વાત્સલ્યની વેલી ૨૩) અપંગ (દિવ્યાંગ )વિદ્યાર્થી એન્ડી!

વાત્સલ્યની વેલી ૨૩) અપંગ (દિવ્યાંગ )વિદ્યાર્થી એન્ડી!
આપણે ત્યાં ,દેશમાં જો કોઈ બાળક ખોડખાંપણ વાળું જન્મે તો સમાજમાં જાત જાતની વાતો થાય : મોટા ભાગે નકારાત્મક ! “પૂર્વ જન્મમાં કાંઈ પાપ કર્યું હશે એટલે ભગવાને એને આવું બાળક આપ્યું” અથવા તો બાળકની માને એને માટે જવાબદાર ઠેરવે કે “માએ પ્રેગ્નન્સી વખતે ધ્યાન આપ્યું નહીં હોય એટલે આવું બાળક જન્મ્યું !”
ટૂંકમાં જન્મતાની સાથે જ આ સમગ્ર બનાવ જાણે કે કુટુંબમાં કોઈ ગુનો થયો હોય તેમ ચર્ચાય !
વાસ્તવમાં આ કોઈ ગુનો અને શિક્ષાની વાત નથી. આ તો કુદરતે કરેલી કોઈભૂલ /ખામીની વાત છે !તેનો સામનો કરવાનો હોય! તેને માટે સૌનો સાથ અને સહકાર જરૂરી છે. પરંતુ આપણે ત્યાં આવાં અપંગ બાળકો જન્મે એટલે મોટાં ભાગનાં અભણ લોકો , અને દેખાદેખીથી સમાજના રીત રિવાજોને વશ થઇ ભણેલ લોકો પણ “ આ થયેલા ગુના કે પાપનું પ્રાયશ્ચિત કરવા મંદિરોમાં બળિયા દેવ કે કાળ ભૈરવ કે કલી કાળકામાતા વગેરેને રીઝવવા” પ્રયત્ન કરે છે! બાળકનો ઈલાજ બાજુએ રહી જાય અને તદ્દન વાહિયાત પ્રવાહમાં કુટુંબ તણાઈ જાય!
પણ અહીં અમેરિકામાં દરેકેદરેક પ્રશ્ન વૈજ્ઞાનિક કારણથી ,બુદ્ધિથી ઉકેલવાનો પ્રયાસ દાદ માંગી લે તેવો છે! હા, કુદરતને આપણે ઓળખી શકયા નથી, એટલે બુદ્ધિ સાથે પ્રાર્થનાને પણ સ્વીકારવી રહી; જો કે પ્રયત્ન વિનાની માત્ર પ્રાર્થના કેટલે અંશે યોગ્ય છે તે વિચારવું રહ્યું ! અને એ વાત અહીં અમેરિકાના સમાજને ખબર છે; એટલે હોસ્પિટલોમાં ટ્રીટમેન્ટ સાથે એનાં સપોર્ટ ગ્રુપ અને સહાય કરતી એજન્સીઓ પણ અનેક છે.કોઈ બાળક જન્મ સાથે જ હાથ ,પગ ,આંખ ,મગજ ,ફેફસાં કે હ્ર્દયની કોઈ પણ બિમારી સાથે જન્મે તો મા બાપ પર શું વીતે છે તેની તો કલ્પના જ કરવાની રહી ! તેવે સમયે મા બાપ અને કુટુંબ સાથે રહીને હોસ્પિટલો ઘણો સાથ અને સહકાર આપતાં હોય છે; જે સપોર્ટ વર્ષો સુધી રહે છે.
એન્ડી અને સેરાનાં પેરેન્ટ્સ એવી જ રીતે અમારી સ્કૂલમાં આવ્યાં હતાં. અમે નવું જ ચાઈલ્ડ કેર સેન્ટર શરૂ કરતાં હતાં એટલે અમે ઘણી બધી સર્વિસ -સેવા આપતાં હતાં.વળી દશ વર્ષ સુધીનાં બાળકો સુધીનું લાયસન્સ લીધું હતું. પબ્લિક સ્કૂલોમાં હજુ ઉનાળાનું વેકેશન ચાલતું હતું.
છએક વર્ષના એન્ડી અને ચાર વર્ષની સેરાને લઈને એમનાં પેરેન્ટ્સ અમારે ત્યાં પ્રવેશ માટે આવ્યાં ત્યારે એક સેકન્ડ મને મનમાં સહેજ આંચકો જરૂર આવેલો. શું એન્ડીને અમારે ત્યાં ફૂલ ટાઈમ આખું સમર વેકેશન અને ત્યાર પછી બીફોર અને આફ્ટર સ્કૂલ કેર માટે રાખવાની મારી ક્ષમતા હતી?
આમ તો આ બાળકોને સ્પેશિયલ સ્કૂલમાં મોકલવાનાં હોય છે. એન્ડી પણ એવી સ્કૂલમાં જતો હતો, પણ અત્યારે સ્કૂલમાં વેકેશન હતું! પ્રત્યેક મા બાપને દિલમાં એક ઈચ્છા હોય છે: મારું બાળક બીજાં બધાં નોર્મલ બાળકો સાથે હોય તો એને “ નોર્મલ” જીવનનો પણ ખ્યાલ આવે ! વળી એન્ડીની બેન સેરા સતત એન્ડી સાથે રહીને એનું અનુકરણ કરવા માંડી હતી: એન્ડીની જેમ વાંકુ ચાલે, વાંકુ બોલે વગેરે ! એટલે બંને બાળકો સાથે એ લોકો અમારા સેન્ટરમાં આવ્યાં.
સેરિબ્રલ પલ્સીવાળું બાળક સાચવવું જરાયે સહેલું નથી જ. આ જન્મ પહેલાં જ ડેવલપ થયેલી ઉણપ છે( કેટલાકનું માનવું હતું કે જન્મ સમયે ઓક્સિજન ના મળતાં આ ખામી થાય છે, જો કે એ સાચું નથી)ગર્ભના વિકાસ દરમ્યાન મગજના ડેવલપમેન્ટમાં ખામી રહી જવાથી બાળકને હાથ- પગ ચલાવવા મગજ બરાબર ઓર્ડર આપી શકે નહીં ; એટલે કે, હાથ પગમાં કોઈ શારીરિક ખામી ના હોય પણ બાળક સીધી રીતે પગ મૂકી શકે નહીં.મગજનું એ અવયવો પર નિયંત્રણ ના હોવાથી એ મસલ્સ બર્બર કામ ના કરે! મગજની શિથિલતાને કારણે તાણ પણ આવી શકે!
એન્ડીને તેથી ઢીંચણથી પણ ઉંચે સુધી સ્પેશિયલ પ્રકારના બુટ પહેરવા પડતાં હતાં. તે સિવાય એને બોલવામાં થોડી તકલીફ પડતી હતી, એ સ્પષ્ટ બોલી શકતો નહીં! ક્યારેક મોઢામાંથી લાળ પણ પડે! પણ એ ખુબ સ્માર્ટ છોકરો હતો . વાંચનનો ખુબ શોખ. એને સાચવવા મારે ડે કેરમાં થોડા ફરફાર પણ કરવા પડે તેમ હતું! પણ તોયે અમે એ બંને બાળકોને પ્રવેશ આપ્યો ! કારણ ?
પહેલું કારણ તો એ હતું કે જે ક્ષેત્રમાં હું આગળ વધવા માંગતી હતી અને જેની મેં હજુ હમણાં જ શરૂઆત કરી હતી, એમાં કોઈબાળક તોફાની છે ,કોઈ સ્પેશિયલ જરૂરિયાતવાળું છે એવું કહીને બાળકને રિજેક્ટ કરવાને બદલે જો હું એડમિટ કરું તો મને નવું જાણવા મળે ,નવું શીખવા મળે ,જે હું બીજાંને સમજાવી શકું .આ તો અમને એક તક મળી હતી જ્યાં હું કોઈના જીવનને પ્રકાશી શકું, સાથે એ પ્રકાશ અમને પણ અજવાળે !
વળી આગળ જણાવ્યું તેમ એક સરસ ટીચર તરીકેની ઉમેદવાર મારા ધ્યાનમાં હતી; ડેબી ! એની પાસે સ્પેશિયલ જરૂરિયાતવાળા Children with special needs બાળકોને રાખવાનો અનુભવ હતો! મેં ડેબીને હાયર કરી સાથે બીજો કલાસરૂમ પણ શરૂ કર્યો ! એન્ડીને નાનાં બાળકોની ખુરસીમાં બેસવાનું ફાવે નહીં તે સ્વાભાવિક છે, એટલે અમે એને માટે એક લાકડાની સોફા જેવી ખુરસી લઇ આવ્યાં. ખુરસીના પાયા નીચેથી બે બે ઈંચ કાપીને અમે એને બાળકોની જરૂરિયાત પ્રમાણેના બનાવ્યા! એન્ડીનાં પેરેન્ટ્સ તો આ જોઈને ગળગળાં થઇ ગયાં! આજે એ પ્રસંગને યાદ કરતાં આંખોમાં ઝળઝળિયાં આવે છે!
એન્ડી અમારી શરૂઆતની બેચમાં હતો એટલે અમને અને એને એક કુટુંબ જેવી ભાવના ઘડાઈ ગઈ ! કાયમ એ પોતાની પેલી સ્પેશિયલ ખુરસીમાં બેસે અને પછી તો બેઠાં બેઠાં ઇન્ડિયાનો ઇતિહાસ ને ભૂગોળ બધુંયે વાંચીને અમને કહેતો !
બાળક જયારે કાંઈ પણ આત્મ વિશ્વાસથી કરે ત્યારે સમજી લેવું કે એની પાછળ એટલિસ્ટ એક પેરેન્ટનો સાથ છે કે જેમને તેમનાં બાળકમાં વિશ્વાસ છે! એન્ડીનાં મા અને બાપ બંનેને એન્ડી માટે એટલો પ્રેમ ભાવ અને એને ઉછેરવાની હોશ હતાં કે એ પ્રેમ , તેમાંથી પરિણમતો આદર ભાવ , અમારા પર અને અમારીઆ સંસ્થા પર પણ ઢોળાતો ! જેટલાં વર્ષો એ બાળકો અમારે ત્યાં આવ્યાં ત્યાં સુધી એ કાયમ જળવાયો !

હા, ડેકેરમાં જેમ જેમ સંખ્યા વધતી ગઈ,બીજી સેવાઓ સર્વિસ વધતાં ગયાં પછી આવાં બાળકોને સાચવવા મુશ્કેલ હતાં.એમાં સહેજ પણ ગફલત ના ચાલે ! જો કે સામાન્ય બાળક હોય કે અસામાન્ય , બાળક માત્ર સાથે કામ કરવું બધાં માને છે એટલું સહેલું નથી જ નથી! અલબત્ત , આપણે સૌ કૈક ને કૈક કામ તો જીવન નિર્વાહ માટે કરીએ જ છીએ કોઈ મશીન સાથે કામ કરેતો કોઈ કમ્પ્યુટર સાથે! મેં બાળકો સાથે કામ કરવાનું સ્વીકાર્યું હતું! એમાં ભયસ્થાનો પણ હતાં! પણ ભગવાનની કૃપાથી સાનંદ પસાર થઇ શકાયું ! પ્રિય વાચક મિત્રો ! વાત્સલ્યની વેલી ફૂલીફાલી તેમાં સમય સંજોગો અને સમજણની વર્ષા સાથે એ વેલ વિકસી ! એમાં સમજણનું પાણી કાંઈ એમને એમ સહજ રીતે નહોતું મળ્યું ; અનુભવો અને ભૂલો અને પરિણામોના પાણીથી વેલ વિકસી હતી!
એટલે શું?
એટલે કે અજાણતા અજ્ઞાનથી કરેલી / થયેલી થોડી ભૂલોનો એકરાર .. આવતે અંકે !

6 thoughts on “વાત્સલ્યની વેલી ૨૩) અપંગ (દિવ્યાંગ )વિદ્યાર્થી એન્ડી!

 1. બે દિવ્યાંગ બાળકોને આપની ડેકેરમાં ઉછેરીને તમે જે માનવતાનો ઉમદા દાખલો બેસાડ્યો છે તે ખૂબ સરાહનીય છે.પૈસા
  માટે બધા કામ કરે પરંતુ આવા જરુરીયાતવાળા વિશિષ્ટ બાળકની સાથે પ્રેમપૂર્ણ વહેવાર કરવાથી તમને પોતાને પણ
  જુદાજ આત્મસંતોષનો અનુભવ થાય.તમારી વાત્સલ્યવેલીના અનુભવ જાણવાની હમેશાં ઈન્તજારી રહેછે.

  Liked by 2 people

  • Thanks , Jigishaben ! It was never easy to care for these kids , but there was an underlying satisfaction : અમે આવાં બાળકોને પણ કેવાં ખુશ રાખીએ છીએ! પ્રોત્સાહન ,પુરસ્કાર અને પ્રસંશા !

   Like

 2. સામાન્ય બાળકોને તો સૌ સાચવે પણ એન્ડી જેવા અક્ષમ, અસમર્થ બાળક અને તે પણ અન્યનું, એને સાચવવાની જવાબદારી લેવી એ ખરેખર ખુબ સમજણ અને સહિષ્ણુતાની સાથે ભરપુર વાત્સલ્ય પણ માંગી લે..
  અને એટલે જ અહીં વાત્સલ્યની વેલી નામ યથાર્થ લાગે છે.

  Liked by 1 person

  • Thanks Rajulben! Yes, it was not easy at all! Lots of work , but it was fulfilling ! Satisfying! Thanks for appreciating !

   Like

 3. Geetaben this was good article it is very interesting to read your challenging experiences especially dealing with handicapped kids it must have been lot of hard work. This was regular day care not for challenging kids but you were brave to take this task. I enjoyed reading please keep writing your wonderful work experiences sure in India public are rude to disabled people but we are lucky to be in America where they are well cared for. Keep the good work up. Meena patel

  Like

 4. ગીતાબેન, તમારામાં રહેલી હામને ધન્યવાદ.તમે નખશીખ વાત્સલ્યથી ભરપૂર છો,તેથીજ આવા કાર્યો સહજતાથી કરી શકો છો. ખૂબ સરસ !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.