પ્રેમ પરમ તત્વ: 26 -શિકાગો – સપના વિજાપુરા

ઈન્સાન સાથે રહી એની સાથે પ્રેમ થઈ જાય એ વાત તો ખૂબ સામાન્ય છે. જે ઘરમાં રહીએ એ ઘર સાથે મહોબત થઈ  એ વાત પણ સામાન્ય છે. જ્યાં જન્મ લીધો એ ધરા સાથે પ્રેમ થઈ જાય એ વાત પણ ખૂબ સામાન્ય વાત છે. પણ જે કર્મભૂમિ પર ૪૦ વરસ રહ્યા અને એક એક કણ સાથે સંબંધ જોડ્યો.એક એક કણને મહોબત કરી. એ મારી કર્મભૂમિ શિકાગોમાં આવવાનું થયું. અને પ્લેનમાં થી ઊતરી એરપોર્ટની બહાર આવી તો મારી આંખમાં આંસું આવી ગયા. શિકાગો.. શિકાગો.. શિકાગો.. મોઢામાંથી નીકળી ગયું.અને પ્રેમથી હ્રદય ગદગદ થઈ ગયું. જમીન પર બેસી જમીનને ચૂમી કરી લેવાનું મન થયું.અહીંનું એક એક વૃક્ષ એક એક ફૂલ એક એક પંખી મારા સ્વાગત માં હાથ લાંબા કરી બાહો પ્રસારી મને ગળે લગાવવા તત્પર. હતાં. હવે મને ખ્યાલ આવ્યો કે હું શિકાગોના પ્રેમમાં હતી. શિકાગોની હવા ઊંડો શ્વાસ લઈ ફેફસાંમાં ઉતારી. ખૂબ શાંતિ લાગી. 

 શિકાગોની ઠંડી ઠંડી હવા એક પાનેતરની જેમ મને વીંટળાઈ વળી. લેઈક મિશિગન ના મોજાનો ઘુઘવાટ હ્દયની આરપાર ઊતરી ગયો. ભારતથી સીધી હું શિકાગો આવેલી. નજર સામેથી મારી આખી જિંદગી પસાર થઈ ગઈ. ક્યાંક મને મારા રોમાન્સના દિવસો યાદ આવી ગયાં તો ક્યાંક મને દીકરાના નાના નાના પગલાં દેખાય આવ્યા.તો કયાંક મને દીકરો દુલ્હો બનેલો જડી આવ્યો. યાદ..યાદ.. યાદ.. યાદનું  તો એવું ભાઈ કે ક્યારે પણ ટપકી પડે આંસું વાટે કે સ્મિત વાટે. હું તો પ્રેમથી છલકતું આ શહેરને જોઈ રહી.અહી મને કશું અજાણ્યું લાગતું ના હતું.અહીં બધાં ચહેરા પોતાના અને બધી આંખોમાં પ્રેમ છલકાતો લાગતો હતો.વિલિયમ ટાવર અડીખમ ઊભો હતો. લોકોને આવકાર આપવા માટે.બહાઈ ટેમ્પલ કમળ બની મહેકી રહ્યું છે. બંકિમ હામ ફાઉન્ટન મિશિગન લેઈકની બાજુમાં રહીને રંગબેરંગી પાણી ઉડાડી રહ્યો છે. 

પ્રેમ ને કોઈ સીમા નથી એ જીવંત વ્યકિત સાથે પણ થાય. અને નિર્જિવ વસ્તુ સાથે પણ થાય.મારો રૂમ,મારી પથારી, મારો પીલો, મારી રજાઈ, મારું રસોડું,મારું ઘર!! અને મારું શહેર!! શિકાગો! જે હવે મારું નથી.પણ પ્રેમમાં જરા પણ ખોટ આવી નથી.શિકાગોમાં ખૂબ સ્નો પડે.ઠંડી પણખૂબ પડે.આ અહીં ભરપૂર સ્નો પડી રહ્યો છે. એપ્રિલ મહિનામાં સ્નો! પણ તો પણ પ્રેમ આ સ્નોના પૂમડાની જેમ હવામાં ઊડી રહ્યો છે. પણસ્નો સાથે સાથે  વસંત ઋતુ  પણ આવી ગઈ  છે.રંગબેરંગી  ડેફેડેલ, કમળ,ટુલિપ્સના ફૂલોથી બાગ બગીચા અને લોકોના યાર્ડ શોભી રહ્યા છે. ગ્રાસ લીલું થવા લાગ્યું છે. અને વૃક્ષ પર લીલી કૂંપળ ફૂટવા લાગી છે.પંખીના સૂરીલા ગીત સંભળાય રહ્યા છે. વસંતની ખુશ્બુ ચારે તરફ ફેલાઈ રહી છે. વરસાદથી તળાવ ભરાઈ ગયા છે. જન્નત આનાથી વધારે સુંદર ક્યાંથી હોય? પણ હોય પણ શકે છે.છતાં શિકાગો જન્નત નથી પણજન્નત થી કમ પણ નથી.કોઈપણ વ્યક્તિ પહેલી નજરમાં પ્રેમમાં પડે એવું શહેર છે શિકાગો.પ્રકૃતિ સાથે મને સદા પ્રેમ રહ્યો છે. એક ફૂલ જોઉંએટલે મારું દિલ બાગ બાગ થઈ જાય. એક પંખીને ગાતું જોઉં તો મારું મન થનગાટ કરવા લાગે.અને વરસાદ જોઉં તો મન પલળી પલળી જાય આદ્ર થઈ જાય!! શિકાગોમાં આ ચારે ઋતુ જોવા મળે. એ એની સુંદરતા છે.મન ભાવ વિભોર થયું. શિકાગોને મારી પાસે કોઈ આશા નથી, મને શિકાગો પાસે કોઈ આશા નથી તેમ છતાં અમે એકબીજાને અનહદ પ્રેમ કરીએ છીએ. આનાથી વધારે પરમ પ્રેમનું  ક્યું ઉદાહરણ હોય શકે.શિકાગોતને સલામ!! તારા કણ કણ ને સલામ!! તારે ત્યાં રહેતા મીઠડાં ચહેરાઓને સલામ!!

સપના વિજાપુરા

This entry was posted in ચિન્તન લેખ, સપના વિજાપુરા, Uncategorized by sapana53. Bookmark the permalink.

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.

3 thoughts on “પ્રેમ પરમ તત્વ: 26 -શિકાગો – સપના વિજાપુરા

 1. પ્રેમ અંગે સંત કબીર એના દોહામાં કહે છે કે …

  પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોય
  ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.

  પ્રેમ ન બાડી ઉપજે , પ્રેમ ન હાટ બિકાય
  રાજા-પરજા જેહી રુચે, સીસ દેઈ લે જાય.

  Like

 2. સપનાબેન,
  તમે તો જાણે સૌના મનની વાત કરી. વ્યક્તિ જન્મે ત્યારે એ ઘર, એ શહેરની જેમ જ જે એની કર્મભૂમિ બની રહે, જ્યાં એના સપના સાકાર કરવાની તક મળે એ ભૂમિ સાથે પણ એટલી જ માયા બંધાઈ જાય.
  એ માયા માત્ર ઘર કે શહેર સુધીની જ ક્યાં હોય છે? એ માયા તો હવાની કણે કણ, માટીની રજે રજ સાથે બંધાઈ જાય છે અને બંધાયેલી રહે છે.

  Like

 3. Very nice ! Read my poem
  શિકાગો : મારી કર્મ ભૂમિ !
  હવે મને સમજાયું શિકાગો શું છે !
  સ્નો સ્ટોર્મ ને વિન્ડી સીટી ના તખલ્લૂશથી વિશેષ છે!
  ઠંડી , સ્નો ને થાય એલરજી – સ્પ્રિંગ ફોલ માં ભલે ભલે;
  તોય મને ફાવી ગયુંતું રહેવાનું – મિસ કરું હવે!
  ત્યાં જીવન અરુણોદય ખીલ્યો
  નયણે સો સૂરજ તેજ ભરી
  હથેળીમાં તારલિયાં ઝાલ્યાં,
  મેઘ ધનુષના રંગ ભરી
  ચીતરયાતા જીવન સપનાઓ
  લેક મિશિગન પાસ અહીં
  ધબકતાં હૈયે છેડયાતાં
  સપ્ત સુર આલાપ અહીં
  એ શહેરની કંઈક ગલીઓમાં
  યાદોના ઢગલે ઢગલા છે
  સ્નો પીગળે પણ એ નહીં પીગળે
  ખાતરી એની પાકી છે!

  હવે મને સમજાયું શિકાગો શું છે !
  દૂર રહ્યાં તો જાણ્યું એનો લગાવ
  lકેવો ભારે છે

  શનિ રવિ ની સાંજ ઢુકડી ,મન્દિર ઝાલરનાં ઝણકાર ,
  ભેરુ સન્ગ ભાગોળ ભટકતા
  છે એવા ભાઈબઁધ બે ચાર
  ટોળાની એકલતા વચ્ચે
  રૂંધાયો ,રોયો કંઈ વાર
  પણ એકાદ વસે આ શહેરે
  જે સૂણે લવરી મુજ અડધી રાત
  માત ગઈ , મા ભોમ છૂટી ને
  વીતી જીવનની ઘટમાળ
  સાંજ ઢળી , ને રાત ઢુંકળી
  ના જાણું ક્યારે પૂર્ણ વિરામ
  હવે મને સમજાયું કર્મ ભૂમિ શું છે!
  કર્મ કર્યા ને જીવન બનાવ્યું
  સફળ શાંત જીવનભાતું
  જે શહેરી બઁધાવી આપ્યું
  એ શિકાગો ની મમતા આ ભવમાં
  ભૂલવી ભારેછે!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.