“મામાના ત્યાં લગ્ન છે ને ભાઈ તું જલ્દી તૈયાર થઈ જા,ચાલો ચાલો આપણે બસમાં જવુંછેને?જો ત્યાં તને મામા ચોકલેટ પણ આપશે,પેલા વરઘોડામાં તને બેન્ડ-વાજા વગાડે છેતે ગમે છે ને ,તે બેન્ડવાજા પણ વાગવાના છે .તારે ડાન્સ કરવો છેને તેની સાથે?ચલ ભાઈ ,ચલ જલ્દી કર”
બંને બહેનો એક બાર વર્ષની અને એક ચૌદ વર્ષની તેના નાસમજ ભાઈને સમજાવી,પટાવીને,
પ્રેમથી મામાના દીકરાના લગ્નમાં લઈ જવા ,નવડાવીને નવા કપડાં પહેરાવી તૈયાર કરી ,હાથ પકડીને બસ સ્ટોપ પર લઈ જતી હતી.હમણાં જ ઊત્તરાયણ ગઈ હતી એટલે હજુ છોકરાઓ પતંગ ચડાવી રહ્યા હતા.માનવ ને પતંગનો ખૂબ શોખ હતો .તેને તો ઘેર રહી પતંગ જ ચડાવવો હતો ,તેને લગ્નમાં કોઈ રસ નહોતો પરતું તેને ઘરમાં કોઈ હોય નહી તો આખો દિવસ એકલો કેવીરીતે મુકાય? ઘરનાં લગ્ન હતા એટલે વ્યવસ્થા કરવા મમ્મી-પપ્પાને પણ વહેલા જવુંજ પડે.
રસ્તા પર પતંગ જોતા જોતા માનવ ચાલતો હતો.તે તૈયાર નહોતો થતો એટલે મોટીબહેને હાથમાં એક પતંગ અને ફીરકી પણ આપી જેથી તે આવવા રાજી થઈ ગયો.બસ સ્ટોપ જતા જ રસ્તામાં રોડ પર ના ઝૂંપડપટ્ટીનાં બેત્રણ છોકરા માનવની પાછળ ચાલવા લાગ્યા અને ધીરેથી એનો પતંગ અને એની ફીરકી હાથમાંથી ઝૂંટવીને જોરથી દોડી ગયા.પતંગ તો ફાટી ગયો એટલે ત્યાં જ નાંખી દીધો.પણ ફીરકી લઈ ભાગી ગયા.બંને બહેનોએ પેલા છોકરાઓને પકડવા મહેનત કરી પણ બંન્નેએ ચણીયાચોળી પહેર્યા હતા એટલે તે છોકરાઓ પાછળ દોડી ન શકી.
પણ અહીંતો ખેલ ખલાસ ! માનવ હાથ છોડાવી પેલા છોકરાઓ પાછળ દોડ્યો પણ પેલા તો બાજુની
ઝૂંપડપટ્ટીમાં ક્યાંય ઘૂસી ગયા.માનવ તો રસ્તા વચ્ચે જ બેસી પડ્યો.ખૂબ રડવા લાગ્યો.લોકોને તો
તમાશાને તેડું કયાં જોઈએ?ટોળું આસપાસ ભેગું થઈગયું.કોઈ જોવા લાયક તમાશો હોય તેમ બધા માનવની સામે જોવા લાગ્યા.બંને બહેનોને મામાના ત્યાં લગ્નમાં જવાનું મોડું થતું હતું અને નાસમજ ભાઈ તો રોડ પર ધૂળમાં રડતો રડતો આળોટવા લાગ્યો.બંને બહેનો તેને ખૂબ સમજાવા લાગી.
હવે વરઘોડાનો સમય નજીક આવી ગયો હતો.બહેનો તેને રીક્ષામાં લઈ જવા માટે રીક્ષા ઊભી રાખતી
હતી પણ માનવને તો તેનો એ જ પતંગને ફીરકી જોઈતી હતી.
આ નાસમજ બાળકને તેના ઘરના એક લોહી વગર કોણ સમજી શકે?આ મંદબુદ્ધિના બાળકોને જરૂર હોય છે ખૂબ પ્રેમની.ભારતમાં સામાન્ય લોકો તેમને સમજી નથી શકતા.ગાંડો ગાંડો કહી તેની પાછળ બાળકો દોડે છે.તે દોડતા બાળકોને તેમના કુટંબીજનો અને શિક્ષકોએ સમજ આપવાની જરુર હોયછેકે આ બાળક ગાંડા નથી પણ થોડી ઓછી સમજવાળા છે.બીજામોટા લોકો પણ તેની સાથે નોર્મલ વર્તન કરવાને બદલે કોઈ નવું પ્રાણી જોયું હોય તેમ તેના વર્તનને જોઈ રહે છે.
આ ખાસ જરૂરીયાતવાળા બાળકો દુનિયામાં તો અવતરી ચુક્યા પણ અધૂરપ સાથે.અર્ધવિકસિત મગજ એટલે સમજનો અભાવ.માનવ પણ બોલતો નહતો.જરુર પૂરતા પંદર-વીસ શબ્દો જ તેના શબ્દભંડોળમાં હતા. તે સાંભળતો હતો પણ બોલતો નહોતો.પોતાના બીજા બધા કામ તે પોતાની જાતે કરતો પણ તેની સમજ દસ વર્ષે પણ બેવર્ષના બાળક જેટલીજ હતી.કેટલું અઘરુંછે આ બાળકને ઉછેરવું.
બંને બહેનો શું કરવું તે નહી સમજાતાં ધ્રુસકે ધ્રુસકે રડવાં માંડી કારણકે લાખ મનાવા છતાં માનવ કોઈ રીતે ત્યાંથી ખસવા તૈયાર નહોતો.વરઘોડાનો નીકળવાનો ટાઈમ જતો રહ્યો હતો.ત્યાં પપ્પા-મમ્મી બહેનોની માનવ સાથે રાહ જોઈ અકળાતા હશે.એમ બંને બહેનો વિચારીને વ્યાકુળ થતી હતી.ત્યારે મોબાઈલ હતા નહી.મામાના ઘેર ફોન હતો નહી.બંને બહેનોને શું કરવું તે સમજાતું નહતું.પણ મા કોને કહી છે.માનવની મમ્મીને તરત વિચાર આવી ગયો કે માનવ તૈયાર નહી થયો હોય એટલેજ તેની દીકરીઓ હજુ આવી નથી એટલે તેણે તરતજ તેના બેનના દીકરાને સ્કુટર લઈ બાળકોને લેવા મોકલ્યા.જેવા મોટાભાઈ આવ્યાને કીધુ
“ચલ માનવ તને પતંગ અને ફીરકી લેવા લઈ જઉં કે માનવ સ્કુટર પાછળ બેસી ગયો.બંને બહેનો
ખુશ થઈ માનવ ની પાછળ બેસી ગઈ.માનવ જેવા બાળકના કુંટુંબીજનોને રોજ આવી મુસીબતોમાંથી
પસાર થવું પડે છે.
આવા બાળકોને કોણ પ્રેમથી બોલાવે છે -એ પ્રેમ ભર્યા વર્તનની પૂરી સમજ હોય છે.સમય ઘણો વીતી
ગયો હતો.હવે તો માનવની મોટી બહેનની દીકરીના લગ્ન હતા.માનવને હમેશાં બધા લોકોની વચ્ચે જ બેસવું ગમતું.કોઈ કેટલા પણ મોટા મહેમાન હોય માનવના ઘરના માટે માનવ બધા જેટલોજ અગત્યનો વ્યક્તિ હતો.તેના પપ્પા તેની ઓળખાણ સૌથી પહેલા મહેમાન સાથે કરાવતા.ભાણીના વેવાઈ ઘેર આવ્યા તો તેમને પણ માનવની ઓળખાણ કરાવી .તેમણે વાતવાતમાં કીધુ”બધા લગ્નનાં પ્રસંગમાં માનવને આગળ ન રાખતા. અમારું ખરાબ દેખાશે.ઘરનાં બધા સમસમીને રહી ગયા. માનવ જાણે આ વાત સમજી ગયો.વેવાઈનો સ્વભાવને વર્તન આમ પણ બરાબર નહોતુ તેની ચર્ચા પણ ઘરમાં થતી રહેતી.
અને ગજબ થઈ ગયો…..બીજીવાર વેવાઈ જેવા ઘરમાં આવ્યા,માનવ એમને જોરથી હાથ પકડી ઘરની બહાર કાઢવા લાગ્યો .અમે બધા વિસ્ફારિત આંખો થી જોઈ રહ્યા હતા કે તેને સમજ પડી ગઈ હતી કે વેવાઈ કહેતા હતા કે માનવને અહીં બધા વચ્ચે બેસાડો નહી.
આવા બાળકો વિશિષ્ટ છે.થોડા જુદા છે પણ સાચ્ચા માણસની લગોલગ છે.તેને પ્રેમ પણ કરવો પડે
અને સમજવા પણ પડે.તેમને સાચવવા,સાંભળવા અને સંભાળવા બહુ અઘરા છે.તે ખાલી તેમના માતા-પિતા કે કુટુંબીજનો થી જ ન થાય.તેના માટે સમાજના સાથ – સહકારની પણ જરુર પડે.લોકોએ આ જરુરીયાતવાળા બાળકોની લાગણીને સમજી તેને હ્રદયપૂર્વક સ્વીકારવા જોઈએ.તેખાલી પ્રેમના તરસ્યા છે.
તેમને નોર્મલ બાળકની જેમ સમજી નોર્મલ જીવન જીવવાનો મોકો આપવો જોઈએ.
અમેરિકાની જેમ ભારતમાં પણ સરકારે આવા બાળકોને ખાસ સવલતો અને સગવડો આપવાની વ્યવસ્થા કરવાની ખૂબ જરુર છે.
Sent from my iPad
સરસ વિષય પસંદ કર્યો છે , જિગીષાબેન ! આવાં બાળકોને આપણે ત્યાં કોઈ સમજતું નથી અને સરકાર પણ અત્યાર સુધી એ વિષયને ( કે વાસ્તવમાં દેશ માટે ) કાંઈ જ કરતી નહોતી ! અહીં આ દિવ્યાંગ બાળકોને સારી સગવડ મળે છે, પણ આ બાળકો સહન પણ કરે છે કારણકે એનો બીજો કોઈ વિકલ્પ નથી. આવતે અઠવાડીએ હું એવા બાળક વિષે જ વાત્સલ્યની વેલીમાં લખવાની છું ! સમાજમાં જાગૃતિ આવશે તો જ આ બાળકો સ્વસ્થ સમાજમાં સહજ રીતે ઉછરી શકશે .
LikeLiked by 1 person
જીગીશાબેનએ આ લેખમાં મંદ બુદ્ધિ વાળાં જ્રુરૂરીઆત મંદ વિકલાંગ બાળકો વિષે કરેલ સુંદર રજૂઆત ગમી. આવા બાળકો પ્રત્યે કુટુંબી જનોનો પ્રેમ હોવો બહુ જરૂરી છે નહિતર એમનામાં હીનતા વૃતિ આવી જાય છે જે એના વિકાસ માટે સારી વાત નથી હોતી.
LikeLiked by 1 person
Thank you so much Vinodbhai $Gitaben
LikeLike
જિગિષા,
આજે ખુબ સંવેદનશીલ વાત મુકી છે. શારીરિક કે માનસિક કોઈપણ રીતે ક્યાંક કશીક ઓછપ લઈને આવતા બાળકનો શું વાંક?
બની શકે કે એ બાળકને કદાચ ઈશ્વરના આશીર્વાદ ઓછા પડ્યા હોય, ક્યારેક માતા -પિતા તરફથી કોઈ ઊણપ એને મળી હોય પણ જેમાં કશું આપણે જાણતા નથી એના માટે એ બાળકને નોર્મલ જીવન જીવવાની તકથી શા માટે વંચિત રાખવો?
આવા બાળક માટે આપણે એટલું તો કરી જ શકીએ કે એને સાચા મનથી સ્વીકારીને એનું ખરા દિલથી અને પુરેપુરા પ્રેમથી જતન કરવું જ જોઈએ અને એમનો સર્વાંગી વિકાસ થાય એ માટે શક્ય એટલી સગવડ પણ આપવી જોઈએ.
LikeLiked by 1 person
દિવ્યાંગ બાળકોની સંવેદના માત્ર તેમની નજીકની વ્યક્તિ જ સમજી શકે.તેઓ દિલથી ખૂબ જ નાજૂક અને સંવેદનશીલ હોય છે.
LikeLike