૩૫ – સંવેદનાના પડઘા –વહાલાની વસમી વિદાય- જિગિષા પટેલ

 

કાળઝાળ ગરમી ને કાળા ડીબાંગ વાદળ સમ ધુમાડો
કારમી એ ચીસો ને માનવ મેદનીની અસહ્ય અકળામણો
પાંચમે માળથી ઢગલો થઈ પડતી, યુવાન દીકરા- દીકરીઓની ચીસ પાડી, પડતી લાશો
પિતાની કંઈ ન કરી શકવાની મજબૂરી અને માતાની વેદનાભરી ચીસો
કોઈ બચાવો,ભગવાન બચાવો,મારા દીકરી-દીકરાને કોઈ તો બચાવો
સન્નાટાભર્યા સમયમાં બાવીસ ઊગતાં પહેલાં જ મૂરઝાઈ ગયેલ ફૂલોની લાશો
માતા અને પિતાની એ મજબૂરી ભરી વેદનાની વાતો
તેમના એ લાડકવાયા અને લાડકવાયીને કેમ કરી ભૂલશેની વાતો
એકના એક દીકરા-દીકરીની મરણશૈયા સામે બેસી,વિલપતા માબાપની વેદનાભરી વાતો
ઊઠ બેટા,ઊઠ તારા વગર ,મારાં સાડીના પાલવથી મોં કોણ લૂછશે?
ઘરમાં પેસતાંની સાથે મારી પાછળથી આંખ દાબીને મને વહાલથી બચીઓ કોણ કરશે?
‘મારું ભાવતું બનાવ’ ‘હું સાદું નહી ખાઉ’ કહી વહાલથી જીદ કોણ કરશે?
દિવાળીમાં આંગણામાં અને હોળીમાં મારા ગાલ પર રંગબેરંગી રંગો કોણ ભરશે?
બાઈક પર બેસાડીને,નવી સાડી અપાવવાને, ‘દીપિકાનું’ નવું પિક્ચર બતાવવા મને કોણ લઈ જાશે?
“પપ્પા તમે તો બોલો જ નહીં” કહી તારી મમ્મીનું ઉપરાણું હવે કોણ લેશે?
તારા સોનેરી સપનાનો ,પહેલી કમાઈનો પગાર,ગજ ગજ છાતી ફુલાવી,પિતાના હાથમાં કોણ મૂકશે?
મારી લાડલીની પ્યારભરી ડોલી હવે આ ઘરમાંથી નહી ઊઠશે…….
મારા વ્હાલા રાજકુંવરની પ્યારી પ્રિયતમાના કંકુભર્યા પગલાં હવે આ ઘરમાં નહી પડશે ?
તારી કિલકારી વગરનાં ઘરમાં મારા જીવતરના દિવસો કેમ વિતશે??અરેરે !કેમ કરી વિતશે???
સૂરતના બાવીસ યુવક-યુવતીઓનું આકસ્મિક મોત હ્રદયને હલબલાવી નાંખે તેવું હતું. ફૂલ જેવા વિદ્યાર્થીઓ ઊગીને પાંગર્યા પહેલાંજ કચડાઈને મસળાઈ ગયા. થોડાક તો સીડીમાં આગને કારણે રુમમાં જ ગૂંગળાઈને મોતને ભેટ્યા તો કેટલાક ઉપરથી કૂદીને પટકાઈને મૃત્યુ પામ્યા.
આ વાત સાંભળતા જ મને મારી સાવ બાળપણની વાત નજર સમક્ષ આવી ગઈ. તે સમયે મારી ઉંમર હશે લગભગ સાત-આઠ વર્ષની. શનિવારની સવાર હતી તે મને યાદ છે કારણકે ચાલુ દિવસે શાળાનો સમય ૧૧ વાગ્યા નો હોય ને શનિવારે સ્કૂલ સવારની હોય.સવારના લગભગ ૬.૩૦ વાગ્યા હશે.ઉનાળાનો સમય હતો એટલે નીચેના ઘરવાળા લોકો તો પાટીનાં ભરેલા ખાટલા પાથરી આંગણામાં જ સૂઈ જતાં. હજુ ઘણા તો સૂતાં હતા અને કોઈના ગાદલા વાળેલા ખાટલા પર પડ્યા હતા.અમે અમદાવાદમાં પાલડી રહેતા હતા. પહેલા માળ પર અમારું ઘર હતું. મારા પિતા અને હું નીચે આવ્યા. મને પપ્પા સ્કુલે મૂકવા આવતા હતા ત્યાં જ અમે જોયું તો બે ઘર છોડીને એક સ્ત્રી સળગતી પહેલે માળથી કૂદી રહી હતી. બાજુમાંથી એક ભાઈ પાણીની ભરેલ ડોલ લઈને દોડ્યા. પપ્પાએ તેના હાથમાંથી ડોલ ખેંચીને ફેંકી દીધી.
પોતે બાજુમાં પડેલા ગાદલાને હાથમાં ઊંચકીને દોડ્યા .પેલી બહેનને સીધી તેમના હાથમાં ઊંચકીને
ગાદલું તેના પર વીંટીને તેને બાથમાં જકડી દીધી. તેની શરીર પર લાગેલ અગનજ્વાળાને તેમણે પોતાના હાથમાં રાખેલ ગાદલાથી બુઝાવી દીધી. તે બહેને આવેશમાં આવીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ મારા પિતાએ તેને વિચક્ષણ બુધ્ધિ વાપરી બચાવી લીધી. તર તજ રિક્ષામાં તેને લઈને વાડીલાલ હોસ્પિટલ લઈ ગયા. આમ તેની જાન બચાવી લીધી. કોઈપણ જાતની અપેક્ષા વગર લોકોની સેવા કરવી એ જ એમના માટે ધર્મનો પર્યાય હતો. પરંતુ મારા જીવનનો આ સૌ પ્રથમ યાદગાર પ્રસંગ હતો કે જ્યારે મેં મારા પિતાને આમ પોતાની જાતની સહેજ પણ ચિંતા કર્યા વગર આગને બાથ ભરી કોઈનો જીવ બચાવતા જોયા હતા
સૂરતના એ બાળકોને પડતાં જોઈને એકપણ જણને બાળકોને આમ ચાદર કે ગાદી કે દુપટ્ટામાં કે સાડીમાં ઝીલવાનો વિચાર નહી આવ્યો હોય? ચીસો પાડી પડતા છોકરાઓની વિડીયો લેવાનો વિચાર આવ્યો પણ તેની જાન બચાવવા ચાર હાથ ભેગા ન થયા? કેટલું શરમ જનક અને પીડાદાયી વર્તન !!!!

About Rajul Kaushik

“Languages create relation and understanding” Rajul Kaushik Mother Tongue: Gujarati. Free Lance Column Writer: Gujarati Newspaper and Magazines. Reviews on Film, Drama and Cultural function, Articles on women empowerment. Contact: rajul54@yahoo.com Mobile:508 581 0342 Related Websites: https://rajul54.wordpress.com/ https://www.facebook.com/rajulshah1954
This entry was posted in જીગીષા પટેલ, સંવેદનાના પડઘા. Bookmark the permalink.

4 Responses to ૩૫ – સંવેદનાના પડઘા –વહાલાની વસમી વિદાય- જિગિષા પટેલ

 1. અદ્યતન ટેક્નોલૉજીએ માણસના હ્રદયમાં રહેલી માણસાઈને કોરે મુકી દીધી છે. જિગિષા તારી વાત સાચી છે. આવી રીતે બનતી ઘટનાઓની વિડીયો લેનારા પર સાચે જ ધૃણા જ ઉપજે. બે હાથ અને મગજને આમ રોકી રાખવાના બદલે કોઈને બચાવવાનો વિચાર કેમ નહીં આવતો હોય?

  Liked by 1 person

 2. geetabhatt says:

  So pitiful!! And yet shameful that no one tried anything to rescue those kids?? Because I’m traveling , I had miss the news .. but when I read your poem , it boiled my blood ! Let’s hope Surat and other cities will learn the lesson and will impose a rescue plan with high rise buildings..

  Liked by 1 person

 3. Pragnaji says:

  જીગીષા વાત સાચી છે.બધા હાથ વ્યસ્ત હતા મોબાઈલમાં ….વધતી જતી ટેકનોલોજી ના ઉપયોગ માં કારણે આજે મનુષ્ય એક બીજાથી ખુબ જ દુર થઇ ગયા છે. માણસ માં હવે માણસાઈ નથી રહી. કડવી હકીકત છે. પ્રસંગ દુઃખદ છે.પણ જાગૃતતા લાવે તેવો છે.વાંચ્યા પછી અત્યારે નહિ જાગીએ તો ક્યારે જાગશું?

  Like

 4. Jayvanti Patel says:

  So Sad and Unacceptable behaviour!! I hope it opened their eyes!! Saachi vaat kahi che tame Jigishaben.

  Like

Leave a Reply to geetabhatt Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s