દ્રષ્ટિકોણ 28: પ્રેમ ને બંધન નહિ બનાવો – દર્શના

મિત્રો શનિવારે પ્રકાશિત થતી દ્રષ્ટિકોણ કોલમ ઉપર તમારું સ્વાગત। આજે જીવનસાથી દિવસે (spousal day) ચાલો થોડી પ્રેમ ની વાતો કરીએ। પહેલા તો એવું ખરું કે દંપતી હોય, જીવનસાથી હોય તો પ્રેમ હોય જ, કે એવું જરૂરી નહિ? પહેલાની કોલમ માં ભૌતિક પ્રેમ વિષે લખેલ કાવ્ય આ લિંક ઉપર જોવા મળશે. – http://bit.ly/2x3YbJ3 

જીવનસાથી વિષે તો ઘણું કહેવાયું છે, લખાયું છે અને દંપતી હંમેશા જોક્સ ના વિષય પણ બનતા હોય છે.

મને ગમતા વાક્યો અહીં લખું છું.
* આપણા સ્પાઉસ આપણી મુસાફરી નું ગંતવ્ય નહિ, પણ સાથી છે
* સરસ સંબંધોમાં પતિ-પત્ની એકબીજા ની પસંદ અને અવકાશ નું ધ્યાન રાખે છે અને એક બીજાના હેતુઓ અને ધ્યેય ને આગળ ધપાવે છે અને તેને પૂર્ણ કરવામાં મદદ કરે છે.
* આદર્શ પતિ તેની પત્નીએ નહિ ઉચ્ચારેલ દરેક શબ્દો સમજી શકે છે.
(ખબર નહિ કેમ પણ પત્ની ને જ સમજવી હંમેશા મુશ્કેલ હોય છે, પતિ ને સમજવાની વાતો ભાગ્યેજ જોવા મળે છે. કેમ સ્ત્રીઓને સમજવી મુશ્કેલ છે?)

શું દરેક જીવનસાથી, આત્માસાથી (સૉઉલમેટ) soulmate હોય છે?

મેં એવું વાંચ્યું કે
* “જીવનસાથી એ છે જેની સાથે તમે જિંદગી ગુજરી શકો છો અને આત્મસાથી એ છે જેના વગર તમે જિંદગી ગુજરી શકતા નથી”.
એવું પણ વાંચેલ કે “જીવનસાથી નો સબંધ કેળવી શકાય છે પણ આત્માસાથી નો સબંધ નસીબ માં લખાયેલ પૂર્વનિર્ધારિત સબંધ છે”.

વાચકો શું માને છે?

એક નાની વાત કહું છું. રોન ઓવેન અને રૂથ હોલ્ટ મળ્યા ત્યારે તેમની ઉમર હતી 18 વર્ષ। એક વર્ષ આ પ્રેમી પંખીડાએ સાથે ગુજાર્યું। તે પછી તેમની કેરીઅર વિષે વિચારતા રોને નિર્ણય કર્યો કે તે સંગીત અને નૃત્ય માં આગળ કેળવણી ધારણ કરીએ ને જાહેર માં પરફોર્મન્સ આપવાની ઈચ્છા ધરાવતો હોવાથી તેણે બીજા મોટા શહેર માં સ્થાયી થવાની જરૂર હતી. તેણે રૂથ પાસેથી વિદાય લીધી અને બીજા શહેર માં ચાલ્યો ગયો. તે વખતે ટેક્નોલોજી ની સુવિધા, સેલ ફોન અને ફેસબૂક તો હતા નહિ અને ધીમે ધીમે તેમની વચ્ચેના વાર્તાલાપ નો અંત આવ્યો। તે પછી રૂથ ના લગ્ન થયા અને રોને પણ લગ્ન કર્યા। સમય જતા બંનેએ તેમના જીવનસાથી ખોયા અને બંને એકલા રહેતા હતા. એક દિવસ રૂથ ની બહેને તેને આવીને કહ્યું કે રોન કરીને એક વ્યક્તિ તેની સામેના ફ્લેટ માં રહેવા આવ્યો છે. સપ્ટેમ્બર ની 2018 ની સાલ માં જયારે રૂથ ની બહેને આ માણસ નું વર્ણન કર્યું ત્યારે રૂથ ના મન માં કોઈજ શક ન રહ્યો કે બરોબર 60 વર્ષ પહેલા તેને જેની સાથે પ્રેમ હતો તે જ છે આ રોન. રૂથ તેના ઘરે પહોંચી ગઈ. અને આ વાત આગળ ચલાવતા કહું છું કે આવતા એક બે મહિના માં આ 80+ વર્ષના રૂથ અને રોન ના લગ્ન થવાના છે. રોન ક્યે છે કે આટલો સુખી હું મારી જિંદગી માં ક્યારેય હતો નહિ.  

રાધા તો ક્રષ્ણ ની જીવનસાથી હતી પણ મીરા કોણ હતી? શું તે આત્માસાથી હોઈ શકે? મારી જ એક અમેરિકન સહેલી ની વાત પણ કરું છું. તેને કોઈની જોડે પ્રેમ હતો અને પ્રેમ ના પ્રતીક રૂપે તેમને એક દીકરી પણ જન્મી। પણ કૈક કારણસર તે બંને જુદા થઇ ગયા અને ખાસ કોન્ટેક્ટ માં રહ્યા નહિ. આ બહેને તેમની દીકરી મોટી કરી અને કોલેજ પુરી કરાવી। અચાનક કોઈએ મારી સહેલી માટે બ્લાઇન્ડ ડેટ ગોઠવી અને પહોંચી તો તેને જેની સાથે પ્રેમ થયેલો તે જ હતો. ફરી તેઓ મળતા રહ્યા અને હવે તો ઘણા વર્ષોથી તેમના લગ્ન પણ થઇ ગયા છે.

શું એવું બની શકે કે જીવનસાથી બન્યા હોય કે નહિ પણ અમુક લોકો વચ્ચે આત્માસાથી (soulmate) નું જોડાણ હોય? કે તેમનો સબંધ પૂર્વનિર્ધારિત, તેમના નસીબ માં લખાયેલ હોય? તમારું શું માનવું છે?

અને બાકી તો બધા ને આત્માસાથી હાસિલ થાય કે ન થાય પણ ઘણા ને જીવનસાથી નો સહારો તો મળે જ છે. અને તેની સાથે વિતાવવાની પળોને અતિ મધુર બનાવવાની કોશિશ આપણે કરી શકીએ….

અરેબિક કવિ ખલિલ જિબ્રાને થોડી  વાતો તેમના મશહૂર કાવ્યો માં કહી છે. તેના થોડા સુંદર વાક્યો નો અનુવાદ નીચે મુકેલ છે. (To see more of his poems and quotes, google Khalil Gibran).

“તમારા સબંધ માં વચ્ચે થોડી જગ્યા રાખો કે સ્વર્ગ નો પવન તમારી વચ્ચે નૃત્ય કરી શકે. એકબીજાને પ્રેમ કરો, પરંતુ પ્રેમ ને બંધન નહિ બનાવો। પ્રેમને અપેક્ષાઓના બંધન માં જકડી નહિ દ્યો. પ્રેમ ને બંધન માં જકડવાની બદલે તમારા આત્માના બે કિનારા વચ્ચે તમારા પ્રેમ ને વહેતા દરિયા જેવો રહેવા દ્યો। સાથે સંગીત બનાવો, ન્રત્ય કરો પણ તમારા જીવનસાથી ને ક્યારેક એકલતા પણ માણવા દ્યો। જેમ સિતાર ના તાર એક સાથે સંગીત બનાવે છે પણ એક એક છુટ્ટો તાર  છે તેમ. એકમેકને તમારું હૃદય આપો પણ સોંપી નહિ દ્યો કેમકે જિંદગી ને જ તે અધિકાર છે. જોડે ઉભા રહો પણ એકદમ નજીક નહિ. એકમેક ને ઉગવાની, પાંગરવાની જગા રહેવા દ્યો”.

જીવનસાથી પાસેથી અપેક્ષા રાખ્યા વગર જીવી શકાય? તે તો તમારા અનુભવ ઉપરથી તમે કહેશો તો જ ખબર પડશે :).

8 thoughts on “દ્રષ્ટિકોણ 28: પ્રેમ ને બંધન નહિ બનાવો – દર્શના

 1. કદાચ….
  આવી વાતો આપણા જમાનાની છે. રૂથ – રોન ની વાત જચી જાય તેવી હોવા છતાં – એવાં વ્યક્તિઓ હવે લઘુમતિમાં છે. જેમ જેમ નવા જમાનાની વાતો જાણવા મળે છે, તેમ તેમ હવે નવાં સમીકરણો નવી પેઢીએ જ લખવા પડશે – એમ લાગે છે. એનો આધાર સહનશીલતાનો સદંતર અભાવ, સહેજ પણ બાંધછોડ ન કરવાની વૃત્તિ અને સમ્પૂર્ણ સ્વાર્થ લક્ષિતા જ હશે.
  માનવજીવન ભલે રોકેટની જેમ સ્પેસ ટ્રાવેલ કરતું થાય – કુટુમ્બ જીવન પશુતા તરફ પારોઠનાં પગલાં ભરી રહ્યું છે – તેમ લાગે છે.
  આ કડવી વાસ્તવિકતા આપણી પેઢીએ સ્વીકાર્યે જ છૂટકો. અથવા ….. સ્વર્ગવાસ !

  Liked by 1 person

  • સુરેશભાઈ તમારા પ્રતિસાદ બદલ આભાર। હું એમ નથી માનતી કે દરેક આવતી પેઢી માં “સહનશીલતાનો સદંતર અભાવ, સહેજ પણ બાંધછોડ ન કરવાની વૃત્તિ અને સમ્પૂર્ણ સ્વાર્થ લક્ષિતા” જ હોય છે જો કે દરેક પાછળની પેઢી તો દરેક આવતી પેઢી માટે તેવુંજ માને છે. પણ જો તે સત્ય હોય તો દરેક આવી પેઢી માં પ્રગતિ ની બદલે પીછેહઠ જ થતી રહે અને તો માનવજાત નો જ અંત આવે. પણ દરેક આવતી પેઢી માં સામાજિક રહેણીકહેણી બદલતી જ રહે છે. આપણે બદલાયા ત્યારે ઘણી બદલતી વાસ્તવિકતા જોઈને આપણા મોટેરાઓ થાપ ખાઈ ગયા હશે. પણ બદલાવ તો આવશે જ અને ચેન્જ માં જ પ્રગતિ હોય છે ને? જો કે હું સહેમત છું કે બદલતી જતી વાસ્તવિકતા ને સ્વીકારવી દરેક વખતે સહેલી નથી.

   Like

   • મારું કહેવું ગમે તેવું તો નથી જ. મને પણ નથી ગમતું! પણ ….
    બહુ જ ઝડપથી સમાજ સ્વચ્છંદતા તરફ ઢળી રહ્યો છે. જેમ જ્ઞાતિ અને વર્ણવ્યવસ્થા પડી ભાંગી તેમ લગ્નસંસ્થા પણ પડી ભાંગે, એ બહુ દૂરની વાત નથી.કદાચ બે કે ત્રણ દાયકા પછી, આપણે તો નહીં પણ આપણી પછીની પેઢી એ વાસ્તવિકતા સ્વીકારતી થઈ જશે.
    ગરીબીની રેખાની નીચે અને નીચલા મધ્યમ વર્ગમાં હજુ એકમેકનો સહકાર જરૂરી હશે, પણ સમૃદ્ધિ, શિક્ષણ, કાયદાકીય રક્ષણ અને સમાજનાં બદલાતાં જતાં મૂલ્યોના કારણે એ સંસ્થા ખોખલી બની ગઈ છે. એમાં મરો જન્મ લેતાં બાળકોનો થવાનો છે, અથવા એ પણ એ જ રીત રસમથી ઉછરશે.
    ૭૦-૮૦ ના ગાળામાં એક અંગ્રેજી ફિલ્મ અમદાવાદમાં જોઈ હતી. ‘Yesterday, today and tomorrow’ એમાં આ ભાવિનું ફિલ્મીકરણ થયું હતું.
    કદાચ એમ બને કે, પ્રેમ, ચારિત્ર્ય અને દામ્પત્યની વફાદારીનાં નવાં મૂલ્યો આકાર લે અને એક નવું સામાજિક સમતુલન ગોઠવાય. પણ આપણે એ કેવું હશે , તે ન જ કલ્પી શકીએ.

    Like

 2. ખલિલ જિબ્રાને તેના કાવ્યમાં જે વાત પ્રદર્શિત કરી છે તેમાં હું સહમત થાઉં છું . સબંધો વચ્ચે થોડી જગ્યા રહેવા દયો. કે તમને બ્રિધિંગ સ્પેસ મળે. દરેકને પોતાને માટે થોડા સમયની જરૂરિયાત હોય છે. એ એકાંત અને સમય ન મળે તો સબંધમાં ઊણપ આવે અને વખત જતાં તડ પણ પડે. આ બન્નેને લાગુ પડે છે.
  બાકી જમાનો બદલાય રહયો છે . પહેલાં, સાથે રહેતાં પહેલાં લગ્નનું બંધન જરૂરી હતું પણ હવે સાથે રહેવા માટે એ બંધન જરૂરી નથી. તો આનો અર્થ એ થયો કે તેઓ જવાબદારીમાંથી છટકવા માંગે છે? એવું તો કેમ કહેવાય !! બન્ને પુરા, મેચ્યોર હોય તો જવાબદારીનું ભાન હોય જ – પણ ટિનેજર હોય તો શું? દર્શના , સુંદર રજુઆત

  Like

 3. ખલિલ જિબ્રાને તેના કાવ્યમાં જે વાત પ્રદર્શિત કરી છે તેમાં હું સહમત થાઉં છું . સબંધો વચ્ચે થોડી જગ્યા રહેવા દયો. કે તમને બ્રિધિંગ સ્પેસ મળે. દરેકને પોતાને માટે થોડા સમયની જરૂરિયાત હોય છે. એ એકાંત અને સમય ન મળે તો સબંધમાં ઊણપ આવે અને વખત જતાં તડ પણ પડે. આ બન્નેને લાગુ પડે છે.
  બાકી જમાનો બદલાય રહયો છે . પહેલાં, સાથે રહેતાં પહેલાં લગ્નનું બંધન જરૂરી હતું પણ હવે સાથે રહેવા માટે એ બંધન જરૂરી નથી. તો આનો અર્થ એ થયો કે તેઓ જવાબદારીમાંથી છટકવા માંગે છે? એવું તો કેમ કહેવાય !! બન્ને પુરા, મેચ્યોર હોય તો જવાબદારીનું ભાન હોય જ – પણ ટિનેજર હોય તો શું? દર્શના , સુંદર રજુઆત – jayvantiben’s comment I saw but it does not appear here. So I have posted it and responded below.

  આભાર જયવંતીબેન. તમારા પ્રશ્નો સરસ છે — વિચાર માંગે છે. જમાનો બદલાઈ રહ્યો છે અને જે બદલાય તે બધું સારું નથી હોતું અને બધું ખરાબ નથી હોતું. અને દરેક પેઢી બદલાતી રહે છે અને દરેક પેઢી માં સબંધ જાળવીને તેની માવજત કરવાવાળા હોય છે અને દરેક પેઢીમાં સંબંધને તિરસ્કાર કરનારા હોય પણ છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.