परीशां है हशरमें
“क्या होगा गर मर जायेगी एक मासुम बेखता.

ક્યામતના  ખુદા પણ હેરાન છે મને જુદાઈ આપીને
“શું થશે જો એક નિર્દોષ વાંક વિના મરી જશે”
हीज़्र = વિરહ हशर= કયામત बेखता = વાંક વગર

 નજમા મરચંટ 
મારો સવાલ એ છે કે જો પ્રેમ પરમ  તત્વ હોય તો આ પીડા શા માટે? અને મીરાંને શા માટે કહેવું પડ્યું કે જો મૈં  ઐસા જાનતી  પ્રીત કિયે દુઃખ હોય નગર ઢિંઢોરા પીટતી પ્રીત ના કર્યો કોઈ!!

સપના વિજાપુરા 

This entry was posted in ચિન્તન લેખ, સપના વિજાપુરા, Uncategorized by sapana53. Bookmark the permalink.

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.

4 thoughts on “પ્રેમ પરમ તત્વ : 30 શું પ્રેમ પરમ તત્વ છે ?સપના વિજાપુરા

  1. ઘણો જ વિચારમાં મૂકીદે તેવો મુદ્દો છે;એક મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છે! સાચો પ્રેમ કોને કહેવાય ? શું સાચો પ્રેમ જેવું તત્વ હોઈ શકે ખરું ? નજમાએ જે કર્યું તે પ્રેમમાં ઉઠાવેલું પાગલ પગલું હતું કે ઉતાવળમાં આવેશમાં આવીને ગુસ્સામાં લીધેલ અયોગ્ય પગલું હતું?
    આ પ્રશ્નોના જવાબ ક્યારેય સાચા અર્થમાં મળી શકશે નહીં . હા, સમય જાય છે અને યાદ રહી જાય છે…. સરસ લેખ !

    Like

  2. સાચીવાત છે યુવાનીના ઉન્માદમાં ઘણીવાર માસુમ કળીઓ આવા નિર્ણયો લઈને માતા-પિતા અને સ્વજનોને જીવનભરનું દુખ આપી જાય છે.શારિરીક આકર્ષણને પ્રેમ સમજવાની ભૂલ કરનાર માટે આ ખૂબ સમજવા જેવું છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s