પ્રેમ એક પરમ તત્વ 23 સપના વિજાપુરા

પ્રેમ એટલે એક એહસાસ! એક સુંદર ભાવના! પ્રેમનું નામ આવે એટલે સુગંધ સુગંધ પ્રસરે ચોતરફ! કોઈ તમારી આંખે કેસર ઘૂટે તો કેવું લાગે!!પ્રેમનો અનોખો એહસાસ તમને કલ્પનાની દુનિયામાં લઈ જાય છે. વ્હાલમના આવવાનો એહસાસ કેવો છે? વાસંતી વાયરાની વહાલ ભરી લહેરખી!! પંખીઓનો કલરવ સંભળાય, કોઈનું આંગણ પ્રેમના પાવાથી ગુંજી ઊઠે.કોઈ મનગમતી વ્યકિત નજરે ચડે તો ધડકન ચૂકી જવાય!! ભરી મહેફીલમાં બસ એક વ્યકિત પર નજર ઠરી જાય!! મન એના રાગે રંગાઈ જાય! અને એના આવવાથી આંખો લજાય લજાય જાય !!આસમાન એના રંગે રંગાઈ જાય!આસમાન મેઘધનુષી બની જાય અને એના રંગ તમારી છાતીમાં સમાય જાય!જગ આખું નવપલ્લવિત લાગે!! બધી દુનિયાનાં વહેવારની વાત ભૂલાઈ જાય! સમાજ, ધર્મ કુટુંબકબીલા બધા શું કહેશે એ વાત ભૂલાઈ જાય! આંખમાં કેસર ઘૂંટવાની વાત કેટલી મીઠી લાગે છે! પ્રેમનો નશો સીધો આંખોમાં ઊતરે છે.જે વ્યકિત પ્રેમ કરે છે એની આંખો ઉપરથી જાણી શકાય છે, કે આ વ્યકિત પ્રેમમાં છે!!પ્રેમનોએહસાસ થાય તો આ જગ ખૂબ સુંદર લાગે, કારણકે વહાલમના વહાલનો રંગ હર ફૂલમાં હર ઝરણમા, હર પંખીમાં દેખાય છે  એ વહાલમ શમણેઆવી હેત વરસાવે છે.પ્રિતનું આલેખન આનાથી વધારે ક્યું સુંદર હોય શકેપ્રેમના એહસાસને કલમથી વર્ણવવો ખૂબ મુશ્કેલ છે આ મુશ્કેલ કામ કવિ ખૂબ આસાનીથી કરી શકે છે. હિન્દી ગીતો અને ગઝલથી પ્રેમથી ભરપૂર જોવા મળે છે. પ્રેમનું આકર્ષણ એવું હોય છે કે જેને ખાળવું મુશ્કેલ હોય છે માણસ પરવશ બની  પ્રેમી તરફ ખેંચાતો જાય છે. ” દિલ ખો ગયા, હો ગયા કિસિકા અબ રાસ્તા મિલ ગયા ખુશીકા આંખોમે હૈ ખ્વાબ હૈકિસિકારિશ્તા નયા રબ્બા દિલ છુ રહા હૈ,ખીંચે મુજેહ કોઈ ડોર મુજેહ તેરી ઔર તેરી ઔર! પ્રેમમાં પવિત્રતા હોવી જરૂરી છે. જો ફકત શરીરનું આકર્ષણ હોય તો આ આકર્ષણ થોડા સમય પછી ઓસરતું જાય છે કારણકે  દેહ સદા સરખો રહેતો નથી. પણ મનનું ખેંચાણ હોય તો એને બુઢાપાની અસર આવતી નથી.કવિ શ્રી તુષાર શુકલનું આ ગીત વાંચતા આવી કૈંક ભાવના ઉત્પન્ન થઈ!! પ્યારકા  દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા!!

મારું મનડું રમે છે આજ ફાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?
મારી આંખો લજાય એના રાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?
પંચમના સૂરે આજ ટહુકે કોકિલ
મારા મનના માન્યાનો ભણકારો,
વાસંતી વાયરાની વ્હાલ ભરી લ્હેરખીમાં
એના આવ્યાનો અણસારો,
મારે આંગણીએ પ્રીત પાવો વાગે

કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?
મારી છાતીમાં મેઘધનુ જાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?
વહેવારુ વાત બધી વીસરી
વ્હાલમિયાએ તહેવારુ ગીત આજ ગાયું
જોતા જોતામાં તો આખું આકાશ
એની વ્હાલપના રંગે રંગાયું

કો’ક શમણે વરસ્યાનું મને લાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?

કોઇ વાયરે ચડીને વ્હાલ માગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?

સપના વિજાપુરા

 

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.
This entry was posted in ચિન્તન લેખ, નાટક -સ્ક્રીપ્ટ, લેખ પ્રકાર, Uncategorized. Bookmark the permalink.

4 Responses to પ્રેમ એક પરમ તત્વ 23 સપના વિજાપુરા

 1. P. K. Davda says:

  “વાસંતી વાયરાની વ્હાલ ભરી લ્હેરખીમાં
  એના આવ્યાનો અણસારો,
  મારે આંગણીએ પ્રીત પાવો વાગે”
  બહુ સરસ અભિવ્યક્તિ. સરસ લય.

  Like

 2. Kalpana Raghu says:

  વાહ! સપનાબેન,કવિતા વાંચીને વહાલમની યાદ આવ્યા વગર રહે જ નહી.એ તો છે પ્રેમ! વાસંતી વાયરો વાય, ફાગ ખેલાય,કોકિલનો ટહુકો,પંચમ સૂર,આકાશે વ્હાલપનું મેઘધનુષ રચાય પછી પ્રીતનો પાવો વાગે અને શમણામાં વ્હાલીડો દોડતો આવે …આ તો છે પ્રેમ !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s