૨૦૧૯ ના  વર્ષે તરૂલતા મહેતા તરફથી નિબંધ સ્પર્ધા

‘શબ્દોના સર્જન ‘ પર 2019ના  વર્ષે તરૂલતા મહેતા તરફથી નિબંધ સ્પર્ધા યોજવામાં આવી છે.

આપ સૌ કલમપ્રેમીઓને આ નિબંધ સ્પર્ધમાં ભાગ લેવા માટે આમંત્રણ છે.
(1)  નિબંધ સ્પર્ધાનો વિષય છે: ‘મારા જીવનમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ
 (ટર્નીંગ પોઈન્ટ ઓફ માય લાઈફ )
કોઈ ઘટના ,પ્રસંગ કે કોઈ વ્યક્તિ સાથેની મુલાકાત વિષે પ્રમાણિકતાથી ,નિખાલસપણે રસપ્રદ ભાષામાં નિબંધ લખાય તેવી આશા છે.સોનુ જીવન અલગ હોય તેથી દરેક નિબંધ મૌલિક રીતે લખાયો હશે.આ નિબંધ આત્મકથાના અંશ જેવો હોય તેવી અપેક્ષા છે.ગાંધીજીની, ગુણવંત શાહની, જ્યંત પાઠકની ,ઇન્દુલાલ યાજ્ઞિકની કે ડો. પ્રતાપભાઈ પડયાની આત્મકથામાં તેમના જીવનના ટર્નીંગ પોઇન્ટની વાત લખેલી છે.દરેક લેખકે પોતાનો
પસંગ લખવાનો છે.એક માત્ર પસંગ આખા જીવનમાંથી ચૂંટીને વિચારપૂર્વક લખશો.

(2)  શબ્દોની મર્યાદા –લઘુત્તમ 800 અને મહત્તમ 1200 

                              800 થી ઓછા કે 1200થી વધુ શબ્દોવાળા  નિબંધ સ્પર્ધાને યોગ્ય નહિ ગણાય.

(3) આ સ્પર્ધાના ત્રણ વિજેતાને ઇનામ મળશે અને બે પ્રોત્સાહક ઇનામ મળશે.
     પ્રથમ  ઇનામ : $ 40 (ચાલીશ ડોલર )
     દ્રિતીય  ઇનામ :$ 30 (ત્રીસ ડોલર)
      તૃતીય ઇનામ ; $ 20 (વીસ ડોલર )
     પ્રોત્સાહક ઇનામ : પ્રથમ $15(પંદર ડોલર)
     પ્રોત્સાહક ઇનામ : દ્રિતીય $15(પંદર ડોલર)

(3) નિબન્ધ જુલાઈ 2019ની 31મી તારીખ પહેલાં મોકલી દેવો ત્યારપછી સ્વીકારવામાં આવશે નહીં.

સૌ મિત્રો તમારી કલમને નિબંધના સ્વરૂપમાં વહેતી કરો.ઉત્સાહથી આ સ્પર્ધામાં ભાગ લઈ આપણી માતૃભાષાને માતબર કરો.ગુજરાતીમાં બોલો ,વાંચો અને લખો જેથી ભાષાનું સંવર્ધન થશે.આવી સ્પર્ધા નિમિતે માતૃભાષામાં સાહિત્ય સર્જવાનો જે મોકો મળે છે તેને વધાવી લો.શુભસ્ય શીઘ્રમ .સૌ શબ્દોના સર્જન કરનારને તેની ઉપાસના માટે શુભેચ્છા !
જય ગુર્જર ગિરા
તરૂલતા મહેતા 14મી જૂન 2019
નોંધ :(યોગ્ય લાગે તે ફેરફાર કરશો।)

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in 'મારા જીવવમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ, તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, નિબંધ, વાર્તા સ્પર્ધા and tagged . Bookmark the permalink.

4 Responses to ૨૦૧૯ ના  વર્ષે તરૂલતા મહેતા તરફથી નિબંધ સ્પર્ધા

 1. Tarulata Dipak Mehta says:

  નિબન્ધ સ્પર્ધાની જાહેરાતમાં જોડણીમાં
  સુધારો કરી વાંચશો (1) ‘મારા જીવનમાં —ભૂલથી વ છે
  (2) પસંગ —-પ્રસંગ

  Like

 2. geetabhatt says:

  તરૂલતાબેન ! બહુ સરસ વિષય પસંદ કર્યો છે !

  Like

 3. chaman says:

  મને પણ આ વિષય ગમ્યો એટલે લખવા વિચારું છું!

  Like

 4. Hiral says:

  Can you share which email to send the Essay-entry?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s