સંવેદનાના પડઘા-૨૬ જ્યારે ડાયરીનાં પાના ખુલે છે

મહેલ જેવો  બંગલો છોડી નિશા બીજા નાના પણ સરસ ઘરમાં રહેવા જવા માટે ઘરમાંથી સામાન ખાલી કરી રહી હતી.મોટો મોટો તો બધો સામાન બધા રુમમાંથી ખાલી થઈ ગયો હતો.બધાં રુમ સાફ કરી છેલ્લે પોતાની વહાલસોયી દીકરીના રુમમાં આવી.આટલા મોટા ઘરમાં  છેલ્લા પાંચ સાત વર્ષથી તે અને તેનો પતિ નિમેષ  જ રહેતા હતા.દીકરો દીકરી તો અમેરિકા હતા.દીકરીની એક એક વસ્તુને સામાનમાં ગોઠવતી વખતે તેને હૈયાસરસી ચાંપી વહાલથી દીકરીને ચુમતી હોય તેમ ચુમતી અને જૂની વીતી ગયેલ જિંદગીને વાગોળીને આખેઆખી તે જિંદગી જાણે ફરીથી જીવતી હોય તેમ તેમાં નિશા ખોવાઈ જતી હતી.

એટલામાં તેની નજર ખૂણામાં પડેલ એક સરસ ડાયરી પર પડી.સામાન પેક કરતી વખતે ટાઈમ નહી હોવાથી તેણે જ એક બાજુ બારીની સાખ પર મૂકી હતી.ડાયરી ખોલી ત્યારે તેમાં દીકરીના અક્ષરોમાં લખેલ લખાણ હતું.

તે વાંચવા લાગી અને અરે!આ વાંચીને તો તેની આંખમાંથી અસ્ખલિત આંસુઓની ધાર ટપકવા લાગી……….

આમ તો કોઈની ડાયરી વંચાય નહી,પણ આ તો દીકરી દસમા ધોરણમાં હતી ત્યારની ડાયરી હતી એટલે એમાં  તો શું ?કરી તે વાંચવા લાગી……

નિશા તોસમજતી હતી કે તેણે તો તેના છોકરાઓને ખૂબ સરસ રીતે ઉછેર્યા છે!પચ્ચીસ પચ્ચીસ વર્ષ સુધી દિવસ રાત એક કરી ઘર અને ધંધો બંને  સંભાળ્યા.પોતે માંદી હોય કે સાજી હોય કશું જોયા વગર છોકરાઓ માટે જ આટલી મહેનત કરી.સરસ ભણાવ્યા. તેમને ટેનીસ ,સ્વિમિંગ,સીંગીંગ,બધું જ પોતાનાથી બનતું કરાવ્યુ.સારામાં સારી સ્કૂલ -કોલેજ અને સારામાં સારા ટયુશન.પોતાના બધા મોજશોખ છોડી ,પોતે કમાએલ એક પણ પૈસો પોતે નહી રાખી બધું ઘર માટે આપી દીધું.પોતાના જાનથીયે અધિક છોકરાઓને પ્રેમ કર્યો અને આ દીકરીની ડાયરીમાં તો તેના પ્રતિભાવ કંઈક અલગ જ છે!

અને નિશા જેમ જેમ ડાયરી વાંચતી ગઈ તેમ તેમ દીકરીના પ્રતિભાવ વખતના સમયને યાદ કરવા લાગી.

હા ..હા … ત્યારે નિમેષની ફેક્ટરી  ધીરે ધીરે બંધ થવાની તૈયારીમાં હતી.ઘરમાં આવક એકદમ ઓછી અને છેવટે બંધ થઈ ગઈ.નિશાએ ધંધો ચાલુ કર્યો ત્યારેતો  દીકરો બહાર ભણવા ગએલ એટલે એકલું ન લાગે અને પોતાને પણ પોતાની એક આગવી ઓળખ જોઈતી હતી એટલે કરેલો.પરતું તેને ત્યારે ક્યાં ખબર હતી કે નિમેષની ફેક્ટરી આમ સાવજ બંધ થઈ જશે અને ઘર ચલાવવાની અને બાળકોને ભણાવવાની અને બધીજ જવાબદારી તેના એકલીને માથે આવી જશે.હા ,પણ તેમાં તેણે તેના બાળકોને પ્રેમ કરવાનું તો જરાય ઓછું કર્યું નહોતું ,તો કેમ આમ!!!!!મારી દીકરી કેમ નારાજ હતી મારાથી?

તેણે લખેલ કે “ભાઈ તો ભણવા બહાર જતો રહ્યો…..તેનેતો સારું આંખો દિવસ મિત્રોની સાથે જ રહેવાનું,મમ્મી-પપ્પાનેા કોઈ કકળાટ કે ઘાંટાઘાંટ સાંભળવાના નહી.ભગવાન મારું આ દુનિયામાં કોઈ નથી.મારી બધી બહેનપણીઓ વેકેશન કરવા અમેરિકા,સિંગાપુર અને કાશ્મીર ગઈ છે.મમ્મી તો દિવસ રાત કામ કરે છે.ઘરમાં હોય ત્યારે પપ્પા-મમ્મી અંદરોઅંદર  આખો દિવસ ઝઘડ્યા કરે છે.મમ્મી કામ પરથી આવીને મારી પર પણ ઘાંટાઘાંટ કરે છે.મારી સાથે વાત કરવા માટે ભગવાન તમે જ છો”

અને આવું કંઈ કેટલુંય તેણે રડતાં રડતાં લખ્યું હતું.કાગળ પર તેનાં આંસુંઓના નિશાન પણ દેખાતા હતાં!!!!નિશા ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ…….માનું હ્રદય  કોઈ અજાણી વેદનાથી દ્રવી ઊઠ્યું…….

પોતાની જુવાનીમાં કામના ભાર હેઠળ,પૈસા કમાવવાની લાયમાં અને પોતાની મેનોપોઝની પરિસ્થિતિમાં તેણે પોતાની દીકરીના મનને કેટલી ઠેસ પહોંચાડી હતી તેનો તો તેને ખ્યાલ જ નહોતો!!ભર ઊનાળામાં ૧૧૨ ડીગ્રી તાપમાં ધંધાના કામે રખડીને આવી ,કામનું બધું ફ્રસ્ટેશન ઘાંટાઘાંટ કરી તે કાઢતી હતી.ઊનાળાનાં લાંબા વેકેશનમાં આટલા મોટા ઘરમાં એકલી એકલી બોર થતી દીકરીને “બેટા તેં શું કર્યું આખો દિવસ પૂછવાને બદલે સીધું રુમમાં જઈ હું સૂઈ જાઉં છું તમે અને ચીકી જમી લેજો.”કહી તે  બેડરૂમમાં  જતી રહેતી.ઊનાળાનાં  લાંબા દિવસ દરમ્યાન આટલા મોટા ઘરમાં તેની કીશોરાવસ્થાની ઉંમરમાં તેને કેટકેટલા પ્રશ્નો હતા પણ તેની મૂંઝવણને સાંભળવાનો માતાપિતાને ટાઈમ નહોતો.

પૈસાની આવક ઘરમાં અચાનક બંધ થઈ ગઈ હતી.પિતા એકદમ ધંધો બંધ થઈ જવાથી હતાશ અને હવે શું કરવું તેની મુઝવણમાં હતા.નિશા પણ આટલો બધો ઘરખર્ચ,વટવ્યવહાર,છોકરાઓના કોલેજ,સ્કૂલ,ટ્યુશનની ફી,બધાંનાં જુદા જુદા બાઈક ને મોટરના પેટ્રોલ બીલ,ટેલિફોન બીલો બધું એક કમાણીમાંથી કેવીરીતે ભરવું તેની ખેંચાખેંચના સ્ટ્રેસમાંથી બહાર નહોતી આવતી.પતિની પૈસા કમાવાની અને ઘરની રસોઈની અને બાળકો સંભાળવાની બેવડી જવાબદારીથી ત્રસ્ત  નિશા અને નિમેષને રોજ ઝઘડા થતા.રોજ હાથમાં આવતું એક બિલ કેવીરીતે ભરવું તેની મુંઝવણ તેમને કોરી ખાતી ..

મદયમવર્ગના પરિવારોમાં જ્યારે નાણાકીય ભીડની પરિસ્થિતિ આવે છે ત્યારે તે કોઈને કહેવાય પણ નહી અને સહેવાય પણ નહી તેવી હોય છે.તેને શબ્દોમાં બયાન કરવી ખૂબ મુશ્કેલ હોય છે.સમાજમાં પોતાની નાણાકીય પરિસ્થિતિ કોઈ જાણી ના જાય તેવો દરેક કુંટુંબીજનનો દંભ અને લોકોને તે કુટુંબ મુશ્કેલીમાં છે તે જાણવા છતાં તેમની દાઝેલી લાગણી પર ડામ દેવાની વૃત્તિ. આ ભીંસામણી વચ્ચે જે કુટુંબ ફસાય છે તેનો સ્ટ્રેસ પૈસા વગર ઘર ચલાવવા કરતા અનેક ઘણો વધારે હોયછે.

અને આવા મુશ્કેલ સમયે કિશોરાવસ્થામાં પહોંચેલા બાળકના મગજ પર જે અસર થાય છે તે તેના 

માતપિતાને ત્યારે તો સમજાતું નથી પણ જ્યારે ક્યાંક આવા ડાયરીના પાના ખૂલે છે ત્યારે સમજાયછે

પણ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે.તે કિશોર કે કિશોરીને ત્તેમની યુવાનોમાં મિત્રો સાથે પીક્ચર જોવા કે હોટલમાં જમવા જવા કે બહારગામ ફરવા જવા કે કોઈ પણ યુવાનીની મોજમસ્તી કરવાની વાત કરવી હોય કે બીજા મિત્રોની જેમ કોઈ વિજાતીય સંબંધની અંગત વાત કરવી હોય તો આ સ્ટ્રેસયુક્ત માતપિતાને તે સાંભળવાનો સમય નથી હોતો.અને તેમના કુમળા મગજ પર આની અસર હંમેશ માટે રહી જાય છે.યુવાનીનીએ મુગ્ધાવસ્થામાં ભોગવેલ પૈસાની ભીડ અને એકલતાને તે ક્યારેય ભૂલતા નથી…..

2 thoughts on “સંવેદનાના પડઘા-૨૬ જ્યારે ડાયરીનાં પાના ખુલે છે

 1. જિગિષા,
  માતા-પિતાના સ્ટ્રેસના કારણે મૂંઝવણમાં અટવાતા વ્યથિત સંતાનોની વ્યથા, એમની માનસિકતાનો અત્યંત નાજુક મુદ્દો સરસ રીતે મુક્યો છે.
  સંજોગોને આધિન માતા-પિતા તો સંતાનોનું ભાવિ સલામત રહે એવી ભાવનાથી જ સંજોગો સામે સંઘર્ષમાં ઉતરતા હશે ને?
  અને કદાચ એ સમયે ભવિષ્યની ચિંતામાં વર્તમાન ડહોળાઇ જશે એવું વિચારવાની સજાગતા તો એમનામાં ય નહી રહી હોય ને?
  ઘર અને કારોબારની બેવડી જવાબદારીમાં પીસાતી નીશા અને ચીકીની નારાજગી મનને વ્યથા આપી ગઈ.

  Like

 2. જીગીષાબેન,ખૂબ જ નાજૂક અને સંવેદનશીલ વાત લઈને આવ્યા છો.આ ઘણાં પરિવારોની વાસ્તવિકતા છે.આ ઉલઝનોને સુલઝાવવી ખૂબ કપરું હોય છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.