૨૫ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

સાચને આવે આંચ

સત્યમ્ શિવમ્ સુન્દરમ્. “ઈશ્વર સત્ય હૈ, સત્ય હી શિવ હૈ, શિવ હી સુંદર હૈ.” સત્ય જો શાશ્વત હોય તો ભલા તેને આંચ કેવી રીતે આવે? ઓશોએ કહ્યું છે, “આનંદ સત્ય કી પરિભાષા હૈ.” સત્ ચિત્ આનંદ માણસની મૂળ પ્રકૃતિ રહી છે.

સમય, સાબિતીની રાખ તેના પરથી ઉડી જાય છે ત્યારે નગ્ન સત્ય અસલ સ્વરૂપે પ્રગટ થાય છે. આવા સોહામણા સત્યને કળિયુગના પ્રભાવ તળે માનવનો રાક્ષસ સ્વભાવ કદરૂપુ બનાવી દે છે. પછી કોર્ટમાં કઠેડામાં ઊભા રહીને દરેક વ્યક્તિ પોતાની જુબાનીમાં ગીતા પર હાથ મૂકીને કહે છે, હું જે પણ કહીશ તે સત્ય કહીશ.” સત્ય એક જ હોય છે તો પછી એક જ કેસ માટેની દરેક જણની જુબાની સત્ય કેવી રીતે હોઈ શકે? માનવનું દાનવરૂપ અલગ અલગ દ્રષ્ટિકોણથી પ્રગટ થાય છે. સીધા-સાદા સત્યને પૂરવાર થતાં ક્યારેક વર્ષો નીકળી જાય છે. કોર્ટમાં સત્યમેવ જયતે લખેલું હોય છે છતાં ક્યાંક સત્યનો વિજય થાય છે તો ક્યારેક સત્ય સુપ્રીમ કોર્ટમાં પણ મૂંગે મોંઢે હાર સહન કરી લે છે. પરંતુ મૃત્યુથી પર ચિત્રગુપ્તની સભામાં દેવ હોય કે માનવ, કરેલાં કર્મોનાં લેખાજોખામાંથી બાકાત રહી શકતો નથી. સત્ય પ્રગટ થઈને પૂરવાર થાય જ છે. આખરે સાચને ન આવે આંચ.”

ક્યારેક જૂઠું બોલવાથી અંદર બેઠેલો ઈશ્વર તમને ટોકે છે. તમને ગમતું નથી કે તમે અસત્ય બોલી રહ્યાં છો છતાં પણ ગભરું માનવ ડરથી, પોતે કરેલાં પાપથી બચવા અસત્યનો સહારો લે છે. આ કળિયુગનું પ્રમાણ છે પરંતુ જેણે સતનો સં કરેલો છે એટલે કે સત્સંગ સાથે જોડાયેલો છે એવી વ્યક્તિ સત્યના રાહ પરથી ડગતી નથી.

સત્યથી શ્રેષ્ઠ કોઈ ધર્મ નથી પરંતુ જૂઠું બોલવું એ કળિયુગનો મંત્ર બની ગયો છે. હા, સત્યને સાબિત કરવા ધીરજ ધરવી પડે છે. એક જૂઠને સાબિત કરવા સો વખત જૂઠું બોલવું પડે છે. જ્યારે સત્ય બોલવું સરળ હોય છે, તેના માટે કોઇ વિચાર કરવો પડતો નથી. છતાં લોકો જૂઠું બોલતાં અચકાતાં નથી. જૂઠના પાયા પર ઊભી થયેલી ઇમારત ક્યારે કકડભૂસ થાય અને તેનાં માઠાં પરિણામ આવે એ તો ઈશ્વર જ જાણે! સત્યને મઠારીને બોલવું તે પણ એક કળા છે. જેમકે મહાભારતનાં યુધ્ધમાં “અશ્વત્થામા મરાયો, હાથી પણ હોઇ શકે.”

માના પેટમાંથી બાળક મોબાઈલ એપની સાથે સત્ય અસત્ય શીખીને બહાર આવે છે ત્યારે હમણાં મીલપીટાસ હવેલીમાં વિદ્યામંદિરના થી ૧૩ વર્ષની ઉંમરનાં બાળકોએ ઉત્સવ ઉજવ્યો. જેનો થીમ સત્યમેવ જયતે હતો. પુષ્ટિમાર્ગના પાયાના સિદ્ધાંતમાં સત્ય અને સત્સંગ છે. તે સમજાવતી સ્કીટ, શ્લોકો, ગરબા અને નાટક રજૂ કરીને લોકોને પ્રભાવિત કર્યાંતાં. કૂમળો છોડ વાળીએ તેમ વળે. જો સત્ય વિશે પ્રહલાદ, યુધિષ્ઠિર, સત્યવાદી હરિશ્ચંદ્ર, નરસિંહ મહેતા, ગાંધીજીની વાતોને પોતાના ધર્મ સાથે સાંકળીને બાળકો દ્વારા રજૂ કરવામાં આવે તો આ ધર્મનાં મૂળ ઊંડા જવાનાં અને આવનાર પેઢીનું ભવિષ્ય ચોક્કસ ઉજળું રહેવાનું. બાળક ધર્મ સાથે જોડાયેલું રહેશે તો તે સારા-નરસાનો, સત્યઅસત્યનો વિવેક શીખશે. અને પોતાની જાતને બચાવીને પોતાનું આગવું વ્યક્તિત્વ ઉપસાવી શકશે. ગીતા હોય કે બાઇબલ, દરેક સંપ્રદાય સત્યનો મહિમા ગાય છે. સત્યનું આચરણ એ ધર્મનું એક અંગ છે. અસત્ય પર સત્યની જીત એટલે નવરાત્રી પછી આવતો વિજયાદશમીનો તહેવાર. હોલિકાનું દહન એટલે સત્યનો વિજય.

સત્ય ભલે કડવું, કપરું કે આકરૂ હોય, એને સિદ્ધ કરતાં નાકે દમ આવે પરંતુ સત્યથી એક પ્રકારની ચેતનાનો પ્રકાશ પ્રગટશે. જેનાથી અંતઃકરણમાં અજવાળું થશે. જેનાથી દગો, લો, મોહ, અહંકાર, રાગ, દ્વેષ વગેરેની મલિનતા દૂર થઈ શુદ્ધતા, સાત્વિકતા, સરળતા, અને સહજતાનો પ્રકાશ આવિર્ભાવ થશે. આ જ ધર્મ છે. જ્યાં ધર્મ છે ત્યાં વિજય નિશ્ચિત છે. ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે દેશની આઝાદી મેળવી હતી.

3 thoughts on “૨૫ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

  1. સત્ય એ જ શિવ છે. સત્ય જેવું બીજું કશુંજ સુંદર આ જગમાં હોઈ શકે જ નહીં કારણકે એ આપમેળે પ્રકાશિત છે એને અન્ય ઉછીના ઉજાસની જરૂર પણ નથી.
    હા, સત્ય કડવું હોઈ શકે, સ્વીકારવું કે અમલમાં મુકવું અઘરું પણ હોઈ શકે પણ એકવાર સત્યના આશરે હો પછી તો આત્મા પર કોઈ બોજ તો નહી જ રહે. મનમાં નિતાંત શાંતિ જ શાંતિ…

    Like

  2. કલ્પનાબેન સત્ય એજ ઈશ્વર અને સત્ય જ સુંદર છે તેવાત ખૂબ સુંદર રીતે આલેખી .સરસ રજૂઆત….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.