જિંદગી જેવી અનિશ્ચિત કોઈ વસ્તુ નથી અને મોત જેવી નિશ્ચિત કોઈ વસ્તુ નથી. પણ મરનાર કરતા મોતનો આંચકો પાછળ રહી જવા વાળાને વધારે લાગે છે. વરસોનો સાથ છૂટી જાય છે. ખાસ કરીને એ પતિપત્ની હોય તો. જિંદગીના ચડાણ અને ઉતાર માં એકબીજાને સાથ આપેલો હોય ત્યારે અચાનક એક પંખી ઊડી જાય તો માળો સૂનો થઈ જાય છે. ત્યારે કોણ કોના થી કેટલું નારાજ હતું એ બધું ભૂલાઈ જાય છે.
મારું હ્રદય આજ દર્દથી ભારે થઈ ગયું છે. આ પોસ્ટ મૂકતાં મારી આંખો આંસુથી ભીની થઈ ગઈ છે. ભારે હ્રદય થી જણાવવાનું કે મારી ખૂબ વહાલી સખી ખુર્શિદ માવજી ના પતિ ઝોહર માવજી નું અવસાન થયું છે. ઝોહરભાઈ એક નિખાલસ હ્રદયના માલિક હતાં. ખુર્શિદ સાથે એમના પ્રેમલગ્ન હતાં. બાવન વરસનું એમનું લગ્ન જીવન એક આદર્શ અને પ્રેરણારૂપ હતું.હ્રદયના ખૂબ જ ભોળા હતા. અમારી સાથે વરસોથી દોસ્તી હતી. અને ખૂબ જ ઉદાર હ્રદયના હતાં. ગરીબ અનાથને તથા સગાંવહાલાંઓને મદદ કરવી એ એમના લોહીમાં હતું.
ખુર્શિદને એમણે એક કાચની ઢીંગલી જેમ સાચવીને રાખેલી.. કોઈપણ જાતની તકલીફ પડવા દીધી ન હતી. હાથમાં પડેલા ફોલ્લાની જેમ એને સાચવી છે. ઝોહરભાઈ હમેશા અમારા દિલમાં રહેશે. ઝોહરભાઈના પાકિસ્તાનના વતની હતાં ખુર્શિદ મુંબઈથી હતી. ૧૯૬૬૦ ની વાત છે કેઝોહરભાઈ “મેરે મેહબુબ” મુવી જોવા ભારત આવેલા અને ખુર્શિદની દાદીનું પાર્સલ કોઈએ આપેલું જે ખુર્શિદના ઘરે આપવા ગયેલા. કોણે દરવાજો ખોલ્યો? ખુર્શિદે!! અને પ્રથમ નજરે ઝોહરભાઈ પ્રેમમાં પાગલ થઈ ગયાં. ‘મેરે મેહબુબ’ એમને મળી ગઈ. મારી સખી રૂપાળી પણ ખૂબ જછે.પણ ખુર્શિદે લગ્ન માટે ના કહી.
સમય તો વહેવા લાગ્યો, પણ ઝોહરભાઈ એ નક્કી કરેલું કે લગ્ન કરીશ તો ખુર્શિદ સાથે જ! અને દાદીનું મૃત્યુ થયું. ખુર્શિદને ભારત છોડી પાકિસ્તાન એમના મમ્મીને ત્યાં જવું પડ્યું. જ્યાં ઝોહરભાઈ આતુરતાથી ખુર્શિદની રાહ જોઈ રહ્યા હતાં. ખૂબ જ સમજાવટ અને કોશિશ પછીખુર્શિદ માની ગઈ. બન્નેના ઇસ્લામિક ફીરકા પણ જુદાં જુદાં હતાં. ખુર્શિદ ઇસ્માઈલી અને ઝોહરભાઈ શિયા ઈશ્ના અશ્રી. પણ મહોબતની જીત થઈ અને પ્રેમ જીતી ગયો.
બન્નેનું જીવન ખૂબ પ્રેમમય રીતે વીતી ગયું. ૧૯૭૨ માં અમેરિકા આવ્યાં. એમને બે ખૂબસુરત દીકરીઓ ઈશ્વરે આપી. ઝોહરભાઈએ ડ્ન્કીન ડોનેટઅને બાસ્કીન રોબીન ના બીઝનેસ પણ કર્યા. કૉમ્યુનિટી માં ખૂબ માન પાન મેળવ્યા.એમનું જોડું ખૂબ વખણાતું. ઝોહરભાઈ તો ખુર્શિદ વગર રહી જ ના શકે. એ ખુર્શિદને ‘શેની’ના હુલામણા નામથી બોલાવતા. ખુર્શિદ એમને ‘જોય’ કહીને બોલાવતી કારણકે એ જવાનીમાં જોય મુકરજીજેવા દેખાતા હતા!! આમ તો એમને બહું પહેલા હાર્ટએટેક આવેલો પછી સ્ટ્રોક પણ બે ત્રણ વાર આવેલા. છેલ્લો સ્ટ્રોક ૨૦૧૬ માં આવેલો અને ફરી એમાંથી ઊભા ના થઈ શક્યા! અને ૧૪ મી એપ્રીલ ૨૦૧૯ રોજ એ અલ્લાહને પ્યારા થઈ ગયાં. ખુશિદે છેલ્લા ત્રણ વરસ એમની જે સેવા કરી છે તે ઉપરથી કહી શકું કે બન્ને ને એકબીજા માટે કેટલો પ્રેમ હતો. એક બાળકની જેમ એ ખુર્શિદનો દામન પકડીને રહેતા હતાં. મને ખબર છે ખુર્શિદ માટે ખૂબ અઘરું છે ઝોહરભાઈ વગર રહેવાનું. પણ એક પંખી વહેલા ઊડી જવાનું એ કુદરતનો નિયમ છે.પણ ઝોહરભાઈ જરૂર કહેતા હશે કે
” જિંદગીકો બહોત પ્યાર હમને દિયા, મોતસે ભી મહોબત નિભાયેગે હમ
રોતે રોતે જમાનેમે આયે મગર હસતે હસતે જમાનેસે જાયેગે હમ
જાયેગે પર કિધર હૈ કિસે યહ ખબર કોઈ સમજા નહી કોઈ જાના નહીં”
આ દુનિયામાં જે આવ્યું છે એ જવાનું છે. કોઈ પણ અહીં અમર નથી. મોત થી મહોબત કરવી સહેલી નથી કારણકે મોત એ જુદાઈ નું નામ છે પણ મોતને જો ઈશ્વર સુધી પહોચવાનો માર્ગ ગણવામાં આવે તો. મોતનો ડર દિલમાંથી નીકળી જાય અને મોતથી પ્રેમ થાય. દુનિયાનો પ્રેમ ખૂબ ક્ષણિક છે અને એનો અંત જરૂર થવાનો ઈશ્વરનો માર્ગ અનંત છે અને કાયમી છે. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ પરમ છે!! આજ પ્રેમ પરમ તત્વ વિષે થોડું પીડાદાયક લખાય ગયું પણ હમેશા પ્રેમ એટલે રોમાન્સ નથી હોતો.આરાધના, પ્રભુભક્તિમાં પણ પ્રેમ છૂપાયેલો હોય છે. જ્યારે હું કબ્રસ્તાન પાસેથી પસાર થાઉં તો મુલ્લા સાહેબનો એક શેર યાદ આવી જાય છે.
હર કબ્રસે મુલ્લા યહી આવાઝ આતી હૈ
સહી ફરમાયા …..
આગાઝ કોઈ ભી હો અંજામ યહી હૈ!
અને એટલે જ ભરપૂર પ્રેમથી જીવન વિતે તો અંતે કોઈ રંજ ન રહે.
LikeLike
આભાર રાજુલબેન
LikeLike
મોતનો આંચકો પાછળ રહી જવા વાળાને વધારે લાગે છે. વરસોનો સાથ છૂટી જાય છે. ખાસ કરીને એ પતિપત્ની હોય તો.
આપની વાત સાચી છે સપનાબેન. અનુભવસિદ્ધ વાત છે.
એ તો જેને રામ બાણ વાગ્યાં હોય એ જ જાણે !
LikeLike
સાચી વાત છે આભાર
LikeLike
સપનાબેન ,ખરેખર મૃત્યુ નિશ્ચિત છે તે બધાંને ખબરછે. પણ પોતાની પ્રિય વ્યક્તિને ગુમાવવી તે વાત વિચારીને જ આંખે
અંધારા આવી જાય છે.તો જેને તે સત્ય વેઠવું પડે તેને માટે તો તે ખૂબ અઘરું અને દુ:ખદાયક છે.
LikeLike