નમસ્તે મિત્રો. હું, દર્શના વારિયા નાડકર્ણી તમને બેઠક ની દ્રષિકોણ કોલમ ઉપર આવકારું છું. આ કોલમમાં આપણે જુદા જુદા વિષયો ઉપર અને વિવિધ દ્રષ્ટિકોણ થી વાત કરીએ છીએ. આજે પોપકોર્ન દિવસ મનાઈ રહ્યો છે ત્યારે ચાલો આપણે ચલચિત્રો, સિનેમા, મુવીઝ, ફિલ્મ્સ, અભિનય ઉપર થોડી વાતો કરીએ.
તમને આ ડાયલોગ યાદ છે? ક્યા પિક્ચર નો ડાયલોગ છે? ગુજરાતી માં અનુવાદ કર્યો છે એટલે તમારા મગજ ને થોડું કસવું પડશે.
જે રસ્તા ઉપર તું ચાલી રહ્યો છે તેનો અંજામ ખરાબ પણ હોઈ શકે.
જાણું છું. પણ તમે જે રસ્તા ઉપર ચાલી રહ્યા છો તેનો અંજામ તો ખરાબ જ છે, ભાઈ.
રવિ, હું તો મારી બાજી રમી ચુક્યો છું. હવે હારું કે જીતુ. પણ તારી પાસે તો હજી સમય છે.
પણ, મારા સિદ્ધાંત……..
શું કામના છે તારા એ સિદ્ધાંત? તેને મસળીને રોટલી નથી બનાવી શકાતી? શું આપ્યું છે તારા સિદ્ધાંતોએ, શું છે આજે તારી પાસે?
હવે તેનો જવાબ તો તમે કદાચ ઊંઘ માં પણ બોલી શકશો. ખરું ને? ક્યુ મશહૂર હિન્દી પિક્ચર યાદ આવે છે? કદાચ તમે પણ મારી જેમ વર્ષો પહેલા આ પિક્ચર જોઈને રડી રડી ને લાલ આંખ લઈને થીએટર માં થી શરમાઈ ને બહાર નીકળ્યા હશો.
અને આ ક્યા હિન્દી પિક્ચર નો ડાયલોગ છે? – પહેલા હું એકલો હતો અને હવે બિલકુલ એકલો છું.
અને આ? – કેટલા મર્દ હતા?
અને આ? – ડોન ને મારવો મુશ્કેલ જ નહિ, અસંભવ છે
અને આ? – શેરે ખાન કાળો ધંધો કરે છે, પણ ઈમાનદારી થી
અને આ? – મોટા મોટા દેશોમાં આવી નાની નાની વાતો હોતી રહે છે
અને આ? – બધું સારું છે, ભાઈ બધું સારું છે………
અને આ? આમાં તો શબ્દો વાંચીને જ અભિનેતા ના અવાજ નો પડઘો તમારા કાન માં ગુંજતો હશે. – પુષ્પા, મને આંસુ પસંદ નથી. એને લૂછી નાખ.
અને આ? – એક ચુંટકી સિંદૂર ની કિંમત તમે શું જાણો, રમેશ બાબુ?
થોડું વધુ અઘરું? આ? – તારીખ ઉપર તારીખ, તારીખ ઉપર તારીખ, તારીખ ઉપર તારીખ, તારીખ ઉપર તારીખ મળતી રહે છે. પણ ઇન્સાફ નથી મળતો, માઇ લોર્ડ, મળે છે તો માત્ર તારીખ………
આમાં વચ્ચેનો શબ્દ પુરી લો… – બાબુ ______ જિંદગી મોટી હોવી હોઈએ, લાંબી નહિ.
આમાં વચ્ચેનો શબ્દ પુરી લ્યો… – મારુ નામ _____ છે અને હું ટેરોરિસ્ટ નથી.
અને આ? – એનો તો ને, બેડ લક જ ખરાબ છે.
અને આ? – રાહુલ, નામ તો સાંભળ્યું જ હશે.
અને આ મસ્ત ફિલ્મ કઈ છે?- ટેંશન લેવાનું નહિ, માત્ર દેવાનું
અને આ? – તમે કન્વિન્સ થઇ ગયા કે હું વધારે બોલું?
થયા કન્વિન્સ? રાત્રે ચાવી મૂકીને સવારે ગોતાગોત અને ધાંધલ ધમાલ કે ચાવી મળતી નથી. આટલું કેમ યાદ નથી રહેતું અને આટલા પિક્ચર ના ડાયલોગ ભાષા બદલીને મુક્યા તો પણ ઓળખાય જાય છે? પિક્ચર માં એવો શું જાદુ છે કે આપણને તેની સ્ટોરી, તેના ડાયલોગ, તેના અભિનેતા અને અભિનેત્રી યાદ રહી જાય છે? તેમાં એવો શું જાદુ છે કે બે કે ત્રણ કલાક ના સમય માં એક પિક્ચર આપણી સંવેદના ને ફમ્ફોળીને ફદરબદર અસતનસત કરી નાખે છે? માફ કરશો, પણ તેવા નવીન અનુભવ માટે નવા શબ્દો વાપરવા પડે :).
ફિલ્મ આપણા માનસ ઉપર, આપણા હૃદય ઉપર ઘણી અસર કરે છે. ફિલ્મ, સંવેદના સુધી પહોંચવાનો, લાગણીઓને સ્પર્શ કરવાનો, પ્રેમ કરવાનો, ઘણી વાર રસ્તો ચીંધે છે. ઘણી વાર ઊંડી ચર્ચા વિચારણા થી ન બદલી શકાય તેવી ઝડપતા થી ફિલ્મ લોકોને આંચકો આપીને તેમની અપેક્ષાઓ અને દ્રષ્ટિકોણ ને ફેરવી શકે છે. ફ્રેન્ક કાપ્રાએ કહેલ કે, દુનિયા માં ત્રણ વિશ્વવ્યાપી ભાષા છે, જે બધાજ સમજી શકે છે. તે છે, ગણિત, સંગીત અને ફિલ્મ. ફિલ્મ ના માધ્યમ દ્વારા આપણે કલા અને માનવતા ને એક સાથે ઉજવી શકીએ છીએ. હવે તો જેમ કોઈ પણ લખી શકે છે અને પુસ્તક ને પ્રકાશિત કરી શકે છે તેમ જ કોઈ પણ ફિલ્મ પણ બનાવી શકે છે અને તેમાં ટેક્નોલોજી સમજતા હોય તેને પુરી મદદ મળી રહે છે.
ફિલ્મ માં સારી સ્ટોરી અને સારો અભિનય હોવો જરૂરી છે. લેખક જેમ બીજાની વાત કહી શકે છે તે કરતા પણ વધીને સારા અભિનેતા અને અભિનેત્રીઓ બીજાની હકીકત ને પોતાની કરીને બતાવે છે. કોઈ પણ વિષય ને પોતા સિવાય અન્ય ની દ્રષ્ટિ થી લખવાનું અઘરું છે. લખવામાં સૌથી પહેલા બાળકો પોતોની ડાયરી લખતા હોય છે અને લખવામાં ઘણા મોટાઓ પણ પોતાની સંવેદનાઓ અને સ્વંયંના અનુભવો કહેવાની ઈચ્છા ધરાવતા હોય છે. પણ લખવામાં પરિપક્વ થયા પછી લેખક બીજાના અનુભવોને પણ ઊંડી સંવેદના થી ઓળખી અને તેને વર્ણવી શકે છે. પોતની વાત કહેતા કહેતા પણ પરિપક્વ લેખક વાચકોમાં બીજા માટે લાગણી ઉભી કરી શકે છે. આત્મકથાના લેખકો ને મૂકીને બીજા લેખકો જો પોતાની વાત થી પર જઈને કોઈના માટે સંવેદના ઉભી કરી જ ન શકે, તો તો તોબા તોબા! તેમજ પરિપક્વ થયેલ અભિનેતા અન્ય ની સત્ય હકીકત ને જ નહિ પણ કાલ્પનિક વાત ને પણ સત્ય હકીકત નું પહેરણ પહેરાવી શકે છે. સારી અભિનેત્રી કે અભિનેતા અને સારા લેખકો can explore the human soul – માનવ હૃદય ને વલોવીને, નીચવીને, અન્વેષણ કરી શકે છે. આજે પોપકોર્ન દિવસે ચાલો લઈએ એક બેગ પોપકોર્ન ની અને સારી ફિલ્મ જોવા બેસી જોઈએ. પણ ખરાબ લખાણ અને ખરાબ ફિલ્મ થી બચતા રહેજો — આજ કાલ કોની પાસે સમય છે બગાડવા માટે?
તાજેતર માં તમે કોઈ સરસ ફિલ્મ જોઈ હોય તો જરૂર શેર કરશો. મેં તાજેતર માં બે, ત્રણ સરસ અંગ્રેજી ફિલ્મ જોઈ તેમના નામ છે “Vice” http://bit.ly/2QRZp6R , “The Hate U Give” http://bit.ly/2Fhxrw7 , અને “Journey to her Smile” http://bit.ly/2LxMILU . તેમની ઉપરની સમીક્ષા (reviews) તેમની સાથે મુકેલા ત્રણ લિંક ઉપર મારા બ્લોગ http://www.darshanavnadkarni.wordpress.com ઉપર મળશે।
Come on……… no one is going to guess the names of the movies for any of these dialogues? Here, let me give one hint — “बाबू मोशाय जिंदगी बड़ी होनी चाहिए, लम्बी नहीं”. — I filled in the missing word. Will look to see some responses :).
LikeLike
રાજેશખન્ના -આનંદ ,બહુ જ સરસ વાત કરી આજે દર્શનાબેન તમે .સીનેમા અને સંગીત લોકોનો દ્રષ્ટિકોણ ચોક્કસ
બદલી શકે છે.એ રીતે જોઈએ તો મને ‘તારે જમીં પર ‘અને ‘થ્રી ઈડીયટ્સ ‘પીક્ચર બહુજ ગમેલા. દરેક માતા-પિતાને જોવાલાયક પીક્ચર હતા.
LikeLiked by 1 person
જિગીષાબેન અભિનંદન — તમે એક પિક્ચર નો ડાયલોગ અહીં મુકેલો છે તે કહી દીધું। બીજા ડાયલોગ કઈ ફિલ્મ્સ ના છે કોઈ ક્યે તો જોઈએ। તમારા પ્રતિસાદ માટે ખુબ આભાર. 🙏🙏
LikeLike
કેટલા મર્દ હતા? That’s from શોલે ! હું બહુ પિક્ચર જોતી નથી એટલે એમાં મારી ચાંચ ના ડૂબે ! હવે તમે જ સંદર્ભ સાથે લખો ; કારણકે સંવાદો સરસ ચોટદાર છે This is another point of view! I like a few of them because they are fierce and bold ! Nice , Darshnaben!
LikeLiked by 1 person
અભિનંદન ગીતાબેન। સરસ. તમે શોલે નો ડાયલોગ ઓળખી ગયા. તમને પહેલા ડાઈલોગ નો જવાબ કહું।… તેનો જવાબ છે — “મારી પાસે મા છે”. મોટાભાઈ અમિતાભ અને નાના ભાઈ શશી કપૂર વચ્ચેનો આ ડાઈલોગ દીવાર પિક્ચર નો એકદમ યાદગાર ડાયલોગ છે. અને એક બીજો કહું — જિગીષાબેને 3 ઇડીઓટ્સ પિક્ચર ની વાત કરી તે તમે કદાચ જોયું જ હશે. તેમાં મસ્ત ગીત છે – Bhaiya Aal Izz Well, Are Bhaiya Aal Izz Well – બધું સારું છે, ભાઈ બધું સારું છે……… ગેમ રમવા માટે આભાર :). હજી બીજા ઓળખાય તો જરૂર કહેતા અચકાતા નહિ :). 🙏🙏
LikeLike
Ek chutki Sindurni kimat tame shu jano, Rameshbabu?
Movie: Om Shanti Om. Sharukh khan, Dipika and Arjun. – A very good concept to play this kind of games. I like it😊👍. Films have great effect on people’s mind! Movies like: Ham Sath Sath hai and Kuch Kuch Hoya hai. People changes in a big way. Well done Darshna!!!
LikeLiked by 1 person
Wah Jayvantiben. Good job!!!!!!!! Thank you so much for your comment and encouraging words!! 🙏🙏
LikeLike
આ ક્યા હિન્દી પિક્ચર નો ડાયલોગ છે? – પહેલા હું એકલો હતો અને હવે બિલકુલ એકલો છું.
અને આ? – કેટલા મર્દ હતા?…શોલે મુવી
અને આ? – ડોન ને મારવો મુશ્કેલ જ નહિ, અસંભવ છે……ડોન મુવી
અને આ? – શેરે ખાન કાળો ધંધો કરે છે, પણ ઈમાનદારી થી….જંજીર મુવી
અને આ? – મોટા મોટા દેશોમાં આવી નાની નાની વાતો હોતી રહે છે…દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે મુવી
અને આ? – બધું સારું છે, ભાઈ બધું સારું છે…all is વેલ…
અને આ? આમાં તો શબ્દો વાંચીને જ અભિનેતા ના અવાજ નો પડઘો તમારા કાન માં ગુંજતો હશે. – પુષ્પા, મને આંસુ પસંદ નથી. એને લૂછી નાખ….અમર પ્રેમ મુવી
અને આ? – એક ચુંટકી સિંદૂર ની કિંમત તમે શું જાણો, રમેશ બાબુ? ….ઓમ શાંતિ મુવી
થોડું વધુ અઘરું? આ? – તારીખ ઉપર તારીખ, તારીખ ઉપર તારીખ, તારીખ ઉપર તારીખ, તારીખ ઉપર તારીખ મળતી રહે છે. પણ ઇન્સાફ નથી મળતો, માઇ લોર્ડ, મળે છે તો માત્ર તારીખ……દામીની…
આમાં વચ્ચેનો શબ્દ પુરી લો… – બાબુ મોશાય____ જિંદગી મોટી હોવી હોઈએ, લાંબી નહિ.
આમાં વચ્ચેનો શબ્દ પુરી લ્યો… – મારુ નામ ખાન_ છે અને હું ટેરોરિસ્ટ નથી…..માય નેમ ઈઝ ખાન મુવી
અને આ? – એનો તો ને, બેડ લક જ ખરાબ છે…..રંગીલા મુવી
અને આ? – રાહુલ, નામ તો સાંભળ્યું જ હશે….દિલ તો પાગલ હૈ મુવી
અને આ મસ્ત ફિલ્મ કઈ છે?- ટેંશન લેવાનું નહિ, માત્ર દેવાનું…..મુન્નાભાઈ એમ બી બી એસ મુવી
અને આ? – તમે કન્વિન્સ થઇ ગયા કે હું વધારે બોલું?…જબ વી મેટ મુવી
કલ્પના રઘુ અને રઘુ શાહ
ખૂબ સરસ game.મજા આવી.
આંખથી દ્રશ્ય મગજ memoryમા જાય છે.અને સરળતાથી યાદ રહી જાય છે.માટે મૂવીની અસર મન,હૃદય અને જીવન પર આસાનીથી પડે છે.
અભિનંદન દર્શનાબેન.
LikeLiked by 1 person
વાહ કલ્પનાબેન। તમે અને રઘુભાઈએ તો એકદમ સેન્ચુરી મારી દીધી। ખરા ફિલમ ના શોખીન લાગો છો!! જોકે શોખ તો મને પણ છે, પણ મને ક્યારેય આટલા ડાયલોગ યાદ ન હોય. 👌👌👏👏👏👏🙏🙏
LikeLike
સાચી વાત.
LikeLike