વાત્સલ્યની વેલી ૨૨) સ્ટેટ લાયસન્સ :ડી સી એફ એસ!
અમે મંઝિલ સુધી લગભગ પહોંચી ગયાં હતાં. શિકાગોનું સીટી લાયસન્સ મંજુર થઇ ગયું હતું ; હવે રાજ્યનું લાયસન્સ DCFSનું લાયસન્સ લેવાનું હતું. એની માન્યતા ડિરેક્ટરના ક્વોલીફીકેશનથી શરૂ થાય અને સમગ્ર સ્કૂલના સંચાલન ઉપર એ ડિપાર્ટમેન્ટ ધ્યાન આપે .એટલે કે બાળકોને શું શીખવાડો છો : શા માટે , કેવી રીતે ,ક્યારે વગેરેથી માંડીને કોણ શીખવાડે છે તે શિક્ષકોની ગુણવત્તા જોવા તપાસવાનું કામ (background check ,finger prints )અને પેરેન્ટ્સને કેવી રીતે ક્યારે કેટલું બાળ ઉછેર માટેના જ્ઞાનથી માહિતગાર કરું છું ( parent teacher meetings) અને તે સિવાય પણ ઘણું બધું ડી સી એફ એસ મોનિટર કરે. જો કે મને બેબીસિટીંગનો અનુભવ હતો અને મેં એ ફિલ્ડમાં જરૂરી શિક્ષણ પણ લીધેલું એટલે હું નિશ્ચિન્ત હતી. અને સીટી લાયસન્સમાં થઇ એટલી મુશ્કેલી અહીં નહીં થાય એવું માન્યું હતું . જો કે પાછળથી મને ખબર પડી કે એ લાયસન્સ મેળવવું જ ખુબ અઘરું હતું કારણકે એ ડીપાર્ટમેન્ટને સીધું જ બાળકો , કુટુંબ અને કમ્યુનિટી સાથે કામ કરવાનું હતું. મારે ત્રીસ વર્ષમાં એક પણ વાર એ વિભાગમાં મુશ્કેલી પડી નથી : કારણકે આપણી સંસ્કૃતિ બાળકોને , શિક્ષણને અને કુટુંબને ભૌતિક સુખ સગવડ કરતાં વધારે મહત્વનાં ગણે છે; ખુબ ઉચ્ચ કક્ષાએ ગણે છે ; અને હું એ સંસ્કૃતિનું જ ખીલેલું ફૂલ હતી . ઓછી ભૌતિક વસ્તુઓ છતાં બાળકને પ્રેમથી અને મહેનતથી ઉછેરવાનું આપણાં લોહીમાં છે. Kids first ! જીવનમાં બાળકોને માટે કરવું એને પ્રથમ પ્રાયોરિટી આપવીએ મારો અભિગમ હતો અને કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ આપણાં દેશની જીવન શૈલી હતી! વળી મારાં ડી સી એફ એસ નાં ઇન્સ્પેકટર મિસ વાંદીમાર્ક લગભગ પાંસઠેક વર્ષનાં હતાં અને આ ફિલ્ડમાં તેમને બહોળો અનુભવ હતો. બે ચાર વાર એમણે અમારો ઇન્ટરવ્યૂ પણ લીધો હતો. અમારો ઉત્સાહ અને સીટી તરફથી પડતી મુશ્કેલીઓ વગેરેથી એ માહિતગાર હતાં.
શરૂઆતમાં એમને શંકા હતી કે આ સ્કૂલ પાછળઅમારો ધર્મના ફેલાવા માટેનો કોઈ ઈરાદો તો નથી ને ? એ વર્ષોમાં ઇન્ડિયા વિશેના ખ્યાલો સામાન્ય લોકોમાં કદાચ નહિંવત હતાં , અને વિચિત્ર હતાં! વળી કોઈ યંગ ઇન્ડિયન પોતાને માટેસ્ટોર કે મોટેલ નહીં પણ પોતાની પત્ની સાથે સ્કૂલ જેવા એજ્યુકેશનના ક્ષેત્રમાં ઝંપલાવે એ વિચાર પણ ઘણાંને માટે પચાવવો અઘરો હતો. એક જણે , સુભાષ મિકેનિકલ એન્જીનીઅર હોઈ પાર્ટનરશીપમાં ધંધો કરવા પણ સૂચવેલું .
આ બધાં અવરોધો છતાં ; આપણાં ૨૬માં પ્રેસિડન્ટ થીઓ રૂઝવેલ્ટ કહ્યું છે તેમ Believe you can; and you are almost there ! ( Theodore Roosevelt )અને કોશિશ કરનેવાલોંકી કભી હાર નહીં હોતી ; બીના પ્રયત્ન કાર્ય સિદ્ધિ નહીં મિલતી ! એમ માનીને અમે મચી રહ્યાં હતાં ! મંઝિલ સુધી લગભગ પહોંચી ગયાં હતાં
છેલ્લા છ મહિનામાં અમને થોડા અપમાન જનક અનુભવો પણ થયેલા. જો કે, આજે આ લખું છું ત્યારે આપણો ભારત દેશ એક નવા જ પરિવર્તનના પ્રવાહમાં છે ; ત્યારે ત્રણ દાયકા પહેલાં એ લોકોએ મારેલાં મહેણાં :આપણાં દેશની સમાજ વ્યવસ્થા , ગંદકી અને અંધશ્રદ્ધાથી તેઓ અજાણ નહોતાં. અને તેથી તેઓએ કડકાઈભર્યું અને કદાચ ઓરમાયું વલણ અપનાવેલું હતું તેમ લાગે છે.
પ્રિય વાચક મિત્રો! કહેવાનું તાત્પર્ય એ છે કે બાળકોને પ્રેમથી ઉછેરવાનો ભાવ હોવો એ સારી વાત છે, અને બાળકોને સમજણપૂર્વક અને પ્રેમથી ઉછેરવાં એ વધુ સારી વાત થઇ -કે જે હું ઘરમાંથી બેબીસિટીંગ કરતી હતી તે હતું ; પણ વિકસેલા દેશમાં ઉંચા માપદંડને અનુરૂપ સ્કૂલ ચલાવવીઅને તે પણ તદ્દન નાનાં બાળકોની, એ એક અલગ જ વાત હતી!
મિસ વાંદીમાર્ક અમારે ત્યાં આવ્યાં ત્યારે ક્લાસમાં છ એક બાળકો સવારનું રૂટિન બાળગીતો સાથે રમી રહ્યાં હતાં. આગળ જણાવ્યું તેમ મદદનીશ તરીકે એક બેન બગુસા મારી સાથે હતી.
ડે કેરનું સીટી લાયસન્સ આવ્યું તે પહેલાં મેં બિલ્ડીંગ આગળ સાઈન મૂકી હતી. ને તેથી ઘણાં લોકો તપાસ કરવા આવતાં જેમાં કોઈ પોતાના બાળકો માટે પૂછપરછ કરવા આવતાં તો કોઈ સેલ્સમેન કોઈ ડે કેરને અનુરૂપ પ્રોડક્ટ વેચવા ,સર્વિસ વેચવા કે કોઈ નોકરીની તપાસમાં પણ આવતાં. બગુસા ત્રણેક અઠવાડિયા પહેલાં આવી ત્યારે એને થેંક્યુ કે સોરી બોલતાં પણ આવડતું નહીં. પણ તેની પાસે અંગ્રેજીમાં અરજી હતી. પોલેન્ડમાં એ બાલમંદિરની ટીચર હતી. એને કોઈ પોલીસ વેલ્ફેર એશોસિયેશનનો સપોર્ટ હતો, અને એ લોકોએ મને વિનંતી પત્ર લખેલો કે જો હું એને થોડો સમય ડે કેરને લાયસન્સ મળે ત્યાં સુધી બાળકો સાથે વોલેન્ટિયર કામ કરવા દઉં તો એને ધીમે ધીમે અંગ્રેજી આવડી જાય અને ડે કેરનો અનુભવ પણ મળે!
આ તો મને જાણે કે ભગવાને જ મદદ કરેલી ! બગુસાએ મને ડે કેર સેટ અપ કરવામાં ખુબ મદદ કરેલી. એની સાથે એનો ચાર વર્ષનો દીકરો પૉલ પણ આવતો . આગળ જણાવ્યું તેમ સ્કૂલ ને લાયસન્સ મળ્યું તે પહેલાં ક્યારેક અમારાં મિત્ર કે પાડોશી હોવાને નાતે કેરન ,માઈકલ વગેરે બાળકો રમવા આવતાં.
હવે અમે ઓફિસીયલી સ્કૂલ શરૂ કરેલી એટલે બધાં બાળકો પણ સવારથી આવી ગયેલાં! અમારી આજુબાજુની પબ્લિક સ્કૂલોમાં અને ખાનગી નિશાળોમાં પણ વેકેશન હતું એટલે અમારાં સંતાનો પણ ડેકેરમાં જ હતાં.
પણ પ્રથમ ગ્રાસે જ મક્ષિકાની જેમ , પહેલું બાળક જે ઓફિસીયલી ડે કેરમાં આવ્યું તે પ્રોબ્લેમ ચાઈલ્ડ હતું! ડેની હાઇપર એક્ટિવ છોકરો હતો! એને સતત દોડાદોડી કરવામાં જ રસ પડે !એને સતત કોઈનું એટેનશન જોઈએ ! એ કોઈ એક જગ્યાએ સ્થિર રહી જ ના શકે ! આવાં બાળકોને જો પૂરતું એટેનશન મળે તો એમનું ચિત્ત એક જગ્યાએ દસેક મિનિટ સુધી સ્થિર રહી શકે છે એ હું અનુભવથી કહું છું. પ્લે ડો ( રમવાનો બાંધેલો લોટ ) જો બાળકોની સાથે બેસીને રમીએ તો એ લોકો લાંબો સમય રસથી એની સાથે રમે છે! વળી એ રમતમાં બોલવાનું ઓછું ને ઈમેજીનેશન વધારે આવે તેથી ગમેતે ઉંમરના બાળક માટે આ સંકટની સાંકળ જેવી રમત છે.
મને યાદ છે કે શરૂઆતના દિવસોમાં અમારાં ડે કેરમાં અનેક રમતગમત , અનેક રસના વિભાગો , અનેક પ્રવૃત્તિઓ છતાં પ્લે ડો બાળકોની સૌથી વધારે માનીતી પ્રવૃત્તિ હતી: હા , શરત એટલી કે ટીચરે પણ સાથે બેસીને રમવું પડે! મ્યુઝિક સાથે ડાન્સ અને દોડાદોડી પછી પ્લેડો પ્રવૃત્તિ અને પછી ફરી દોડાદોડી એ ડેનીની રોજની પ્રવૃત્તિ હતી! અમારે જયારે ઇન્સ્પેક્શન હોય ત્યારે ( દર અઠવાડીએ )ડેની પોતાનું મહત્વ વધારવા વધારે તોફાન કરતો ; પણ નવું નવું અંગ્રેજી શીખી રહેલી બાગુસ ખુબ ધીમેથી બોલીને ડેનીને છાવરવા પ્રયત્ન કરતી જયારે હું વેન્ડીમાર્ક સાથે કામમાં બીઝી હોઉં ત્યારે!જેમ જેમ નવાં બાળકો આવતાં ગયાં તેમ તેમ અવનવી ચેલેન્જ લઈને અવનવા બાળકો અમને નિત નવું શીખવાડવા લાગ્યાં!
બીજા અઠવાડીએ ડે કેરમાં રજીસ્ટ્રેશન માટે એક કુટુંબ આવ્યું. એ બહેને આંખમાં આસું સાથે મને કહ્યું : હું કેટલાંયે વર્ષોથી ઘેર જ છું. જો તમે મારાં એલેક્ષી અને શાશાને સાચવો તો હું ક્યાંક નોકરી શોધું !” એમનાં પતિ પણ ગળગળા થઇ ગયા. એલેક્ષી છ વર્ષનો ખુબ સ્માર્ટ છોકરો હતો પણ એને સેલિબરપર્સી એક પ્રકારનો જ્ઞાનતંતુનો રોગ થયેલ !એ રોગ વિષે આવતે અઠવાડીએ વાત કરીશું ; અને શાશા ચાર વર્ષની થોડી મંદ બુદ્ધિની છોકરી હતી. એ લોકો નજીકમાં જ રહેતાં હતાં!
હા , ડે કેરના સંચાલનમાં મુશ્કેલીઓ તો અનેક હતી, પણ આ બધી મુશ્કેલીઓનો સામનો કરવાનો પણ અમને આનંદ આવતો હતો કારણકે અમારાં બાળકો નજર સામે ઉછરતાં હતાં અને અન્ય બાળકોને ઉછેરવાની તક મળ્યાનો સંતોષ હતો! અમારી ખીલી રહેલી વાત્સલ્ય વેલને વિકસાવવા મેં પહેલાં બગુસા અને હવેબીજી ટીચર તરીકે- ડેબી કે જેણે એલેક્ષી જેવાં બાળકો સાથે કામ કર્યું હતું તેનેહાયર કરી! સાચે જ, આ બાળકોને હું ઘડતી હતી, કે એ બાળકો મને ઘડતાં હતાં? Children with special needs આવાં એલેક્ષી શાશાની વાત આવતે અંકે !

3 thoughts on “

 1. Geetaben read your article we were wondering how come you took care of a hyperactive child should he not belong to special education place this could be too chlenging for your normal children’s day care. Well you must be brave to take this child he must be sure very demanding. Hats up for you you must have patients. It seems you did work hard for your day care facing lots of challenges. You are a leader.

  Like

  • Geetaben read your article of 26 march we are impressed about your continued effort to get day care licence and taking on challenging children it must be difficult to handle hyper active child and cerebral palsy child you were sure hard working and made it got your license we enjoy reading your experiences. Liking forward to more updates next week.

   Like

 2. I am reading about your experiences with children and running child care center; it’s nit easy in this foreign land! Interesting! Thanks for sharing!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.