ચોપાસ-8-મર્યા પછી પણ ભારતીય સીમાની સુરક્ષા કરે છે સિપાઈ.

 ચોપાસ  એટલે ચારે કોર.. ચારે બાજુ.., આજ કાલ ચારે તરફ દેશના વીર જવાનોની, તેમના સરહદ પર ચોકી કરતા આપેલા બલિદાનની,  દેશદાઝની , વતન માટેની ખુમારી ની વાતો ચાલી રહી છે.

ત્યારે અમે વતનની સરહદ સિક્કિમમાં  ન જૉઈ  શક્યા તેનો અફસોસ હતો અને જેફએ અમારી ગાડી બાબાના મંદિર તરફ હંકારી મેં મારા મનને ખંખેરી બાબા વિષે જાણવાની ઉત્સુકતા જેમ્સને દેખાડી। ..આ બાબા કોણ છે ? મંદિર એટલે શ્રદ્ધાનો વિષય એમ સમજી મેં પૂછ્યું કોઈ સ્વામી છે ? તો કહેના ના…. 

આ દુનિયા ઘણી અજીબો-ગરીબ રહસ્યો થી ભરેલી છે અને તેમાં વિજ્ઞાન ને પણ પાછુ પાડી દે એવી ઘણી ઘટનાઓ પણ બનતી હોય છે.અથવા આપણે લોકો પાસેથી ઘણી બધી એવી વાતો સાંભળતા હોઈએ છીએ કે જેના પર આપણને વિશ્વાસ જ ના થાય. જે વાત અમને જેમ્સે કરી.. એક એવા વ્યક્તિની વાત કરી જેમનું શરીર નથી પરંતુ તે આત્મા છે, જેમને લોકો બાબા હરભજનસિંહ તરીકે ઓળખે છે. તેમનું મંદિર અહીં છે.એક ભારતીય સૈનિકની કે જેઓ શહીદ થયાં બાદ પણ છેલ્લા ૪૯ વર્ષ થી સેનામાં  ફરજ બજાવી રહ્યા છે. કહેવાય છે કે માર્યા પછી પણ  સિક્કિમમા પંજાબ રેજિમેન્ટ ના જવાન હરભજનસિંહ ની આત્મા છેલ્લાં ૪૯ વર્ષો થી આ દેશ ની સેવા કરે છે. તેમજ તેમના ચમત્કારો ના લીધે તેમની યાદમાં  એક મંદિર બનાવવામાં  આવ્યું છે.ભારતીય સેનાના સૌનિકો આજે પણ તેમના બૂટને પોલિશ કરે  છે આ મંદિરની સેવા પણ સૌનિકો વગર પગારે આપે છે એટલું જ નહિ પોતાના પગારમાંથી બાબાના પરિવારને પગાર મોકલાવે છે  એથી પણ વિશેષ બાબા નો આત્મા આજે પણ ત્યાં છે તમે માનશો નહિ પણ ચીનના સૈનિકો હરભજનસિંહ હોવાની વાત પર વિશ્વાસ કરે છે અને તેથી  ભારત અને ચીન વચ્ચે થનાર દરેક ફ્લેગ મિટીંગ મા બાબા હરભજન ની આજે પણ એક ખાલી ખુરશી રાખવામા આવે છે જેથી તે મિટીંગ આવી અને જોડાઈ શકે.. 

 એક સૈનિક કે જે શહીદ થઈ ગયા બાદ છેલ્લાં ૪૫ વર્ષોથી આજે પણ દેશસેવા કરી રહ્યા છે અને સરહદની સુરક્ષાની જવાબદારી સંભાળે છે.કોઈ પણ કામ આટલી સિન્સયારિટિ થી નિષ્ઠાપૂર્વક , વિશુદ્ધ ભાવથી કરવું  એક અવિશ્વનીય પરંતુ સત્ય વાત માની ન શકાય તેવી છે ભારતીય જવાનો ના કેહવા મુજબ હરભજન બાબા ની આત્મા ચીન તરફ થી આવનાર જોખમ વિશે પહેલે થી જ તેમને જણાવી આપે છે. બાબા ની આત્મા ઈચ્છે છે કે બન્ને દેશ હળીમળી ને રહે. આ વાત કદાચ તમને સાચી નહી લાગે પરંતુ ચીન ના સૈનિકો પણ આના ઉપર વિશ્વાસ કરે છે.તેમનો જન્મ ૩૦ ઓગષ્ટ ૧૯૪૬ ના રોજ જિલ્લો ગુજરાવાળા થયો હતો અને અત્યારે આ જગ્યા પાકિસ્તાન આવેલી છે. પોતાની ભણતર પૂરું કર્યા ની સાથે ૧૯૬૬ મા ભારતીય સેનામાં   ભરતી થયા. તે ૨૪મી પંજાબ રેજીમેન્ટ ના જવાન હતા પરંતુ હજુ તો માત્ર બે વર્ષ નૌકરી ના વીત્યા હતા અને ૧૯૬૮મા એક અકસ્માત નો ભોગ બન્યાં હતા.  તેઓ ખચ્ચર લઈને પાણીની નહેર પાર કરી રહ્યા હતા, ત્યાં જ એકાએક ખચ્ચરનો પગ લપસી જતા નહેરમાં પડવાથી તેમનું મૃત્યું થયું. નહેરમાં  પાણીનું વહેણ વધુ હોવાના કારણે તેઓ  પાણીના વહેણમાં તણાઈ ગયા. ત્રણથી ચાર દિવસ સુધી તેમના દેહની શોધ કરવામાં આવી, પરંતુ દેહ ના મળ્યો. ત્યારબાદ, રાત્રે તેઓ તેમના મિત્રના સ્વપ્નમાં આવ્યા અને તેમણે પોતાનું પાર્થિવ શરીર ક્યાં છે, તે અંગેની માહિતી આપી. ત્યાર પછી, બીજા જ દિવસે સવારે તેમના મિત્રો તેમને શોધવા ગયા અને સ્વપ્નમાં જે જગ્યા બતાવી હતી ત્યાંથી જ તેમનું પાર્થિવ શરીર અને તેમની રાઇફલ પણ મળી આવી. ત્યારબાદ, સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા,સેનાના દરેક જવાનને હંમેશા એવો અહેસાસ થતો કે, બાબા આપણી સાથે જ ડ્યુટી પર છે. અનેક વ્યક્તિના અનુભવે હરભજનસિંહ આપણા જવાનો માટે બાબા હરભજનસિંહ બની ગયા અને તેમનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું. આ મંદિર ગંગટોક મા જેલેપ્લા દર્રે અને નાથુલા દર્રે ની વચ્ચે ૧૩૦૦૦ ફૂટ ઉંચાઈ ઉપર ડુંગર મા આવેલું છે.આજે પણ આટલી ઉંચાઈએ સાંકડા, ખતરનાક,  પથ્થરાળ  રસ્તા પર લોકો આવે છે પસાર થનારા માથું ટેકવીને જાય છે આ મંદિરમાં બાબાના કપડાં, જૂતાં, સુવા માટે પલંગ અને અન્ય જરૂરી સામાન રાખવામાં આવ્યો છે. તેમને એક કર્તવ્ય સૈનિક તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આજે પણ સેનાના પેરોલમાં તેમનું નામ છે તેમના નામથી આજે પણ તેમનો પગાર પરિવારને મોકલાય છે. 

શ્રદ્ધા વિષય પર દરેક વ્યક્તિના અલગ વિચારો હોય છે.શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ.વફાદારી, ભક્તિ. ‘સિન્સિયરિટી’ આ બધી વાત ભલે ઘણાને થોડી કાલ્પનિક અને વિચિત્ર લાગતી હોય, પરંતુ સત્ય છે. ભારતીય સેના  પુરા વિશ્વાસથી આજે પણ માત્ર આજ સરહદ પર નહિ બધી જ સરહદ પર એક દેશપ્રેમની દાઝ સાથે પુરી નિષ્ઠા સાથે ભારતની સરહદને સુરક્ષિત રાખે છે ભારત – ચીન સીમા પર આવેલી નાથુલા બૉર્ડર પર તાપમાન હંમેશા માટે શુન્યથી  નીચું જ રહેતું હોય છે ! બર્ફીલા પહાડ પર ગમે ત્યારે પગ લપસે એટલે ગમે ત્યારે શ્વાસ બંધ થઇ જાય. પરંતુ આવી જગ્યા પર આપણા જવાનો કોઈ પણ ચિંતા કર્યા વગર રક્ષા કરતા હોય તો મનની એકાંત સ્થિતિમાં આપણી શું નૈતિક ફરજ હોય તે વિચારવા જેવી વાત છે.   

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in ચિન્તન લેખ, ચોપાસ, નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા, માહિતી લેખ, Uncategorized. Bookmark the permalink.

6 Responses to ચોપાસ-8-મર્યા પછી પણ ભારતીય સીમાની સુરક્ષા કરે છે સિપાઈ.

 1. ખુબ સરસ વાત પ્રજ્ઞાબેન. ખરેખર આપણા જવાનોને આપણા નતમસ્તક વંદન કે પોતાના પ્રાણ ની પર્વ કર્યા વગર નિષ્ઠાપૂર્વક તેઓ તેમની ફરજ નિભાવી રહ્યા છે. વધુ ને વધુ મંદિરો બનાવવાની બદલે શાહિદ થયેલા જવાનો ની યાદ કાયમ રહે અને આપણને વિચારવાની તક મળે તેવી ઇમારતો હું ઈચ્છું છું.

  Like

 2. Pragnaji says:

  i agree with you ….

  Like

 3. Kalpana Raghu says:

  મૃત્યુ બાદ શહીદ થઈને ભારતીય સૈનિક તેની જવાબદારી નિભાવે છે તેની બેમિસાલ વાતનું આ ઉદાહરણ છે! યુ ટ્યુબમાં શહીદ હરભજનસિંહ ના અનેક vidios છે.જરૂરથી જોવા જેવા છે.હાલમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલાને મારી અંતરથી શ્રદ્ધાંજલિ.પ્રભુ તેમના પરિવાર જનોને શક્તિ અને તેમની જરૂરીયાતો પૂરી કરવાના સંજોગો પુરા પાડે.તે જ પ્રાર્થના.

  Like

 4. Kaushik Shah says:

  દેશ માટે બલિદાન આપનાર માત્ર ને માત્ર આપણા સૈનિકો જ છે . તેમના માટે જટલું કરીએ એટલું ઓછું છે .

  Like

 5. માની ન શકાય તેવી અદભૂત વાત.

  Like

 6. Jayvanti patel says:

  Very proud of people like Harbhajansingh who belong to Indian army! Big salute to those who lost their lives while protecting our nation and sincere prayers for their families!🙏

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s