વાત્સલ્યની વેલી ૩૧)મેમોરિયલ ડે – અને શિક્ષણ સરવૈયું !

વાત્સલ્યની વેલી ૩૧)મેમોરિયલ ડે – અને શિક્ષણ સરવૈયું !
દર વર્ષે મેમોરિયલ ડે લૉંગ વીકેન્ડ આવે એટલે વર્ષ પૂરું થવા આવ્યું એમ લાગે! અમે વર્ષનું સરવૈયું કાઢીએ ! વર્ષ દરમ્યાન ક્યારેક કોઈ નિયમો ખરડા સ્વરૂપે આવ્યા હોય તે બધું ક્યારેક સપ્ટેમ્બરથી લાગું પડવાનું હોય! પણ આ દેશની ઉન્નતિના પાયામાં આ બધાં વિચાર વિમર્શ જ તો છે ! જેવો કોઈ પ્રશ્ન ઉભો થાય એટલે એના ઉપાયો પણ સૌ શોધવા માંડે! એટલે વાત્સલ્યની વેલીમાં બાળકોને લગતા પ્રસંગો વિષે લખતાં મેમોરિયલ ડે લૉંગ વીકેન્ડ વિષે લખવું વ્યાજબી રહેશે!
વિશ્વના હોંશિયાર બુદ્ધિમાન વિદ્વાનો મુશ્કેલીઓ વેઠીને પણ અહીં વસે છે; કારણ? કારણ કે અહીં આવડતને આગળ કરવાની તક છે! બુદ્ધિના વિકાસની તક છે! સામાન્ય પ્રજાને સારું શિક્ષણ , સામાન્ય માણસને કોઈ પણ જાતની લાગવગ ભલામણ વિના ઉચ્ચ અભ્યાસની સગવડ સહજ મળે છે!
ને તેથી જ તો અબ્રાહમ લિંકન જેવા અત્યંત ગરીબ વર્ગના અને બરાક ઓબામા જેવા નાગરિક દેશના સુકાની બની શકે છે!
આ દેશની શિક્ષણ પ્રથામાં સૌથી મહત્વનું યોગદાન જો કોઈ પ્રેસિડન્ટનું હોય તો તે છે LBJ લિન્ડન બી જોહન્સનનું! ટેક્ષાસના નાનકડા ગામમાં ટીચરની નોકરી કરેલી હોવાથી ગરીબ બાળકોને સમાન શિક્ષણ મળે તે બાબત તેમણે સૌ પ્રથમ વિચારેલું! તો ઉચ્ચ ગુણવત્તા બાબત મહત્વ આપનાર પ્રેસિડન્ટ રેગન હતા! અમેરિકા એટલે સુખ સંપત્તિનો દેશ. અહીં કરેલી મહેનત સોનેરી બનીને ચમકે છે ,એવી એક સામાન્ય માન્યતા છે, કારણકે આવા રાજકારણીઓથી આ દેશ ઘડાયો છે! શિક્ષણની સાથે જ દેશ સેવા પણ એક અગત્યનું અંગ છે! જરૂર પડે તો બધાયે જ લડવા જવું પડે! (આપણી જેમ માત્ર ક્ષત્રીઓએ જ લડવા જવાનું ને યુદ્ધમાં ખપી જવાનું એવું નહીં !) આ ભૂમિ બહાદ્દુર લોકોથી ઘડાઈ છે! અને એ બહાદ્દુરોને પોંખવાનો દિવસ , એ બહાદ્દુરો જે યુદ્ધમાં ખપી ગયાં તે શહીદોને યાદ કરવાનો દિવસ એટલે મેમોરિયલ ડે!
આપણે એને પિક્નિકની ઉજવણીમાં ફરવી નાખ્યો છે!
કારણકે એક તો ઠન્ડીમાં ઠીકરાઈને છ છ મહિના જાણે કે પેટીમાં પુરાઈ રહ્યાં હોઈએ તે સહેજ ઠન્ડી ઓછી થાય અને ત્યાં આ લોન્ગ વિકેન્ડ મળે ! શનિ , રવિ , સોમ ! ત્રણ દિવસની જાહેર રજા! મે મહિનાનો છેલ્લો સોમવાર એટલે મેમોરિયલ ડે! છેક ડિસેમ્બરમાં ક્રિશ્ચમસ ઉપર રજા મળ્યા બાદ જાન્યુઆરીમાં નવા વર્ષની રજા પછી પુરા પાંચ મહિને આવી જાહેર રજા મળે!
બધાં આવી રહેલ ઉનાળાના પ્રોગ્રામો કરવા બેસી જાય ! હરવું , ફરવું , પીકનીક અને પાર્ટીઓ !
તો શું મેમોરિયલ ડે વિકેન્ડ એટલે મોજ – મઝા?
“પ્લીઝ! મેમોરિયલ ડે ના દિવસે કોઈને ‘ હેપ્પી મેમોરિયલ ડે’ કહેશો નહીં !”સીલ -૬ ના કેપ્ટ્ન રોબ ઓ નાઈલના શબ્દો છે: જેમણે બિન લાદનને , મધરાતે પાકિસ્તાનમાં ,એના છુપા ઘરમાં જઈને એને ગોળીએ ઠાર કર્યો. ‘મહેરબાની કરીને આ દિવસને ‘ હેપ્પી’ ના કહેશો ! એ હેપ્પી થઈને ઉજવણી કરવાનો દિવસ નથી !’ એ કહે છે!
કારણકે મેમોરિયલ ડે એ હેપ્પી થવાનો દિવસ નથી .. એ તો
દેશનું રક્ષણ કરતાં ખપી ગયેલ વીર જવાનોને અંજલિ આપી એમની વીરતાને યાદ કરવાનો દિવસ! સદગતના આત્માને સેલ્યુટ કરવાનો દિવસ!
તુમ યાદ ઉન્હેં ભી કરેલો .. જો લોટકે ઘર ના આયેં ! . જો લોટકે ઘર ના આયેં !
દેશની સ્વતંત્રતા માટે , અને એ સ્વતંત્રતાની રક્ષા માટે , જે અમેરિકાને આપણે Land of Opportunity કહીએ છીએ , તેના પાયામાં રહેલ લોકશાહીની રક્ષા માટે અપાયેલાં બલિદાનોને યાદ કરવાનો આ દિવસ!
આમ તો આ દિવસની ઉજવણી છેક સિવિલ વોરથી થઇ છે !

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકા કાળા ગોરાના ભેદભાવથી વહેચાયેલું હતું , અને સિવિલ વોર શરૂ થઇ- ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા અંદર અંદર યુદ્ધે ચઢ્યા ! ત્યારે યુદ્ધમાંથી ઘેર પાછા ના ફરેલ વીર જવાનોનેકબ્રસ્તાનમાં જઈ અંજલિ આપવાનો દિવસ નક્કી થયો હતો .
જો કે ત્યાર પછી વીસમી સદીના પ્રારંભે પહેલા વિશ્વયુદ્ધ પછી , સમગ્ર અમેરિકાએ એક થઈને યુદ્ધમાં ભાગ લીધો .
યુદ્ધ પૂરું થયે અનેક અજણ્યા પાર્થિવ દેહ દેશ આવ્યા.. જેની ઓળખાણ ના પડી , પણ જેણે દેશ માટે બલિદાન આપ્યાં હતાં એવા કોઈના એ લાડકવાયાની યાદમાં Tomb of the Unknown રચાઈ ! એવા અજાણ્યા કોઈ શહીદની શહાદત ઉપર લખાયેલ એક અંગ્રેજી કાવ્યનો ભાવાનુવાદ ઝવેરચંદ મેઘાણીએ કર્યો જે મૂળ કાવ્ય કરતાંયે વધુ સુંદર છે: ‘કોઈનો લાડકવાયો’!
અમેરિકાએ વિશ્વની ઘણી બધી લડાઈઓમાં ભાગ લીધો છે. (વિશ્વમાં નમ્બર વન રહેવાની શું આ કિંમત ચૂકવવી પડતી હશે ? ) આપણે ત્યાંદેશમાં , આપણે પરતંત્ર હતાં ત્યારે , અંગ્રેજોએ આપણાં લોકોને વિશ્વ યુદ્ધોમાં મોકલ્યાં હતાં.
અંગ્રેજ સામેની સ્વરાજ્યની લડતમાં વીર ભગતસિંહ જેવા અનેકોએ બલિદાનો આપ્યા છે.
તો આપણો દેશ આઝાદ થયા બાદ , દેશની નવરચના થઇ ; રાજાઓના રજવાડાઓ સ્વતંત્ર ભારતમાં જોડાઈ ગયાં પછી જુદા જુદા રાજ્યોનું વર્ગીકરણ ભાષા પ્રમાણે થયું . તેમાંનું એક તે બૃહદ મુંબઈ રાજ્ય!
ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ ગુજરાત રાજ્યની માંગણી થયેલ ને અંતે ૧૯૬૦ મે ૧ ગુજરાત મહારાષ્ટ્ર અલગ રાજ્યો બનેલ. એ ચળવળોમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર નવયુવાનોનું એક શહીદ સ્મારક અમદાવાદમાં છે જેનો ઉલ્લેખ અહીં કરું તો અસ્થાને નહીં લાગે ! સૌરાષ્ટ્રમાં પ્રવાસ કરશો તો આવાં વીર જવાનોની ખાંભીઓ તમને જોવા મળશે!
વીર રાજપૂતોની વીરતાને બિરદાવતો દુહો : જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર! અહીં કવિએશૂરવીરનું ગૌરવ કર્યું છે …
તો અહીં અમેરિકામાં , બીજું વિશ્વયુદ્ધ , કોરિયન વોર અને પછી આવી વિયેતનામ વોર! લોકો ભલે કંટાળ્યા હતાં આ બધાં યુદ્ધોથી ; પણ એમાં શહાદતને વોહરેલા જવાનો , એમના કિંમતી જીવનને બિરદાવ્યે જ છૂટકો ! અને કબ્રસ્તાનો અને અન્ય સ્થળોએ પાળિયાઓને ,આ જવાંમર્દોને અંજલિ અર્પવાના , ત્યાં , કબર પાસે દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવી તેમને બિરદાવવાની પ્રણાલિકા શરૂ થઇ.
એકવીસમી સદીમાં યુદ્ધની સ્ટાઇલ બદલાઈ !
ન્યુયોર્કના વર્લ્ડટ્રેડ સેન્ટર પર આતંકી હુમલો થયો પછી ટેરરિઝમ વધી ગયું ! સદ્દામ સાથેની ઇરાકની વોર પછી, અફઘાનિસ્તાન અને સિરિયન વોરમાં પણ અનેક જુવાનો શહીદ થયા . કેમિકલ વેપન અને આતંકવાદે સમગ્ર વિશ્વનો જાણે કે નકશો જ બદલી નાખ્યો !
ભલે ને યુદ્ધ ની રીત બદલાઈ પણ શાંતિ માટે યુદ્ધની જરૂરિયાત તો ઉભી જ છે!! અને અસન્ખ્ય જુવાનો દેશની રક્ષા કાજે હથેળીમાં પોતાનો જીવ લઈને ઝઝૂમે છે! યુદ્ધમાંથી પાછાં આવ્યાં બાદ આ વેટરન્સ લોકોને એમનાં શારીરિક અને માનસિક પ્રશ્નો હોય છે જ. ક્યારેક લડાઈમાં જીતીને ઘણું મમ મેળવ્યા બાદ માનસિક અશાંતિથી પીડાઈને ઘણાએ આત્મહત્યાયે કરી છે! તો એ યુદ્ધના જીવિત સૈનિકોને વધાવવાનો દિવસ તેમને બિરદાવવાનો દિવસ તે વેટરન્સ ડે; અને શહીદ થયેલ વીર સ્ત્રી પુરુષોને અંજલિ આપવાનો દિવસ તે મેમોરિયલ ડે!
પણ એમાં આ પીકનીક અને પાર્ટી ક્યાંથી આવ્યાં? કોઈ પૂછશે .
ઉત્સવ પ્રેમી આપણે સૌ, આવી ત્રણ રજા સાથે મળે એવું વર્ષમાં પણ ભાગ્યેજ બે – ત્રણ વાર મળે- એટલે , આ દિવસોમાં પ્રવાસ કરીએ , પીકનીક અને પાર્ટી કરીએ., મોજ અને મઝા કરીએ!
પણ જેના થકી આ મોજ મઝા છે; જેઓના બલિદાનોથી આ દેશ વિશ્વમાં અગ્રેસર છે તે શહીદોને અંજલિ આપવાનું જ આપણે ભૂલી જઈએ ? અને એને હૅપ્પી મેમોરિયલ ડે કહીને નવાજીએ ?
અરે એ શહીદોની શહાદતને યાદ કરીને ગાજો:
એની ભસ્માંકીત ભૂમિ પર ચણજો આરસ ખાંભી ;
એ પથ્થર પર કોતરજો તમે કોઈ કવિતા લાંબી !
લખજો ખાક પડી આંહીં કોઈના લાડકવાયાની !
અમારાં ડે કેર સેન્ટરનાં બાળકો અમેરિકાનો રાષ્ટ્ર ધ્વજ દોરીને ગૌરવથી મેમોરિયલ ડે ઉજવણીની શરૂઆત કરે છે!

About geetabhatt

I started as a lecturer in Gujarati ( in India ) and running a Child care center in Chicago ( owner /director ) I love writing ( published a couple of books, a CD on lullaby ( gujrati halarda for little girls)free lance writer . Living between California and Chicag)
This entry was posted in ગીતાબેન ભટ્ટ, ચિન્તન લેખ, માહિતી લેખ, વાત્સલ્યની વેલી. Bookmark the permalink.

4 Responses to વાત્સલ્યની વેલી ૩૧)મેમોરિયલ ડે – અને શિક્ષણ સરવૈયું !

 1. Jayvanti Patel says:

  Geetaben,tamaro lekh khub gamiyo. You have covered lot of points which are appropriate and also remind us what memorial weekend stands for! Dhanywad!

  Liked by 1 person

 2. geetabhatt says:

  Thanks Jayvantiben !અમેરિકાની શિક્ષણ પદ્ધતિનું વિશ્વના બીજા દેશો પણ અનુકરણ કરે છે; અને એના પાયામાં અમેરિકાની જાગૃત પ્રજા અને કુશળ પ્રમુખ છે એ કહેવાનો પ્રયાસ કર્યો છે- બહુ ટૂંકમાં . સીટ બેલ્ટ, કારસીટ અને હેલ્મેટના કાયદાઓ થયા તે પહેલાં અમારાં ડે કેર સેન્ટર વગેરેમાં સર્વે થયાં હતાં .. I may write about it in future ..
  જો કે નરેન્દ્ર મોદીની નેતાગીરી હેઠળ દેશમાં પણ શિક્ષણમાં પણ ફેરફાર થશે એવી ઈચ્છા રાખીએ ..

  Like

 3. કેટલી સાચી વાત !
  મે મહિનાને મેમૉરિઅલ ડે તરીકે ઉજવવાનું તો કોને અને કેટલાને યાદ રહેતું હશે?
  વર્ષમાં એક સાથે મળતી બે-ચાર રજાઓને ઉત્સવ પ્રેમીઓ મોજ- મસ્તીમાં જ ગાળે છે.
  તમે કહેલી એક બીજી વાત પણ એટલી જ સાચી છે કે ઓક્ટૉબરથી શરૂ થયેલી ઠંડીથી માંડ મુક્તિ મળી હોય એટલે આ દિવસોને માણી લેવાનું કોણ જતું કરે?
  માની લઈએ કે જેમની યાદમાં આ દિવસ ઉજવાતો હશે એમના પરિવારજનો ચોક્કસ એમને અંજલિ આપવાનું નહી જ ચૂકતા હોય.

  Like

 4. ગીતાબેન,મેમોરીઅલ ડે અંગેનો ખરેખર સુંદર માહિતીસભર લેખ.અમેરિકાના જુદાજુદા સમયના યુદ્ધ સાથે ભારતના વીર શહીદોને પણ અંજલિ આપી.સાથે કવિ મેઘાણીનું “ લાડકવાયો” તે અંગ્રેજી કવિતા પરથી રચાયેલ છે તે જાણકારી આજે જ મળી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s