પ્રેમ એક પરમ તત્વ- 22- વતન પ્રેમ-સપના વિજાપુરા

પ્રેમ, વાત્સલ્ય સ્નેહ, નેહ,હેત, વહાલ પ્યાર, મહોબત આ બધાં શબ્દો ઊભરાય આવે છે જ્યારે પ્રેમની વાત નીકળે છે.ફેબ્રુઆરી મહીનો આવે અને ૧૪ મી તારીખ પહેલા લાલ લાલ હાર્ટ થી દુકાનો ભરાય જાય અને હાર્ટ આકારની ચોકલેટ થી મોલ શોભવા લાગે ત્યારે સવાલ ઊભો થાય છે કે આ પ્રેમ છે કે કોઈ વેપાર!! પ્રેમ નો શું એક દિવસ  હોય!! પ્રેમ નો માપદંડ શું? કોણ કોને કેટલો પ્રેમ કરે છે એ સાબિત ૧૪ ફેબ્રુઆરી એથાય! તો પછી જે પચાસ પચાસ વરસથી સાથે છે અને એક  પણ વેલેન્ટાઈન ડે મનાવ્યો નથી એ લોકોમાં પ્રેમ નથી? પ્રેમનું પુષ્પ દિલમાં ખીલે છે એને લાગણીની ભીનાશથી ભીંજવતા રહેવું પડે છે.નહીં તો પ્રેમની જમીન કોરી ધાકોર રહી જાય અને કોરી ધાકોર જમીનમાં ગુલાબ નહીં થોર ઊગે છે અને થોર જખમ સિવાય બીજું કાઈ ના આપે. પણ આ મારે રોમાન્સની વાત નથી કરવી.

સૌથી નિસ્વાર્થ પ્રેમ મા અને બાળકનો હોય છે. નવ મહીના ગર્ભમાં રાખી મા જ્યારે બાળકને જન્મ આપે છે તો મા એ બાળકના પ્રથમ નજરે પ્રેમમાંપડી જાય છે. અને બાળકના વધવા સાથે આ પ્રેમ દિન પ્રતિદિન વધતો જાય છે. અને જે મા પોતાના બાળક માટે પોતાની જાન પણ આપવા તૈયાર હોય છે એ  મા બાળકને માભોમ ને હવાલે કરવા તૈયાર થઈ જાય છે. અને મા ને ખબર નથી કે મારો જવાન સરહદ થી પાછો આવશે કેનહીં!!પણ એ વીરની માતા રાજીખુશીથી ફૂલોની માળા પહેરાવી જવાનને સરહદ પર મોક્લી આપે છે. અને ઘરમાં બેસી પોતાના વીર દીકરા માટે લાંબી ઉંમરની પ્રાર્થના કરે છે.પણ જ્યારે એ મા ને સમાચાર મળે છે કે તારો વીર વિરગતિ પામ્યો ત્યારે એ મા બોલી ઉઠે છે

હોય છે આંસું મા પણ અગન કોણ માનશે?
તોય હસતાં રહે છે વદન કોણ માનશે?

મા કરી નેજવું દીકરાની છે રાહમાં,
કેટલા એ કરે છે જતન કોણ માનશે?

લાશ આવી છે સરહદથી લોહી લુહાણ જે
કોઈ માંની આંખનું એ રતન કોણ માનશે?

આ મા ના પ્રેમનું શું કહેવું દીકરો કુરબાન કરી દે છે દેશ માટે!! કેટલી રાતો જે આંસુથી તકિયા ભીંજવતી રહે છે.પણ જ્યારે દીકરાના નામનોમેડલ મળે છે ત્યારે માથું ગર્વથી ઊંચું કરી એ મેડલ લેવા જાય છે. આ છે માતાનો પ્રેમ અને આ છે માભોમનો પ્રેમ!!

આતંક ના હુમલા માં ૪૪ જવાન શાહિદ થયાં, એ લોકોના દિલમાં જે દેશપ્રેમ હતો એની સરખામણી કોઈ પણ પ્રેમ સાથે થાય ખરી? એ જવાનોજ્યારે આપણ ઘરમાં શાંતિથી બેઠા હતાં, ત્યારે પોતાની જાન સાથે ખેલી ગયાં, આનાથી વધારે સારું ઉદાહરણ પ્રેમનું બીજું શું હોય? અપને લીયેજીયે તો ક્યા જીયે?પ્રેમ ફૂલોના ગુચ્છામાં નથી, પ્રેમ ચોકલેટ ના બોક્સ માં નથી પણ એ લાલ લાલ રક્ત વહ્યું સરહદ પર એમાં છે. એ કોઈનોલાલ, એ કોઈનું સિંદૂર, એ કોઇની રાખડી કે એ કોઈ નાનકડી બાળકીનો પિતા!! પણ એ સૌથી પહેલા હિંદુસ્તાની!! એ સૌથી વધારે દેશપ્રેમી!!

ઘરના લીવીંગરુમમાં બેસી યુદ્ધને પ્રોત્સાહન આપતા લોકોને કહેવાનું કે યુદ્ધ થી કેટલા દેશ બરબાદ થયેલા છે જેમાં ઈરાક, સીરિયા, વિયેટનામઅફઘાનિસ્તાન, પેલેસ્ટાઈન, અને હિરોશિમા અને નાગાસાકીની પરમાણુથી થયેલી બરબાદી તો આપણી નજર સમક્ષ છે. તો ભારતને યુદ્ધ માટે ઉકસાવવાળાને ખબર છે કે આ પરમાણુ યુદ્ધમાં કેટલી મા દીકરા વગરની થવાની છે અને કેટલા નિર્દોષ લોકો મરવાના છે? કેટલી બહેનો ભાઈ વગરની અને કેટલી સ્ત્રીઓ સિંદૂર વગરની થવાની છે? દેશપ્રેમ દેશ માટે કુરબાન થવામાં છે, પણ દેશનું ભલુ ઈચ્છવામાં અને દેશની સંભાળ રાખવામાં પણ છે.

સાહિર લુધયાનવી સાહેબ કહે છે

જંગ તો ખુદ એક મસલા હૈ
જંગ ક્યા મસાઅલોકા હલ દેગી

તો આપણે બધા મળી પ્રાર્થના કરીએ વિશ્વશાંતિ માટે દેશની શાંતિ માટે!! જંગથી જો જીતાતું હોત તો ગાંધીજી સત્યાગ્રહ પર ના ઊતર્યા હોત અને આપણને આઝાદી ના મળી હોત.. “દે દી હમે આઝાદી બીના ખડક બીના ઢાલ સાગરમતી કે સંત તુને કર દિયા કમાલ”
વિશ્વપ્રેમ વિશ્વ શાંતિ!!
સપના વિજાપુરા

This entry was posted in ચિન્તન લેખ, Uncategorized by sapana53. Bookmark the permalink.

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.

4 thoughts on “પ્રેમ એક પરમ તત્વ- 22- વતન પ્રેમ-સપના વિજાપુરા

  1. “હોય છે આંસું મા પણ અગન કોણ માનશે?
    તોય હસતાં રહે છે વદન કોણ માનશે?”
    બહુત ખૂબ ! બહુત અચ્છે !!

    Like

  2. પ્રેમની વાત આવે ત્યારે અને જયારે વતન પર આતંકી હુમલો થયો હોય ત્યારે ખાસ વતન પ્રેમ લાવાની જેમ બહાર આવે છે.સરસ લખાણ, સપનાબેન!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.