૨3 -કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

ઓ.હો.હો.હો..

કેટલો બધો તો વટ પડી ગયો આપણા બધાનો નહીં? ( આપણા બધાનો એટલે આપણો- આપણી સ્ત્રી શક્તિનો) અચાનક જાણે સૌમાં સ્ત્રીદાક્ષિણ્યની ભાવનામાં ભરતી આવી ગઈ.

નારી તું નારાયણી અને યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ સુધીનો પૂજ્યભાવ દર્શાવવામાં આવ્યો. તો કોઈએ વળી વેદમંત્રને ટાંકતા કહ્યું કે, “ હે સ્ત્રી તું અજેય છે, તું વિજેતા છે, તું શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર છે, તું હજારો પ્રકારનાં પરાક્ર્મ દાખવી શકે છે એટલે તું સહસ્ત્રવીર્યા છે. તું મને શક્તિ પ્રદાન કર.”

અરે વાહ! કેટલી બધી સોજ્જી સોજ્જી વાતો અને સુંવાળી ભાવનાઓનો ખડકલો ચારેબાજુથી થવા માંડ્યો. શું હતું આ બધુ? કેમ ભૂલી ગયા? ૮ માર્ચ અને ૮ માર્ચ એટલે વિશ્વ મહિલા દિન. અચાનક આગલી રાત સુધી સ્ત્રી/ પત્નિ વિશે જાતજાતના જોક્સ કહીને તાલી આપનારા લોકોએ પણ એ દિવસે મા-બહેન, ભાભીથી માંડીને તમામ સગાઈઓ ધરાવતી સ્ત્રીઓને ઉચ્ચ આસને બેસાડી દીધી. ટન ટન ટન કરતી ઘંટડીઓ વગાડીને પૂજા પણ કરી લીધી.

ખબર છે ભાઈઓ આજે આ જ લક્ષ્મીપૂજન કરતાં પેજ પર કાલે સસ્તા જોક્સ મુકાવાના જ છે. ટેવાઈ ગયા હવે તો.. દુનિયાભરના કૉમેડીયન પણ એમની પત્નીઓને ટાર્ગેટ બનાવીને સસ્તું મનોરંજન પીરસતા હોય જ છે અને આ જ નારી તું નારાયણી કહેનારા એમાં ખડખડાટ હાસ્યની છોળથી એ માણત ય રહેવાના.

આમ કરી શકવાનું કારણ એ લોકોએ ક્યારેય વિચાર્યું ? એ લોકો આવી રીતે જોક્સ કરી શકે છે એનું કારણ એ નથી કે પત્નિઓ ભોટ છે. એનું કારણ એ છે પત્નિઓને આવી અર્થહીન, આવી ક્ષુલ્લક વાતોને ધ્યાનમાં લેવાની ટેવ જ નથી. પણ આવી જ રીતે આવા જ જોક્સ જો પત્નિઓ એમના પતિ પર કરશે તો એમનો શો પ્રતિભાવ હશે  એ વિચારવાની જ જરૂર નથી. સાક્ષાત રૌદ્ર સ્વરૂપ કોને કહેવાય એની તાત્કાલિક જાણ થઈ જશે.

એવું ય નથી કે નારી વિશે ક્યાંય ક્યારેય કશું સારું લખાયું જ નથી. લખાયું છે. અનેકવાર લખાયું છે, અઢળક લખાયું છે. એમાંથી આ નારી શું છે એના માટેની  શૂન્યપાલનપુરી સાહેબની એક રચના જોઈએ. 

એક દી સર્જકને આવ્યો, કૈ અજબ જેવો વિચાર

મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી,દંગ થઈ જાયે જગત એવું કરૂં સર્જન ધરાર,

ફૂલની લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક,ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક

મેરૂએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી, વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી

બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મઝધારથી,

પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફડફડાટ,કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ

ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ,નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ

પંચભૂતો મેળવી, એ સર્વેનું મંથન કર્યું, એક એક ‘દી સર્જકે નારીનું સર્જન કર્યું

દેવ દુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી,એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી..

કોઈએ વળી એવું પણ કહ્યું કે સ્ત્રીએ પુરુષ સમોવડી થવાની જરૂર જ નથી કારણકે પુરુષ જે કરે કે કરી શકશે તે તું નથી કરી શકવાની. હા! અહીં એમાં એને ઉતારી પાડવાની કોઈ વાત નથી. કેમ? કારણકે નારી એક હદથી ઓછી કે ઉણી ઉતરી જ ન શકે એવો એમાં ભાવ છે. એ કહે છે કે શું જ્ઞાનની શોધ માત્ર બુદ્ધને જ હતી? તને ય હશે પણ તું તારા પતિ કે નવજાત શિશુને છોડીને જઈ શકે એવી કઠોર કે જડ બની શકીશ? કે  પતિએ કરી જ નથી એવી ભૂલ માટે રામની જેમ તું એની અગ્નિ પરીક્ષા લઈ શકવાની નથી. નથી યુધિષ્ઠિરની જેમ તું તારી ઇચ્છાઓની પરિતૃપ્તિ કે જીતવાની જીદ માટે તારા પતિને દાવ પર મુકી શકવાની. તું તો એના સન્માન માટે થઈને તારી જાતને કુરબાન કરી દઈશ. સાવિત્રીની જેમ યમરાજના પાશમાંથી પણ પતિને મુક્ત કરાવી શકે એ તું છો. તું તો ઈશ્વરનું એક ઉત્તમ કૃતિ છો. તારે તો તારી જાતને સાબિત કરવાની લેશમાત્ર જરૂર નથી. આ સ્ત્રી છે. એનો અવતાર જ એક અવતારને જન્મ આપવા માટે થયો છે.

આવા દિવસે નારીની પોતાની ઓળખ આપતી એક રચના પણ જોઈ ( પ્લીઝ એના રચયિતાનું નામ ખબર હોય તો જણાવશો.)

હું નારી છું,આકાશે રમતાં વાદળની, રૂપેરી તેજ કિનારી છું……

માં બાપના આંગણમાં પૂજાતી, તુલસી કેરી ક્યારી છું……

હું પત્ની છું,હું માતા છું, હું બહેન છું,હું બેટી છું,

કૈક રહસ્યો છુપાય એવી તાળાંવાળી પેટી છું.

જો ઝાંકવું હોય મનની  ભીતર, તો ત્વરિત ખુલતી બારી છું……

હું ચંચલ છું કો હરણી શી, ખળખળ વહેતી કો ઝરણી શી,

ગમે તેટલા પત્થર ફેંકો,ચૂપચાપ સહુ હું ધરણી શી.

સુર મેળવો તો મીઠા સૂરે, ઝંકૃત થતી સિતારી છું……

કોમળ છું મૃણાલ દંડ સમી,મેઘધનુના સાતે રંગ સમી,

રીઝું તો વરસું ઝરમર ને ખીજું તો બારે ય ખંગ સમી.

જો છંછેડે કોઈ મુજને તો, સો મરદોને ભારી છું…..

સમર્પણ છે મુજ રગરગમાં, વિશ્વાસ છલોછલ હર ડગમાં,

સદાય જલતો રહે તે કાજે, પ્રેમ પૂરું હું દીપ શગમાં

મળવા સાગરને તલતલ તલસે એ, નિર્મળ ગંગા વારિ છું…

હું નારી છું

એક સરસ મઝાની એડવર્ટાઈઝ છે. સવારમાં એક સાથે ઘરના તમામ સદસ્યોની માંગને પહોંચી વળવા બે નહીં બાર હાથે કામ કરતી ગૃહિણીને એમાં ફોકસ કરવામાં આવી છે અને એ પણ સાવ સરળતાથી હસતા- રમતાં સૌને તૃપ્ત કરતાં બતાવી છે. આ સ્ત્રી છે. સ્ત્રીને પોતાની જવાબદારીઓની બરાબર ખબર છે. એણે સમયના ટુકડાની વચ્ચે પોતાની જાતને ગોઠવીને એક જિગ્સૉ પઝલની જેમ આખી ગેમ પુરી કરવાની છે. ક્યાંય કોઈ સાંધો કે રેણ ન દેખાય એવી રીતે અને એ કરી શકે જ છે.

આવા આ ૮ માર્ચના દિવસે એક એકદમ યથાર્થ મેસેજ મળ્યો. 

૮ માર્ચે જ ૮ માર્ચ કેમ? 

રોજે રોજ ૮ માર્ચ કેમ નહી? 

 આ વાત જે સમજી લેશે એને ક્યારેય કોઈ ૮ માર્ચની રાહ જ નહીં જોવી પડે. 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

       

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

About Rajul Kaushik

“Languages create relation and understanding” Rajul Kaushik Mother Tongue: Gujarati. Free Lance Column Writer: Gujarati Newspaper and Magazines. Reviews on Film, Drama and Cultural function, Articles on women empowerment. Contact: rajul54@yahoo.com Mobile:508 581 0342 Related Websites: https://rajul54.wordpress.com/ https://www.facebook.com/rajulshah1954
This entry was posted in કવિતા શબ્દોની સરિતા, નિબંધ, રાજુલ કૌશિક. Bookmark the permalink.

4 Responses to ૨3 -કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

 1. દંગ થઈ જાય જગત તેવું કરું સર્જન ધરાર – ભાઈ આપણને તો આ વાત બહુ ગમી .જેનું સર્જન કરતા સર્જનહારને આવો વિચાર કરીને સર્જન કરવું પડ્યું તો તે સ્ત્રી અનોખી જ હોય ને? એની જોડ મળવી મુશ્કેલ છે!!!

  Liked by 1 person

 2. Reblogged this on રાજુલનું મનોજગત and commented:

  કેટલો બધો તો વટ પડી ગયો આપણા બધાનો નહીં? ( આપણા બધાનો એટલે આપણો- આપણી સ્ત્રી શક્તિનો) અચાનક જાણે સૌમાં સ્ત્રીદાક્ષિણ્યની ભાવનામાં ભરતી આવી ગઈ.

  Like

 3. geetabhatt says:

  Very nice thought:
  “એ કહે છે કે શું જ્ઞાનની શોધ માત્ર બુદ્ધને જ હતી? તને ય હશે પણ તું તારા પતિ કે નવજાત શિશુને છોડીને જઈ શકે એવી કઠોર કે જડ બની શકીશ? કે પતિએ કરી જ નથી એવી ભૂલ માટે રામની જેમ તું એની અગ્નિ પરીક્ષા લઈ શકવાની નથી. નથી યુધિષ્ઠિરની જેમ તું તારી ઇચ્છાઓની પરિતૃપ્તિ કે જીતવાની જીદ માટે તારા પતિને દાવ પર મુકી શકવાની.” Wah! Nice , and true too!

  Liked by 1 person

 4. Kalpana Raghu says:

  સરસ લખાણ રાજુલબેન! અહી મારે કહેવું છે કે નારી, નારીની દુશ્મન ક્યારેક હોય છે.નારી માટેનાં JOKES નારી હસીને પ્રોત્સાહન આપે છે અને ક્યારેક ફોરવર્ડ પણ કરે છે.શા માટે???….બીજું નારીને સમજવા માટે નારી બનવું પડે.નારીની કૂખે જનમ લીધા પછી નારીની મહત્તા એક પુરુષ સમજી ના શકે,તેને શું કહેવું???…બાકી તો જેવી જેની સોચ!

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s