સંવેદનાના પડઘા- ૨૪

શિયાળાની  રાત બરોબર જામી હતી.બધાં પોતાના ઘરમાં રજાઈ ઓઢીને ઘસઘસાટ નીંદર માણી રહ્યા હતા.અને અચાનક રાતના બે વાગે ટેલિફોનની ઘંટડી રણકી.સુરેશે ભર ઊંઘમાંથી ઊઠીને આંખો ચોળતા જ ફોન ઉઠાવ્યો.ચોર…..ચોર ….સામે ભાઈના ઘેર અને ફોન મૂકીને તે સુનિતા લાકડી કયાં છે?લાકડી કયાં છે ?કરતો હાંફળો ફાંફળો લાકડી શોધવા ઘરમાં દોડવા લાગ્યો.  સુનીતા પણ

ચોરનું નામ સાંભળી સફાળી બેઠી થઈ ગઈ અને તમે સાંભળો  છો !ચોર કયાં છે ?મને કહો તો ખરા !!ની બૂમો પાડવા લાગી.એટલામાં તો એમના ત્યાં મુંબઈથી તેમના ભાણેજ જમાઈ આવ્યા હતા તે પણ સુરેશ ચોર…ચોર કરીને દોડતો હતો એટલે સુરેશભાઈના દીકરાનું ક્રીકેટનું રુમમાં પડેલ બેટ લઈને બહાર આવ્યો.સુનિતા બુમો પાડતી રહી ને દોડતા દોડતા સુરેશે કીધું” બાજુવાળા મહેન્દ્રભાઈનો ફોન હતો કે સામેત્યાં આપણા મોટાભાઈના  ધાબા પર તેમણે કોઈ બે માણસ જોયા”.રાતના  બે વાગે ઠંડીમાં ચોર જ હોયને !એટલું બોલતા બોલતા તો તે વરંડામાંથી બહાર રસ્તા પર પહોંચી ગયો.ભાણેજ જમાઈ પણ સુરેશમામાની પાછળ ચોરને પકડવા બેટ લઈને દોડ્યો……

સુરેશના બે ભાઈઓના બંગલા ,નાનો રોડ ક્રોસ કરીને સામેજ હતા.મહેન્દ્રભાઈ ,સુરેશની બરોબર બાજુમાં જ રહેતા હતા.સુરેશના એકભાઈ તેની બરોબર સામેજ રહેતા હતા.મહેન્દ્રભાઈની બરોબર સામે બીજાભાઈ રહેતા હતા.ત્રણે ભાઈઓના ઘરના બધા લોકો અને મહેન્દ્રભાઈના ઘરના બધા બહેનો અને મોટા છોકરાઓ સૌ જેના હાથમાં જે આવ્યું  તે લાકડી,બેટ,હોકી લઈને ચોરને મારવા કે બિવડાવવા કે પોતાનું રક્ષણ કરવા રોડ પર આવી ગયા.બધા પુરુષોને યુવાનો જુદી જુદી દિશામાં ચોરને શોધવા સોસાયટીની ગલીઓમાં ચોર ……ચોર ………કહી  દોડી રહ્યા હતા.

સુનિતા ઘરમાં સૌથી નાનાભાઈની પત્ની હતી . તેથી વડીલોની આમન્યા રાખવા તે જરા કપડાં બદલીને બહાર આવી પણ બધા ભાભીઓ અને છોકરાઓ રોડ પર બૂમાબૂમ કરતા હતા એટલે જેવો સુરેશ ઘરની બહાર દોડ્યો કે તે એક નજર નાખવા પોતાના વરંડામાં આવી અને ત્યારે એણે જયેશભાઈના ઘર પછી બે બંગલા છોડીને ટીકુના ઘરમાં કોઈને કોટ કૂદતું જોયું.એટલે તે પણ જરા 

ઝડપથી કપડાં બદલી બહાર દોડી.તેના મગજમાં વિચારનો કોઈ નવો જ ઝબકારો થયો અને તે મનમાં જ જરા મલકાઈ પણ બહાર આવીને જોયું તો રોડ પર નરેશભાઈનો દીકરો મલય પણ હોકી લઈને ચોરને શોધવામાં મદદ કરવા ઊભો હતો.બધાંએ બે કલાક આજુબાજુનાં બધા રસ્તાઓ અને ગલીઓમાં ફરીને ચોરને શોધવા પ્રયત્ન કર્યો પણ છેલ્લે બધા “સાલો ચોર નાસી ગયો!!!”કહીને પોતપોતાના ઘરમાં જઈને સૂઈ ગયા.

નરેશભાઈ,જયેશભાઈ અને સુરેશ ત્રણે ભાઈઓના બંગલા જુદા હતા પણ રસોડું એક જ ઘરમાં બા રહેતા હતા તેમાં હતું .સુનીતા અને નરેશભાઈના મોટા દીકરાને દીયર-ભાભી જેવી ખૂબ નજીકની મિત્રતા.એકબીજા સાથે અંગત વાતો પણ શેર કરે.સવારના મલય ઊઠીને વરંડામાં  છાપું લઈને બેસે અને સુનીતા  વસ્તારીનું શાક કાપવા લઈ તેની સાથે બેસે.ઘરની ત્રણ બંગલા જ દૂર

મહાદેવનું મંદિર એટલે સવારના રસ્તો પણ પૂજા-દર્શન કરવા જતા  આવતા લોકોથી વ્યસ્ત રહેતો.

તેમના ઘરના બે બંગલા છોડીને ટીકુ રહેતી.તેને પાંચ બહેનો અને ટીકુ સૌથી નાની.બધી બહેનો ખૂબ દેખાવડી અને પૈસે ટકે ખૂબ સુખી એટલે રોજ નવા નવા ફેન્સી કપડાં પહેરી બહાર અવરજવર કરે.

સૌથી નાની ટીકુ  મલયને બહુ ગમે.ટીકુ રોજ સવારે  તૈયાર થઈ કોલેજ જતા પહેલા મહાદેવ દર્શન કરવા જાય અને મલય ટીકુના દર્શન કરવા તે જ સમયે સુનીતાકાકી સાથે ગોઠવાઈ જાય.મલયભાઈએ

ટીકુને પટાવવા કંઈ કેટલાય આંટા તેની કોલેજની બહાર માર્યા પણ ટીકુબેને  મલયને ઘાસ નાંખ્યું નહી.તે સુનીતાને પણ કહેતો કે કાકી “કંઈ પટાવવાનો રસ્તો કહોને” અને સુનીતા હસતી.

એવામાં એક દિવસ ટીકુનું કાઈનેટીક સુનીતાને મલય સવારે બેઠા હતાં અને ત્યાં જ બગડ્યું.ટીકુએ 

બહુ કીકો મારી પણ ચાલુજ ન થાય.સુનીતાએ મલયને સાઈન કરી અને મલય”May I help you?”

કહીને ગયો અને તેણે કાઈનેટીક ચાલુ કરી આપ્યું. “થેક્યું !”કહીને ટીકુ તો કાઈનેટીક લઈને જતી રહી.

પછી દસ દિવસ સુધી તે દેખાઈ નહી.મલયકુમાર તો પોતાનું બાઈક લઈને જાતજાતના હોર્ન મારીને

 તેની કોલેજના  અને ઘરના આંટા મારી થાક્યા.અગીયારમે દિવસે ટીકુબહેનતો સવારમાં  દર્શન કરવા

લટક મટક તૈયાર થઈને મલયને સુનીતા બેઠા હતા ત્યાંથી નીકળ્યા.તેણેતો પહેલાની જેમજ મલયને ઓળખતી જ નહોય તેમ મલયની હાજરીની અવગણના કરી તેની સામે  જોયા  વગર આગળ ચાલવા 

માંડ્યું.ત્યાં તો મલયે જોર જોર થી ગાવા માંડ્યું.

“મતલબ નિકલ ગયા હૈ તો પહેચાનતે નહીં,યું જા રહે હો જૈસે હમેં જાનતે નહી.

હમને તુમ્હેં પસંદ કિયા ,કયા ગુના કિયા,હર એક ગલી કી ખાક તો હમ છાનતે નહીં”

અને આ સાંભળતા જ ટીકુથી જોરથી હસી પડાયું અને ત્યારપછી તેમની દોસ્તી ચાલુ થઈ ગઈ.

ટીકુ નું સાચું નામ તો શર્વરી હતું.પણ ઘરમાં અને બહાર ભાગ્યેજ કોઈ તેને શર્વરીથી ઓળખતું.

ટીકુને મલયની દોસ્તીની હવે આજુબાજુ અને મિત્ર વર્તુળમાં બધાને ખબર પડી ગઈ હતી. ટીકુ ના પપ્પાને સોનાના દાગીનાની ખૂબ મોટી દુકાન  સીજી રોડ પર હતી. તેઓની જ્ઞાતિ સોની હતી.

ટીકુ દેખાવડી ભણવામાં પણ ખૂબ હોંશિયાર  અને ચાલાક કોઈને પણ ગમી જાય તેવી છોકરી હતી.

ટીકુ-મલયની દોસ્તી અને પ્રેમ દિવસે દિવસે ગાઢ થતા જતા હતા.મલયના મમ્મી પદ્મા શેઠાણીથી

બધા ઘરનાંઅને આજુબાજુના પડોશીઓ પણ ડરતા.તેમને બોલવાનું કંઈ ઠેકાણું નહી એટલે કોઈ

વાઘની બોર્ડમાં હાથ નાંખવા તૈયાર નહી.સુનીતાને સુરેશ રાત્રે ફરીને બહારથી આવતા તો  સુનીતા

મલય-ટીકુને તેમના ઘરના કોટનાં બત્તીના થાંભલે કે ઝાડ પાછળ કે ઘરનાં ધાબા પર ઊભેલા જોતી પણ તે કોઈને કંઈ કહેતી નહી.તેમના ધાબાની સીડી ઘરની બહારથી હતી તેથી ધાબા પર કોઈ જાય તો ઘરની અંદર કોઈને ખબર પડતી નહી.

સામે રહેતા મહેન્દ્રભાઈને પણ રાતના મોડા સુધી વાંચવાની ટેવ .તે રોજ આ લોકોને જૂએ

એટલે તેમણે આખા પરિવારને ખબર પડે એટલેજ રાત્રે તમારા ધાબે ચોર છે એવો ફોન કરેલો.

તે રાત્રે સુરેશ જેવો ચોર ચોર કરતો બહાર આવ્યો એટલે મલય ધાબા પરથી ઉતરીને  હોકી 

લઈને રોડ પર આવ્યો અને ટીકુએ પણ કોટ કૂદીને ઘરમાં જઈ તેના પપ્પાને બાજુમાં ચોર આવ્યાછે કહી લાકડી લઈ બહાર મોકલ્યા.

બીજે દિવસે સુનીતા બધું સમજી ગઈ હતી એટલે  સવારે બ્રેકફાસ્ટ કરતા હસતા હસતા આંખ મિચકારીને મલયને પૂછવા લાગી”મલય ચોર ખરો ભાગી ગયો કાલે નહી?”અને મલય મૂછમાં “હા કાકી !”કહી હસવા માંડ્યો.

ટીકુ અને મલય એકબીજાને ખરાં હ્રદયથી ખૂબ પ્રેમ કરતા હતા પણ જ્ઞાતિનાં વાડામાંથી બહાર નહી નિકળેલાં પદ્મા શેઠાણી કોઈરીતે દીકરાની લાગણીને સમજ્યા નહી. છેવટે ટીકુના પપ્પાએ ટીકુના લગ્ન તેમની જ્ઞાતિના ડોકટર સાથે કરાવી દીધા.તે દિવસે સુનીતાને વળગીને મલય ખૂબ રડયો હતો.

પછી હંમેશ માટે ધંધો કરવા સૂરત ચાલ્યો ગયો…..

હજુ ટીકુ પપ્પાને ઘેર આવે છે ત્યારે મંદિર જતા મલયના ધાબા પર નજર નાંખી ઊંડો નિસાસો નાંખે છે અને તેના ઘરની બહારના બત્તીના થાંભલાને અડીને બે મિનિટ ઊભી  રહેછે……

4 thoughts on “સંવેદનાના પડઘા- ૨૪

  1. આ આખ્ખી વાત તમારા મોંઢેથી સાંભળવાની ખુબ મઝા આવી હતી ! લખેલો શબ્દ ક્યારેક એટલી ગાઢ અભિવ્યક્તિ ન કરી શકે તેનું આ દ્રષ્ટાંત છે ! તમારી વાતને લડાવી મમળાવી કહેવાની શૈલી મસ્ત છે! એ દિવસો યાદ આવી ગયા ..

    Like

  2. મતલબ નિકલ ગયા તો જાનતે હી નહિ ખૂબ સરસ વાર્તા

    Like

  3. ખૂબ સરસ વાર્તા.પ્રેમ કહાની વાંચવાની મજા આવી.પ્રેમ મળવો અને પ્રેમ પામવો….!સરસ રીતે વાર્તા બનાવી છે. પ્રેમ પામવો નસીબની વાત છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.