પ્રેમ પરમ તત્વ : 29 : કવિતાપ્રેમ : સપના વિજાપુરા

 “ઈતની શિદ્દતસે મૈને તુમ્હે પાનેકી કોશિશ કી હૈ કી હર ઝર્રે ને મુજેહ તુમસે મિલાનેંકી સાજીશ કી હૈ.  કિસી ચીજકો અગર દિલસે  ચાહો તો પૂરી  કાયનાત ઉસે તુમસે મિલાનેંકી કોશિશ મેં લગ જાતી  હૈ.

હા તો મેં એવી  શિદ્દતથી કવિતા ને ચાહી હતી. બચપણથી કવિતા લખવાનો શોખ. મારી બહેનને કહેતી કે કોઈ પણ શબ્દ આપ અને હું કવિતા બનાવીશ. અને બનાવતી પણ ખરી. કોલેજ કાળમાં તો આ પ્રેમ યુવાની માં આવી ગયો હતો. જેમ મુગ્ધ પ્રેમીકા પોતાના પ્રેમીને ચાહે એટલી હદ સુધી કવિતાનું ગાંડપણ મને વરી ચૂક્યું હતું. પણ આ દુનિયા મનની વાત જબાન પરલાવવા દે? કદી નહિ, જે કાંઈ કવિતા બની એ મનમાં રૂંધાઈ ને દફન થઇ ગઈ. લખાતી તો કોઈને બતાવતી નહિ અને બતાવતી તો હાંસી ને  પાત્ર બનતી. 

પણ આકાશ માંથી પંક્તિઓ આવ્યા કરતી. જાણે કોઈ આકાશવાણી અથવા એમ કહું કે વહી આવી જતી, એમ પંક્તિઓ ઉતરતી જતી. લખવાનું ભાન હતું નહિ એટલે સચવાઈ પણ નહિ.પણ વિચાર પણ કવિતા રૂપે આવતા. મનગમતી વાત પ્રાસમાં બોલવાની પણ આદત બનતી ગઈ. મજા આવતી ગઈ. પણ એ કવિતાઓ ફરી એકવાર અમેરિકા જેવા યાંત્રિક દેશમાં યંત્ર અને મશિન ના અવાજમાં એ આકાશવાણી ક્યાંય દબાઈ ગઈ. પણ ઈશ્વરનુ કામ ઇશ્વર કરવાનો  છે. બત્રીશ વરસ મશીન વચ્ચે દબાયેલી એ કવિતા હ્રદયમાં ઊર્મી બની ઊભરાવાં લાગી. અને હવે એને કાગળ અને કલમ મળી ગયાં. તથા કૉમ્પ્યુટર પણ ખરું.

જે હ્રદયમાં પ્રેમ છે, વેદના છે, સંવેદના છે,ભાવના છે. એ હ્રદયમાં કવિતાનું ઉદ્ભવસ્થાન છે.કહે છેને ” હર દિલ જો પ્યાર કરેગાવોહ ગાના ગાયેગાદિવાના સેંકડોમે પહેચાના જાયેગા.કવિતા ઉદ્દભવતી હતી પણ એને પણ મઠારવી પડે છે. બસ ગઝલ શીખવાનું શરૂ કર્યુ. હવે કવિતા લયબધ્ધ થવા લાગી. જેમ જેમ શોખ વધતો ગયો એમ એમ બસ એમાં નીખાર આવતો ગયો. હું ગદ્ય માં પણ લખું છું  પણ કવિતા એ મારો પ્રથમ પ્રેમ છે. જ્યારે જ્યારે હું કોઈ મોટા કવિની કવિતા વાંચું ત્યારે આંખમાં આંસું આવી જાય .. જેમ કે કલાપીની આ પંક્તિઓ મારા હૃદયને વલોવી જાય,
તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો
રે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.
આ કવિતા શું છે?
અસ્તવ્યસ્ત શબ્દોને

હરોળમાં મૂકીને

હ્રદયમાં કોતરેલી વાતને

અચાનક વાચા આપવી!!

અમથા અમથા

વલોવાતા શબ્દોને

કલમ આપવી!!

કોઈની યાદ ને

વરસો સુધી છૂપાવી

ફરી એને શબ્દો થકી

વાગોળવી!!

હ્ર્દયદ્વારને ખુલ્લાં મૂકી

શબ્દોના વાવાઝોડાને 

પ્રવેશવા દેવો.

આ કવિતા શું છે?

એક કવિની વેદના!!

સપના વિજાપુરા

કવિતા હ્ર્દયમાં વાવાઝોડાની જેમ આવે છે. અને શબ્દો રૂપે કાગળ પર ઊતરે છે. જેમ આંખો મૌન રહીને પણ વાત કરી શકે છે એ રીતે કવિતા વાતો કરીને પણ મૌન રહી શકે છે. હ્ર્દયની મથામણ ને બહાર લાવી શકે છે. જે કવિ છે એને સ્પંદન છે. એ દુનિયાને જુદી નજરથી જુએ છે. ઉષા સમયે પંખીનો ક્લરવ કદાચ ઘણાને માથું ચડાવતો હશે. એ કલરવ કવિને કવિતા સુઝાડેછે. કોઈ ગરીબનો પસીનો જોઇ બીજા નાક બંધ કરતા હશે ત્યારે કવિ એ પરથી કવિતા લખી શકે છે.કોઈ કદરૂપા માણસને જોઈ લોકો મોઢું ફેરવી લેતા હશે,  ત્યારે કવિ એને ઈશ્વરની રચના કહી કવિતા લખતો  કે લખતી હશે. દરેક ભાષામાં કવિતાઓ લખાઈ છે. ફારસી, ઉર્દૂની કવિતાઓ આપણા દેશમાં ઘણી પ્રચલિત થઈ છે. ઇંગ્લિશ, સ્પેનિશ, ફ્રેન્ચ ભાષા સિવાય ઘણી વિદેશી ભાષામાં કવિતા લખાઈ છે. કવિતા વાંચવાળાનો વર્ગ જુદો છે. મારા એક મિત્ર મને હમેશા કહે છે કે આ ગાંડા લોકોનું કામ છે. પણ આ આ ગાંડા લોકો કેટલાં લાગણીથી તરબતર છે એ એની કવિતાઓ વાંચો તો  ખબર પડે. હું કવિતા ને પ્રેમ કરું છું અને કવિતા મારો પ્રથમ પ્રેમ છે. અને મને કવિતા ઈશ્વર સુધી લઈ જાય છે તેથી એને હું પરમ માનું છું

સપના વિજાપુરા

This entry was posted in ચિન્તન લેખ, સપના વિજાપુરા, Uncategorized by sapana53. Bookmark the permalink.

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.

5 thoughts on “પ્રેમ પરમ તત્વ : 29 : કવિતાપ્રેમ : સપના વિજાપુરા

 1. સપનાબેન, ખરેખર તમારો કવિતા પ્રત્યેનો પ્રેમ અમે તમારી સરસ કવિતા અને ગઝલ થકી માણીએ જ છીએ . કવિતાના તમારા પ્રેમના પ્રતિબિંબ રુપે તમારા વર્તનમાં પણ એજ પ્રેમભરી ભિનાશ અમે અનુભવીએ છીએ.

  Like

  • જિગીષા તમારા બધાનો પ્રેમ મને લખવા પ્રેરે છે. જેનું હૃદય કોમળ હોય તે પ્રેમની જ ભાષા જાને છે અને પ્રેમ દર્શાવા માટે કવિતાનું માધ્યમ શ્રેષ્ઠ છે

   Liked by 1 person

 2. ભાવનાની અભિવ્યક્તિ માટે શબ્દો જેવું સુંદર માધ્યમ જ ક્યાં છે? અને મનના મનના નાજુક ભાવને સૂર,તાલ, લયમાં કે કાવ્યમય રીતે વ્યક્ત કરવા જેવી અનોખી રીત કઈ હોઈ શકે?
  જે પરમેશ્વર સુધી લઈ જાય એવા કાવ્ય પણ પરમ જ હોય.

  Liked by 1 person

  • આ વાત એક કવયિત્રી સિવાય બીજું કોઈ ના કહી શકે. શબ્દો છે શ્વાસ મારા આભાર રાજુલ

   Like

 3. સપનાબેન ખુબ સરસ અભિવ્યક્તિ . અમને તમારા શબ્દોમાં તમારા હ્રદયના ધબકારા સાંભળ્યા છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.