પ્રેમ પરમ તત્વ :હેપી મધર્સ ડે: સપના વિજાપુરા

આજ મધર્સ ડે  હોવાથી પ્રેમ એક પરમ તત્વ: 1 ને હું ફરી મૂકું  છું. થોડાં  ઘણાં  વધારા સાથે।

“આંખ જ્યારે ખોલી મેં, તો ખુદને તેના ખોળામા પામ્યો..
રડ્તો હતો હું જ્યારે જ્યારે, ત્યારે છાતીએ મને દાબીને તેણે અમ્રુતનો ઘુટડો પાયો.”
-સેજપાલ શ્રીરામ પી.
માનવી પંચતત્વથી બનેલો છે.પણ ઈશ્વરે એમાં એક છઠ્ઠું  તત્વ ઉમેર્યુ છે,જે પ્રેમ છે. કોઈ પણ વ્યક્તિનો સૌ પ્રથમ પ્રેમ એની મા હોય છે.મા વગર કોઈનો જન્મ શક્ય નથી. મા પાસે ખામોશીની ભાષા છે પ્રેમ. ભગવાને માને એવો પ્રેમ આપ્યો છે એ બાળકની દરેક જરૂરિયાત પૂરી કરે છે! અને અંતે એજ પ્રેમ જરૂરિયાત બની જાય છે. મા પાસે આ તત્વ ના હોત તો સ્ત્રીઓ બાળકોને જન્મ આપી રખડતા મૂકી દેત!  હર પ્રેમ કરતા મા નો પ્રેમ ઊંચો દરજ્જો પામ્યો છે કારણકે માનો પ્રેમ અપેક્ષા અને સ્વાર્થ રહિત હોય છે.બાળકની દુનિયા માં નીઆસપાસ ફરતી હોય છે. મા ના પાલવમાં એને સુરક્ષા લાગે છે. મા શબ્દ મુખમાં થી નીકળતા મમતા, સ્નેહ, લાગણી, અને પ્રેમ સાગરના મોજાની જેમ ઉછળે છે. માનવી જેમ શ્વાસ વગર રહી શકતો નથી એમ પ્રેમ વગર રહી શકતો નથી. આ પ્રેમનો પાયો મા ચણે છે! ગર્ભમાં થી મા બાળકને પ્રેમની ઉર્જા આપવાનું ચાલું કરે છે! પ્રસવની વેદના પણ એ ખમી જાય છે એ બાળકની પ્રતીક્ષામાં! તેથી મા ના પગ નીચે જન્નત છે એવું કહેવામાં આવે છે.ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ ,ઘણી વેદના અને સંવેદના પછી એને બાળકની ભેટ મળે છે. અહીં માં ઈશ્વરના પ્રેમને યાદ કર્યા વગર રહી શકતી નથી.અને આ વેદના સાથે ઈશ્વર માના ગર્ભમાં પ્રવેશી જાય છે અને માટે જ બાળક જ્યારે માં ના ગર્ભમાં હોય ત્યારે મા ને ખબર નથી કે આ બાળક કેવું છે દીકરી છે કે દીકરો!! તંદુરસ્ત છે કે નહીં! છતાં મા ના દિલમાં ઇશ્વર એ બાળક પ્રત્યે એટલો પ્રેમ મૂકી દે છે કે મા ની દુનિયા એ બાળક બની જાય છે.મા ને પુત્ર કે પુત્રીનો પહેલો સ્પર્શ પણ યાદ રહી જાય છે!! અને પ્રેમ વાત્સલ્ય બની જાય છે.
મા વિશે લગભગ બધા સાક્ષરોએ કલમ ચલાવી હશે. માનો પ્રેમ જેને મળે તે જ જાણે.. નવ મહિના દરમિયાન મા ગર્ભમાં નિઃસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમના ફૂલોની સુગંધ આપણે માટે મૂકતી જાય છે. તાજા જન્મેલા બાળકને ધવડાવતી માની કલ્પના કરો. એ દૃશ્યમાં માની મમતા ઊભરાય છે. “મેં પહેલી વાર જ મારા દીકરા ને ગોદમાં લીધો , એ પળ હું કદી ભૂલીશ નહિ. એક નવી જિંદગી મારા હાથમાં ધબકતી હતી.
બંધ કમરામાં,
It’s a boy!!..કહી .નર્સે તને મારા હાથમાં મૂક્યો.
મેં તને છાતી સરસો ચાંપ્યો,
છાતીમાંથી ક્ષીર ફૂટ્યાં
તારા નાનાં નાનાં
હાથનો સ્પર્શ
સ્નેહનાં પારણાં ઝૂલાવે,
અને હું થઈ પ્રેમવિભોર!

સપના વિજાપુર

આ તો મારા દીકરાની વાત થઇ હવે વાત કરું મારી ‘બા’ની બા ને નવ સંતાન થયા પણ બધાને સમાન પ્રેમ કરનાર એ જનેતા દરેક જાતના દુ:ખ વેઠીને પોતાના બાળકોને દરેક પ્રકારના સુખ આપ્યા હતા. બા આ દુનિયામાં નથી પણ બા તમારી દુઆ અમારી સાથે છે. આજ મધર્સ ડે  ના દિવસે બસ આટલું જ કહીશ કે રોજ મધર્સ ડે  ઉજવીએ, રોજ તારા પગ પખાળી પાણી પીએ  તો  પણ તારા ઋણ  અમારાથી નહિ ચૂકવાઈ।

એક હતી બા

જુનો સાડલો અને થાકેલો ચહેરો
બા એટલે કરુણાનો દરિયો

નવ બાળકોની માતા રુએ
બા  એટલે કરુણાનો દરિયો

સાતને રાખ્યાં છાતી ઉપર
બા  એટલે કરુણાનો દરિયો

બે ને પહોંચાડ્યા ખુદા પાસે
બા એટલે કરુણાનો દરિયો

હાડકા ખોખલાં થયાં તારા
બા એટલે કરુણાનો દરિયો

પથારીમાં આવી ગઈ તું બા
બા એટલે કરુણાનો દરિયો

ડોકિયા કરે મોત આંખેથી
બા એટલે કરુણાનો દરિયો

એક એક બાળક આવે જાય
બા એટલે કરુણાનો દરિયો

વરસોથી સંભાળ્યું બધુ છૂટયું
બા એટલે કરુણાનો દરિયો

ખૂટી ગયાં છાતીમાં શ્વાસો
બા એટલે કરુણાનો દરિયો

માથાં પર હજી લાગે છે હાથ તારો
બા એટલે કરુણાનો દરિયો

એક દિવસ આવશે મારો વારો
બા એટલે કરુણાનો દરિયો

સપના વિજાપુરા

 
માં ના હાથમાં જ્યારે શીશુને મૂકવામાં આવે તો માં કેટલી પ્રેમવિભોર થઈ જાય છે. પ્રેમ નાં ક્ષીર છાતીમાં ઊભરાઈ આવે છે!!આવો અદભૂત પ્રેમ તો મા અને બાળકનો જ હોય શકે!! માના પ્રેમમાં ઈશ્વરનો પ્રેમ છે!! માં ના દ્વારા જ ઈશ્વરનો અનાયાસ પ્રવેશ આપણા જીવનમાં થાય છે.
જીવનમાં બધું સ્પષ્ટ નથી હોતું કેટલાક પ્રેમ સદાય રહસ્ય હોય છે તો કેટલાક અકળ… જે તમે, કે આપણે સૌએ જન્મતાની સાથે અનુભવ્યો છે.આવો માત્રુ પ્રેમ દેવો પણ તરસે છે.માનો પ્રેમ એટલે આનંદ,એક સનાતન અવસ્થા, અંગ અંગમાં આનંદ છલકે મલકે -ઝળકે કોઈ શાશ્વતીનો સ્પર્શ જાણે કોઈ પરમ તત્વ
સપના વિજાપુરા

This entry was posted in ચિન્તન લેખ, સપના વિજાપુરા, Uncategorized by sapana53. Bookmark the permalink.

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.

5 thoughts on “પ્રેમ પરમ તત્વ :હેપી મધર્સ ડે: સપના વિજાપુરા

 1. સપનાજી,

  તમને પણ, આ સાથે મૂકેલા મારા યાર્ડના મોગરાના ફુલો અને કાવ્યથી.

  કુશળ હશો.

  ‘ચમન’

  Chiman Patel ‘chaman’

  Note:

  To open any link listed below, Right click on it and then click on ‘Open link on new window’ 2nd item on the listing.

  http://chimanpatel.gujaratisahityasarita.org/
  http://pustakalay.com/phoolwadi.pdf (Humorous articles)
  http://pustakalay.com/kavita.pdf
  https://sureshbjani.wordpress.com/2007/08/20/chiman-patel/

  ________________________________

  Like

 2. ‘કાવ્ય બહુ ગમ્યું. સાચે જ એક હતી બાનો કરુણાનો દરિયો ભીંજવી ગયો. માતૃદિનની શુભેચ્છા।

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.