્Subject: ગોપાલ લાપતા છે!
આશ્રમરોડના યોગાશ્રમમાં આજે ભાગદોડ મચી ગઈ હતી.શહેરના શ્રીમંતો ,વેપારીઓ,રાજકારણીઓ અને જનસેવકોની અવરજવરથી આશ્રમમાં ટ્રાફીક જામ થઈ ગયો હતો.સ્વામી અભેદાનંદજીના અનુયાયીઓની સંખ્યા ખૂબ મોટી હતી .વિદ્વાન સ્વામીજીના ગીતા,વેદઅને ઉપનિષદ ઉપરના પ્રવચનો સાંભળવા હજારોની સંખ્યામાં લોકો ઊમટતા.વહેલી સવારના તેમની યોગની શિબિરો અમદાવાદ ઉપરાંત ભારતના મોટા શહેરો અને દેશવિદેશમાં પણ થતી.સ્વામીજીનો ખાસ ચેલો જે તેમની સેવામાં ચોવીસ કલાક રહેતો તે લાપતા હતો.ગોપાલ સ્વામીજીના ગામનો જ હતો.તેના શરીરસૌષ્ઠવ અને ચતુરાઈથી આકર્ષાઈને જ સ્વામીજી તેને અમદાવાદ પોતાની સાથે લઈ આવ્યા હતા.છેલ્લા આઠ વર્ષથી તે તેમની સાથેજ હતો.બાર વર્ષની ઉંમરે તેને લાવેલ પણ બેત્રણ વર્ષમાં તો તે છ ફૂટ ઉંચો અને યોગા કરી શરીરે પણ કસાયેલ અને સોહામણો બની ગયો હતો.સ્વામીજી પાસે રહીને શાસ્ત્રોના જ્ઞાનની સાથે આશ્રમનો વહીવટ પણ તેજ કરતો .સ્વામીજી પછી આશ્રમનો વારસદાર તે જ હોય તેમ બધા લોકો સમજતાં .સ્વામીજીનું વર્તન પણ તેના પ્રત્યે ખાસ જ રહેતું.
આમ અચાનક તેના લાપતા થવાથી શહેરમાં જાતજાતની અફવાઓએ જોર પકડ્યું હતું.કોઈ કહે કોઈ છોકરીને લઈને ભાગી ગયો હશે ,છેજ એવો દેખાવડો અને ચાલાક!!કોઈ કહે આશ્રમના પૈસા તળિયા ઝાટક કરીને ગયો હશે!!કોઈ કહે સ્વામીજીએ પરાણે સંન્યાસી બનાવ્યો હશે અને એને સંસાર માંડવો હશે! આવી જાતજાતની અટકળો નું બજાર ગરમ હતું.પણ……પણ……સંસાર અસાર છે અને ઉચ્ચ તત્ત્વજ્ઞાનની વાતો લોકોને શીખવતા સ્વામીજીના મોં પરનું તો જાણે નૂર જ ઊડી ગયું હતું .બે દિવસથી એક અન્નનો દાણો પણ તેમણે મોમાં મૂક્યો ન હતો.શહેરનાં મોટા મોટા અમલદારો,વેપારીઓ,રાજકારણીઓને આશ્રમના ટ્રસ્ટીઓએ દોડતા કરી દીધા હતા.સ્વામીજીને શક હતો તેવી બધીજ જગ્યાઓએ પોલીસ ફરી વળી હતી પણ ગોપાલનો કોઈ પત્તો નહતો.સ્વામીજીતો તેને મહિના પછી દીક્ષાસમારોહ કરીને આનંદસ્વરુપાનંદજી નામ આપવાના હતા.તેની તૈયારી પણ તેમણે શરુ કરી દીધી હતી અને અચાનક આ શું થઈ ગયું?????
દિવસ ઉપર દિવસ જતા હતા.સ્વામીજીના બધા જ પ્રવચન અને યોગની શિબિરના સેશનો પણ બંધ હતા.સ્વામીજી શહેરની પોલીસ પર અકળાતા હતા.કોઈને કાંઈ સમજાતું નહોતુ.શું કોઈએ તેનું ખૂન કરી લાશ ઠેકાણે પાડી હશે? પણ એનો તો એવો સરળ અને સાલસ સ્વભાવ હતો!!આશ્રમમાં આવતા દરેકનો તે માનીતો હતો .તેને એકેય દુશ્મન નહોતો તો તેને કેમ કોઈ ઉપાડી જાય કે તેનું ખૂન કરે!!!!!! જેમ જેમ દિવસ ઉપર દિવસ જતા હતા તેમ તેમ સ્વામીજી વધુ ને વધુ ચિંતિત થતા જતા હતા. તેમની રાતની ઊંઘ અને ભૂખ-તરસ હરામ થઈ ગયા હતા.
અને અરે!આ શું??? ગોપાલના લાપત્તાના દસમા દિવસે સવારે પોલીસ સ્વામીજીને વોરંટ લઈને
આવી પકડી ગઈ!!!!!ગોપાલનો પત્તો મળે તે માટે ચોવીસ કલાકની રામધૂન કરતી બહેનો અને આશ્રમનિવાસીઓના ધમપછાડા છતાં પોલીસ તો સ્વામીજીને લઈ જ ગઈ.શહેરમાં સોપો પડી ગયો હતો.બધાં સ્વામીજીના ચેલાઓ,ટ્રસ્ટીઓ,વેપારીઓ અને રાજકારણીઓ પોલીસ સ્ટેશન પહોંચી ગયા.
પોલીસ કોઈને કંઈજ જવાબ આપતી નહોતી.સ્વામીજીને તો ત્રણ દિવસની રીમાન્ડ મળેલી.બધા અવાચક હતા. કોઈ સ્ત્રીને સ્વામીજીને નજીકથી
પગે લાગવાની પણ મનાઈ હતી.તેમના નિવાસના આલીશાન આશ્રમમાં પણ કોઈ સ્ત્રી સેવકની કે કોઈપણ અનુયાયી સ્ત્રીને પણ જવાની મનાઈ હતી.આશ્રમનાં કેશ નો હિસાબ ગોપાલ પાસે અને મોટા ચેકોનો વહીવટ ટ્રસ્ટીઓ કરતા.ટ્રસ્ટીઓ ના પૈસા અકબંધ હતા તો સ્વામીજીની ધરપકડનું શું કારણ??????અને ધરપકડના બીજા દિવસે શહેરના જાણીતા બધા જ છાપાના છેલ્લાપાને ફોટા સહિતનાં ગોપાલના ખુલાસાથી તો બધા શહેરીજનો હેબતાઈ ગયા!!!!! સૌ પ્રથમ તો પહેલે પાને આવેલ ગોપાલનો ફોટો જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ મોમાં આંગળા નાંખી ગયા.!!! સંન્યાસીના ભગવા કપડાં ઉતારી તે સુટબુટમાં સજ્જ હતો.તેણે તેની દાઢીમૂછ પણ મુંડાવી નાંખ્યા હતા.અરે! મુંબઈની તાજ હોટલમાંથીજ્યારે તે પકડાયો ત્યારે સુટબુટ સાથે તેનો ટકોમુંડો સંતાડવા તેણે સરસ યુરોપીઅન હેટ પહેરી હતી .ગોપાલનું ઊંચું કસાયેલ શરીર,ગોરો -તેજસ્વી ચહેરો અને હેટ સાથે સુટબુટમાં તે ફોરેનર જ લાગી રહ્યો હતો.સીબીઆઈના હોશિયાર અમલદારોએ કેવીરીતે તેને પકડી પાડ્યો તે જ સવાલ હતો!!
છેલ્લા ચાર વર્ષના અત્યાચારથી ત્રાસેલ ગોપાલે પોતાના બયાનમાં સ્વામીજીની સઘળી પોલ ખોલી
દીધી.તેણે સ્વામીજીને કેમ સંન્યાસ લેવો પડ્યો તેનું કારણ પણ જણાવ્યું.સ્વામીઅભેદાનંદજી ઉર્ફ સંસારીનામ અભિનવ ચોવીસ વર્ષે ભણીગણીને તૈયાર થયો ત્યારે તેના માતા-પિતા તેના લગ્ન એક સુંદર સુશીલ છોકરી સાથે કરવા તૈયાર થયા.અભિનવને તો સ્ત્રીઓ થકી આકર્ષણ થતું જ નહોતુ.તેને તો પુરુષ સાથે આકર્ષણ થતું હતું.તે ગે હતો.તે જાણતો હતો કે સમાજ કે માતા-પિતા કોઈ તેની આ વૃત્તિને સમજવા કે સ્વીકારવાના નહોતા.તે કોઈ સ્ત્રીની જિંદગી બગાડવા માંગતો નહતો.માતા-પિતાનું સન્માન જળવાય અને પોતાનું પણ ખરાબ ન દેખાય એટલે તેણે સંન્યાસ લઈ લીધો.પોતે હોશિયાર તો હતોજ અને ગુરુ સાથે રહી
શાસ્ત્રોના અભ્યાસ અને યોગાભ્યાસમાં નિપુણ થઈ વીસ વર્ષે સ્વામી અભેદાનંદજીએ આટલી બધી
પ્રતિષ્ઠા અને અમદાવાદ જેવા શહેરમાં યોગાશ્રમની સ્થાપના પણ કરી.હજારો અનુયાયીઓ પણ ખરા જ.હવે કુદરતે આપેલી વૃતિને વ્યક્તિ કેટલીએ દબાવીને રાખે પણ એ પણ એક દિવસ સ્પ્રિંગ
બનીને ઉછળે જ છે.સ્વામીજી સાથે પણ એવું જ બન્યું.ગોપાલને બાર વર્ષનો તે લઈ આવ્યા પણ સોળ વર્ષે જે રીતે ગોપાલ નિખર્યો તે જોઈને ,તેમજ તેનું ચોવીસ કલાક તેમની સાથે રહેવું – તેનાથી
સ્વામીજી પોતાના પરનો કાબુ ગુમાવી ચૂક્યા.પછી શરુથયો ગોપાલ પર બળાત્કારનો સીલસીલો.
ગોપાલ તો ગે નહોતો.તેને ઘીન આવતી હતી સ્વામીજીના આવા અત્યાચારી,બેહૂદા વર્તનથી.પરતું
સ્વામીજીનો સમાજમાં મોભો મરતબો એવો હતો કે ગોપાલ તેમના વિરુદ્ધની વાત ઉચ્ચારી
શકે તેમ પણ નહોતો.પરંતુ કેટલા દિવસ આ ત્રાસ સહન કરે!!!અને બસ હવે હદ થઈ ગઈ !!વિચારી એના પર ચડી બેઠેલા
સ્વામીને ધક્કો મારી એ દિવસે તે રુમમાંથી બહાર નીકળી ગયો.સ્વામીજીને એમ કે રિસાયો છે બપોર સુધીમાં તો પાછો આવી જશે.પણ દસ લાખની કેશ લઈને ભાગેલ ગોપાલ તેમને સીધો પોલીસ સ્ટેશને જ મળ્યો.સ્વામીજીની સાથે મોટા શહેરોમાં અને દેશ-વિદેશમાં ફરીને અને પંચતારક હોટલોમાં રહીને તે બધી રીતે તૈયાર થઈ ગયો હતો.એટલે કોઈને તે તાજ હોટલ મુંબઈમાં રહ્યો હશે તેની ભનક પણ કેવીરીતે આવે?
જયારે પોલીસ સ્ટેશન બંને જણ મળ્યા ત્યારે બંને જણની આંખો જુદાજુદા ભાવથી એકબીજા સાથે ટકરાઈ ને કતરાઈ.!!! સ્વામીજીને પોલીસ અંદર લઈ ગઈ.
સમાજ જયાં સુધી કુદરતે નિર્માણ કરેલ ગે લોકોને સ્વીકારશે નહી ત્યાં સુધી આવી પરિસ્થિતિઓ
સર્જાતી રહેશે. વ્યક્તિનું ગે કે લેસ્બીયન હોવું તેને જન્મ સાથે કુદરતે આપેલ વૃત્તિ છે તેમાં તેનો કોઈ
વાંક નથી.જેમ એક પુરુષનું સ્ત્રી સાથે આકર્ષણ સહજ છે તેવું જ ગે લોકો માટે પુરુષ નું પુરુષ સાથે આકર્ષણ સહજ છે.તેનો સહજ સ્વીકાર સામાન્ય બનશે ત્યારે ગે લોકોને સમાજમાં સામાન્ય દરજ્જો મળશે.અમેરિકા અને મુંબઈ જેવા મોટા શહેરોમાં તેમને હવે સ્વીકાર મળ્યો છે પણ સામાન્ય અને ભારતના નાના શહેરોમાં હજુ તેમનો સહજ સ્વીકાર નથીબીજું,ધર્મની મોટી મોટી વાતો કરનાર સાધુ સંત પણ પોતાની કુદરતી વૃત્તિઓને દબાવી રાખી શકતા નથી ત્યારે ગોપાલ જેવા તેમના બળાત્કારનો ભોગ બને છે અને આવા કૌભાંડ બહાર આવે છે.તે સમાજ માટે સ્ત્રીના બળાત્કાર જેટલો જ ચિંતાનો વિષય શું નથી????????
આવા કેટલાય સંતો અને સત્યો ભગવા કપડાંમાં લપેટાઈને લોકોની
આસ્થા સાથે ચેડાં કરતાં હશે?
સપાટીની ઉપર કે બહાર આવે ત્યારે જ ખળભળાટી મચી જાય .
પાછો થોડો સમય એ પરપોટા બુડબુડ કરતા બેસી જાય અને બધું જ સમથળ …
જિગીષા,
ગોપાલ જેવા લોકોથી આવી વાતો બહાર આવે .
ગોપાલ થકી આજે તે સારો મુદ્દો ઉઠાવ્યો .
અભિનંદન.
LikeLike
ખૂબ સરસ વિષયની વાર્તા.સ્ત્રીના બળાત્કાર જેટલોજ ચિંતાનો વિષય કહી શકાય.તમારી વાર્તાઓમાં વિવિધતા હોય છે.
LikeLike