દ્રષ્ટિકોણ 30: LGBTQ તરફ સમાજ નો પૂર્વગ્રહ – દર્શના

શનિવારે પ્રકાશિત થતી દર્ષ્ટિકોણ કોલમ ઉપર આપનું સ્વાગત। ગયા અઠવાડિયાની દ્રષ્ટિકોણ કોલમ ઉપર આપણે સસલા ના લગ્ન કરીને એક બાળવાર્તા જેમાં કાળું અને ધોળું સસલું લગ્ન કરે છે તે બાળવાર્તાએ કેવો ઉહાપોહ મચાવેલો તે વાત કરેલી http://bit.ly/2DPveFg . પણ સમાજ સ્વીકારે કે નહિ પ્રેમ ની ઉપર કોઈપણ બંધન ચાલતું નથી. બે દિવસ પહેલા જિગીષાબેને એક સરસ વાર્તા રજુ કરેલી અને તેમનો સારાંશ તેમણે આ પ્રમાણે વ્યક્ત કર્યો હતો – “વ્યક્તિનું ગે કે લેસ્બીયન હોવું તેને જન્મ સાથે કુદરતે આપેલ વૃત્તિ છે તેમાં તેનો કોઈ વાંક નથી.જેમ એક પુરુષનું સ્ત્રી સાથે આકર્ષણ સહજ છે તેવું જ ગે લોકો માટે પુરુષ નું પુરુષ સાથે આકર્ષણ  સહજ છે” આ કુદરતી વૃત્તિ હોય તો પણ સમાજ ને તે ઘણી વાર મંજુર નથી હોતી. આજે તેના વિષે થોડી વાત કરીએ। આવતે અઠવાડિયે વેલેન્ટાઈન્સ દિવસ છે જયારે લોકો પ્રેમ ની નાજુક લાગણીઓને વધાવે છે અને છૂટ થી પોતાના પ્રેમી તરફ પ્રેમ વ્યક્ત કરવામાં આનંદ લ્યે છે. આશા રાખીએ કે LGBTQ લોકો પણ પોતાના પ્રેમીઓ તરફ કોઈના પૂર્વગ્રહ વગર પોતાની લાગણીઓ દર્શાવી શકે.
એક સત્ય ઘટના છે. એલિસન બેચડેલ નામની ચાલાક છોકરી એક સરસ કુટુંબ માં તેની મમ્મી પપ્પા અને બે ભાઈઓ જોડે ઉછરી રહી હતી. તેના ભાઈઓ સાથે છૂપાછૂપી, પકડા પકડી અને એવી જાત જાત ની રમતો રમતા તેનું બાળપણ વીતી રહ્યું હતું. તેના પપ્પા સાથે તેને ખુબ નિકટતા હતી. પરંતુ ક્યારેક તેના પપ્પા નું વર્તન વિચિત્ર બની જતું. ક્યારેક તે અચાનક ગાયબ થઇ જતા, ક્યારેક તેના વિદ્યાર્થોને ઘરે લઇ આવતા અને તેમની સાથે ખુબ સમય વિતાવતા. ક્યારેક તેની મમ્મી અને પપ્પા વચ્ચે નું અંતર અને તાણ વર્તાઈ આવતા. તેના પપ્પા ઘર ની બાબત માં એકદમ ઓબ્સેસ્સિવ કમ્પલ્સિવ પણ હતા કે ઘર ને એકદમ સાફ સુથરું રાખવાનું. ક્યારેક માતા પિતા વચ્ચે શું ગોપનીય ભેદ હોય તે વાત થી બાળકો અણજાણ હોય પણ ટેન્શન તો જણાય જ ને? એલિસન અને તેના પપ્પા વચ્ચે બીજું પણ એક ટેન્શન હતું કે એલિસન ને પેન્ટ ને શર્ટ પેરીને તેના ભાઈઓ જોડે છોકરાઓ સાથે જ રમવાની આદત હતી.  એલીસોન ને ડ્રેસીસ પેરવા ગમતા નહિ અને તેના પપ્પા તેની ઉપર ડ્રેસીસ પેરવા માટે ખુબ દબાણ કરતા અને તેને છોકરીઓ જેમ વાળ ઓળીને વાળ માં ફેન્સી ક્લિપ વગેરે નાખવા માટે દબાણ કરતા.
Image result for alison bechdel, cartoonએલિસન ના પપ્પા એક મોટો ભેદ છુપાવીને જીવી રહ્યા હતા. ઢાંકપિછોડો કરીને જિંદગી જીવવામાં માણસ ઘણું ગુમાવે છે અને સતત માનસિક દબાવ નો અનુભવ કરે છે તેની આ વાત છે. આપણને એલિસન ની જિંદગી વિષે કેમ ખબર છે? એલિસને ઘણા પુસ્તકો લખ્યા છે. તેમાં એક પુસ્તક તેની પોતાની આત્મકથા વિશેનું ચિત્ર પુસ્તક છે. તે પુસ્તક ને ઘણા પારિતોષક ઇનામો મળ્યા છે અને બ્રોડવે માં અને અહીં તે ઉપર નાટકો ભજવાઈ ચુક્યા છે.  
એલિસન મોટી થઇ અને દૂર કોલેજ માં ભણવા ગઈ. એલિસન ને ચિત્ર અને કાર્ટૂન દોરવાનો ખુબજ શોખ હતો. નવરાશના સમયે તે દોર્યા જ કરતી. એક વખત કોલેજ ની ક્લબ ની યુવતી ક્લબ ના સુચનાપત્ર માટે કોઈ ચિત્ર દોરાવવા એલિસન પાસે આવી. જોતજોતામાં બંને વચ્ચે ગાઢ મૈત્રી બંધાઈ ગઈ. ધીમે ધીમે મૈત્રીનો સબંધ પ્રેમ માં પરિણમ્યો. એલિસને દિલ માં નવા જાગતા ઉમળકાને ધરબાવી દેવાની કોશિશ કરી. પણ શરીર અને દિલ માં પ્રેમ ના પડઘા પડે તેને તેમ શમાવી શકાતા નથી. આખરે એલિસને સત્ય ને અપનાવી લીધું કે તે લેસ્બિયન હતી.
લગભગ તેજ સમયે તેના પપ્પા ના મ્રત્યુ ના સમાચાર એલિસન ને મળ્યા. એલિસન ના પપ્પા ગાડી દ્વારા એકસીડન્ટ માં મ્ર્ત્યુ પામ્યા। જયારે એલિસન ને તેમની જિંદગીની પુરી માહિતી મળી ત્યારે તેનું માનવું રહ્યું કે તેમણૅ આખરે જીવેનથી કંટાળીને આત્મહત્યા કરી. તેના પપ્પા ની જિંદગીનો એવો શું ભેદ હતો જે છુપાડીને તેઓ જીવન જીવી ગયા? એલસન ને તેના પપ્પા ગુજરી ગયા પછી ફોડ પાડતા તેની મમ્મીએ વાત કરી કે તેના પપ્પા હોમોસેક્સ્યુઅલ હતા. તેમના જમાનામાં આવી વાત બિલકુલ અપનાવવામાં આવતી નહિ. તેથી તેમણે સમાજ ના નિયમોને અનુસરીને લગ્ન કર્યા અને તેમને ત્રણ બાળકો પણ થયા. પણ તેમની શારીરિક સચ્ચાઈ બહાર નીકળવા હંમેશા મથતી રહી અને ક્યારેક કોઈ તેવા માણસો મળે તેમને જોડે તેઓ સબંધ બાંધી લેતા.
એલિસન નું માનવું છે કે  ઢાંકી ઢાંકી ને જિંદગી જીવવાથી વ્યક્તિ જીવન માં થી હર્ષ અને ઉત્સાહ ગુમાવી બેસે છે. અને હવે તો ઘણા તેવું માને છે. દાખલ તરીકે તમે ઓફિસ માં સહ કાર્યકરો જોડે કામ કરતા હો અને સોમવારે કામ ઉપર વાત નીકળે કે વિકેન્ડ દરમ્યાન શું કર્યું. કોઈ એમ ક્યે કે હું મારા હસબન્ડ જોડે ફરવા ગયેલ અને કોઈ એમ ક્યે કે આ વિકેન્ડ માં તો મારી પત્ની એ મારી પાસે બહુ કામ કરાવ્યું વગેરે. પણ હોમોસેક્સ્યુઅલ વ્યક્તિ ને ડર હોય કે લોકો તેમની જીવન પદ્ધતિ અપનાવશે નહિ તો તેમને ડરીને, તેમની વાત છુપાવીને, ખુબ સાવચેતીથી પોતાની જિંદગીની વાત કરવી પડે. બધા તેમની ડેસ્ક ઉપર કુટુંબના ફોટા રાખે પણ તે રાખી ન શકે. આમ વાતે વાતે તે વ્યક્તિને ગુપ્તતા થી જિંદગી જીવવી પડે તો ટીપે ટીપે તેની જિંદગીનો ઉત્સાહ ઘટતો જાય.
એલિસન તો નવા યુગ માં જન્મેલ છોકરી છે અને તે છૂટ થી પોતાની જિંદગી જીવી રહી છે. પણ બધીજ જગ્યાએ આજે પણ લોકો LGBTQ લાઈફ સ્ટાઇલ ને પૂર્વગ્રહ થી જોવે છે. તમારો શું ખ્યાલ છે? તમને નથી લાગતું કે જો બે વ્યક્તિ પ્રેમ થી જીવતા હોય અને કોઈને હેરાન ન કરે તો શા માટે આપણે કે સમાજે તેમના જીવનમાં દખલ કરવી? દુનિયા માં ઘણું દુષ્ટ કાર્ય લોકો કરી રહ્યા છે તેમની તરફ નજર અને ધ્યાન દોરવાની બદલે પ્રેમ કરતા માણસો સામે પૂર્વગ્રહ બાંધવાની શી જરૂર? તમારો શું મત છે?

8 thoughts on “દ્રષ્ટિકોણ 30: LGBTQ તરફ સમાજ નો પૂર્વગ્રહ – દર્શના

  1. aa sambandh pahelaa pan hata ane hamna pan che emaa vyakti shu kare eni rachna j evi rite thayeli che ke ena hath ma kai nathi hotu. have loko khuline bole che pahela loko chupadta ane pote ane family members pan heran thata. badhane potani jindgi jivvano hakk che ane potani marji thi jivvano hakk che pan problem haji pan e che j ke gana loko kahi shake che gana loko nathi kahi shakta. khub saras vat laine aavya cho pan haji etlo badlav nahi aave.

    Liked by 1 person

  2. દર્શનાબેન,મારા મતેતો એક છોકરો છોકરીને પ્રેમ કરે તેજેટલું સહજ છે સમાજમાં તેટલું જ સહજ સ્વીકાર્ય છોકરી છોકરી ને અને છોકરો છોકરાને પ્રેમ કરે તે હોવું જોઈએ.આ તેમને કુદરતે આપેલ છે તેમાં તેમનો કોઈ વાંક નથી.પણ આમ જનતામાં આ સમજ આવતા વાર લાગશે.અમેરિકામા ભણેલા લોકો વધુ છે એટલે અહીં લોકો જલદી સમજશે.ભારતનાં નાના નાના ગામડાંઓમાં આ વાત લોકો થોડા મોડા સમજશે.પણ તે દિવસો પણ આવશે જરુર….

    Liked by 1 person

  3. જીગીષાની વાર્તા,દર્શનાની વાત…આ વિષય હવે ઘણો સાંભળવા મળે છે.વળી તેની કોઈને નવાઈ પણ નથી લાગતી.શિક્ષણનુ પ્રમાણ વધ્યું છે,acceptanceવધી છે,unerstanding વધી છે.આ પ્રકારનાં કિસ્સા પડદા પાછળ હતા તે ખુલ્લા કરવામાં લોકો ખૂદ અચકાતા નથી.એક નવા સમાજનું નિર્માણ થઇ રહ્યું છે.આવી વ્યક્તિને સમાજમાં સ્થાન મળવાનો સમય હવે મારી દ્રષ્ટિએ દુર નથી.ચશ્માં બદલવા આધુનિક માનવની ફીદરત બની ગઈ છે.

    Liked by 1 person

  4. બાલમંદિર થી લઈ કોલેજ સુધી
    બધું જ ભણાવવામાં આવ્યું
    “ત્રિકોણ”, “ચોકોણ”, “લઘુકોણ”, “પંચકોણ”….
    પણ
    જીવનમાં “જે હંમેશા ઉપયોગી” છે
    તેને “ક્યારેય ભણાવવામાં નથી આવ્યું.”
    તે છે…. “દ્રષ્ટિકોણ.”
    💐💐શુભ પ્રભાત💐💐
    . જય શ્રીરામ. .

    Like

  5. આપણા દેશમાં આ પરંપરા છે કે પ્રેમની લાગણીઓ અને જખ્મો છુપાવવા…………પ્રેમની આડે પોતાની રીતે પાળ બાંધવી કે પ્રેમને છુટ્ટો દોર આપવો તે દરેક જણે પોતાની રીતે વિચારવું…..

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.