મારા, દર્શના વારિયા નાડકર્ણી તરફથી શનિવારે પ્રકાશિત થતી “દ્રષ્ટિકોણ” કોલમ ઉપર તમારું સ્વાગત છે. થોડા સમય પહેલા આપણે “પુસ્તક ના પ્રભાવ” વિષે વાત કરેલી http://bit.ly/2oV0SsE . આપણે બ્રોનટે બહેનો ના અંગ્રેજી સાહિત્ય ઉપરના પુસ્તકોની પણ વાત કરેલી http://bit.ly/2Ttldmy . તે સમયે માત્ર પુરુષો લખતા અને તે સામાજિક ધોરણો ને અવગણીને તે લેખિકા બહેનોએ અદભુત પુસ્તકો લખ્યા છે. આજે પુસ્તક ના પ્રભાવ ને જુદા દ્રષ્ટિકોણ થી જાણીએ। આજે આપણે “પુસ્તક ઉપર પ્રતિબંધ” “Book Censorship” વિષે વાત કરીએ. ક્યારેક પુસ્તકો લોકોમાં એવી માન્યતા ઉજાગર કરવાની તાકાત ધરાવે છે. તેવી ફ્લિમ પણ બનતી હોય છે. ફિલ્મ ઉપર ની મારી કોલમ આ લિંક http://bit.ly/2W2Xuez ઉપર મળશે। તો અમુક સામાજિક ધોરણો ની તમે વિરુદ્ધ હો અને તો તેવા પુસ્તકો અથવા ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવો જરૂરી છે કે તેવો પ્રતિબંધ ક્યારેય નહિ મુકવો અને લોકોની સમજણ ઉપર વિશ્વાસ રાખવો? તમારું શું માનવું છે?
મિત્રો આજે ફરી ઇતિહાસ માં ડૂબકી મારીએ। આ ઘટના બનેલી 1958 માં મોન્ટગોમરી અલાબામા માં. મોન્ટગોમરી અલાબામા કોન્ફેડરેસી ના પારણાં તરીકે ઓળખાય છે. એટલે કે ત્યાં જ કોન્ફેડરેસી ની શરૂઆત થયેલી. 1958 માં આફ્રિકન અમેરિકન વિરોધી લાગણીઓ જોરદાર હતી. અને આ બાજુ તેમને સમાન હક માટે ચળવળ પણ શરુ થઇ ગયેલી. તે સમયે ગાર્થ વિલિયમ્સ નામના લેખક દ્વારા લખાયેલ એક બાળવાર્તા પ્રકાશિત થઇ અને તેનું નામ હતું “સસલાના લગ્ન”. તે બાળવાર્તામાં ઘણા પશુઓ અને પ્રાણીઓ એકત્રિત થયેલા અને આખરે એક કાળા સસલાના લગ્ન એક ધોળા સસલા સાથે થયા. બસ આવી નાની એવી વાર્તાએ ઉહાપોહ મચાવી દીધો. સ્ટેટ સેનેટર થી લઈને બધાજ નેતાઓ મંત્રણા કરવા ભેગા થયા અને આખરે એવો નિર્ણય લેવાયો કે સ્ટેટ લાઈબ્રેરી માંથી તે પુસ્તક હટાવી લેવું. તે પુસ્તક ધોળા અને કાળા રેસ નું મિશ્રણ થવા માટે લોકોને પ્રેરિત કરે છે અને તે કારણસર તે પુસ્તક હટાવી લેવાનો આદેશ અપાયો।
તે સમયે સ્ટેટ લાઈબ્રેરીના મુખ્ય સંચાલક એમિલી રીડ કરીને એક બહેન હતા. તેમણે દલીલ કરી કે પુસ્તકો પ્રભાવશાળી યુવા વય માટે શિક્ષણનો મહત્વપૂર્ણ માર્ગ છે. યુવા વય ના છોકરા છોકરીઓને બધીજ માહિતી ઉપલબ્ધ થવી જોઈએ જેથી તેઓ પોતાની જાતે પોતાના નિર્ણયો કરી શકે. સેનેટરે તેની દલીલ ના માન્ય રાખી અને આદેશ આપ્યો કે પુસ્તક ને જનરલ સર્ક્યુલેશન માંથી હટાવી દેવું. એમિલી બહેને તેમની વાત માન્ય રાખીને પુસ્તક ને જનરલ સર્ક્યુલેશન માંથી હટાવી અને રિઝર્વ સર્ક્યુલેશન માં મૂકી દીધું જેથી કરીને તે પુસ્તક હંમેશા ઉપલબ્ધ રહે.
આ સત્ય હકીકત નું મુખ્ય બિંદુ શું છે? આ એક સરળ સત્ય હકીકત છે કે જે બતાવે છે કે દરેક ઇતિહાસ માં એવી ઘણી નાની નાની ઘટના બનતી રહે છે જે ઇતિહાસ માં મોટા અક્ષરે લખાયેલ ન હોય પણ સામાન્ય લોકોની તેમાં કસોટી થતી હોય છે. એમિલી રીડ ને ત્યાંના નેતાઓનો એક નજીવા પુસ્તક બાબતે જબ્બર સામનો કરવો પડેલો. એમીલીબહેન સહેલાઈથી તે પુસ્તકને સર્ક્યુલેશન માં થી હટાવી શકતે. પરંતુ તેમણે કહ્યું કે આ પુસ્તકમાં કોઈના માટે ખરાબ સંકેત હતો નહિ. આ માત્ર નિર્દોષ બાળવાર્તા હતી અને તેને હટાવવાની કોઈજ જરૂર હતી નહિ. એક વર્ષ બાદ લેખક ગાર્થ નો ઇન્ટરવ્યૂ લેવામાં આવેલો. ત્યારે લેખકે કહ્યું કે આ માત્ર બાળવાર્તા હતી અને તેમાં કોઈ છુપાયેલ સંદેશ હતો નહિ અને સફેદ અને કાળી રુવાંટી વાળા પશુઓ તો કાયમ મળતા હોય છે અને પશુની દુનિયા માં તેવો કોઈ બાધ નથી.
પણ શું લેખક નો ગૂઢ હેતુ હોઈ શકે, રેસ મિશ્રણ અપનાવવા માટે લોકોને પ્રેરિત કરવા માટેનો? તમને શું લાગે છે? આજ વાર્તા જો ભારત માં લખાણી હોય અને તેમાં એક સસલું એક ધર્મ માં માનતું હોય જેમાં તે મૂર્તિઓની પૂજા કરતુ હોય અને બીજું સસલું નીચે ચટાઈ ઉપર ગોઠણ ટેકવી આકાશ તરફ આગળના પંજા ઉઠાવી ખુદા પાસે દુઆ માંગતું હોય તો શું તે વાર્તા ઉપર ભારતમાં પ્રતિબંધ મુકવો જોઈએ કે ચાલવા દેવી જોઈએ? અથવા એક સસલો હોય અને સસલી ની જગ્યાએ બીજો પણ સસલો હોય તો તે ચોપડી ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ કે તેવી બાળવાર્તા ને સર્ક્યુલેશન માં રાખવી જોઈએ? તમારું શું માનવું છે?
આજના નિબંધ માં જવાબ નથી, માત્ર પ્રશ્ન છે. મન થાય તો તમારો મત જણાવશો.
સલમાન રશીદનું પુસ્તક શેતાનિક વર્સીસ એણે તો બિચારા લેખકનું જીવન બરબાદ કરી નાખ્યું : નોબલ પ્રાઈઝ મળ્યા છતાં ! And I was so much shocked to hear the news (around 1990s) actually I was scared and wanted Him to live ..
સામાજિક ધોરણની વિરુધ્ધ હોય તેવા પુસ્તકો કે ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહિ? આ વિષય એક ઊંડો વિચાર માંગી લ્યે છે. સામાજિક ધોરણની વિરુધ્ધ હોય તેવા પુસ્તકો પર પ્રતિબંધ ન મૂકો તો ચાલે કારણકે તેમાં પુખ્ત વયના માણસોની વાત થાય છે અને તેઓ પોતાનો મત પોતાની સમજ અને અનુભવથી બાંધી શકે છે.
હવે રહયો બાળકોનો પ્રશ્ન ! બાળકોને માટે લખાયેલી નિર્દોષ વાર્તામાં પણ મોટા યાનેકે અનુભવી માણસોને એવું લાગ્યું કે ખોટી અસર ઊભી કરી શકે છે તો એ પુસ્તકો હટાવ્યા. બાળકો નિર્દોષ હોય તેમને બાલ્યાવસ્થામાં સાચો નિર્ણય લેતાં ન પણ આવડે!! ઉપરાંત તેનાં ઘરનાં વાતાવરણથી જો પ્રભાવિત હોય તો તેને પણ કાળુ અને ધોળુ સસલાનાં લગ્ન મંજુર ન થાય. એટલે સાચી સમજ મોટેરાઓને હોય તો સ્વાભાવિક જ બાળકો તેમની પાસેથી શીખે અને એટલો સમય બાળકોને આપવો રહ્યો.
બાકી બેંગોલી લેખક તસ્લીમા નસરીને લખેલી “લજ્જા ” બુક માટે એને આજે પણ સ્વિડનમાં રહેવું પડે છે. પોતાને દેશ નથી આવી શક્તી. એણે એ પુસ્તકમાં સ્ત્રીઓ ઉપર ગુજરતી ક્રૂરતા અને અત્યાચાર ઉપર સારો એવો પ્રકાશ પાડ્યો હતો જે મુસ્લિમ મુલ્લાઓ અને સમાજને મંજુર ન હતું અને આજે પણ નથી.
એટલે જ્યાં બાળકોનો સવાલ આવે ત્યાં સીધી પાટી રાખેલી સારી . બાકી પશુ પક્ષીઓમાં એવો રંગ ભેદ નથી દેખાતો!
પ્રતિબંધિત સાહિત્યની સચ્ચાઈનું આ ઉત્તમ ઉદાહરણ છે.
LikeLiked by 1 person
દાવડાજી તમારા પ્રતિસાદ બદલ આભાર. સર્વેનો “લાઈક” માટે આભાર.
LikeLiked by 1 person
સલમાન રશીદનું પુસ્તક શેતાનિક વર્સીસ એણે તો બિચારા લેખકનું જીવન બરબાદ કરી નાખ્યું : નોબલ પ્રાઈઝ મળ્યા છતાં ! And I was so much shocked to hear the news (around 1990s) actually I was scared and wanted Him to live ..
LikeLiked by 1 person
Very true Geetaben!! Thank you for the comment 🙂 .
LikeLike
પશુઓને ખોટા ખયાલો નથી હોતા.
LikeLiked by 1 person
Thank you for the comment.
LikeLike
સામાજિક ધોરણની વિરુધ્ધ હોય તેવા પુસ્તકો કે ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહિ? આ વિષય એક ઊંડો વિચાર માંગી લ્યે છે. સામાજિક ધોરણની વિરુધ્ધ હોય તેવા પુસ્તકો પર પ્રતિબંધ ન મૂકો તો ચાલે કારણકે તેમાં પુખ્ત વયના માણસોની વાત થાય છે અને તેઓ પોતાનો મત પોતાની સમજ અને અનુભવથી બાંધી શકે છે.
હવે રહયો બાળકોનો પ્રશ્ન ! બાળકોને માટે લખાયેલી નિર્દોષ વાર્તામાં પણ મોટા યાનેકે અનુભવી માણસોને એવું લાગ્યું કે ખોટી અસર ઊભી કરી શકે છે તો એ પુસ્તકો હટાવ્યા. બાળકો નિર્દોષ હોય તેમને બાલ્યાવસ્થામાં સાચો નિર્ણય લેતાં ન પણ આવડે!! ઉપરાંત તેનાં ઘરનાં વાતાવરણથી જો પ્રભાવિત હોય તો તેને પણ કાળુ અને ધોળુ સસલાનાં લગ્ન મંજુર ન થાય. એટલે સાચી સમજ મોટેરાઓને હોય તો સ્વાભાવિક જ બાળકો તેમની પાસેથી શીખે અને એટલો સમય બાળકોને આપવો રહ્યો.
બાકી બેંગોલી લેખક તસ્લીમા નસરીને લખેલી “લજ્જા ” બુક માટે એને આજે પણ સ્વિડનમાં રહેવું પડે છે. પોતાને દેશ નથી આવી શક્તી. એણે એ પુસ્તકમાં સ્ત્રીઓ ઉપર ગુજરતી ક્રૂરતા અને અત્યાચાર ઉપર સારો એવો પ્રકાશ પાડ્યો હતો જે મુસ્લિમ મુલ્લાઓ અને સમાજને મંજુર ન હતું અને આજે પણ નથી.
એટલે જ્યાં બાળકોનો સવાલ આવે ત્યાં સીધી પાટી રાખેલી સારી . બાકી પશુ પક્ષીઓમાં એવો રંગ ભેદ નથી દેખાતો!
LikeLiked by 1 person
પ્રતિસાદ માટે આભાર જયવંતીબેન. ખરી વાત છે — આ પ્રશ્ન ઊંડો વિચાર માંગે છે. તમારા મંતવ્યો જણાવવા માટે આભાર.
LikeLike
દર્શના આ વાત વાંચીને મનમાં અનેક વિચારો આવે છે.”સત્તા આગળ શાણપણ નક્કામું ” અથવા ”જેનો રાજા વહેપારી તેની પ્રજા ભિખારી” એવી કહેવત અહી લાગુ પાડે???
LikeLiked by 1 person
Thank you Kalpanaben — yes it does take some thought — on whether book censorship is sometimes right or not ever ok.
LikeLike