હળવેથી હૈયાને હલકું કરો..-૪

તે દિવસે ઓપેરશન રૂમની લાલ લાઈટ ખુબ બિહામણી લાગી ,આમ પણ હોસ્પિટલ ક્યાં કોઈને ગમે છે ?શુક્રવારની સવારે અમે સૌ ઓપરેશન રૂમની બહાર આશા અને વ્યથાભરી સ્થિતિમાં બેસી રહ્યા ..અમારે ડૉ બહાર આવે તેની રાહ જોવાની હતી..શું થશે ?મારું માત્ર ૧૮ મહિનાનું નાનું બાળક,આજે એની સૌ પ્રથમ જીદગીની વાસ્તવિકતાનો સામનો કરવાનું  હતું,  શું આ નાનકડું શરીર બધું જ ખમી શકશે ખરું ? હે ભગવાન મારા બાળકને કોની નજર લાગી ગઈ ?
આજથી ૧૮મહિના પહેલા અમે સૌ કેટલા આનંદમાં હતા વાહ.. બાબો આવ્યો છે અને ઘરમાં બધાએ પેંડા વહેચ્યા હતા, એટલો તો દેખાવડો છે કે વાત જ ન પૂછો ? ગોરો ગોરો અને ગોળ લડવા જેવું મોઢું અને માખણનો પિંડો જોઈ લો …લાવ પહેલા કાન પાછળ કાળું ટપકું કરી લે..કોઈની નજર ન લાગે, મારા બા બોલ્યા અને હું મારા બાળકને જોઇને ખુબ ઉતેજના અનુભવતી રહી, પોતાનું બાળક હોવું એ દરેકના જીવનની સૌથી એક્સાઇટિંગ મૉમેન્ટ હોય છે.મારી બા કહેતા તારે પણ બહુ વખાણ ન કરવા મીઠી નજર તો માની પણ લાગે સમજી!  અને સાચે જ  જાણે મારા બાળકને મીઠી નજર લાગી ગઈ….ખોળાનો ખુંદનાર દીધો તો ખરો પણ…  આ શું ?
        તમારા બાળકની કિડની કાઢવી પડશે ડૉ. બોલ્યા, અને જાણે વીજળી પડી… કેમ ? એક પણ શબ્દ અમે ઉચારી ન શક્યા ગળું જાણે સુકાઈ ગયું.. માત્ર અમારી આંખો ડૉ. સાહેબને ફાડી ફાડી ને જોઈ રહી.અમારા જીવનનું સૌથી મોટું આશ્ચર્ય ?  સૌથી મોટો ડરામણો પ્રસંગ …આટલા નાના બાળકને કેન્સર કેમ હોય? ડૉ. અમને રિપોર્ટ હાથમાં આપ્યા અને કંપારી છુટી ગઈ, રિપોર્ટ લેતા હાથ પણ ધ્રુજવા માંડ્યો… અને ડૉ. બોલ્યા ડરતા નહિ એક કિડનીથી લોકો આખી જિંદગી જીવે છે.અમે બોલ્યા પણ આટલા નાના બાળકને આટલી મોટી સર્જરી ? અમારું આ નાજુક બાળક કઈ રીતે જીલશે?..એના જીવન માટે કિડની કાઢવી જરૂરી છે… ડૉ.ના એક એક વાક્યો જાણે માથામાં ઘા કરતા હતા. અને પછી શું ? હે તે દિવસે ખુબ રડી ચોધાર આંસુએ રડી .એક બાજુ આંસુનો વરસાદ તો બીજી બાજુ ઘરના પુરુષમાં વ્યથાનો ડૂમો.
મન બોલી ઉઠ્યું.ભગવાન બધું આપીને પછી પાછું કઈ રીતે છીનવી શકે ? અને સમાધાન કરતા મને શંકાને સ્થાન આપી દીધું .આ ડૉ. કિડનીનો વેપાર નહિ કરતો હોય ને ?મારા છોકરાની કિડની કોઈ આરબને …બસ અમારું મન આ વાત ને સ્વીકારવા તૈયાર નહોતું થતું ..અમે ચુપચાપ રિપોર્ટ લઇ ઘરે ગયા,મમ્મી પપ્પાને વાત કરી બીજા અનેક ડૉ.ની સલાહ લીધી,30 ડોક્ટરો પાસે ચેકઅપ કરાવ્યા પછી દર વખતે જવાબ મળ્યો કે કિડની કઢાવી નાખો બાળક જીવી જશે. વાત અહી વાસ્તવિકતાને સ્વીકારી આગળ વધવાની હતી. પ્રયત્ન કર્યા વિના હારી કેમ જવાય ? એના કરતા પરિશ્રમ કર્યા બાદ હાર  સ્વીકારવી પડે તો…., ડૉ. બોલ્યા વિકસેલા વિજ્ઞાન સાથે પરિશ્રમ સફળ થવાની ૮૦% થી ૯૦% ની ખાતરી આપે છે.
મારું મન બોલી ઉઠ્યું નકારાત્મકતા એટલે આત્મહત્યા -જીવનના રંગને ઢોળવાની વાત છે મારે તો જીવનના રંગને જાળવી રાખવા છે. બધાને બધું નથી મળતું કોઈ સ્વીકારનારા હોય તો કોઈ નકારનારા પણ હોય છે પણ નકારાત્મકતા માણસને અભાગીયો બનાવે છે. મારી બા બોલ્યા વાત અમુક પ્રકારના  રસ્તાને માત્ર ઓળંગવાના  છે બેટા અને માનસિક તણાવ એ તો પરિસ્થિતિને સ્વીકારવાની કળા છે. ખૂબ મનોમંથન કર્યા બાદ અમે આ નિર્ણય લીધો મારું બાળક જીવશે એક કિડની સાથે હું એની સારવારના અંતિમ બિંદુ સુધી કોશિશ કરીશ.
આપણે સૌ પુષ્પો જેવા છીએ સુગંધ દેખાતી નથી પણ આસપાસ અનુભવવાતી હોય છે. મિત્રો તમે કોઈએ આવી પરિસ્થિતિ સ્વીકારી હોય તો આવો હળવેથી હૈયાને હલકું કરો.. કદાચ આપનો અનુભવ કોઈકના જીવનને જીવંત બનાવશે.અને રંગોથી ભરી દેશે.
પ્રજ્ઞા દાદભાવાળા

 

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in ચિન્તન લેખ, નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા, હળવે થી હૈયાને હલકું કરો.. and tagged , , , , , . Bookmark the permalink.

2 Responses to હળવેથી હૈયાને હલકું કરો..-૪

  1. જીવનમાં આવતા હર એક પડકારનો સામનો કરવો એ જ સૌથી મોટી હકારાત્મકતા અને સર્જનાત્મકતા.
    પરિણામ તો જે નિશ્ચિત હશે એ જ આવશે પરંતુ લડ્યા પહેલાં શસ્ત્રો હેઠા મુકી દેવામાં કયું શાણપણ?

    Like

  2. કેટલી સરસ વાત નકારાત્મકતા એટલે આત્મહત્યા…..ખરેખર જીવનને રંગોથી ભરી મેઘધનુષી બનાવવા માટે હકારાત્મક
    વલણ અને આત્મવિશ્વાસ પોતાની જાતમાં ખૂબ જરુરી છે…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s